STORYMIRROR

Dr.Riddhi Mehta

Horror Drama Thriller

3  

Dr.Riddhi Mehta

Horror Drama Thriller

કળયુગના ઓછાયા -૩૩

કળયુગના ઓછાયા -૩૩

7 mins
559


રાતના ત્રણ વાગ્યા છે. આમ બધાને ઊંઘવાનો સમય હોવા છતાં જાણે બધાની ઊંઘ હરામ થઈ ગઈ છે. સ્વરા હજુ સૂતી છે.

આસ્થા : તને લાગે છે કે મીનાબેન હા પાડશે ??

રૂહી : હા...હા પાડશે.

અનેરી : તમને એક વાત કહેવાની તો રહી જ ગઈ કે હું એમને રૂમમાં બોલાવવા ગઈ એ વખતે ત્યાં અંદર બારણા પાસે કોઈ જ જેન્ટ્સ ના શુઝ પડેલા હતા. આમ તો સામાન્ય રીતે કોઈ અંદર શુઝ કે ચંપલ પહેરીને આવતું નથી. અંદર પહેરીએ તો એ અલગ હોય છે. પણ એ કોના શુઝ હશે ?? કોઈ જેન્ટસ ખરેખર હશે એમના રૂમમાં ??

અને હું ત્યાં ગઈ એ વાત પણ જાણે એમને ન ગમી હોય એવું લાગ્યું. હતું પણ એમના આવવા સાથે જ પ્લાન શરૂ થઈ ગયો અને તમે બંને તો બાથરૂમમાં છુપાયેલા હતા. એટલે કંઈ વાત જ ન થઈ.

રૂહી : શું ?? તો તો કંઈ ગડબડ ન થઈ જાય...યાર જો એને કોઈનો સાથ હશે અને એ પણ કોઈ પુરુષ નો તો તો આપણો આખો પ્લાન ફરી ન જાય. ચાલો આપણે ફટાફટ નીચે જઈએ.

આસ્થા : પણ સ્વરા હજુ ભાનમાં નથી શું કરશુ?? અને એને આમ અહીયા એકલી મૂકીને પણ નહી જવાય.


અનેરી : એક કામ કરો. તમે બંને નીચે જાવ. હું સ્વરાને કંઈ હશે તો સંભાળી લઈશ. અને તમને કંઈ જરૂર હોય તો મને ફોન કરજો. ત્યા સુધી હું સ્વરાને જગાડવાની કોશિશ કરૂ છું. અને આ મારો નંબર એમ કહીને એ રૂહીને એનો ફોન નંબર આપે છે.

રૂહી અને આસ્થા ભગવાનનુ નામ લેતા લેતા નીચે ઉતરે છે કારણ કે રાતના ત્રણ વાગે એકદમ સુનકાર અને અંધારું હતું...લાઈટો હતી પણ આમ સુમસામ વાતાવરણમાં એવુ લાગી રહ્યું છે કે હમણાં કોઈ અહીંયા થી આવશે..... છતાં બંને મક્કમ પગલે સડસડાટ કરતા નીચે ઉતરી જાય છે !!

બંને જણા મેડમના રૂમની નજીક પહોચતા જ ધીમે ધીમે બિલ્લીપગે પગલાં પાડે છે...અને બારણા પાસે પહોંચી જાય છે....

ત્યાં પહોચતા જ કોઈક વાતચીત કરતું હોય એવું લાગ્યું...જાણે કોઈ વાત માટે રસાકસી હોય એવું....પણ વાત સ્પષ્ટ સંભળાતી નથી.પણ એકદમ જ કોઈ જોરજોરથી અવાજ સાથે કંઈ પછડાવાનો અવાજ આવવા લાગ્યો. બંને ગભરાઈ ગયા કે કંઈક તો ઘટના બની રહી છે પણ રોકવી કઈ રીતે ??

બંનેને એમ લાગ્યું કે દરવાજો તો બંધ છે એટલે તે દરવાજો તો બંધ જ હશે એટલે એ હેન્ડલ વડે આમતેમ કરવા જાય છે ત્યાં હેન્ડલ પકડીને સહેજ ધક્કો ધાગતા દરવાજો ખુલી જાય છે ‌.....

ત્યાં આસ્થા અને રૂહીનુ પ્રવેશવુ અને એ પુરૂષનુ મીનાબેન નું ગળુ પકડવુ....બંનેએ જોતાં જ એ વ્યક્તિએ તેમને છોડી દીધા.

મીનાબેન નો શ્વાસ રૂધાયો હોય એવું લાગતા તે ત્યાં થોડા લથડતાં બેડનો સહારો લઈને ઉભા રહી ગયા.


રૂહી અને આસ્થા કંઈ સમજી જ નથી શકતા કે આ પુરૂષ કોણ છે અને શા માટે તેમને આવુ કરી રહયો છે‌....પણ તેને જોતા એવું તો ચોક્કસ લાગી રહ્યું છે કે તે કોઈ ધનવાન વ્યક્તિ છે..કારણ કે ગળામાં સોનાની જાડી ચેઈન, હાથમાં છ સોનાની વીંટીઓ છે....અને સાથે કપડાં પણ એવા જ બ્રાન્ડેડ લાગી રહયા છે.

રૂહી મનમાં વિચારે છે કે હવે કંઈક તો થઈ રહ્યું છે અહીં...કોઈ પણ હિસાબે આ વ્યક્તિ છટકવી ન જોઈએ....પણ મીનાબેનનો પણ જીવ જોખમમાં છે... કંઈક તો કરવું પડશે...એમને બહાર લઈ જવા કઈ રીતે?

રૂહી અને આસ્થા એકબીજાની સામે આંખોથી વાતો કરી રહ્યા છે. અને બંને મીનાબેન સામે જુએ છે...તો રૂહીને ચોક્કસ લાગ્યુ કે તેઓ અમારી પાસે મદદ માટે ઈચ્છી રહ્યા છે !!

રૂહીની કોઈ પણ વસ્તુંમાં પોતાની સુઝબુઝથી તરત યોગ્ય નિર્ણય લેવાની તેની એક અલગ જ કોઠાસૂઝ છે એ હવે આસ્થા ને પણ ખબર પડી ગઈ હતી એટલે એ પણ રૂહીના પ્લાનમા જોડાઈ ગઈ....

રૂહી તરત જ પોતાને કંઈ ખબર જ ના પડી હોય એમ થોડા રડમસ ચહેરે બોલી, મેડમ મારા રૂમમાં મારી રૂમમેટ પંક્તિ ને કાલે રાતે તાવ આવ્યો હતો તો મે એને દવા આપી હતી એ વખતે તો સારું થઈ ગયું હતું પણ અત્યારે તાવ પણ જોરદાર છે અને ખેચ પણ એકવાર આવી ગઈ એને કોઈ પણ રીતે અત્યારે ડોક્ટર પાસે લઈ જવી પડશે. એના મમ્મી-પપ્પા પણ નજીકમાં નથી રહેતા.

તમે અમને મદદ કરી શકશો કે ડોક્ટરનો નંબર આપી શકશો ?? પ્લીઝ આટલી અડધી રાતે આવી રીતે આવવા માટે ખરેખર માફી માગું છું..પણ અત્યારે હોસ્ટેલમાં તો પહેલા તમે જ અમારા મમ્મી છો ને ?? ઘરવાળા તો પહોચે ત્યારે પહોચે... પહેલા તો અમે તમારી પાસે જ આવીએ ને?


મીનાબેન કે પેલા ભાઈ બેમાંથી કોઈ કશું બોલ્યું નહીં... એટલે આસ્થા બોલી, કંઈ નહી આપણે બીજી કોઈ વ્યવસ્થા કરીએ. આ બધામાં ખોટી પંક્તિની તબિયત વધારે ખરાબ થઈ જાય એ પહેલાં કંઈ કરવું પડશે....એમ કહીને બંને બહાર નીકળવા જાય છે....એ પહેલાં જ પેલા ભાઈ મીનાબહેન ને રૂહી એ લોકો પાસે જવાનો ઈશારો કરે છે....

મીનાબેન : ઉભા રહો તમે લોકો હું કંઈક વ્યવસ્થા કરૂ છું...

એમ કહીને એ બારણા પાસે જેવા આવે છે ત્યાં જ રૂહી અને આસ્થા મ

ીનાબહેન ને ફટાકથી રૂમની બહાર ખેંચી લે છે અને બહારથી દરવાજો બંધ કરી દે છે.....

                 

અડધો કલાક થઈ ગયો છે.... મીનાબહેન અત્યારે રૂહીના રૂમમાં છે....રૂહી તેમને સચ્ચાઈ પૂછે છે પણ એ ફક્ત રડી રહ્યા છે પણ કંઈ બોલતા નથી.

રૂહી : પ્લીઝ તમે કંઈ કહેશો તો અમે લોકો તમને કંઈ મદદ કરી શકીશું...

મીનાબેન : પેલા વ્યક્તિ ને રૂમમાં બંધ કર્યા છે એ કોઈ સીધી સાદી વ્યક્તિ નથી....એ બહું પહોંચવાળી અને અમીર વ્યક્તિ છે....એને બંધ કર્યો છે પણ એ આમ ચૂપ નહી રહે.

રૂહી : કોણ છે એ ??

મીનાબેન : એ પહેલાં જેની હોસ્ટેલ હતી એના માલિક છે...પંકજરાય જા...

રૂહી : શું ?? પણ એ અહીં તમારી પાસે કેમ આવ્યા છે ?? અને તમારી સાથે કેમ આવું વર્તન કરતા હતા ??

મીનાબેન : પણ તમે મને બચાવશો ને ?? હું તમને બધુ સાચુ કહું તો...

રૂહી : હા... ચોક્કસ. અમારાથી બનતો પ્રયત્ન કરીશું. પણ બધી વાત જલ્દીથી કરો...હવે પરોઢ થવા આવી છે. બધાને તમારી પણ આ વાત કોઈને ખબર ન પડે એમ અમે ઈચ્છીએ છીએ.


મીનાબેન : હવે આમ તો તમને બધી ખબર જ છે એટલે મેઈન વસ્તું જ કહું છું. એ દિવસે કાન્તિભાઈ પોલીસ સ્ટેશન ગયા... થોડીવાર લાગી...એ નીચે જ ઉભી તેમની આવવાની રાહ જોતી હતી..‌

ત્યાં જ એ પંકજરાય એ મને અંદર બોલાવી. મે પહેલાં તો ના પાડી જવાની. પણ એમણે મને કહ્યુ કે ખબર છે ને તમે એકલા છો‌‌.. અમારી વાત સાંભળો નહીં તો સારૂ નહી થાય.

હું અનિચ્છાએ પણ ત્યાં ગઈ....તેમને મને એક લાખ રૂપિયાનો ચેક લખીને આપ્યો. અને સાથે કેયા ના પપ્પાએ પણ તેમની પાસેથી પચાસ હજાર આપ્યા....ખબર નહી અડધી રાત્રે પણ રોકડા પૈસા આટલા બધા લઈને કેમ આવ્યા હશે?

મે આનાકાની કરી...પણ એક બાજુ મારી નોકરી, વળી કોઈ પરિવાર કે પુરૂષ નો સહારો નહોતો....એમણે મને કહ્યું, કે આ લઈ લો પૈસા... તમારી આખી જિંદગી સુધરી જશે....અને આ વાત અહીં જ ભુલાવી દેવાની છે. અને થોડા સમય માટે તમારા ગામ જતા રહો. પછી ક્યાંક નોકરીનુ તમારા માટે હશે તો હું તમને સામેથી ફોન કરીને બોલાવી લઈશ.


આટલા પૈસા એ મારા માટે નાની રકમ નહોતી. અને ભવિષ્યમાં જરૂર પડે તો બીજા પૈસા આપવાની પણ વાત કરી. એક સમય માટે ના પાડવાનુ પણ વિચાર્યું પણ પછી થયું કે જો ના પાડીશ અને આગળ બધુ થશે...તો કોર્ટ કચેરી ના ચક્કર અને વળી આ મોટા લોકો સાથે પંગો લેવો, એ હું એક નિરાધાર સ્ત્રી તરીકે આ બધી ચુંગાલમાં ફસાવવા નહોતી ઈચ્છતી.... એટલે મને કમને હા પાડી દીધી.... એટલે તેમનો રસ્તો સાફ થતા તેમણે લાવણ્યાની લાશને લઈ જઈને એક જગ્યાએ દાટી દીધી.


આ ઘટના પછી એ દિવસે હું તેમની સાથે એમના ઘરે ગઈ અને પછી સવારે જઈને હું જ્યાં રહેતી હતી ત્યાં રૂમ ખાલી કરીને મકાનમાલિકને તેમને જ ભાડાના પૈસા આપવા આપ્યા હતા એ આપીને હું મારા ગામ બાજુ જતી રહી.

આ ઘટનાને બે વર્ષ થઈ ગયા હતા...મે ત્યાં એક નોકરી શરૂ કરી દીધી હતી...મે એ ફીક્સમાં પૈસા મુક્યા હતા એનુ વ્યાજ આવતું હતું એટલે મારૂ જીવન શાંતિથી ચાલતું હતું...પછી અહીયા શું થયું એની મને કંઈ ખબર નહોતી.‌.અને ડરના માર્યા મે કંઈ જાણવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો...

રૂહી : તો પછી તમે ફરી અહીં??


મીનાબેન : એક દિવસ ફરી મારી કિસ્મત બદલાઈ...એક દિવસ મારા નંબર પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. હું મનમાં રહેલા એક ડરના કારણે અજાણ્યો નંબર ઉપાડતી નહી...પણ એ દિવસે દસ પંદર વાર એક જ નંબર પરથી ફોન આવતાં આખરે મે એ ફોન ઉપાડ્યો.

ફોન ઉપાડતા મને ખબર પડી કે એ બીજું કોઈ નહી પણ પંકજરાય હતા...એમને મારા ખબર અંતર પુછીને મને અહીં એક જગ્યાએ સારી નોકરી માટેની વાત કરી...પગાર અને પોસ્ટ પણ સારી મળશે એવું કહ્યું....

પહેલાં તો મે ના પાડી કે હું અહીં મારા જીવનમાં ખુશ છું. ફરી મારે ત્યાં શહેરમાં આવવું નથી....પણ એમને મને બહું ફોર્સ કર્યો...હું તમને આટલા સમય પછી પણ યાદ કરીને ફોન કરૂ છું અને તમે સાવ આવુ કરો છો...

મને એમ થયું આટલા મોટા માણસ આટલું યાદ રાખીને મને આટલુ કહે છે તો મારે જવું જોઈએ. ક્યારેક કામ હોય તો પણ મદદે આવે. એકવાર જોઈ લઉ બરાબર નહી લાગે તો પાછી આવી જઈશ...એમ કરીને હું બે દિવસમાં અહીં ફરી આણંદ આવી ગઈ....

પણ મને નહોતી ખબર કે આ મારૂ એક પગલું મારી આખી જિંદગી બદલી કાઢવાનું છે.


મીનાબેન સાથે શું થયું હશે ?? કેવી રીતે તેમની જિંદગી બદલાઈ ગઈ હશે ?? આજે અંદર પુરાયેલા એ પંકજરાય એમ ચુપ બેસી રહેશે?? આ એક મીનાબેન ને શ્યામને અંદર બોલાવવા ના પ્લાનની વાત કંઈ બીજું સ્વરૂપ ધારણ નહી કરે ને ??

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Horror