Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!
Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!

Dr.Riddhi Mehta

Horror Drama Thriller

3  

Dr.Riddhi Mehta

Horror Drama Thriller

કળયુગના ઓછાયા -૩૨

કળયુગના ઓછાયા -૩૨

7 mins
676


રૂહી તેનો પ્લાન બધાને કહે છે. બધાને એમ તો થાય છે કે કદાચ આ આઈડિયા કામ કરશે....

અનેરીને પણ બધી વાતની ખબર છે સિવાય કે શ્યામ જ આ વિધિ માટે આવી રહ્યો છે.... એટલે તે પણ રૂહીના પ્લાનમાં સાથ આપે છે. રૂહીએ અનેરી ને લાવણ્યા માટેની બધી વાતો કહી હતી પણ એટલું બધુ વિગતે નહોતુ કહ્યું.

તેને તો આ મેડમને વિધિ માટે અહીં એ વિધિ કરનાર વ્યક્તિ ને અંદર‌ આવવા દે એ માટે તૈયાર કરવા માટે આ પ્લાન છે એ જ ખબર હતી...પણ આ વસ્તુમાં મીનાબેન આડકતરી રીતે જોડાયેલા છે એ વાતની ખબર નથી.

રાતના દસ વાગે છે...આજનો‌ રવિવાર તો પતી ગયો...હવે કાલેથી બસ ફરી કોલેજ શરૂ થવાની છે.... રવિવાર હોય એટલે આમ પણ ઓછી પબ્લિક હોય બધા ઘરે જતા હોય એટલે.‌...

હવે રોજની જેમ આજે મેડમ રાઉન્ડમાં આવશે કે નહીં??...એ સવાલ હતો...હજુ સુધી મેડમ નહોતા આવ્યા એટલે હવે શું કરવુ એ રૂહી બધાને સમજાવી દે છે....

                  

અનેરી મેડમના રૂમ પાસે હાંફતી હાંફતી જાય છે અને દરવાજો ખખડાવે છે.... ઘણીવાર દરવાજો ખખડાવ્યા પછી તે દરવાજો ખોલે છે.

કદાચ તેમને અત્યારે અનેરી નુ આવવુ પસંદ ન આવ્યું.... અચાનક અનેરીનુ ધ્યાન જાય છે કે ત્યાં કોઈ જેન્ટસના શુઝ પડેલા હોય છે.‌‌...મેડમ તો અહીયા એકલા જ રહે છે એતો તેને ખબર જ છે....પણ એ બધુ વિચાર્યા વિના કહે છે, મેમ...સ્વરાને કંઈ થઈ ગયું છે...તે બેભાન થઈ ગઈ છે....અમારા રૂમમાં આવી હતી અને પડી ગઈ છે....તમે આવોને.... પ્લીઝ.‌.

હવે એમની પાસે જવા સિવાય કોઈ ઉપાય નહોતો...કારણ કે આવી વાતમાં જાય નહી તો તેમની નોકરી પણ ખતરામાં આવી શકે....આમ તો તેઓ દરવાજો લોક કરીને નીકળે પણ મેડમ એમ જ તેની સાથે આવ્યા.


રસ્તામાં કંઈક બોલતા હતા...કેટલી વાર કહ્યું છે બધા પોતપોતાના રૂમમાં જ રહેતા હોય તો....જો કંઈ થઈ જશે તો આખી જિંદગી હેરાન થવાનું ને....અનેરી તો કંઈ જ ખબર ન હોય એમ બધુ સાંભળી રહી એમની સાથે ચાલે છે. અને બને એટલુ જલ્દીથી મેડમને રૂમમાં લઈ જાય છે.

રૂમનો દરવાજો ખાલી આડો કરેલો હોય છે. એ અનેરી ખોલે છે. એ સાથે જ ત્યાં રૂહીના બેડ પર સૂતેલી સ્વરા દેખાય છે. મેડમ આજુબાજુ જુએ છે તે બીજું કોઈ રૂમમાં દેખાતુ નથી. સ્વરાના કપડાં થોડા અસ્ત વ્યસ્ત લાગી રહ્યા છે...પણ હજુ એ સૂતી જ છે.

અનેરી : મેડમ હું વોશરૂમમાથી બહાર આવી તો તે એકદમ આ બેડની બાજુમાં નીચે પડી ગઈ હતી. મે પરાણે તેને ઉભી કરીને આ બેડ પર સુવાડી.

મેડમ અત્યારે તે ખરેખર બહું ગભરાયેલા લાગી રહયા છે. અનેરી ફક્ત તેમની સામે જ જોઈ રહી છે.... કંઈ પણ બોલ્યા વિના અને આગળ તે શું કહે છે એ સાંભળવા માટે તૈયાર છે.

મેડમ : રૂહી અને આસ્થા ક્યાં છે ?? ઘરે તો કોઈ ગયેલા નથી.

અનેરી : ખબર નથી મેડમ રૂહી તો કદાચ કોઈના રૂમમાં કંઇક ભણવાનું શીખવા જવાની વાત કરતી હતી...અને આસ્થા તો ખબર નથી.

મેડમ : તમે લોકો સાથે છો તો એકબીજાની ખબર નથી હોતી?


અનેરી : મેડમ હું તો હમણાં જ આવી છું એટલે એ લોકો સાથે એટલી હજુ વાત પણ નથી કરતી. મને થોડું ઓછું બોલવાની આદત છે એટલે મે હજુ એમનો ફોન નંબર પણ લીધો નથી.

મેડમ : સારૂ હવે એ લોકો સાથે તો પછી વાત કરીશ પણ પહેલા ડોક્ટર ને ફોન કરવો પડશે...

ફોન કરવા મોબાઇલ શોધે છે તો યાદ આવે છે કે મોબાઇલ તો રૂમમાં જ રહી ગયો છે.

મેડમ : ફોન તો રૂમમાં જ રહી ગયો છે...અને નંબર મને યાદ નથી....

હું તમારા રૂમમાંથી ફોન લઈ આવુ એમ કહીને અનેરી બહાર જાય છે અને પાછળ મેડમ...પણ આ શું મેડમ ના પહોંચતા પહેલા જ દરવાજો ધડામ કરીને બંધ થઈ જાય છે....મેડમ બહું ખખડાવે છે પણ ના કોઈનો અવાજ કે ના કોઈ ખોલે છે.

રૂમમાં બે બાજુ બારી છે પણ એમનુ ધ્યાન જાય છે તો એ બંધ તો હતી એ જગ્યાએ જાડી દોરી બાધેલી હોય છે બંને બાજુ....

એટલામાં જુએ છે કે સ્વરા બેઠેલી હોય છે....અમાસી ચૌદસની અંધારી રાત છે.....સુમસામ વાતાવરણ છે... એવામાં રૂમમાં લાઈટ ચાલુ બંધ થવા લાગે છે‌...

સ્વરા નીચુ જ જોઈને બોલે છે, કેવુ લાગે છે મીનાબેન ? કેમ આમ થથરી રહ્યા છો? રૂંવાટા ઉભા થઇ ગયા ને ?? કંઈ યાદ આવ્યું ??

મેડમ : હું કોઈ મીનાબેન નથી. હું..હું તો નીનાબેન છું...હું શું કામ ગભરાઉં.... શું યાદ?? મને કંઈ ખબર નથી.


જે બે વાક્યો બોલતા તેમની જીભ થોથવાઈ રહી છે એ જ બતાવે છે કે તે કેટલા ગભરાયેલા છે અત્યારે....

સ્વરા: કદાચ પાપ જાતે ન કરીએ પણ કોઈને એ પાપને છુપાવવામાં મદદ કરીએ એ પણ એટલો જ ગુનો છે...અને એ પણ એક હત્યામાં??...એક માસુમ છોકરીની...તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે....હવે બહું નહી..‌.‌..આજે તારો આખરી દિવસ છે...‌એમ કહીને સ્વરા જોરજોરથી અટહાસ્ય કરે છે.

અને પછી જોરજોરથી હવામાથી કંઈક અવાજ આવે છે....લાવણ્યા....લાવણ્યા....

આ નામ સાંભળીને તો મીનાબેન ના હોશ જ ઉડી ગયા....અને ત્યાં એક ટેબલના સહારે એ જમીન પર ફસડાઇ પડ્યા.....તેમને શું કરવું કંઈ જ સમજાતું નથી.. ત્યાં જ ફરી સ્વરા કહે છે, પાપનુ પ્રાયશ્ચિત કરવુ હોય તો આ મારી પાસેના બેડ પર આજે રાત્રે સૂઈ જાવ...તો જીવ બચશે...નહી તો મારી જેમ તારો જીવ પણ જશે....ફરી એક અટહાસ્ય સંભળાય છે.

મીનાબેન અત્યારે કંઈ વિચારી શકે એ સ્થિતિમાં જ નથી કે આ શું થઈ રહ્યું છે. તે એક નાના બાળકની જેમ સ્વરાના કહ્યા મુજબ બેડ પર જઈને સૂઈ જાય છે....પણ ઊંઘ તો જાણે આવવાનુ નામ નથી લઈ રહી....


સ્વરા તો શાંતિથી એ બેડ પર ફરી સૂઈ જાય છે.....રાતનો એક વાગી જાય છે એમ જ.... મીનાબેન ની આંખ મળી જાય છે..એ તકનો લાભ લેતા હોય એમ જ અનેરી રૂમની બહારથી અંદર બિલ્લી પગે પ્રવેશે છે...અને રૂમની અંદર બાથરૂમની બહાર ના એક મોટા કોર્નરમાં એ સંતાઈ જાય છે.

અને બીજી કોઈ વ્યક્તિ બાથરૂમમાંથી બહાર આવીને સ્વરાના હાથમાં રહેલુ એક કડું કાઢી લે છે....અને પછી છુમંતર......

હવે તો શું થવાનું છે એ અંદાજો મીનાબેનને નથી....બાકી તો બધા જાણે જ છે કે જીવનુ જોખમ છે..... સ્વરા માં એ દોઢ વાગે લાવણ્યાની આત્મા જાગ્રત થતા જ પંખા પર ઉંધી લટકી જાય છે....અને ફરી એ જ ગાઉન, લાલ લિપસ્ટિક,એક હાથ પર ઢાકેલુ કપડું....અને ભયાનક અટહાસ્ય.....!!

એ પવન અને અવાજ એટલો તીણો અને દર્દજનક છે કે કાન એ સાંભળી જ ન શકે....સહન જ ન કરી શકે...એ અવાજે જ મીનાબેન ની ઊંઘ ઉડાડી દીધી....


આખો ખુલતા જ તે એકદમ જ ધ્રુજવા લાગ્યા...આખો ફાટેલી એમ જ રહી ગઈ...અને હજુ તો કંઈ વિચારે એ પહેલાં જ એ આત્માએ મીનાબેનને એક હાથે જ ઉચકીને હવામાં ફંગોળી દીધા..‌‌.. થોડીવાર આ બધુ ચાલ્યુ એવું લાગ્યું કે હવે એ આત્મા છેલ્લો વાર કરવાની તૈયારીમાં જ છે એ સાથે જ કોઈ મો પર એક બુરખો પહેરીને આવ્યું ને એક તૈયારી સાથે જ આવ્યું હોય એમ આવીને સ્વરા પર એક પ્રવાહીનો છંટકાવ કર્યો અને રૂમમાં મંત્રો શરુ થઇ ગયા અને ધીમે ધીમે આત્માની પકડ ઢીલી થતાં સ્વરા નીચે જમીન પર પછડાય એ પહેલાં જ આસ્થા અને રૂહીએ તેને પકડી લીધી.

મીનાબેન પણ ત્યાં જ રૂમમાં ઉભા છે...પણ આ જાણે એક પાગલની જેમ કંઈ સમજાતું ન હોય એમ ઉભા રહ્યા છે.....હજુ પણ તેઓ અર્ધજાગ્રત અવસ્થામા લાવણ્યા....લાવણ્યા....બોલી રહ્યા છે.

રૂહી : મીનાબેન..... સમજાયું કંઈ ?? યાદ આવ્યું કંઈ ?? તમારા એક ખોટા સપોર્ટના કારણે આજે ખુની ખુલ્લીઆમ મજા કરે છે....અને લાવણ્યાની આત્મા હજુ સુધી ભટકી રહી છે....જો એ દિવસે કાન્તિભાઈ ને સાથ આપ્યો હોત તો ?? થોડા રૂપિયા માટે બધુ ભૂલી ગયા!!


મીનાબેન : આ બધુ તને કેમ ખબર ??

રૂહી : અમને બધી જ ખબર છે....હવે આ આત્માથી બધા જ હેરાન થાય છે....તમને પણ આજે અનુભવ થયો ને??....એ હવે કોપાયમાન થયેલી છે....તે આ સ્થાન છોડવા તૈયાર નથી. એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે....જો કંઈ નહી થાય તો પેલી હોસ્ટેલ ની જેમ આ હોસ્ટેલ પણ ખાલી કરવાનો વારો આવશે. પછી તમારી આ નોકરી પણ જશે.

મીનાબેન : રૂહી...હું મજબૂર હતી એ વખતે...મારી પાસે બીજો કોઈ ઉપાય નહોતો.

રૂહી : હવે તો એવી કોઈ મજબૂરી નથી ને?? તમે હવે એક વિધિ દ્વારા હંમેશા માટે એ દુઃખી થતી આત્મા ને મુક્ત કરવામાં મદદ કરશો ને ?? એ માટે એ વિધિવાળા વ્યક્તિ ને અંદર આવવા દેવા પડશે...એ માટે તમે પરવાનગી આપશો ??

મીનાબેન હજુ પણ કંઈ સ્પષ્ટતાથી બોલ્યા નહી...અને કહે છે, હું કાલે સવારે કહીશ....અને બધા સામે એ રીતે જુએ છે કે તમે બધા એક જ છો.... આ એક પ્લાન હતો.

આસ્થા તેઓ હા ન કહે ત્યાં સુધી એમને બહાર જવા દેવાની ના પાડે છે. પણ રૂહી એકદમ મક્કમ થઈને કહે છે...જવા દે એમને....

રૂહી : એમને જતાં પહેલાં કહે છે, આજે માણસાઈનુ તો વિચારજો...કેટલા લોકોને આ ફ્રીમાં રહેવા મળવાનો ફાયદો થાય છે....કેટલા લોકો આ કારણે ભણતા થયા છે...કાયમી આ ફાયદો બધા માટે જતો રહેશે. બધા અમારી જેમ આ સામનો કરવા તૈયાર નહી થાય.....આજે તમારી પોતાની દીકરી હોત તો તમે આવું કંઈ થવા દેત?


આ વાક્ય સાંભળતા જ તેમના મોઢાના હાવભાવ બદલાઈ ગયા...તે દુ:ખી થયા હોય એવું લાગ્યું.‌...અને એ રૂમમાંથી બહાર નીકળી જાય છે.‌‌..

આસ્થા અને અનેરી તેમને રોકવાની કોશિશ કરે છે પણ રૂહી તેમને ના પાડે છે અને કહે છે, ચિંતા ના કરો....એ સામેથી જ આપણને હા પાડશે સવારે..... ભગવાન પર મને પુરી શ્રધ્ધા છે !!

શું હશે મીનાબેન નો જવાબ ?? શ્યામને રૂહી પરવાનગીથી અંદર લાવી શકશે ફરી થશે કંઈ નવો રોમાંચ ?? શું શ્યામથી આ આત્મા મુક્ત થશે ખરી ?? આત્મા પણ તેનુ સ્થાન કાયમ રાખવા કેવા કેવા ખેલ કરશે ?

ક્રમશઃ


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Horror