Dr.Riddhi Mehta

Horror Drama Thriller

3  

Dr.Riddhi Mehta

Horror Drama Thriller

કળયુગના ઓછાયા - ૩૧

કળયુગના ઓછાયા - ૩૧

5 mins
578


રૂહી હોસ્ટેલ પર આવે છે...આસ્થા સૂઈ ગઈ હતી...સ્વરા પણ તેના રૂમમાં નથી....એ રૂમમાં જુએ છે કે અનેરી બેડ પર આડી પડેલી હતી...પણ તે સુતેલી હોય એવું ન લાગ્યું....

તેને અત્યારે અનેરી માટે બહું દુઃખ થાય છે. અને એમાં પણ એનો કંઈ જ વાંક નથી એટલે...એના મનમાં તો કદાચ શ્યામ માટે અત્યારે કેટલી નફરત થઈ ગઈ હશે‌....એની જગ્યાએ કોઈ પણ હોય તો એવું જ થાય.


તેને એક ક્ષણ માટે વિચાર આવી જાય છે કે અક્ષત માટે તેને કેટલી લાગણી છે....અને જો એ એને એવું કરે તો તેને કેટલું દુઃખ થાય એ વાત તે વિચારી પણ નથી શકતી.

તે અનેરીની પાસે પાછળથી જાય છે જેથી તેને ખબર ન પડે...તે નજીક જઈને જુએ છે ખબર પડે છે કે તે રડી રહી છે.

રૂહી : અનેરી શું થયું ? કેમ રડે છે ? મને તો એવું લાગતુંં હતુંં કે તું તો ક્યારેય રડે નહી એવી નીડર છે.

અનેરી : કંઈ નહી એમ જ...

રૂહી : હું સમજી શકુ છું કે આટલુ જલ્દી તું મારી સાથે કોઈ વાત શેર ન કરી શકે કારણકે તું મને હજુ એટલી ઓળખતી પણ નથી.

મને ખબર છે કે જે વ્યક્તિ આપણી જિંદગી હોય તે આપણ ને છોડી દે અને આપણો શું વાંક છે એ કહ્યા વિના તો દુઃખ ચોક્કસ થાય...પણ ક્યારેક સામેવાળાની પણ મજબૂરી હોઈ શકે ને ?

અનેરી : એકદમ જ બોલી જાય છે...એવી તે શું મજબૂરી?

પછી તેને યાદ આવે છે કે અનેરી ને તો કંઈ વાતની ખબર નથી તો કેમ આવું કહે છે.... એટલે એ કહે છે, રૂહી તું કેમ આવું બોલી ?

રૂહી : કંઈ નહી પછી ક્યારેક કહીશ...પણ સાંભળ આપણે આ ભુતબુતમાથી હવે મુક્ત થઈ જઈશુ...બે જ દિવસમાં....પરમ દિવસે અમાસની રાત પુરી થાય ત્યાં સુધીમાં...

રૂહીને હતું કે તે કદાચ પોતે વિધિ માટે તૈયાર થશે અથવા કોણ કરશે એવું પુછશે પણ અનેરી એ કંઈ પુછ્યું જ નહી.

ફક્ત એટલું બોલી, હમમમ...તો તો સારું....


એટલે રૂહી હવે તેને વધારે હેરાન કરવા નથી ઈચ્છતી એટલે તે તેના બેડ પાસે જઈને બેસી જાય છે...તે અક્ષતે આપેલુ ટોપ અને બ્રેસલેટ જોવે છે અને મનોમન ખુશ થાય છે....તે ફરીથી સાચવીને બોક્સમાં મુકવા જાય છે ત્યાં જ બોક્સ હાથમાંથી નીચે પડે છે અને અવાજ થતાં આસ્થા ઝબકીને એકદમ ઉઠી જાય છે.

***                  


શ્યામ આજ સવારથી નાસ્તો કરીને આવ્યા પછી તેના બેડરૂમમાં જ છે...તેને લન્ચ માટે પણ ના પાડી હતી ઘરમાં...અનેરી સાથે સગપણની ના પાડ્યા પછી તેને બહું દુઃખ થતું હતું....અને હજુ પણ છે...પણ કોણ જાણે કેમ આજે તેને એમ થાય છે કે હું અનેરી પાસે જતો રહું....વીતેલુ બધુ ભૂલી જઈને ફરી એક થઈ જઈએ તો...

પણ દાદાજી તો ક્યારેય નહી માને...અને આજ સુધી ઘરમા કોઈની હિંમત નહોતી કે દાદાજી સામે કંઈ બોલે.... લોકોનુ તો ઠીક ચાર દિવસ બોલીને ભૂલી જશે....પણ અનેરી ? એ હવે આ સંબંધ થોડો સ્વીકારશે? એના પરિવારવાળા ?


પણ આજે તે કંઈ હિંમત હારે એમ નહોતો....તે ઘણુ બધુ વિચાર્યા પછી આખરે એક નિર્ણય કરી દે છે....

પછી તે મગજ શાંત કરીને એક પુસ્તક કાઢીને કેટલાક પેજ વાંચે છે‌....અને એક વિધિ જુએ છે....આ વિધિ એ પણ પહેલી વાર કરવાનો છે....

એ પુસ્તકમાં અમુક એવી વિધિ હોય છે છે અમુક અણીના સમયે કટોકટી મા જ કરવાની હોય.... જ્યારે કોઈ ઉપાય ન હોય ત્યારે.....કારણ કે તે જેટલી વધારે અસરકારક હોય તેટલી જ જો એમાં કંઈ પણ ચુક થાય તો જીવનુ પણ જોખમ હોય....

તે બધુ જ શાંતિથી આગળ શું કરવુ એ નક્કી કરીને અક્ષતને ફોન કરે છે.....અને કહે છે, હું કાલે વિધાનગર આવું છું.....

અક્ષત : સાચે ? મને તો એમ કે તું અહીં આવવા હવે તૈયાર નહી થાય.

શ્યામ : મને પણ એવું જ હતું....પણ બહું વિચાર્યા પછી આખરે મે એક નિર્ણય લીધો છે....અને હું ત્યાં આવું છું....બધુ જ હવે સારૂ થઈ જશે....

ચાલ આવજે....કાલે મળીએ....

અને અક્ષત વધારે કંઈ પુછે એ પહેલાં શ્યામ ફોન મૂકી દે છે‌.


શ્યામ સાથે વાત થયા પછી અક્ષત એકદમ ખુશ થઈ ગયો ‌...આખરે હવે આ આત્માની ઝંઝટમાંથી રૂહીને મુક્તિ તો મળશે....આવી ત્યારથી બિચારી ભણવાનુ જાણે સાઈડમાં મૂકીને આ બધામાં ફસાઈ ગઈ છે.

પછી તે રૂહીને ફોન કરીને જણાવે છે પણ અનેરી ને આ બાબતે કંઈ જ ન જણાવા કહે છે.

અક્ષત : પણ આ વિધિ તો તારા રૂમમાં તારા બેડ પાસે જ કરવી પડશે....પણ શ્યામ તારી હોસ્ટેલમાં આવશે કઈ રીતે ?

રૂહી : શ્યામ જ આવશે ? તું નહી આવે ?

અક્ષત : તું કેવી વાત કરે છે બકા એને આવવા મળશે તો હું આવીશ ને ?

રૂહી : હમમમ...તો બરાબર.....ચાલ હવે મોડા વાત કરીશ...બાય કરીને ફોન મૂકે છે....

              

રૂહી બધી વાત આસ્થા અને સ્વરાને કહે છે....પણ શ્યામને ગર્લ્સ હોસ્ટેલમા લાવવો કઈ રીતે ?

સ્વરા : આપણી બારીમાંથી....ત્યા સ્લાઈડ્સ છે બાકી તો ખુલ્લુ છે.

આસ્થા : એને પગથિયાં ચડીને નથી આવવાનુ ? આપણે બીજા માળે છીએ એ તો ખબર છેને ? એટલે ઉપર કેવી રીતે ચઢીને આવે ? કંઈ થાય તો?

રૂહી : આવી રીતે ના લવાય... કંઈ થાય તો...અનેરી આપણને મારી નાખશે...

આસ્થા : અને વળી અક્ષત પણ સાથે હોય એટલે રૂહીમેડમ જરા પણ જોખમ ના લે...સાચી વાતને સ્વરા?

રૂહી : તમે બંને છો ને... તમારે મને હેરાન જ કરવી હોય... અમારી વચ્ચે એવું કંઈ નથી.

સ્વરા : હા છે તો નહી... કારણ કે બે જણા પોતાની લાગણીઓ એકબીજાને કહેતા નથી તો શું થાય ?

રૂહી : શું કહું મને જ કંઈ સમજાતુંં નથી તો....મને ક્યાં ખબર છે એના મનમાં મારા માટે કંઈ છે કે નહી...એક જણના પસંદ કરવાથી શું થાય !


આસ્થા : એ તારી એટલી કેર કરે છે...એ ઓછું છે? બાકી કોણ તારા માટે રજા પાડીને મોડાસા સુધી જાય...તારા માટે આટલું કરે...હું તો એને એક જ વાર મળી છું પણ મે એને જે રીતે તારી કેર કરતા જોયો હતો મને તો લાગ્યું જ હતું....કે તારો ફ્રેન્ડ જ નથી પણ એના કરતાં બહું વધારે છે...બાકી મમ્મી-પપ્પા સિવાય કોઈ આટલું બધુ કોઈના માટે ના કરે.

રૂહી : ખબર નહી....એને એવું કંઈ હશે તો એ કહેશે ને ? બાકી સામેથી હું કંઈ પણ એવું કહીને અમારી આટલી સારી ફ્રેન્ડશીપ બગાડવા નથી માંગતી !

એ જવા દો યાર... અત્યારે નસીબમાં હશે તો મળશે જ....પણ આ આપણા વ્હાલા મેડમનુ શું કરવું ?

સ્વરા : એને કોઈ એવુ નજીકનુ સગુ પણ નથી કે તેને કોઈને કંઈ થયું છે કહીને બહાર મોકલી શકાય....

આસ્થા : તેને કંઈક રીતે થોડીવાર માટે બેભાન થઈ જાય એવું કરીએ તો....

રૂહી : યાર એવું કરવામાં ક્યાંક પકડાઈ જઈશું....તો કંઈ કરતા પહેલાં ઘરભેગા થઈશું...બીજુ કંઈ વિચારીએ.


થોડીવાર બધા વિચારતા હોય છે ત્યાં રૂહી કહે છે મને એક મસ્ત આઈડિયા આવ્યો છે...એ પછી એ આપણને સામેથી મદદ કરશે.

શું હશે રૂહીનો આઈડિયા ? શું એ આઈડિયા કામ કરશે ? અને શું હશે શ્યામનો એ નિર્ણય ? અને જે વિધિ શ્યામ પણ પહેલી વાર કરવાનો છે તે ખરેખર સફળ થશે કે કોઈ નવી મુસીબત આવશે ? અનેરી શ્યામને મદદ કરશે કે શું આવે છે નવો રોમાંચ..


ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Horror