Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Dr.Riddhi Mehta

Horror Crime


3  

Dr.Riddhi Mehta

Horror Crime


કળયુગના ઓછાયા - ૨૯

કળયુગના ઓછાયા - ૨૯

5 mins 705 5 mins 705

એકદમ શાંત વાતાવરણ છે. રાતના અગિયાર વાગી ગયા છે. રૂહી હજુ સુધી સુતેલી જ હોય છે. એકદમજ આસ્થાનુ ધ્યાન જાય છે કે રૂહીના ગળામાં માળા તો નથી. આજુબાજુ જુએ છે તો ક્યાંય દેખાતી નથી. એટલે એ ચિંતામાં મુકાઇ જાય છે. માળા દેખાતી નથી. પછી એ વિચારે છે રૂહી ઉઠે પછી વાત. એમ વિચારીને નાઈટશુટ પહેરવા જાય છે. ત્યાં એકદમ તેને ખબર પડે છે કે એ માળા તેના ગળામાં હતી. તેને સમજાયુ નહી કે આ કેવી રીતે થયું ? તેને પોતે તો ગળામાં પહેરી નથી. પછી તે બહાર આવે છે. તો રૂહી પડખુ ફરીને ઉઠે છે. અને કહે છે, 'આસ્થા ક્યાં ગઈ ?'

આસ્થા : 'હા બોલ શું થયું ?'

રૂહી : 'આજે મને કેટલા દિવસ પછી આમ શાંતિ લાગી રહી છે. મારૂ મન પણ એકદમ શાંત લાગે છે. પણ સ્વરા ક્યાં છે ?'

આસ્થા : 'એ તો ખબર નહી જોને ખુણામાં જઈને શાંત બેસી ગઈ છે.'

રૂહી : 'ઓ મેડમ, શું થયું ? ઊંઘવાનું નથી ? કેમ થાકી ગઈ હોય એવું લાગે છે ?'


સ્વરાનુ મોં હજુ પણ નીચુ જ હતુ. તે કંઈ બોલતી નથી. વિધિ પત્યા પછી રૂહી નીચે પડી ત્યારે ફક્ત રૂહીએ તેના પર હાથ મુક્યો ખભા પર ત્યારથી તે આવી રીતે બેસી ગઈ છે.


રૂહી : 'ઉપર તો જો. અને ધીમેથી સ્વરાનુ મોં ઊંચું કરવા જાય છે ત્યાં તો સ્વરા રૂહીને એકદમ પકડીને ધક્કો મારી દે છે. અને કહે છે. હુ કોઈને નહી છોડુ. મારા સિવાય અહીયા કોઈ જ નહી રહી શકે.'


અનેરી સમજી ગઈ કે આમાં બીજુ કંઈ નથી થયું પણ રૂહીમાથી એ આત્મા સ્વરામાં આવી ગઈ છે. રૂહી એકદમ ગભરાઈ જાય છે કે સ્વરાને શું થયું આમ ? અનેરી ઉભી થઈને કંઈક પ્રવાહી લઈને આવે છે અને સ્વરા પર જેવુ એ પ્રવાહી છાટે છે. કે સ્વરા બેડ પર ઢળી પડે છે.


અનેરી : 'રૂહી તારામાં રહેલી એ આત્માએ સ્વરાના શરીર પર કબજો કરી લીધો છે. એના ગળામાં જો નખના નિશાન.'

આસ્થા : 'હા આવુ નિશાન તો રૂહીના ગળા પાસે હતુ.'

આસ્થા રૂહીના ગળામાં જુએ છે તો એવું કોઈ નિશાન નહોતુ. અને એવું જ નિશાન હવે સ્વરાના ગળા પર હતુ.


અનેરી : એનો મતલબ એ છે કે એ આત્મા આટલુ જલ્દી પોતાનુ આ સ્થાન છોડશે નહી. એ કોઈને કોઈના શરીરમાં પ્રવેશી પોતાનુ સ્થાન બનાવી રાખવા ઈચ્છે છે.'

આસ્થા : 'તો હવે કંઈ થશે નહી ?'

અનેરી : 'આ નાની મોટી વિધિથી હવે કંઈ થશે નહી. અને જો છંછેડાશે વધારે તો બધાના જીવ જોખમમાં મુકાઈ જશે. જે હશે તે જલ્દીથી કરવુ પડશે‌‌.‌સ્વરા ઉઠે એટલે એને એના રૂમમાં એને સુવા જવા કહી દઈએ. હાલ મે તેના પર જે પ્રવાહી છાંટ્યું છે એના લીધે આખી રાત વાધો નહી આવે. પણ જો તે અહીં રહેશે તો અહીં આ સ્થાનની શક્તિને કારણે એની તાકાત મળતા ફરી તે જાગૃત થઈ શકે છે.

રૂહી : 'સારૂ ઉઠે એટલે કહી દઈશું. પણ અનેરી તુ મને કહીશ કે આ પુસ્તક ક્યાથી મળે જો કોઇને લેવુ હોય તો ?'

અનેરી : 'રૂહી આ પુસ્તક અહીયા નહી મળે ક્યાંય.'

રૂહી : 'કેમ ? આ તો પ્રિન્ટેડ બુક છે તો.'


અનેરી : 'મારા દાદાના પપ્પા હતા તે બહુ વર્ષો પહેલાં જર્મની ગયા હતા. એ પણ કોઈની મદદથી. કારણ કે ઘરની પરિસ્થિતિ એટલી સારી નહોતી.' દાદા ત્યાં શરૂઆતમાં નોકરી માટે બહુ ફર્યા. નાની મોટી બહુ નોકરીઓ કરી પણ એટલી મજા ના આવી. પૈસા મળતા પણ એટલો એમને કામનો સંતોષ નહોતો થતો. એક દિવસ ત્યાં તેમને એક ભાઈ મળ્યા. એમણે દાદાને આ ભુત પ્રેત માટે દુર કરવા માટે શીખવાનુ કહેલુ. પહેલાં તો દાદાને થોડુ અતડુ લાગ્યું. આવી વસ્તુમાં તો શું કમાવાનુ ? પેલા ભાઈએ થોડુ આગ્રહ કરતા એમણે થોડોક સમય કાઢીને ત્યાં શીખવા જવાનું વિચાર્યું. એ ધીમે ધીમે બધુ શીખતા ગયા. એ ભાઈના ત્યાં લોકોની આ માટે લાઈનો લાગતી.'


'આપણને અહીં ભારતમાં થાય છે કે આ બધી અંધશ્રદ્ધા છે પણ જર્મની જેવા દેશોમાં પણ આવા અસંખ્ય લોકો આ બધાથી પીડાતા જોવા મળતા હતા. અને ખાસ એ વિધિ બધી એવી હતી કે એનાથી એ આત્મા હંમેશા માટે મુક્ત થઈ જાય. ઘણી એવી વિધિઓ હોય છે કે એમાં કોઈ એક વ્યક્તિમાંથી આત્મા મુક્ત થઈ જાય પણ એ બીજામાં પ્રવેશે. પણ મુક્તિ ન પામે. થોડા મહિનાઓ શીખ્યા પછી બીજા પણ હતા એની સાથે તેના કરતાં મારા દાદા બધુ બહુ સરસ રીતે શીખી ગયા. પછી તો એમના જે મેઈન માણસની ગેરહાજરીમાં દાદા બધુ સંભાળી લેતા. તેમને એ નોકરી પણ છોડી દીધી હતી.'


'તેમને એ ભાઈ ઘણા રૂપિયા આપતા. પછી ઘણુ કમાયા પછી આખરે બે વર્ષ પછી દાદા એ અહીં ભારત આવી ગયા. પણ આવતા પહેલા એ ભાઈએ દાદાને એ પુસ્તક આપ્યું હતું. એ પુસ્તક જર્મન ભાષામાં હતુ. દાદાજી ત્યાં રહીને જર્મન ભાષા શીખી ગયા હતા પણ એમણે એમના સંતાનોને વારસામાં આપવુ હતુ. એટલે એક દુભાષિયાનો સંપર્ક કરીને તેમણે એ આખા પુસ્તકનુ ગુજરાતીમાં ભાષાંતર કરાવ્યું. અને એ ભાઈની પરવાનગીથી આખુ પુસ્તક તેમણે ગુજરાતીમાં છપાવ્યું. અને એ પુસ્તક અહીં લઈ આવ્યા. પછી તો બસ મારા પપ્પા, દાદા બધા આ જ વસ્તુમાં જોડાઈ ગયા છે. એટલે જ તો આને હુ સાચવીને રાખુ છું નહી તો હુ પણ ક્યાંકથી એ મંગાવી ન દેત ?'


રૂહી : 'હમમમ સારૂ, હવે સુઈ જઈએ

આસ્થા : 'સ્વરા હજુ ઉઠી નથી તો શું કરશુ ?'

અનેરી : 'કંઈ નહી સુવા દઈએ જે થાય તે.'

આસ્થા અને અનેરીનો બેડ ભેગા કરીને ત્રણેય ત્યાં સુઈ જાય છે. અને એ પહેલાં અનેરી ત્યાં કંઈક મંત્રો બોલીને ફરીથી પાણી છાંટી દે છે.

***

આખી રાત સરસ રીતે પસાર થઈ જાય છે. આજે તો રવિવાર હોય છે. કોઈને કોલેજ જવાનુ નથી એટલે બધા શાંતિથી સુતા હોય છે. એટલામાં અક્ષત આઠેક વાગે રૂહીને ફોન કરે છે. રૂહી બધી જ વાત કરે છે.‌‌ એ હવે આગળ માટે શ્યામને પુછવાની વાત કરે છે. અનેરી કદાચ આ બધી વાત સાભળતી હતી. પણ તે શ્યામનુ નામ સાંભળીને ઝબકે છે.‌ અક્ષત તેને મોડા બહાર તેની સાથે આવવા કહે છે થોડી કપડાની શોપિંગ કરવા માટે અને પછી ફોન મુકે છે. ફોન મુકતાની સાથે જ અનેરી કહે છે,

'આ શ્યામ કોણ છે ? એના કહેવા મુજબ આ વિધિ કરી હતી ?'

રૂહી : 'હા એ મારા ફ્રેન્ડ અક્ષતનો ફ્રેન્ડ છે.. તે આ બધાનુ સારૂ જાણે છે.'

અનેરી : 'તે ક્યા રહે છે કંઈ ખબર છે ?'

રૂહી : 'મોડાસા પાસેના કોઈ ગામમાં.'


આ સાંભળીને અનેરીનો ચહેરો ઉતરી જાય છે....તે ફક્ત સારૂ કહે છે

રૂહી : શું થયું કેમ‌તુ આમ ચુપ થઈ ગઈ ?'

અનેરી : 'કંઈ નહી, પણ હવે હુ તને આમાં કંઈ મદદ નહી કરી શકું.'

રૂહી : 'કેમ ?'

અનેરી : 'બસ એમજ. સોરી, મારી પાસે આનો કોઈ જવાબ નથી.


શું થયું હશે કે અનેરીએ શ્યામનુ નામ સાંભળતા જ રૂહીને મદદ કરવાની ના પાડી દીધી ? એનો ચહેરો કેમ ઉતરી ગયો ? હવે શ્યામ કઈ રીતે રૂહી લોકોને મદદ કરશે ? અક્ષત અને રૂહીની કહાની આગળ વધશે ખરી કે તેમની ફ્રેન્ડશીપ જ અકબંધ રહેશે ?

જાણવા માટે વાચો, કળયુગના ઓછાયા - ૩૦

ક્રમશ:


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Horror