Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Dr.Riddhi Mehta

Horror Drama Thriller


3  

Dr.Riddhi Mehta

Horror Drama Thriller


કળયુગના ઓછાયા - ૨૪

કળયુગના ઓછાયા - ૨૪

5 mins 682 5 mins 682

અક્ષત જેવુ એક ગિફ્ટ પેકિંગ રૂહીને આપે છે તે ફટાફટ ખોલવા જાય છે...

અક્ષત તેને ઇમેજિન કરવાનું કહે છે પણ રૂહી ના હવે મારામાં ધીરજ નથી ખોલી દઉં છું કહીને તે રેપર કાઢી નાખે છે અને કંઈક ઉપર દેખાતા જ તે એકદમ ખુશ થઈ ને ઉછળે છે‌.

રૂહી : અક્ષત આ તો આપણા સ્કુલના ફોટોસ છે‌.આપણે સાથે હતા ત્યારના. આપણે એક કપલ ડાન્સમાં રહ્યા હતા‌. યાર એ વખતે તો કેટલા નાના હતા.

તું કેવો મસ્ત ક્યુટ લાગે છે....


અક્ષત : હમમમ....અને હવે નથી લાગતો ??

રૂહી : બબુચક હવે તો હેન્ડસમ લાગે છે.....હીરો જેવો...

અક્ષત : હવે બહું બટર પોલિસ કરી હોને...હવે આગળ તો જો.. બીજા ફોટોઝ...

રૂહી : હા હવે જોઉ છું.....એમ કરીને બીજો ફોટો જુએ છે તો એ અક્ષત અને રૂહી સાથે એકબીજાનો હાથ પકડીને ઉભેલા હોય છે...

આ તો આપણે બધા એક પિકનિક મા ગયા હતા કોલોનીમાંથી એ છે ને ??

અક્ષત : હા..છે ને મસ્ત. જોને તું તો કેવી લાગે છે...ફ્રોક અને પાછુ બધુ કેવુ મેચિંગ પહેર્યુ છે ને...જો ને બેન તો પહેલેથી જ ફેશનેબલ છે એ તો આમાંથી જ ખબર પડી જાય છે.

રૂહી : હા હવે..બહું સારો...તું કંઈ બહું ડાહ્યો નથી...હવે બીજા ફોટો જોઈએ...

રૂહી ફટાફટ બધા ફોટોસ જોઈ લે છે. અને કહે છે, આ બધા તે સાચવીને રાખ્યા હતા‌‌..કે ઘરેથી લઈ આવ્યો.


અક્ષત : ના હવે એ મારી પાસે જ સાચવીને મુકેલા હતા...તને ખબર છે ને મને જે ગમે જેના માટે લાગણી હોય એને હું જીવની જેમ સાચવુ છું....એ વસ્તું હોય કે વ્યક્તિ...

હવે ફટાફટ જોઈ લે. અને પછી હોસ્ટેલ લઈ જજે શાંતિથી જોવા....પણ મને એમ થાય છે આ ફેશનેબલ મેડમ ને જે લઈ જશે એને તો માથે ટાલ પડી જશે, નહી??

રૂહી : હા હું એ તો લઈ જઈશ જ એમ કરીને તે બેગમાં મુકી દે છે ફોટોસ... અક્ષત બહું હેરાન કરી તે મને...પણ પહેલાં મારી એક વાત સાભળ .... મને હોસ્ટેલ પરથી રાતની વાત યાદ આવી....

રૂહી અક્ષતને રાતની સ્વરા અને આસ્થાએ કહેલી વાત કરે છે.

રૂહી : પણ મને આમાંથી કંઈ યાદ નથી એવું કેમ ??

અક્ષત : એવુ ઘણી વાર થાય બકા...ચિંતા ના કર.


અક્ષત રૂહીને તેનામાં લાવણ્યાની આત્મા તેનામાં પ્રવેશી જાય છે એ વાત નથી કરતો અને કહે છે, પેલુ સ્વરા એ તને શું આપ્યુ છે મારા માટે બતાવ તો ખરી....

રૂહી : મોઢુ બગાડીને...સારૂ હવે.....કહીને તે પર્સમાથી બોક્સ કાઢીને અક્ષતને ખોલવા આપે છે‌...

અક્ષત એ બોક્સ રૂહીને ખોલવા આપે છે‌..રૂહી બોક્સ ખોલતા જ એક ડિજિટલ કેમેરો જુએ છે...

રૂહી : કેમેરા ?? સ્વરાએ કેમેરા કેમ આપ્યો ?? આજે બધાને ફોટો ડે છે કે શું ??

અક્ષત : ના હવે ગાંડુ...એમા ખોલીને આપણે જોવાનું છે....અને અક્ષત આખુ કોટેજ ખોલે છે...

રૂહી : આ તો મારો રૂમ છે...એનો વિડિયો... કેમ ?? મને કંઈ સમજાયું નહી..

અક્ષત : પહેલાં તું શાંતિથી જો તને સમજાઈ જશે બધુ...

રૂહી : સારૂ.


અક્ષત : વિડીયો આગળ શરૂ કરે છે... રાત્રે રૂહીના રૂમમાં એ લોકો સુવા ગયા એટલે કે સ્વરા રૂમમાંથી ગઈ પછીનુ બધુ રેકોર્ડિંગ હતું.... રાત્રે દોઢ વાગ્યા સુધી ના રેકોર્ડિંગ મા રૂહી હતી...પણ પછી જેવી તે એકવાર બુમ પાડે છે એ પછીથી આ વિડીયોમાં રૂહી હતી જ નહીં...

આસ્થા હવામાં લટકતી હતી...સ્વરા રૂહીના બેડ પાસે જઈને માળા પહેરે છે... વગેરે... વગેરે...એ લોકોએ કહ્યા અને થયા મુજબ નુ બધુ જ હતું..‌પણ રૂહી એ પછી એમાંથી ગાયબ હતી... દરવાજામાં થી બહાર પણ નહોતી ગઈ.

રૂહી : આ શું છે અક્ષત હું આમાં કેમ નથી....મને તો ડર લાગે કે મારામાં તો ભુત નથી ને ??

અક્ષત એને બધુ શાંતિથી સમજાવે છે કે તે દિવસે લાવણ્યાએ જ્યારે એના પર રાત્રે હુંમલો કર્યો હતો અને તેને ગળામાં વાગ્યુ હતું ત્યારે જ એ આત્મા એનામાં પ્રવેશી ગઈ હતી...

અક્ષત : તું ચિંતા ના કર બધુ જ સારુ થઈ જશે....અને તને એવું લાગતું હશે પણ તારામાં એ આત્મા પ્રવેશી જાય ત્યારે તને કંઈ જ ખબર ન હોય માટે જ મે પેલા દિવસે સ્વરા અને આસ્થાનો નંબર લીધો હતો....જેથી કંઈ પણ હોય તો હું તેમને કહીને તને હેલ્પ કરી શકું..એ સિવાય મારે શું કામ હોય એમનુ...

રૂહી : હમમમ...પણ યાર એ આત્મા જશે ખરી મારામાથી ??

અક્ષત : હા હવે ચિંતા ના કર..

રૂહી : મને બીજી એક વાત યાદ આવી...તે આસ્થાને તો જોઈ જ છે ને ??

અક્ષત : હા...

રૂહી તેના મોબાઈલ મા ફેસબુક ખોલીને કેયાનો ફોટો બતાવે છે....

અક્ષત : આ તો આસ્થા જેવો જ છે સેમ...

રૂહી : હું એમ જ કહું છું એ જોઈને મને પણ નવાઈ લાગી. એ તો કેયાને ઓળખતી પણ નથી આખી અમારી વાત થઈ એમાં....અને એ તો કહે છે એને કોઈ સગી બહેન જ નથી...એક નાનો ભાઈ છે.


અક્ષત : તો શું એ આપણાથી કંઈ છુપાવતી હોય?? કે પછી એમ જ ચહેરો તેની સાથે મળતો આવતો હોય...

રૂહી : મને તો કંઈ સમજાતું નથી... આવું કેમ છે ?? પણ મને કેમ એમ લાગી રહ્યું છે કે કેયા સાથે તેને કોઈ તો સંબંધ છે... કદાચ તે જાણ્યા કે અજાણ્યા સ્વરૂપે .....

હું હમણાં જ જઈને આસ્થાને પુછુ છું.....

અક્ષત : તે એકવાત જોઈ... રેકોર્ડિંગ મા કે આત્મા દેખાતી નહોતી...પણ એને આસ્થાને વધારે પજવી હોય એવું નહોતુંં લાગતું...એને સ્વરાને છેક તારા બેડ પર રહેલી માળા પણ લેવા જવા દીધી....એ ઈચ્છત તો એને ત્યાં જ પાડી દેત...

રૂહી : હા એ તો છે....અને કદાચ જો એ નિર્દોષ હોય તો એના જીવને વધારે જોખમ છે એવું લાગે છે..હું હમણાં જ જઈને એને પુછુ છું . સાથે સ્વરાને પણ પહેલાં વાત કરી દઉ છું.... હું એક પ્લાન કરૂ છું એ રીતે હું એને પુછીશ.


અક્ષત : મને લાગે છે કે આપણે બહું જલ્દી હવે આ આત્માને મુક્તિ અપાવવી પડશે...નહી તો ઘણાના જીવ જોખમમાં મુકાય જશે...

રૂહી અક્ષતને પોતે આસ્થાને સાચુ પુછવા માટેનો પ્લાન કહે છે...અને અક્ષત પણ હા પાડી દે છે.....અને પછી બંને જણા હોસ્ટેલ જવા માટે છુટા પડે છે....

શું હશે રૂહીનો આગળનો પ્લાન ?? આસ્થા ખરેખર નિર્દોષ હશે કે પછી તે પણ મીનાબહેન ની જેમ પહેલાથી જ સેટ થયેલા એક પ્લાનનો ભાગ હશે ?? તેને કેયા સાથે ખરેખર કોઈ સંબંધ હશે ?? એ આત્મા રૂહીના શરીરને એટલુ આસાનીથી છોડશે ખરા ???Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Horror