Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Dr.Riddhi Mehta

Horror Thriller


3  

Dr.Riddhi Mehta

Horror Thriller


કળયુગના ઓછાયા - ૨૦

કળયુગના ઓછાયા - ૨૦

6 mins 652 6 mins 652

(વોચમેન અને મીનાબેન અંદર લાવણ્યાના રૂમમાં પેસતા જ અવાક થઈ જાય છે.)

હવે આગળ,

વોચમેન કાન્તિભાઈએ જોયું કે ડાબી બાજુમાં એક બેડ હતો ત્યાં ઉપર એક પંખો હતો એના ઉપર એક રેડ કલરના ગાઉનમાં લાવણ્યાના ગળા ફરતે એક દોરડું વીંટળાયેલુ હતુ. પહેલી નજરે તે તેણે આત્મહત્યા કરી હોય એવુ જ લાગે.


દાદાજી : પણ આ તો એક પોલીસ બાબત કહેવાય એટલે અમે ત્યાંથી ફક્ત જોયું. પહેલાં તો આવુ જોતા મારૂ મગજ એકદમ ચકરાવે ચઢી ગયુ હતુ. પણ થોડી વાર પછી મે સ્ટેબલ થઈને જોયું તો એકાએક મારી નજર પડી. લાવણ્યાના એક હાથ પર લાલ કલરનુ કપડુ ઢાકેલુ હતુ. પણ અમે નજીક જઈને ન જોયું ત્યાં આગળ શું કરવું એની મારા મનમાં મથામણ ચાલતી હતી કોને ફોન કરૂ કોને પહેલાં વાત કરૂ. ત્યાંજ મને કોઈના થોડા હાંફતો અને ડુસકા ભરતો અવાજ સંભળાયો પણ લાવણ્યાને જોતા તો એનામાં જીવ હોય એવું જરા પણ લાગ્યુ નહી. એટલે મે થોડુ શાંતિથી સાંભળીને અવાજ ની દિશામાં એકદમ પાછળ જોયું. તો એકસાઈડના બારી પાસેના બેડની નીચે કંઈક હોય એવું લાગી રહ્યું હતું. મારા પહેલાંજ મીનાબેન ત્યાં પહોંચી ગયા હતા. અને એમણે નીચે વળીને જોયું તો ત્યાં બે છોકરીઓ હતી. કદાચ રડતી ને ડુસકા ભરતી. મીનાબહેન અને મે થઈને બેડ ખસેડ્યો. મારા આશ્ચર્ય વચ્ચે તે એક લાવણ્યાના કાકાની દીકરી કેયા અને બીજી તેની ફ્રેન્ડ ચાર્મી હતી.


અમને જોઈને તે બહુ ગભરાયેલા લાગતા હતા બંને. હવે એ લોકો લાવણ્યાને આમ જોઈને ગભરાયેલા છે કે પછી આ બધામાં એમનો જ હાથ છે એટલે એ આટલા ગભરાયેલા હતા ? મને કંઈ સમજાયું નહીં. પણ એ સમયે મને એ માસુમ છોકરીની આવી સ્થિતિ જોઈને બહુ ગુસ્સો આવી રહ્યો હતો. રુહી અને અક્ષત અત્યારે દાદાજી સામે જોઈ રહ્યા છે કે આ વાત કહેતા જ તેઓ પોતે પોતાના ભુતકાળને યાદ કરીને દુઃખ અનુભવી રહ્યા હતા. મે હવે સૌથી પહેલાં આ માટે હોસ્ટેલના માલિકને ફોન કર્યો. એ બેટા મારી સૌથી મોટી ભુલ થઈ ગઈ હતી. લાવણ્યાને ન્યાય ન મળ્યો...!


રૂહી : કઈ ભુલ દાદાજી ?

દાદાજી કંઈ કહે એ પહેલાં રૂહીના મોબાઇલમાં રીંગ વાગે છે. મોબાઇલની સ્ક્રીન પર આસ્થા નામ દેખાય છે એ સાથે જ અક્ષત જુએ છે કે ઘડિયાળમાં પોણા સાત વાગી ગયા હોય છે.

રૂહી ફોન ઉપાડે છે : 'હેલ્લો આસ્થા..બોલ..'

આસ્થા : 'રૂહી તુ ક્યાં છે. બધાને સવા સાતે અહીં મીટીંગ રાખી છે તો બધાને બોલાવ્યા છે.'

રૂહી : 'હુ બને એટલી જલ્દી આવુ છું. મેડમ કંઈ પુછે તો કહેજે કે એને પ્રેક્ટિકલ હોવાથી થોડુ લેટ થશે.'

આસ્થા : 'સારૂ...પણ ધ્યાન રાખજે...'

રૂહી : 'હા... અક્ષત પણ મારી સાથેજ છે. કહીને ફોન મુકે છે.'


અને એટલામાં લીલાબેન બધાને ચા આપે છે અને બધા કંઈ પણ આનાકાની કર્યા વિના ચાને ફટાફટ ન્યાય આપે છે કારણ કે અત્યારે રૂહી અને અક્ષત બંનેને ફટાફટ બધુ જાણીને જવાની ઉતાવળ છે.

રૂહી : 'હવે દાદાજી વાત શરૂ કરોને મારે જલ્દીથી હોસ્ટેલ પહોચવુ પડશે.'

દાદાજી : 'સારૂ બેટા, એ દિવસે મે એ હોસ્ટેલના માલિકને ફોન કરતાં તેઓ કલાકમાં આવી ગયા. અમે લોકો ત્યાંજ ઉભા રહ્યા જેથી કંઈ ગડબડ ન થાય. તેમને પણ એ બધુ જોતાં કદાચ ખબર પડી ગઈ લાગતી હતી કે આ કોઈ સુસાઈડ નહોતુ પણ એક કરવામાં આવેલી હત્યા હતી. પણ પછી કોણ જાણે કેવી રીતે ત્યાં કેયાના પપ્પા એટલે કે લાવણ્યાના સગા કાકા પણ ત્યાં આવી પહોંચ્યા. અને આ બધુ જોઈને તેમને દુઃખ થયું હોય એવું લાગ્યું. પણ પછી થોડીવારમાં જ કેયા અને ચાર્મીને તેના પપ્પા બાજુમાં તેમના રૂમમાં લઈ ગયા હતા. શું વાત થઈ એ મને નથી ખબર પણ ત્યાં નક્કી કંઈ મોટી ચર્ચા થઈ હતી. પણ બધા પરથી મને એ તો ચોક્કસ લાગ્યુ હતું કે આ બધામાં હાથ કેયા અને ચાર્મી નો જ છે. પણ મને એ વખતે કંઈ સમજાયું નહી કે એ લોકો શું કામ આવુ કરે.


હુ તો રહ્યો એક વોચમેન છતાં મે એ હોસ્ટેલના માલિક મોટા શેઠને કહ્યું 'આપણે પોલીસને બોલાવી દઈએ ?'

પહેલાં તો તેમણે હા પાડી અને કહ્યુ કે હુ હમણાં ફોન કરી દઉં. પણ પછી થોડી વારમાં તેમને કેયાના પપ્પા એ બાજુના રૂમમાં બોલાવ્યા. એ દરમિયાન હુ અને મીનાબેન ફક્ત ત્યા હતા‌. રાતનો સમય હોવાથી બીજો કોઈ જ અવાજ નહોતો અને એકબાજુ લટકતી લાવણ્યાની લાશ. તેને જોઈને એમ જ લાગતુ હતુ કે હમણાં જાણે તે હસીને કહેશે, 'કાકા જયશ્રી કૃષ્ણ !'


એ લોકોના બાજુના રૂમમાં જતા જ મે મીનાબહેનને કહ્યું કે આપણે રૂમમાં જોઈ લઈએ. બીજુ તો ખાસ કંઈ ન મળ્યું પણ બાથરૂમમાં એક કપાયેલો હાથ મળ્યો. લોહીથી ખદબદ. અને એક મોટી ધારદાર છરી. અને પછી મે બીજુ કંઈ ન કરતા જ્યા કપડુ ઢંકાયેલુ હતુ એ ભાગ મે એક લાકડી હતી એનાથી ઉચો કર્યો તો એ ભાગમાં ત્યાં હાથ જ નહોતો. અને અમને જે હાથ મળ્યો હતો એ જ સાઈડનો એ કપાયેલો હાથ હતો. હવે આ પરથી એ તો કન્ફર્મ થઈ ગયુ હતુ કે આ સુસાઈડ તો નથી જ. કારણ કે એક કપાયેલા હાથ વડે લાવણ્યા પંખા પર દોરડા વડે લટકી જ કેવી રીતે શકે ? હવે તો મને એમ થઈ જ ગયુ કે શેઠ આવે એટલે પહેલા પોલીસ બોલાવીને આ બધી સચોટ તપાસ થવી જોઈએ.અને લાવણ્યાને ન્યાય મળવો જોઈએ.

******

લગભગ કલાકેક જેવી ચર્ચા ચાલી ત્યાં હુ બહાર ઉભો રહ્યો પણ રૂમની બહાર બહુ સંભળાતુ નહોતુ. પણ પછી બધા બહાર આવ્યા ત્યાં જ એકદમ લાવણ્યાના કાકાને કેયા એકદમ રડવા લાગ્યા. જોરજોરથી.

'આવુ શું કામ કર્યું તે દીકરા...તને શું કમી હતી ? હુ તો તને મારી કેયા કરતા પણ વધુ રાખતો હતો....બેટા..'

આ બધુ જોઈને મને તો એક ઢોગ જ લાગી રહ્યો હતો. પછી બધાએ રૂમમાં આવીને લાવણ્યાની લાશને નીચે ઉતારીને કલ્પાંત કરવા લાગ્યા.


મે સાઈડમાં જઈને ધીમેથી કહ્યું કે 'સાહેબ પોલીસ ને હવે તો બોલાવી લો.'

પણ એ સમયે તેમનો તેવર એકદમ બદલાઈ ગયો. મને કહે, 'તને પોલીસ બોલાવવાની પડી છે ? અત્યારે તેના સગા કેટલા દુઃખી છે....એમનુ વિચારને..'

મારાથી બોલાઈ ગયું, 'સાહેબ આ એક મર્ડર છે સુસાઈડ નહી.'

સાહેબ : 'તને કેમ ખબર ? તુ ડોક્ટર છે વળી ?'

મે કહ્યું 'ના પણ સાહેબ અંદર જુઓ તેનો કપાયેલો હાથ બાથરૂમમાં...'

કદાચ આ બધુ જ તેમને અંદર થયેલી ચર્ચામાં ખબર પડી ગઈ હતી એટલે એમના ચહેરા પર બહુ હાવભાવ બદલાયા નહી. અને ઠંડે કલેજે બોલ્યા, હવે નિર્ણય એના કાકાએ કરવાનો છે. આપણે એના સગા નથી કંઈ.


એ વખતે મને થયું કદાચ લોહીનો સંબંધ નથી પણ લાગણીનો સંબંધ જરૂર હતો એની સાથે. એને હુ મારી દીકરીજ માનતો હતો. પણ હોઠ પર આવેલા શબ્દો ત્યાં જ થીજી ગયા. એ વખતે પહેલી વાર મારી સાથે માન વિના એ દિવસે તુ તારીથી વાત કરવા લાગ્યા હતા. કદાચ બોલવાનો લાગ જોઈને જ તેના કાકા ઉભા થઈને ત્યાં આવ્યા. અને રડવાનો નાટક કરતા પગે લાગવા લાગ્યા. સાહેબ હુ તમને વિનંતી કરૂ છું. મહેરબાની કરીને પોલીસને ના બોલાવતા કારણ કે પોલીસ આવશે તો તેનુ પોસ્ટમોર્ટમ કરશે‌. હુ નથી ઈચ્છતો કે મારી દીકરીની હવે મર્યા પછી પણ તેની ખરાબ સ્થિતિ થાય. સાહેબ છોકરૂ હતુ. જવાનીના જોશમાં આવુ આવેશમાં આવી જઈને આવુ અપપગલુ ભરી દીધું છે.... પ્લીઝ... સાહેબ.


એ સમયે મને ચોક્ખુ લાગી રહ્યું હતુ કે આ ખરેખર લાવણ્યાની ચિંતા નથી પણ પોતાની દીકરી કેયા માટેની ચિંતા બોલી રહી હતી, તપાસ થશે તો તેમને દીકરી આખી જિંદગી જેલમાં સબડશે. સાહેબ પણ જાણે એની વાતોમાં આવી ગયા હોય એમ કહે છે તમેજ લાવણ્યાના માતા-પિતા કે જે કહો તે બધુ જ છો. તમારી લાગણી હુ સમજુ છું. અમે એવુ કંઈ નહી કરીએ જેથી તમને હવે વધારે દુઃખ થાય.


આપણે અત્યારે જ લાવણ્યાના નજીકમાં ક્યાક જઈને અંતિમ સંસ્કાર એ બધુ સવાર સુધીમાં પતાવી દઈએ જેથી પોલીસ મામલો ન થાય.

તેમણે મને કહ્યું , 'તુ હવે જા...નીચે પાછળનો દરવાજો ખુલ્લો રાખ.'


ખબર નહી એ શું માનતા હશે કે હુ અભણ હતો, ગરીબ હતો એટલે મને કંઈ ખબર નહોતી પડતી ,પણ બુધ્ધિ વિનાનો તો નહોતો જ‌. રૂપિયાની તાકાત હેઠળ કેટ કેટલુય દબાઈ જાય છે એ એ દિવસે મને સમજાતું હતુ. હુ ગુસ્સામાં જ કંઈ કહ્યા વિના ત્યાથી નીકળી ગયો. કંઈ પણ કહ્યાં વિના. અને મારી પાછળ મીનાબહેન પણ આવી રહ્યા હતા. અને છેક નીચે ગેટ પાસે આવીને મને બુમ પાડી, કાન્તિભાઈ ઉભા રહો. તમારુ બહુ અગત્યનું કામ છે.


શું કામ હશે મીનાબહેનને એ વોચમેનનુ ? કોઈને ખબર પડ્યા વિના જ લાવણ્યાની વાર્તા પુરી થઈ જશે ? ખરેખર શું થયું હશે લાવણ્યા સાથે ? અને કેયા અને ચાર્મીએ જો આ બધુ કર્યું હોય તો એનુ શું કારણ હશે કે કોઈ ભુલમાં થયું હશે એમનાથી ?

હજી તો ઘણુ છે અવનવુ. રહસ્ય અને રોમાંચ વાચો અને માણો.... કળયુગના ઓછાયા - ૨૧

ક્રમશ:


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Horror