Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Dr.Riddhi Mehta

Horror Thriller


3  

Dr.Riddhi Mehta

Horror Thriller


કળયુગના ઓછાયા -૨

કળયુગના ઓછાયા -૨

5 mins 479 5 mins 479

રૂહી તેના ઓળખીતા એ ઈવાદીદીના રૂમમાં બેઠી છે એટલે તેને બીક નથી લાગતી. પણ ખબર નહી થોડી થોડી વારે તેને એમ થાય છે કે હુંં મારા રૂમમાં જતી રહું. કોઈ અજ્ઞાત શક્તિ તેને એ તરફ ખેંચી રહી છે. પણ એક બાજુ તેને આંખો દિવસ થયેલી ઘટનાઓ યાદ આવતા તે પોતાની જાતને ત્યાં જ રોકી રાખે છે.


હોસ્ટેલ એટલે તો જેમ રાત વધે એમ પબ્લિકને જાણે દિવસ ઊગે. એટલે તે ઈવાદીદી તો પહેલાથી ત્યાં હોવાથી રાતના અગિયાર વાગતા બીજા રૂમમાંથી પણ બધા ત્યાં આવે છે. બધા વાતો, મસ્તી કરે છે. બધાને ભૂખ લાગતા બધા નાસ્તા શરૂ કરે છે. રૂહી તેના રૂમમાં તેનો નાસ્તો લેવા જવા કહે છે પણ બધા કહે છે આટલો નાસ્તો છે આજે અમારાથી ખા પછી તારો નાસ્તો ખાઈશું. એટલે તે લેવા નથી જતી, વાસ્તવમાં ડરના કારણે અત્યારે તેને રૂમમાં જવાની કોઈ ઈચ્છા નહોતી પણ આ તો તેને થયું જે એમ જ બધાની સાથે ખાવા લાગે તો ખરાબ લાગે એટલે પૂછી લે છે.


બધા મોડે સુધી મસ્તી કરે છે. રૂહી તો હજુ ઘરેથી આવી હતી હોસ્ટલમાં એટલે એને બહું મોડે સુધી આમ જાગવાની આદત નહોતી. આમ પણ તે બહું શિડયુલ મુજબ કામ કરવાવાળી છે. તેને કોઈ કામ કે ભણવાનું વિચાર્યું હોય તે કોઈ પણ હિસાબે પતાવીને જ રહે. પહેલાં દિવસ ને કારણે તે બગાસા આવતા હોવા છતાં જાગતી જ રહી. તેને પણ આ બધા સાથે મજા આવી રહી છે એટલે તે આ બધામા થોડી વાર માટે તેને રૂમમાં થતુ બધુ ભુલાઈ જાય છે અને આખરે એકવાગે બધા સૂઈ જાય છે.


આખા દિવસ આમતેમ થાકવાને કારણે તેને પડતા વેત ઊંઘ આવી ગઈ.પણ ઘડિયાળમા અઢી વાગ્યા ને તેની ઊંઘ ઉડી ગઈ. તેને લાગ્યું કે કોઈ દરવાજો ખોલવા માટે કહી રહ્યું છે. પણ તે આજુબાજુ જૂએ છે કે રૂમમાં બીજા બે જણા સૂતા છે આટલો જોરજોરથી દરવાજો ખોલવાનો અવાજ આવી રહ્યો છે મને સંભળાય છે તો આ લોકો કેમ ઉઠતા નથી ? એમને લોકોને કેવી રીતે ઊંઘ આવે છે?? તે વિચારે ઘણાની ઊંઘ એવી હોય તો ના પણ સંભળાય.


એટલે થોડી વાર પછી તેને થાય છે હું જોવા જાઉ પણ તેને ડર લાગી રહ્યો છે પણ હવે અવાજ વધતા તે એકદમ ઉભી થઈ જાય છે અને દરવાજો ખોલે છે અને ત્યાં એક નાની ડીમલાઈટ હોય છે એ વિન્ગમા ટોટલ પાંચ રૂમ છે. અને અહી તો રૂમ બધા લગભગ ભરેલા જ છે. પણ તે જૂએ છે કે કોઈ રૂમની બહાર હોતુ નથી. બધાના રૂમના દરવાજા બંધ છે. અવાજ પણ એવો કોઈના જાગવાનો નથી આવતો. બસ કોઈ મંદ મંદ સ્વરે હસી રહ્યું હોય એવુ લાગી રહ્યું છે...પણ કોઈ ત્યાં ના દેખાતા તે ફટાકથી રૂમનો દરવાજો બંધ કરી દે છે અને સૂઈ જાય છે તેના બેડ પર સૂઈને તે બસ આંખો બંધ કરીને ભગવાનનુ નામ લેતા લેતા તેને ઊંઘ આવી જાય છે....


***


રૂહી ઓ...રૂહી...બુમ સંભળાતા જ તે જાગી જાય છે... અને જૂએ છે કે અજવાળું થઈ ગયું છે. સામે ઈવાદીદી હતા. તે ઘડિયાળ મા જૂએ છે તો આઠ વાગી ગયા હતા. તેની દસ વાગ્યા ની કોલેજ હતી. અને એમાં પણ આજે પહેલો દિવસ હતો. એટલે થોડું જવું પણ વહેલા સમયસર પડે એટલે ફટાફટ ઉઠી જાય છે.

રાતનો ડર અને ઉજાગરાને કારણે તેની આંખો ભારે લાગી રહી છે. છતાં તે જલ્દીથી તૈયાર થવા તેના રૂમમાં જાય છે કારણ કે તેનો સામાન તો ત્યાં જ પડ્યો છે.

રૂમમાં જવા તે પરાણે ઉભી થાય છે. આમ તો અત્યારે બધાની ચહલપહલ ચાલુ છે એટલે બહાર તો તેને કંઈ વાધો નથી આવતો.


થોડી વારમાં તે રૂમમાં જઈને તૈયાર થઈ જાય છે. પણ અત્યારે રૂમમાં કંઈ એવું થતુ નથી જેથી તેને ડર લાગે એટલે તેને શાંતિ થાય છે. અને બ્લેક જીન્સ, પીન્ક કલરનુ ટીશર્ટ ને છુટા સેટ કરેલા લાંબા સિલ્કી વાળમાં તૈયાર થયેલી રૂહી અત્યારે બહું સુંદર લાગી રહી છે...અને તે જલ્દીથી બેગ લઈને કોલેજ જવા માટે નીકળે છે.

તે નીચે બધાને ખુશ થઈ ને આવતા જતા જૂએ છે એટલે તેને એમ થાય છે કે બીજા કોઈને તો કોઈ આવી તફલીક નથી લાગતી જોને બધા કેટલા ખુશમાં છે કદાચ મારા મનમાં એક ડર ઘર કરી ગયો છે એટલે આવુ થતુ હશે....એટલે એ આ બધુ જ મનમાંથી નીકાળી ને કોલેજ જવા નીકળી જાય છે.....


***


આજે કોલેજ નો પહેલો દિવસ છે. નવા નવા ચહેરા પહેલા વર્ષ ના એમ.બી.બી.એસ.ના ક્લાસ ક્યાં છે એવું પૂછી રહ્યા છે. અવનવા કપડાં, તેમની સ્ટાઈલો, કેટલાક સ્ટાઈલિશ તો કેટલાક થોડા મણીબેન ટાઈપના થોડા ચીપકુ માથું લઈને આવી રહ્યા છે. કેટલાક સિમ્પલ નેચરવાળા તો કેટલાક એટિટ્યુડ નો અખૂટ ભંડાર....


આ બધા વચ્ચે રૂહી કોલેજમાં બધાને જોતી જોતી તેના ફર્સ્ટ યરના ક્લાસ સુધી પહોંચે છે. ક્લાસમાં જાય છે તો અડધો ક્લાસ ભરાઈ ગયેલો હતો. પણ હાલ તો તે કોઈને ઓળખતી નથી એટલે એક બેન્ચ પર જ્યા જગ્યા ખાલી છે ત્યાં બેસી જાય છે.


આજે તો પહેલો દિવસ છે એટલે બહું ભણવાનું શરૂ નથી કરતાં ખાસ થોડું ઈન્ટરોડક્શન ને આમ તેમ ચાલે છે. તે અમુક બે ત્રણ છોકરીઓ સાથે વાત કરે છે. આટલા સરસ વાતાવરણ મા પણ તેનુ મન વારે વારે તેની હોસ્ટેલના રૂમમા પહોંચી જાય છે....તેને ન જાણે કેમ ત્યાં જ જવાનું મન થઈ જાય છે... કોઈ જાણે તેને બોલાવી રહ્યું છે.

ચાર વાગે કોલેજના લેક્ચર પુરા થતાં તે હવે હોસ્ટેલ જવા નીકળે છે. ત્યાં જ સેકન્ડ યર વાળા સ્ટુડન્ટસ પણ બહાર નીકળેલા હોય છે. ત્યાં જ અચાનક તે એક વ્યક્તિને જૂએ છે. અને એકદમ ખુશ થઈ જાય છે અને તે જાણે સમય સ્થળ જોયા વિચાર્યા વિના જ દોડતી જઈને તેને ભેટી જાય છે... તેને એ પણ યાદ નથી રહેતુ કે તે કોલેજના કંમ્પાઉન્ડમા છે અને તેને બીજા સ્ટુડન્ટસ જોઈ રહ્યા છે.....!!


કોણ હશે એ વ્યક્તિ જેને જોઈને રૂહી આટલી બધી ખુશ થઈ ગઈ કે સમય અને સ્થળનું પણ ભાન ભુલી ગઈ ?? હવે રૂહીને તેની રૂમમાં કંઈ થશે કે બધુ નોર્મલ થઈ જશે ?? તેને જ ફક્ત એવું થાય છે કે બીજા કોઈ ડરના કારણે કોઈને કહેતા ન હોય એવું હશે ?


ક્રમશઃ


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Horror