કળયુગના ઓછાયા - ૧૮
કળયુગના ઓછાયા - ૧૮


(આગળ આપણે જોયું કે દાદાજી રૂહીને બધી વાત કરી રહ્યા છે. અને કહે છે કે ત્યાં એક હત્યા કે આત્મહત્યા થઈ હતી.)
હવે આગળ,
રૂહી : 'એવુ કેમ કહો છો કે હત્યા કે આત્મહત્યા. કેમ તમને ખબર નથી કે એ શું હતું ?'
દાદાજી : 'બેટા મને બધી જ ખબર છે છતાં નથી ખબર એટલે શું કહુ...? આ કળયુગના છાયા ઓછાયાજ એવા છે કે માણસ જાત પોતાના સ્વાર્થ માટે થઈને કંઈ પણ કરતા અચકાતી નથી.'
રૂહી : 'તમે મને બધી વાત જણાવી શકશો ? જો તમને વાધો ન હોય તો ?'
દાદાજી કંઈ બોલે એ પહેલાં રૂહીના ફોનમાં રીગ વાગે છે. જુએ છે તો અક્ષત હોય છે. તે ફોન ઉપાડે છે.
અક્ષત : 'રૂહી બહુ વાર લાગી. તુ ઠીક તો છે ને? અને આન્ટી બહાર રસોઈ કરે છે એટલે મે ફોન કર્યો.'
રૂહી : 'હા હુ એકદમ ઠીક છું. એક મિનિટ ફોન ચાલુ રાખ. રૂહી દાદાને અક્ષત અંદર આવે એ માટે પરવાનગી માગે છે. આમ તો કદાચ એવું લાગી રહ્યું છે કે કદાચ બીજા કોઈએ કહ્યું હોત તો હા ના પાડત. પણ તેમને રૂહી પોતાની દીકરી જેવી લાગી રહી છે એટલે હા પાડે છે. અને હવે અક્ષત પણ રૂહીની સાથે દાદાજી પાસે બેઠો છે. અને તેઓ આગળ વાત શરૂ કરે છે.
****
૨૦૧૦ની સાલ હતી. નવા નવા એડમિશન થવા લાગ્યા. હોસ્ટેલમાં આ વખતે જુના જવા વાળા બહુ વધારે હતા. એટલે નવા આવનારાની સંખ્યા બહુ વધારે હતી. લગભગ હોસ્ટેલ દર વખતેની જેમ આ વખતે પણ ભરાઈ ગઈ. અને એક દિવસ વહેલી સવારે ચાર છોકરીઓ મોટી મોટી ગાડીમાં સામાન લઈને હોસ્ટેલમાં રહેવા આવી. એમની ગાડીઓ, તેમના પહેરવેશ ને વળી સામાન જોઈને જ લાગતુ હતુ કે તે બહુ અમીર ઘરની દીકરીઓ છે. પણ એ ચારમા એક છોકરી અલગ તરી આવતી હતી. પેલી ત્રણ એકદમ રૂપાળી અને બહુ ફેશનેબલ, છુટા વાળમા અને કપડા પણ એવા જ ટુકા હતા થોડા. જ્યારે એમની સાથે જ આવેલી એ છોકરી થોડી શ્યામ વર્ણી, પણ નમણો ઘાટીલો ચહેરો લાબા કાળા વાળ. અને મોધા લાગતા પણ સાદા એવા કપડાં પહેરેલાં હતા.
એ લોકો કદાચ કોઈની ઓળખાણથી આવેલા હોવાથી તેમના માટે એક રૂમ તૈયાર જ હતો. પણ રૂમ બધા ત્રણ વ્યક્તિ રહી શકે એવા જ હતા. એટલે કોઈ એક ને બીજા રૂમમાં સેટ થવુ પડે એમ હતું. પેલી ત્રણ છોકરીઓ તો એક સાથે રહેવા નક્કી કરીને જ આવી હતી. એ કદાચ મને એ એમની વાતો પરથી લાગ્યુ.અને એ શ્યામલી છોકરીને ત્યારે જ ખબર પડી એવુ પણ એના હાવભાવ પરથી સ્પષ્ટ જણાતુ હતુ. એટલે એ સામેથી જ બાજુના પચ્ચીસ નંબરના રૂમમાં તૈયાર થઈ ગઈ.
રૂહી : 'એનુ નામ લાવણ્યા હતુ ?'
દાદાજી : 'હા...તને કેમ ખબર ?'
રૂહી : 'પહેલાં તમે બધી વાત કરી દો પછી હુ તમને બધુ કહુ.'
દાદાજી : 'સારૂ. બધાય અહીની જીસેટ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા હતા. આટલી બધી દીકરીઓ હોય. અમે તો બધાને આવતા જતાં જોઈએ. છોકરીઓની હોસ્ટેલ એટલે કોઈ એવા સચોટ કારણ સિવાય અમે અંદર જઈને નહી. પણ બધાની વાતચીત, અવરજવર, જવા આવવા પરથી અમારી આંખો એટલુ તો પારખી જ જતી કે કોણ કેવુ છે. કેવા કોના સંસ્કાર છે. કેવુ કોનુ ફેમિલી હશે. એમ જ એ ત્રણેય છોકરીઓ પરથી મારી ધારણા બરાબર થઈ કે તેઓ અમીર ઘરની, ઘમંડી, સ્વછંદી,ઉડાઉ છોકરીઓ છે. પણ એમાં અલગ હતી એક લાવણ્યા. તે જ્યારે પણ અહીંથી આવ જા કરે મને કે મારી સાથેના ચોકીદાર હોય અમારી સામે હસે. જય શ્રીકૃષ્ણ કહે. જ્યારે બીજા ત્રણ તો કહે પણ નહી અને એ કહે એની મજાક ઉડાવી દે. એક બે વાર તો મે પણ તેમને બોલતા સાંભળ્યા હતા કે 'આવા લોકોને શું આવુ કહેવાનુ. આપણુ સ્ટેટ્સ તો જો. પણ જો સુધરે તો લાવણ્યા.' એમ કહીને એની મજાક ઉડાવતા.
લાવણ્યા સામે કંઈ જ ન કહે. પણ એનામાં કોઈ જ બદલાવ ન આવે..આમ જ એક વર્ષ પુરૂ થઈ ગયું. આખા વર્ષ દરમિયાન મે નોંધ્યું કે એક પણ વાર તેના મમ્મી પપ્પા કે ભાઈ બહેન કોઈ તેને મળવા આવ્યુ નહોતુ. પેલા ત્રણના ઘરેથી અવારનવાર કોઈ આવતુ અને લાવણ્યા તેમને જ અંકલ આન્ટી કહીને મળી લેતી. એક દિવસ ત્રણેય છોકરીઓ ઘરે ગયેલી હતી. ફક્ત લાવણ્યા હોસ્ટેલ પર હતી. એ દિવસે તે કદાચ કોલેજ કોઈ કામ માટે જતી હતી. પણ રિક્ષાની એ દિવસે હડતાળ હતી. તો એ નીચે ઉભી રહી હતી. હુ આમ તો ખાસ કોઈની સાથે બહુ વાત ન કરૂ. બે ચાર કોઈ વ્યવસ્થિત છોકરીઓ હોય એ જ અમારી સાથે જ સારી રીતે વાત કરે. એમાની એક હતી લાવણ્યા. એ ત્યાં ઉભી હતી..બહુ વારથી.
મે સહજતાથી જ એને પુછ્યું, 'બેન તમારે કોલેજ ચાલુ છે ?'
લાવણ્યા : 'હા અંકલ મારે એક પ્રોજેક્ટ માટે આવવુ પડ્યુ.'
પછી મે એક જીજ્ઞાસા વશ પુછ્યું , 'બેન તમારા ઘરમાં કોણ કોણ છે ?'
તે પણ આમ સહજતાથી બોલી એને મે વોચમેન થઈને આવુ પુછ્યું એને બહુ નવાઈ ન લાગી અને બોલી, 'કાકા.મારા મમ્મી પપ્પા તો હુ પાચ વર્ષની હતી ત્યારે જ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. એમાં મારો આકસ્મિક બચાવ થયો હતો. એ સમયે અમે યુ.એસ.રહેતા હતા. મારે કોઈ સગા ભાઈ-બહેન નથી. મારા પેરેન્ટસના મૃત્યુ પછી અહી અંકલેશ્વર રહેતા મારા કાકા મને અહીં ઈન્ડિયા લઈ આવ્યા. અને હુ એમની પાસે જ મોટી થઈ છું.' પેલા ત્રણમાંથી એક કેયા છે. તે મારા સગા કાકાની દીકરી જ છે.'
દાદાજી : 'તો તમારા કાકા તમને ભણાવે છે એ સારૂ કહેવાય. બાકી આ જમાનામાં તો..'
લાવણ્યા : 'હા એ તો છે જ. બહુ સારા છે. જો કે મારા મમ્મી-પપ્પા એમના પછી મારા નામે કરોડોની સંપતિ છોડીને ગયા છે. એટલે એવો બહુ વાંધો નથી.
બેટા મને સમજાયું હતું કે આ તો એનાજ પૈસાએ લોકો એને ભણાવીને એને સારૂ રાખે છે. બાકી એની બહેન કેયાને એની તરફ જરા પણ લાગણી નહોતી લાગતી.
*******
થોડીવારમાં તે પછી ત્યાંથી એ નીકળી ગઈ.અને હુ પણ બીજા કામમાં પરોવાઈ ગયો. ફરી થોડા મહિનાઓ વીતી ગયા.
એક દિવસ એક છોકરો ગેટની બહાર આવ્યો હતો.... લગભગ એ બધાને વાચવાનુ વેકેશન હતુ એટલે કોલેજ નહોતા જતા બધા. એ છોકરો એટલે છ ફુટની હાઈટ, એકદમ ગોરો વાન, એકદમ દેખાવડો, મધ્યમ બાંધો, એકદમ વ્યવસ્થિત કપડા સાથે હાથમાં ઘડિયાળ, એક અલગ જ વ્યક્તિત્વ છતા એકદમ ડાહ્યો લાગી રહ્યો હતો. અને તે કંઈક ઉતાવળમાં પણ હોય એવો લાગતો હતો.
મે નોંધ્યું કે તે બહુ વારથી કોઈને ફોન કરતો હતો. પણ કદાચ કોઈ તેનો ફોન નહોતુ ઉપાડતુ. પછી એની નજર મારા પર પડતા. તે મારી પાસે આવ્યો અને કહ્યું, 'અંકલ તમે લાવણ્યાને નીચે બોલાવી શકશો ? મારે બહુ જરૂરી કામ છે એનુ. મારા મગજમાં ખબર નહી એ છોકરાને જોઈને કેટલાય વિચારો ફરી વળ્યા ? કેટલાય પ્રશ્નો મગજમા આવી ગયા હતા.
કોણ હશે એ છોકરો ? લાવણ્યા સાથે એને શું સંબંધ હશે ? આગળ શું થાય છે લાવણ્યા સાથે ? રૂહી અને અક્ષત બધુ જાણી શકશે ? જાણવા માટે વાચો , કળયુગના ઓછાયા - ૧૯
ક્રમશ: