Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Dr.Riddhi Mehta

Horror Thriller


3  

Dr.Riddhi Mehta

Horror Thriller


કળયુગના ઓછાયા -૧૬

કળયુગના ઓછાયા -૧૬

6 mins 546 6 mins 546

રૂહી : 'આન્ટી હુ તમારા ઘરમાં અંદર આવી શકું ?'

બેન : 'હા આવને, પણ અચાનક કંઈ થયું છે ?'

રૂહી અંદર જઈને બેસે છે. પેલા બેન તેને પાણી આપે છે‌.

રૂહી : 'ના તમારો આભાર.'


એ બેન થોડા ધીમા અવાજે વાત કરી રહ્યા છે એટલે રૂહી કહે છે, 'આન્ટી શું થયું કેમ આમ ધીમે વાત કરો છો ?'

બેન : 'અંદર મારા સસરા આરામ કરે છે. એમને ખલેલ ન પડે માટે ધીમે વાત કરૂ છું.'

રૂહી : 'આન્ટી સોરી પણ હુ એમ જ આવી ગઈ. પણ મારે દાદાને જ મળવુ હતુ. જો એ જાગતા હોય તો...'

આન્ટી : 'કેમ દાદાને મળવુ છે ?'

રૂહી : 'બહુ જરૂરી વાત છે. પણ પ્લીઝ તમે આ વાત મેડમને ન કરતા. કે હુ અહીંયા આવી હતી.'

આન્ટી : 'પણ શું વાત છે ? તુ કેમ આટલી ગભરાયેલી લાગે છે ?'

રૂહી : 'તમે અમારા ત્યાં કચરાપોતા માટે કેટલા સમયથી આવો છો ?'

આન્ટી : 'હુ તો બસ આ દોઢ વર્ષથી જ આવુ છું. પહેલાં મારા સાસુ આવતા હતા. પણ એમની તબિયત ખરાબ થઈ અને એ મૃત્યુ પામ્યા પછી જ હુ ત્યાં કામ માટે આવવા લાગી.'

રૂહી : 'અને દાદાજી પણ ત્યાં કામ કરતા હતા એવું મને જાણવા મળ્યું.'

આન્ટી : 'હા પણ બેન...હવે..'

રૂહી : 'શું થયું આન્ટી ? કેમ અચકાવ છો ? કંઈ થયું હતું ?'

આન્ટી : 'બેન મને આગળની તો બહુ ખબર નથી પણ કંઈક એવું હતુ જેમાં દાદાજીએ કંઈક સત્ય માટે થઈને આ નોકરી છોડી દીધી હતી. તેઓ વોચમેન હતા. પણ તેઓ નોકરી જ નહોતા કરતાં પણ એને પોતાના ઘરની જેમ ત્યાં બધુ રાખતા અને સાચવતા હતા.'

રૂહી : 'હુ દાદાજીને મળીને થોડી વાત કરી શકું ?'

આન્ટી : 'આમ તો આ બનાવ પછી એ જલ્દી કોઈ સાથે વાત નથી કરતા અને એ પછી આમ પણ એમની થોડી ઉમર પણ હતી સાથે ઉમરને કારણે અશક્તિ એટલે અમે હવે બીજે નોકરી કરવાની પણ ના પાડી. હવે બિચારા આ ઉમરે ક્યાં દુર નવી નોકરી કરવા જાય આ તો નજીક હતુ અને એ જગ્યાની માયા હતી એટલે કર્યા કરતા નોકરી. એવું બા કહેતા હતા.'


રૂહીને તે બેનની વાત પરથી લાગ્યુ કે તે લોકો બહુ વ્યવસ્થિત છે. તેના સાસુ સસરા પણ ભલે ગરીબ હશે પણ સજ્જન હશે. અને એ લીલાબેનને પણ તેમના સાસુ સસરાની સારી માયા છે. લીલાબેન અંદર જઈને આવે છે અને કહે છે બેન એ સુઈ ગયા છે. જો તમને વાધો ન હોય તો પાચ વાગ્યે આવી શકો છો. રૂહી ને હવે કંઈ વધારે ઉપાય ન દેખાયો એટલે એ પાચ વાગ્યે આવશે કહીને બહાર નીકળી ગઈ. આમ પણ એનામાં અક્ષતના બે વાર ફોન આવી ગયા હતા. તે બહાર નીકળી ને પહેલા અક્ષતને ફોન કરે છે.


અક્ષત : 'રૂહી તને કેમ છે ?'

રૂહી : 'અત્યારે એકદમ સારૂ છે. બેક પેઈન એકદમ જ મટી ગયું છે.'

અક્ષતને શ્યામનુ કહેલુ યાદ આવે છે કે, તેને બેકપેઈન મટી ગયુ છે એટલે એ આત્મા અત્યારે તેનામાં નથી.'

અક્ષત : 'તો તો સારૂં, તુ મને મળી શકીશ પાંચેક વાગ્યે ?'

રૂહી : 'ના...એ પહેલાં સેટ થાય તો !'

અક્ષત : 'કેમ ? મારે આ બાબત માટે એક જણા પાસે પુછપરછ માટે જવાનુ છે.'

રૂહી એ દાદાની વાત કરે છે અક્ષતને. અને કહે છે કે તે અમારી હોસ્ટેલની પાછળ જ રહે છે. એ લીલામાસી આવે છે તેમના સસરા છે.'

અક્ષત : 'પણ હજુ બે વાગ્યા છે. અઢી વાગ્યે તો મળી શકીશ ને ? હુ એટલી વારમાં ત્યાં પહોંચી જઈશ. આપણે ત્યાં હુ તને એડ્રેસ કહુ ત્યાં મળીએ.'

રૂહી : 'સારૂ...તો વાધો નહી...'

                   *.     *.     *.     *.     *.

રૂહી અને અક્ષત ત્યાં એક ગાર્ડન સાથે રેસ્ટોરન્ટ જેવી સરસ જગ્યા છે ત્યાં મળે છે. ત્યાં મોટે ભાગે બધા વાચવા, શાંતિથી બેસવા અને વાચવા માટે આવતા હોય છે. સાથે ફાસ્ટ ફુડ અને કોલ્ડ્રીકસ અને આઈસ્ક્રીમ વગેરે પણ મળે જ.


અક્ષત : 'રૂહી પહેલા મને તુ તારી રૂમમેટ આસ્થા કે સ્વરાનો નંબર આપી શકે ? જો તને વાંધો ન હોય તો.'

રૂહી : 'કેમ શું થયું ?'

અક્ષત : 'કંઈ નહી તુ ના કોઈ વાર ફોન ના ઉપાડે તો એમની પર વાત કરી શકાય મને ચિંતા ન થાય એટલે. જો તને એવું લાગતું હોય કે એમને હુ કદાચ ફોન કરૂ અને વાધો ન હોય તો આપ.'

રૂહી : 'હા વાંધો નહી બંને સારા છે .લે હુ આ નંબર સેન્ડ કરૂ છું. હુ એમને કઈ દઈશ કે મે તને નંબર આપ્યો છે એટલે વાંધો નહી.'


અક્ષત પહેલા શ્યામ ના કહેવા મુજબ પહેલુ કામ કરી દે છે.

અક્ષત : 'રૂહી પહેલા આ એક માળા છે તુ ગળામાં પહેરી લે.'

રૂહી : 'પહેલાં તુ મને કહે તો ખરા શું વાત થઈ ?'

અક્ષત રૂહીમા તે આત્મા પ્રવેશી ચુકી છે એના સિવાય બધી વાત કરે છે.. રૂહી એ માળા પહેરવા જાય છે પણ એનાથી પહેરાતી નથી જાણે કોઈ અનજાન શક્તિ તેને એવું કરતાં રોકી રહી છે. અક્ષતને યાદ આવે છે કે તેને રૂહીને આ માળા કદાચ હવે થોડી જબરદસ્તીથી પણ પહેરાવવી પડશે.


રૂહી : કં'ઈ નહી જવા દે ને હવે અત્યારે મને સારૂ જ છે હોસ્ટેલ જઈને પહેરી લઈશ.

અક્ષત : 'ના...તને વાધો ના હોય તો હુ તને પહેરાવવામાં હેલ્પ કરૂં ?'


રૂહીને અક્ષતે પહેરાવવાની વાત કરતા જાણે એ ખુશ થઈ ગઈ અને માની ગઈ. અક્ષત કંઈ મંત્ર બોલીને રૂહીને માળા પહેરાવે છે એટલે માળા તે સરળતાથી પહેરી દે છે એ દરમિયાન તે તેના ગળા પાસે શ્યામના કહેવા મુજબના ત્રણ નખના નિશાન જુએ છે. શ્યામ ના કહેવા મુજબ એ અત્યારે નોર્મલ માણસને વાગેલુ હોય એવા લાગી રહ્યા છે. એટલે કે અત્યારે તેનામાં અત્યારે આત્મા નથી. શ્યામે તેને કહ્યા મુજબ બધી જ વસ્તુઓ અત્યારે તેને જોવા મળી રહ્યુ છે મતલબ તે ખરેખર બધુ જાણે છે અને તેના કહેવા મુજબ કરવાથી ચોક્કસ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે.


પણ એ જેવો હાથ લેવા જાય છે એ દરમિયાન તેના હાથમાં રહેલી લકી તેના એ નખના નિશાનને અડી જાય છે અને રૂહી એકદમ ચીસ પાડે છે. અને તે એકદમ જાણે ચેર પરથી ઉભી થઈ જાય છે. અને એકદમ તેને ચક્કર આવવા લાગે છે અને તે જમીન પર ફસડાઇ પડે છે. અક્ષત ને આ બધી વસ્તુ અને ઘટનાનો અંદાજો આવી જાય છે. આવુ થતા આજુબાજુ થોડા સ્ટુડન્ટ બેઠા હતા તે આવી જાય છે.


અક્ષત : 'કંઈ નહી ઘણી વાર એનુ પ્રેશર લો થઈ જાય છે એટલે કદાચ આવુ થયુ લાગે છે‌.‌‌ એને થોડુ શરબત ને પીવડાવી દઉ છું એટલે સારૂ થઈ જશે. એમ કહીને તે બધાને મોકલી દે છે.'


રૂહીની આંખો અત્યારે બંધ છે. તેનુ માથુ અક્ષતના ખોળામાં છે. તેના પર અક્ષત તેની પાસે રહેલી બોટલમાંથી થોડુ સાદુ પાણી લઈને છાટે છે. તો એ થોડી વારમાં આંખો ખોલે છે...પણ.. રૂહીની આખો એકદમ સફેદ થઈ ગયેલી હોય છે. તે અટહાસ્ય કરવા લાગે છે. તેનો ચહેરો શ્યામ પડી જાય છે અને જાણે તેનામાં એકદમ શક્તિ આવી ગઈ હોય એમ તેમ એ અક્ષતનુ કાંડું પકડી લે છે અને કહે છે 'તુ મને મારી જગ્યાએથી મોકલવા માટે બધુ કરે છે પણ હુ એવું નહી થવા દઉં.'


અક્ષત વિચારે છે કે મે તો તેને માળા પહેરાવી છતા કેમ આવુ થયુ ? એ સાથે જ તેની નજર નીચે પડે છે કે એ માળા તો નીચે જમીન પર પડી છે. અક્ષતને દુખે છે છતાં તે ધીમેથી બીજા હાથે તેનુ બેગ ખોલીને તેમાંથી એક બોટલ કાઢીને તેમાં રહેલુ પ્રવાહી લઈને કંઈક મંત્ર બોલતા બોલતા ધીમેથી રૂહીના માથા પર છાંટે છે. અને એ સાથે રૂહી એકદમ અક્ષતનો હાથ છોડી દે છે. અને આંખો બંધ કરી દે છે‌. પછી તે રૂહીને ફરી માળા પહેરાવી દે છે. અને પછી તેને ત્યાં એક બેન્ચ પર સુવાડે છે અને થોડો સાઈડમાં જઈને કોઈને ફોન કરે છે.


અક્ષત કોને ફોન કરે છે ? રૂહી હવે નોર્મલ થઈ ગઈ હશે કે નહી? રૂહી હવે પેલા દાદાને પાચ વાગે મળી શકશે કે નહી ? રૂહી હવે આમાંથી કેવી રીતે મુક્ત થશે ? અક્ષત રૂહીને સાથ આપશે કે પછી તેના સ્ટડી માટે થઈ ને એનો સાથ છોડશે ?

જાણવા માટે વાચો, એક નવા રહસ્ય... રોમાંચ....... કળયુગના ઓછાયા -૧૭

ક્રમશ:Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Horror