Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Dr.Riddhi Mehta

Horror Thriller


3  

Dr.Riddhi Mehta

Horror Thriller


કળયુગના ઓછાયા -૧૪

કળયુગના ઓછાયા -૧૪

6 mins 695 6 mins 695

રૂહી શાંતિથી ઉઘી રહી છે. એક વાર તેની ઉઘ ઉડી જાય છે. પણ હજુ સાડા બાર થયા છે. અને એકદમ શાંત વાતાવરણ છે. પાછી તે સુઈ જાય છે. પણ જેવો દોઢ વાગ્યાનો સમય થાય છે. એ સાથે જ એકદમ રૂહીને ગભરાહટ થવા લાગે છે. તેનો શ્વાસ જાણે અટકી જાય છે. કોઈ તેના ગળાને હાથથી દબાવવાની કોશિશ કરી રહ્યુ છે.


આગલી વખતે તો રૂહી આખો ખોલવામાં પણ બહુ ગભરાતી હતી. જ્યારે આજે રૂહી જરા પણ ગભરાયા વિના આંખ ખોલી દે છે.‌ અને સામે એ જ પેલી બિહામણી લાગતી છોકરી પંખા પર ઉંધી લટકી રહી છે. તે એકદમ મરકમરક હસી રહી છે. બસ પહેલાની જેમ જ લાલ નાઈટીને બધુ જ.

રૂહી એ સાથે જ પુછે છે, 'તને શું જોઈએ છે ? તુ કોણ છે ?'

એ સાથે જ તેનો હસવાનો અવાજ વધી જાય છે. પણ તે કંઈ બોલતી નથી, અને રૂહીને વધારે ગુંગળામણ થવા લાગે છે. તેને થાય છે કે તે શ્લોક બોલવાના શરૂ કરે. પણ એ કરવાથી એ આત્મા કંઈ પણ કહ્યા વિના પાછી જતી રહે એવુ તે ઈચ્છતી નથી. એટલે એ મહાપરાણે બોલવાની કોશિષ કરે છે.


રૂહી : 'પ્લીઝ મને કંઈ કહે. હુ તારી મદદ કરવા માગુ છું. તારી આત્માને મુક્તિ અપાવવા ઈચ્છુ છું.

એ સાથે જ એ છોકરી જોરથી હસવા લાગે છે. અને રૂહીને ગળાના ભાગથી પકડીને એક હાથે ઉચી કરી દે છે. અને ગુસ્સામાં કહે 'એક જીવિત વ્યક્તિને લોકો મદદ કરતા નથી તો શું એક આત્માને કોણ મદદ કરવાનુ ? આ ખોટા નાટકો છે મને અહીંથી ભગાવવા માટે. પણ હુ કંઈ અહીંથી જવાની નથી. આ મારૂ અંતિમ સ્થાન છે‌.'

રૂહીને તેના નખ ગળા પાસે વાગી રહ્યા છે છતાં તે હિંમત હાર્યા વિના કહે છે, 'હુ સાચુ કહુ છું. હુ ક્યારેય ખોટુ બોલતી નથી.'


એ સાથે જ એ આત્મા તેને એ છોડી દે છે એમજ. એટલે રૂહી બેડ પર જાટકા સાથે પડતા તેને પીઠના ભાગમાં દુખાવો થવા લાગે છે. તેને ગળા પાછળ જ્યાં નખ વાગેલા છે ત્યાંથી લોહી થોડી નીકળી રહ્યું છે. ઉપર રહેલી એ આત્માની આંખોની કીકી સફેદ થઈ જાય છે અને આખી આંખો સફેદ દેખાઈ રહી છે. અને કહે છે, 'હુ છું લાવણ્યા. અહીં મારા સિવાય કોઈ સુખચેનથી નહી રહી શકે !'


એ કદાચ કંઈક કહેત પણ રૂહીને હવે અસહ્ય દુખાવો થવા લાગતા તે આંખો બંધ કરીને ભગવાનના મંત્રો બોલવાનુ શરૂ કરી દે છે. અને થોડીવારમાં જ બધુ યથાવત થઈ જાય છે. અને તે આંખો ખોલતા જ ફરી પહેલા જેવી નીરવ શાંતિ છવાઈ જાય છે. તે ઘડિયાળમાં જુવે છે તો લગભગ અઢી વાગવા આવ્યા હતા. તે બેડમાથી ઉભી થાય છે તો સામે તેનુ ધ્યાન જાય છે. કે આસ્થા બેડ પર બેસેલી હોય છે. રૂહીનુ ધ્યાન જતા જ તે ઉભી થઈને રૂહીના બેડ પાસે આવે છે.

આસ્થા : 'તુ ઠીક તો છે ને ? તુ ત્યાં ઉપર કોની સાથે વાતો કરતી હતી ?'

રૂહી : 'તુ જાગતી હતી ?'

આસ્થા : 'હા દોઢેક વાગે મારી આંખો ખુલી ગઈ મારે વોશરૂમ જવુ હતું. હુ તને ઉઠાડવાનુ વિચારતી હતી. ત્યાં મે જોયું કે તુ ઉપર જોઈને બોલતી હતી. હુ થોડી ગભરાઈ ગઈ અને એમનેમ ત્યાં પાછી સુઈ ગઈ પણ મે પછી જોયુ કે તુ હવામાં લટકી રહી હતી. એ શું હતું ? પણ મને તારા સિવાય બીજું કોઈ ત્યાં દેખાયુ નહી.


રૂહી : 'નોર્મલ થઈ ને બધી વાત કરે છે. આસ્થા બહુ ગભરાય છે. પણ પછી તેને પીઠ પર દુખાવા માટે જેલ લગાવી આપે છે અને પીઠ પર જુએ છે તો ફક્ત ત્રણ નખના નિશાન હોય છે. તેમાંથી નીકળતુ લોહી જાતે જ બંધ થઈ ગયું છે. કલાક જેવા બંને જાગે છે પણ રૂહીને જરા પણ દુખાવો ઓછો થતો નથી. એટલે પછી એ અત્યારે એક પેઈનકિલર લઈને સુવાનો પ્રયત્ન કરે છે. ઘણી વાર પછી તેને ઉઘ આવે છે એટલે આસ્થા પણ સુઈ જાય છે. રાતના ઉજાગરાના કારણે બંને આઠ વાગ્યા સુધી સુતેલા હોય છે એટલે સ્વરા તેમના રૂમમાં આવે છે. બંનેને જગાડે છે કે કોલેજ જવાનું મોડું થશે ઉઠો. આસ્થા ઉભી થાય છે પણ રૂહી જેવી તેના બેડ પરથી ઉભી જવા જાય છે તેને બહુ જ પીઠ પર દુખાવો થાય છે. તેનાથી ઉભા પણ થવાતુ નથી. રાત કરતાં પણ દુખાવો વધી ગયો છે.


આસ્થા સ્વરાને રાતની બધી જ વાત કરે છે. બંને પકડીને તેને ઉભી કરે છે. થોડી વાર પછી રૂહી અક્ષતને ફોન કરે છે. તે ફોન કરે છે તો બહુ વ્હિકલનો અવાજ આવી રહ્યો છે.


રૂહી : 'અક્ષત તુ બહાર ગયેલો છે ? કોઈ સાધનમાં છે ? આજે મારાથી કોલેજ નહી અવાય.'

અક્ષત : 'હા હુ મોડાસા જાવ છું. બસમાં છું. બસ હમણાં અડધો કલાકમાં પહોંચી જઈશ.'

રૂહી: 'કેમ અચાનક ? કંઈ કામ આવી ગયું કે કોઈ રિલેટીવના ઘરે ?'

અક્ષત : 'ના બકા, હુ મારા કોઈ કામે નથી આવ્યો. મે તને વાત કરી હતી ને કે મારો એક ફ્રેન્ડ બધુ જાણે છે. એનો મે કાલે રાત્રે જ એક ફ્રેન્ડ દ્વારા નંબર મેળવ્યો. રાત્રે જ તેની વાત થઈ એને કહ્યું કે એની પાસે કંઈ વસ્તુઓ છે એ તને આપશે અને એનાથી કંઈક સોલ્યુશન થશે. પણ એ એકવાર રૂબરૂ મળીને બધુ જાણવા માગે છે એટલે હુ ત્યાં જાઉ છું.'

રુહી : 'જો તુ એને અત્યારે મળવા જતો હોય તો મારે તને બીજી પણ આજે રાત્રે બનેલી વાત કહેવાની છે.'

અક્ષત : 'શું થયું ? તુ બરાબર તો છે ને ?'


રૂહી બધી જ વાત કરે છે, અને કહે છે કે, તેને અત્યારે બહુ જ દુખાવો થઈ રહ્યો છે પેઈનકિલર લેવા છતાં કોઈ ફરક નથી પડી રહ્યો. આજે તો કોલેજ પણ જવાય એવી સ્થિતિ નથી.

અક્ષત : 'તુ આરામ કર કોલેજ ના જઈશ. કોઈ ડિફીકલ્ટી હશે તો હુ શીખવાડી દઈશ પછી તને. હમણાં જ ત્યાં પહોચુ પછી જોઉ શું થાય છે આગળ. તે આપણને કંઈ મદદ કરી શકશે કે નહી.

રૂહી : 'થેન્કયુ બકા, તુ મારા માટે આટલું બધું કરે છે. તારી કોલેજમાં પણ રજા પાડી તે મારા માટે. હુ તારો કેવી રીતે આભાર માનુ એ મને સમજાતું નથી.'

અક્ષત : 'બહુ સારું ચુલબુલી. ચલ હવે હુ પહોચીશ દસેક મિનિટમાં પછી વાત કરૂ.

રૂહી :બાય બેસ્ટ લક, ટેક કેર.

                  *.    *.     *.     *.    *.

અક્ષત મોડાસા ઉતરે છે. તેને ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર એક ગામ હોય છે ત્યાં જવાનું હોય છે એ ત્યાં એક જીપમાં બેસે છે. જીપમાં મોટે ભાગે બધા ત્યાંના લોકલ લોકો લાગે છે. તેમાં અક્ષત બધાથી એક અલગ શહેરી જુવાન, જુદી જ પર્સનાલિટી ધરાવતો તેમાં અલગ તરી આવે છે. બધા થોડી થોડી વારે તેની સામે જોવે છે.

એક કાકા પુછી જ લે છે કે, 'બેટા અહીં પહેલી વાર આવ્યા લાગો છો. નવા છો અહીં ?'

અક્ષત : 'હા...'

કાકા : 'કોના ત્યાં જવાનું છે ?'

અક્ષત થોડો અચકાય છે અને તેને થાય છે કે કહુ કે નહી. તેને લાગ્યું કે કાકા મને એમ નહી છોડે એટલે કહે છે કે 'શ્યામ મેવાડા ના ત્યાં જવુ છે.'

આ નામ સાંભળીને એક બેન બોલ્યા, 'સાંજ પહેલા વારો નહી આવે ભાઈ. કેટલાય બહારના રાજ્યોમાંથી પણ લોકો આવે છે અહીં. સવારના પાચ વાગ્યાથી લોકો લાઈનમાં બેસી જાય છે. એક રૂપિયોય લેતા નથી.પ ણ ભુત હોય કે મોટા જન એ માણસથી ગયા વિના રહેતા નથી. પણ દુઃખ દુર થતા લોકો તેને અઢળક રૂપિયા અને વસ્તુઓ આપી જાય છે. ઉમર બહુ નાની છે પણ કામ મહાન કરે છે.'


અક્ષતને આ બધુ સાભળ્યા પછી એક આશા જાગે છે. અને તેને વિશ્વાસ થાય છે કે આજે તેનો ફેરો ફોગટ નહીં જાય. અને તે ફટાફટ ત્યાં પહોચવા ઉતાવળો થઈ જાય છે.


શું અક્ષતનો ફેરો સફળ થશે ? રૂહીનુ દર્દ દુર થશે ? કેવી રીતે ? લાવણ્યા આખરે કોણ છે ? એની આત્મા શા માટે ભટકી રહી છે ? જાણવા માટે વાચો, કળયુગના ઓછાયા - ૧૫

ક્રમશ:Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Horror