Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Dr.Riddhi Mehta

Horror Drama Thriller


3  

Dr.Riddhi Mehta

Horror Drama Thriller


કળયુગના ઓછાયા - ૧૩

કળયુગના ઓછાયા - ૧૩

4 mins 560 4 mins 560

રૂહીને તેના ભાઈનો ફોન મુકીને તેને કંઈક વિચાર આવે છે...તે અક્ષતને ફોન કરીને તેને બધુ કહેવાનું વિચારે છે...પછી તેને એમ થાય છે એને કેવું લાગશે....હું આંખો દિવસ તેને હેરાન કરૂ તો આવી વાતો માટે ફોન કરીને ??

ફરી પાછું તે વિચારે છે કે કંઈની એક વાર વાત કરી લઉ ...એ સારો છે અને મારો ફ્રેન્ડ પણ છે સારો...અને અક્ષત ને ફોન કરે છે‌....


અક્ષત અત્યારે રૂહી સાથે થઈ રહેલા બધા વિશે જ વિચારી રહ્યો છે..તે એમ વિચારતો હતો કે તેનો એક ફ્રેન્ડ છે જે આ પ્રકારે બધુ જ જાણે છે...અને તેની પાસે એના સોલ્યુશન કરવાના આત્માને મુક્ત કરવાના ઉપાય પણ હશે...પણ થોડા સમયથી એની સાથે કોન્ટેક્ટ નહોતો...તેના કોઈ બીજા ફ્રેન્ડ દ્વારા કોન્ટેક્ટ કરીને તેનો નંબર લઉ તો થાય...પણ પછી તે વિચારે છે કે રૂહી તો આમ પણ હોસ્ટેલ છોડે છે તો આ બધુ કરવાનો કોઈ મતલબ નથી...

એટલામાં જ રૂહીનો ફોન આવતા તે ઉપાડી લે છે, રૂહી અક્ષત ને બધી વાત કરે છે...અને કહે છે...સોરી બકા હું તને આંખો દિવસ ફોન કરીને બધુ કહીને તને સ્ટડીમાં ડિસ્ટર્બ તો નથી કરતી ને ?


અક્ષત : ના હવે... ચુલબુલી....

આ સાંભળીને તેના ચહેરા પર એક સ્માઈલ આવી જાય છે...અને કહે છે...બહું સારું હવે...

અક્ષત : તો હવે તું શું કરવા ઈચ્છે છે ? તારૂ શું ડિસીઝન છે હવે ફાઈનલ ?

રૂહી: હું તને મારો નિર્ણય કહું પછી તું કહેજે કે યોગ્ય છે કે નહી...નહી તો પછી તું કહે તેમ કરીશ....

અક્ષત : હા પહેલા કહે તો ખરા...

રૂહી : મે નક્કી કર્યું કે હું આ જ હોસ્ટેલમાં આ જ રૂમ નંબર પચ્ચીસ મા રહીને ભણીશ....અને એ જે પણ છે એનુ સત્ય જાણીને તેને આ રૂમમાંથી દુર કરવા તેને મુક્તિ અપાવીને રહીશ....ભુતપ્રેતમા તો હું માનતી નથી હજુ , છતાં પણ એ જે પણ હોય હવે એને અહીંથી જવુ જ પડશે.....

અક્ષત : હમમમ...હવે મારી ફ્રેન્ડ એકદમ બરાબર....

રૂહી : હા યાર... આસ્થા વિશે પણ સાથે મે વિચાર્યુ... મુસીબતોથી ભાગે એ કાયર કહેવાય...હું કાયર નથી...પણ એક વાત કહુંં અક્ષત...હવે આગળ કરીશું શું ?? મને તો કંઈ ખબર નથી પડતી.....

અક્ષત : હું તને મદદ કરીશ...

રૂહી : તને આવુ બધુ આવડે છે કંઈ ?

અક્ષત : ના હવે...

અક્ષત તેના આ બધામાં જાણકાર તેના ફ્રેન્ડ વિશે કહે છે.‌...અને તેને તે બહું જલ્દી વાત કરશે‌‌.‌...

રૂહી : પણ એ તો અમારા રૂમમાં થોડો આવી શકશે ?? તો કેવી રીતે મદદ કરશે ?

અક્ષત : એ તો એ લોકો પાસે દૂર રહીને પણ બધુ જાણવાની શક્તિઓ હોય....પણ તું એક કામ કર...તારા મેડમ સિવાય કોઈ પણ જુનુ ઉમરવાળુ વ્યક્તિ લાગતું હોય કે હોસ્ટેલમાં પહેલેથી કામ કરતું હોય તો એની તપાસ કર.‌..

રૂહી : કેમ ?

અક્ષત : કદાચ એમની પાસે કોઈ માહિતી હોય....


રૂહી: હમમમ...સારૂ....હું પછી વાત કરૂ....

ફોન મુકીને રૂહી અંદર તેના રૂમમાં જાય છે...તો સ્વરા અને આસ્થા પેલા દિવસની જેમ આંખો બંધ કરીને મંત્રો બોલી રહ્યા છે......

રૂહી અંદર જઈને બંનેને બોલાવે છે એટલે બંને મંત્ર બોલવાનુ બંધ કરે છે એટલે સ્વરા કહે છે , રૂહી તારી વાત તો બહું ચાલી ...આટલી બધી આન્ટી સાથે વાત કરી ?

રૂહી : હા એ તો વાત કરી પણ મારા એક ફ્રેન્ડ સાથે વાત કરતી હતી....

સ્વરા : ફ્રેન્ડ જ કે બીજું કંઈ ?

રૂહી : એના ચહેરા પર સહેજ મલકાટ આવી જાય છે પણ તે છુપાવીને કહે છે, ના હવે ખાલી ફ્રેન્ડ છે...

આસ્થા અને સ્વરા બંને હવે હસવા લાગે છે.......

રૂહી : સારૂ તમને બંનેને હવે હસવુ તો આવ્યું.....સાચુ કહું તો મને તમારી સાથે મજા આવે છે રહેવાની...

આસ્થા : ખોટું બોલે છે...નહી તો તું હોસ્ટેલ છોડીને થોડી જાય....હવે તું ક્યા અમારી સાથે રહેવાની છે ?

રૂહી : હમમમ...એક ગુડ ન્યૂઝ કહું ?

સ્વરા : શું જલ્દી બોલ યાર...

રૂહી : હું હોસ્ટેલ નથી ચેન્જ કરવાની...અહીયા જ રહેવાની છું... તમારી સાથે..‌.‌

સ્વરા : પણ અચાનક કેમ ?

રૂહી તેને બધી વાત નથી કરતી અત્યારે પણ કહે છે, આપણે હવે મેડમની મદદ વિના આ રૂમનુ સત્ય જાણીને રહીશું...અને રૂમમાં જે પણ છે એને જવુ જ પડશે.‌‌.....હું તમને એમ એકલા નહી છોડુ...

આસ્થા : થેન્કયુ..રૂહી કહીને રૂહી અને સ્વરાને ભેટી પડે છે.....

ત્રણેય સાથે કહે છે તો હવે મિશન આત્મા મુક્તિ હવે શરૂ.........

            

ત્રણેય મોડા સુધી વાતો કરે છે...અને કાલે સવારે ઈવાદીદી ને પુછીને સૌથી જુના અને જાણકાર વ્યક્તિ ને શોધીને તેમને પુછવાનુ નક્કી કરે છે...

પછી છેલ્લે સ્વરા તેના રૂમમાં સુવા જાય છે.... આસ્થા પણ તેના બેડ પર સુવા જાય છે...પણ રૂહી કહે છે આસ્થા રાત્રે તને કંઈ પણ એવું લાગે કે વોશરૂમ પણ જવુ હોય તો પહેલાં મને જગાડજે...પછી જજે...‌..

આસ્થા : સારૂ રૂહી...પણ તું પણ મને જગાડજે....હવે આપણે જ પોતાની જાતને અને એકબીજાને મદદ કરીને આ વાતનુ નિરાકરણ લાવવુ પડશે.

રૂહી : હમમમ... ગુડ નાઈટ....ટેક કેર.


રૂહીનુ મન આજે કંઈક અલગ જ દિશામાં ચાલી રહ્યું છે....તે આજે સામે ચાલીને આત્માને બોલાવવા ઈચ્છી રહી છે એવુ લાગી રહ્યું છે...એટલે એ બીજા ખાલી બેડ પર સુવા જવાને બદલે પોતાના જ બેડ પર સુવે છે‌.....

તે બેડ પર સુવે છે પણ આજે તેને ઊંઘ નથી આવી રહી...સતત મગજમાં એક પછી એક વિચારો ચાલી રહ્યા છે......તે પહેલાં દિવસથી આજ સુધીની બધી કડીઓ મેળવી રહી છે.....

તેને એક ઝબકારો થાય છે કે એક હાથ એ બાથરૂમમાં જ દેખાય છે કાચમાં...બાકી અહીં તિજોરીના અરીસામા કંઈ જ એવુ દેખાતું નથી.....અને મને જે છોકરી દેખાઈ હતી તે ઊંધી લટકતી હતી તેના હાથ પર કપડુ ઢાકેલુ હતું... કદાચ તેનો એક હાથ કપાયેલો હતો...તો એ જ હાથ હશે જે અંદર બાથરૂમમાં અરીસામાં દેખાય છે.


એને થોડુ થોડુ કંઈ સમજાય છે....અને પછી વિચારતા વિચારતા ઊંઘ આવી જાય છે.....

શું રૂહી જે આત્માને મળવા માટે આજે આતુર છે તે આજે રૂહીને મળશે? રૂહીને આત્મા પાસેથી કંઈ જાણવા મળશે ? કદાચ તે રોષે ભરાય તો રૂહી તેનો સામનો કરી શકશે ??


( ક્રમશઃ)Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Horror