Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.
Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.

Dr.Riddhi Mehta

Horror Thriller

3  

Dr.Riddhi Mehta

Horror Thriller

કળયુગના ઓછાયા - ૧૧

કળયુગના ઓછાયા - ૧૧

5 mins
727


અક્ષત આટલા બધા ફોન કરવા છતાં રૂહી ફોન ન ઉપાડતા બહુ ચિતામાં આવી જાય છે. તેની પાસે રૂહી સિવાય બીજો કોઈ નંબર પણ નહોતો. તેને તેની હોસ્ટેલ પણ જોઈ નથી અને હોય તો પણ આટલા વાગે તે કોઈ ગર્લ્સ હોસ્ટેલ પર પણ કેમ જઈ શકે ? હવે રૂહીના ફોનની રાહ જોવા સિવાય હાલ તો કોઈ ઉપાય નથી દેખાતો. તેને વાચવા બેસવુ છે પણ રૂહીની ચિતામાં એને પણ મુડ નથી આવતો.


આ બાજુ રૂહી અને સ્વરા જમીને ઉપર આવતા હોય છે ત્યાં જ એક બે છોકરીઓ આવીને કહે છે 'મેડમે અત્યારે જ હોલમાં મિટિંગ રાખેલી છે..બધાએ જવાનું છે.'રૂહી અને સ્વરા બંને ડાયરેક્ટ ત્યાંથી હોલમાં જાય છે. લગભગ બધા આવી ગયા છે. અને મીટીંગ શરૂ થયા પછી એકદમ રૂહીને યાદ આવે છે કે તેનો મોબાઈલ તે ચાર્જિગમા એમ જ લગાવીને ત્યાં ભુલી ગઈ છે. તે વિચારે છે કે હમણાં પતી જશે તો વાધો નહી. જઈને લઈ લઈશ. પણ મિટિંગ પુરી થતા કલાક ઉપર થઈ જાય છે. અંતે મિટીગ પુરી થતાં જ રૂમમાં ભાગે છે. અને પહેલાં મોબાઈલ લે છે. અને મોબાઈલ જોતા જ તે જુએ છે કે તેમાં અક્ષતના પચીસ મિસકોલ હતા.


તે વિચારે છે કે આટલા બધા ફોન ? શું થયું હશે ??તે ચિતામાં ફટાફટ ફોન કરે છે. અક્ષત રૂહીનો ફોન આવતા જ પહેલી રીંગમાંજ ઉપાડીને સામે કંઈ પણ સાભળ્યા સિવાય બોલવા લાગે છે, રૂહી તુ બરાબર તો છે ને ? તને કંઈ થયું તો નથી ને ?

રૂહી : 'કેમ આવુ પુછે છે અક્ષત ? હુ તો બરાબર છું. તે કેમ આટલા બધા ફોન કર્યા તુ તો બરાબર છે ને ?'

અક્ષત : 'તો ફોન કેમ ઉપાડતી નહોતી ? મને કેટલી ચિંતા થતી હતી કે તને કંઈ થયું નહી હોય ને !'

રૂહીને કદાચ અક્ષતની તેના પ્રત્યેની આટલી ચિતાથી ખુશી થઈ. અને બોલી, 'હા બકા હુ એકદમ બરાબર છું. અને તે બધી વાત કરે છે.'

અક્ષત : 'હાશ, તો બરાબર. મને થયું મે ખોટી તને ત્યાં રહેવાનુ કહીને તારો જીવ જોખમમાં નથી મુકી દીધોને. સારૂ કંઈ વાધો નહી પણ કંઈ પણ કામ હોય તો ગમે ત્યારે મને ફોન કરજે. અને દેવમનો પણ નંબર આપુ છું. હુ ના ઉપાડુ તો એના પર કરજે ફોન.


પણ અક્ષત ને પછી લાગ્યું કે મને કેમ આટલી રૂહીની ચિંતા થઈ રહી છે. અને મે એને આમ કહ્યું તેને કેવું લાગશે ?

એટલે તે પછી સારૂ. બાય..કહીને બહુ વાત કર્યા વિના ફોન મુકી દે છે.

                   *      *      *      *     *

ફોન મુકતા જ રૂહીના ચહેરા પર એક સ્માઈલ આવી જાય છે અને વિચારે છે મારા પરિવાર સિવાય પણ કોઈ મારી ચિંતા કરનારૂ છે ખરા, આ દુનિયામાં ! અને એટલામાં જ તેની નવી રૂમમેટ આસ્થા ત્યાં રૂમમાં આવે છે. રૂહી અને આસ્થા એકબીજાનો પરિચય આપે છે. રૂહીને ખબર પડે છે કે આ જ તેની ફાર્મસીવાળી રૂમમેટ છે. આસ્થા પણ રૂહીની જેમ ઓછું બોલવાવાળી છે. પણ બંનેની વાતચીત દરમિયાન રૂહીને ખબર પડી કે તેણે અહીં આણંદની ગવર્મેન્ટ ફાર્મસી કોલેજમાં એડમિશન લીધું છે. પણ તેના પર્સન્ટેજ તો રૂહી જેટલા જ છે.


રૂહી : 'તો તે ફાર્મસીમા કેમ એડમિશન લીધું ? તને તો એમ.બી.બી.એસ.માંમા પણ મળી જાતને ?'

આસ્થા : 'થોડી વાર કંઈ બોલી નહી તેને થયું કે રૂહી અમીર ઘરની લાગે છે. એને મારી વાત કરીશ તો કેવું લાગશે. તે થોડી રડમસ બની ગઈ.'

રૂહી : 'શું થયું ? તારે ના કહેવું હોય તો વાધો નહી મે તો અમસ્તા જ પુછ્યું.'

આસ્થાને રૂહી થોડી માયાળુ લાગી એટલે તેણે કહ્યું, 'એવું કંઈ નથી રૂહી, મને એમ થયું તને કેવું લાગશે. એટલે હુ ચુપ રહી.'

રૂહી: 'કંઈ નહી એમાં શું જે હોય તે સાચુ કહેવાનુ બીજું શું !'

આસ્થા : મારા ઘરે આર્થિક સ્થિતિ બહુ સારી નથી અત્યારે. હુ દસમામા સારા ટકાએ પાસ થઈ એટલે મે સાયન્સ રાખ્યું અને મારે બારમું ચાલુ થયું એ દરમિયાન મારા પપ્પાને ડાયમંડના બિઝનેસમાં બહુ મોટો લોસ થયો. આ દરમિયાન અત્યારે મને ફાર્મસીમા ગવર્મેન્ટ ફાર્મસીમા મળ્યું. ડેન્ટલ મારી કરવાની બહુ ઈચ્છા નથી. અને ગવર્મેન્ટ એમ.બી.બી.એસ. માટે મારા થોડા પર્સન્ટેજ ઓછા પડ્યા. સેલ્ફફાયનાન્સમાં મારા પપ્પા અફોર્ડ કરી શકે એમ નથી. માટે હવે બીજો કોઈ ઓપ્શન નથી.'


આસ્થા ની વાત સાભળીને રૂહીને બહુ દુઃખ થયું. તે બીજી તો અત્યારે કંઈ મદદ કરી શકે તેમ નહોતી.

રૂહી : 'કંઈ નહી હવે આમાં બેસ્ટ કરજે. તને કંઈ પણ હેલ્પ જોઈએ તો કહેજે.'

આસ્થા : 'થેન્કયુ... પણ અહીંયા તો બધુ ફ્રી છે એટલે વાધો નહી આવે.'


પછી થોડી વાતો કરીને રૂહી અને આસ્થા બંને સુઈ જાય છે. ફરી દોઢ વાગતા જ એકદમ લાઈટ ચાલુ બંધ થવા લાગે છે. અને કંઈક અવાજો રૂહીને સંભળાય છે. સ્વરા જેવું આજે બધું તેને દેખાય છે. તે એકદમ ગભરાઈ જાય છે. આખો બંધ કરી દે છે ફરી બસ ગુગળામણ થઈ રહી છે. આજે તે છોકરી કદાચ આજે વધુ અવાજ સાથે હસી રહી છે. રૂહી ભગવાનનુ નામ લેવાનું શરૂ કરે છે અને ધીમે ધીમે એ આત્માની પકડ ઢીલી થતી જાય છે. અને થોડી વારમાં બધુ યથાવત થઈ જાય છે. રૂહી બસ આ અનુભવ પછી હોસ્ટેલ છોડવાનો નિર્ણય કરી દે છે. સવારે ઉઠતા જ અક્ષત ને ફોન કરે છે.

રૂહી : 'તુ મારી સાથે હોસ્ટેલ જોવા આવીશ ?'

અક્ષત : 'કેમ તુ કોલેજ નથી આવવાની ?'

રૂહી : 'આવીશ, પણ તુ અત્યારે જો આવી શકે થોડો વહેલા તો આપણે અહીં એક બે હોસ્ટેલ જોઈ લઈએ. પછી બાકીની નહી ગમે તો સાજે હુ એકલી જોઈ આવીશ.'

અક્ષત : 'સારૂ હુ રેડી થઈને આવુ છું. બંને આઠ વાગ્યે હોસ્ટેલ જોવા જવાનું નક્કી કરે છે.

                *       *       *       *       *

આઠ વાગ્યે બરાબર રૂહી અને અક્ષત એક હોસ્ટેલની બહાર મળે છે. રૂહી આજે રેડ ટોપ અને નીચે બ્લુ એન્કલ જીન્સ અને સિલ્વર ઈયરિગ્સમાં સુંદર લાગી રહી છે. અક્ષત તેને થોડી વાર જોતો જ રહી જાય છે. પછી એકદમ વર્તમાનમાં આવી જાય છે. અને બંને હોસ્ટેલ જોવા જાય છે.


રૂહીને થોડી ઓછી ગમી એટલે બીજી હોસ્ટેલ જોવા જાય છે. બે હોસ્ટેલ જોયા પછી ત્રીજી હોસ્ટેલ રૂહી અને અક્ષત બંનેને ગમે છે પણ તેની ફીસ બહુ વધારે છે. છતાં રૂહીને ગમી જાય છે એટલે હા પાડી દે છે. અક્ષત હા તો પાડે છે પણ તેને રૂહીની આટલી ફીસ ભરવી તેને યોગ્ય નથી લાગતી છતાં રૂહીની ઈચ્છા હોવાથી હા પાડી દે છે. કારણ કે પૈસા કેમ કરીને ભેગા થાય એનો અનુભવ અક્ષતને સારી રીતે થઈ ગયો છે. રૂહી તેના ઘરે પણ વાત કરી લે છે.


પછી બંને કોલેજ સાથે જાય છે. આખો દિવસ કોલેજમાં પસાર થઈ જાય છે. રૂહીનુ મન હજુ આટલુ નક્કી થઈ ગયા પછી પણ કંઈ ગડમથલ અનુભવી રહ્યું છે. છતાં તે આવતી કાલે હોસ્ટેલ બદલવા માટે માટે તૈયાર થઈ જાય છે.


શું રૂહી આમ હોસ્ટેલ છોડી દેશે તો શું થશે ? આ આત્માની વાર્તા અહી જ પુરી થઈ જશે ? આસ્થા કે આવનાર નવા રૂમમેટ્સનુ શું થશે ? દરેક જણ તો રૂહીની જેમ બીજે રહેવા જઈ શકે એવા અફોર્ડેબલ ના હોય તો શું થશે ? શું એ આત્માને મુક્તિ મળશે કે આમ જ ચાલુ રહેશે કહાની ?

જાણવા માટે વાચતા રહો, કળયુગના ઓછાયા - ૧૨

ક્રમશ:


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Horror