કળયુગના ઓછાયા -૧૦
કળયુગના ઓછાયા -૧૦
અક્ષત: સાચે આવુ કંઈ થાય છે રૂહી ?
રૂહી : તને તો આ મજાક લાગતી હશે ને ? કે હું એક મેડિકલ સ્ટુડન્ટ થઈને આવી પાગલ જેવી વાત કરૂ છું એમ લાગતુંં હશે ને ?
મને એમ થાય છે કે એવું શું હશે ? સ્વરા તો કહે છે એ ભૂત છે...કોઈની આત્મા ત્યાં છે, એવું થોડું હોય યાર ?
અક્ષત : હું તારી વાત બરાબર સમજુ છું. તારી કોઈ મજાક નથી ઉડાવતો...પણ આ વાત બીજા કોઈને ન કહીશ અત્યારે.
રૂહી : પણ તું કોઈ હોસ્ટેલની ખબર હોય તો કહે ને ?
અક્ષત : (મજાકમાં )મારી હોસ્ટેલ છે ને ! મારી રૂમમાં જગ્યા છે આવી જા....
રૂહી : ગુસ્સે થઈને...અક્ષત હું તારા રૂમમાં આવું ? મે ગર્લ્સ હોસ્ટેલ માટે પુછ્યું.
અક્ષત : તે મને ક્યાં એવુ સ્પષ્ટ કહ્યું હતું.....રૂહીને વધારે ગુસ્સે થતી જોઈને તેને મજા આવી રહી હતી.
પછી તે બોલ્યો, હા હવે મને ખબર છે...હું તો મજાક કરતો હતો...તું વધારે ટેન્શનમાં આવી ગઈ હતી એટલે મે કહ્યું તને મુડમાં લાવવા...
રૂહી : હા તો હું પણ સાચે ગુસ્સે નહોતી થઈ... હું પણ મજાકમાં જ ગુસ્સો કરતી હતી...
અક્ષત : હમમમ.... હવે બોલ તું માને છે કે ભુતબુત કંઈ હોતું નથી તો તારે હોસ્ટેલ કેમ બદલવી છે ?
રૂહી : યાર આ બધામાં મને રૂમમાં જતા પણ બીક લાગે છે ત્યાં હું મારૂ ભણવાનું કેમ કરીશ ?
અક્ષત : તારી હોસ્ટેલ ની ફીસ કેટલી છે ?
રૂહી : અમારે તો જ્ઞાતિની હોસ્ટેલ હોવાથી બધુ જ ફ્રી છે...
અક્ષત : મારા મતે તો આ માટે તારે આનું સોલ્યુશન લાવવુ જોઈએ.
રૂહી : આનુ સોલ્યુશન કેવી રીતે આવે ? હું કોને પૂછું ? અને મને તો બહાર હોસ્ટેલમા પણ ફી ભરવામાં પપ્પા ના નહી કહે...એમને એટલો વાંધો નહી આવે.
અક્ષત : પણ બધા થોડા આ માટે સક્ષમ હોય ? બધા થોડી તારી જેમ બીજે પૈસા ખર્ચીને બીજી હોસ્ટેલમાં જઈ શકશે ?
રૂહી : તો શું કરૂ હું ? ત્યાં જ રહું એમ ગભરાઈને ?
અક્ષત : તું છોડી દઈશ તો બીજું કોઈ આવશે તારી જગ્યાએ એ પણ હેરાન તો થશે જ ને ? આ વસ્તું કોઈ જાત અનુભવ વિના સ્વીકારશે નહી.... અને રૂમ તો એ લોકો કોઈને અને કોઈને આપશે જ...ખાલી તો નહી જ રાખે....કોઈ નબળા દિલની કે જેના ઘરે પૈસા નહી હોય બહું તે કોઈ તેની વાતને નહી માને તો ભણવાનું છોડી દેશે અથવા કંઈ આડુંઅવળું પગલું ભરવાનો પ્રયત્ન કરશે.
અને કદાચ કોઈ નહી રહે તો એ રૂમ કાયમી માટે બંધ થઈ જશે...કોઈ જરૂરિયાત મંદ ત્રણ એડમિશન દર વર્ષે બંધ થઈ જશે.
રૂહી : તો હું શું કરૂ મને કંઈ સમજાતું નથી કે તું શું કહેવા માગે છે ?
અક્ષત : તું ત્યાં જ રહે અને એ આત્મા શું ઈચ્છે છે એ જાણ અને તેને મુક્તિ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ... બાકી તારી ઈચ્છા.
અને અક્ષત ત્રણ ચાર સારી હોસ્ટેલના નામ આપે છે...અને જોઈ આવવા કહે છે અને જરૂર હોય તો એ પણ સાથે આવવા તૈયાર છે એમ કહે છે.
અક્ષત : સારું ચાલ...તું વિચારજે...તને યોગ્ય લાગે એમ કરજે....બાકી નિર્ણય તારો છે હું તો તને વધારે કંઈ નહી કહી શકું.
રૂહી પણ એક ધર્મસંકટમાં મૂકાઈ ગઈ છે એ કહે છે...સારૂ બાય....હું વિચારીશ....અને હોસ્ટેલ જોવા જવાનું હશે તો તને ફોન કરીશ...તને ફાવે તો સાથે આવજે.
અક્ષત : બાય...ઓકે...આવીશ.
બંને ત્યાંથી ઉભા થાય છે અને અક્ષત તેને ઓટોમા મુકીને પોતાની હોસ્ટેલ પર આવે છે.....અને રૂહી તેની હોસ્ટેલ.
રૂહી હોસ્ટેલ આવતા જ આજે તેને બીક નહી પણ એક મોટી મૂંઝવણમાં છે...શું કરવુ કંઈ સમજાતું નથી...એક બાજુ અક્ષતની વાત સાચી લાગતી હતી તો બીજી બાજુ આ બધી વાતોમાં ગુચવાઈને પોતાનુ કરિયર બગાડવુ કે પછી જીવ ખોવાની પણ તૈયારી રાખવી પડે.
છતાં તે આમ તેમ વિચારતી તેના રૂમમાં પહોંચે છે. અને રૂમમાં સામાન પડેલો હતો બેગ અને થેલાઓ...રૂહી સમજી ગઈ કે તેની કોઈ રૂમમેટ આવી લાગે છે પણ રૂમમાં કોઈ હતું નહી...તેને આવીને કપડાં ચેન્જ કરી દીધા... પણ અત્યારે બધુ જ શાંત હતું...થોડી વાર પછી ફ્રેશ થઈને રૂહી બાજુમાં સ્વરાના રૂમમાં ગઈ...તો સ્વરા કોઈ બે છોકરીઓ સાથે વાત કરી રહી છે...એટલે રૂહીને સમજતા વાર ન લાગી કે આ તેની બે નવી રૂમમેટ્સ છે.
સ્વરાએ રૂહી અને તે બંનેને એકબીજાની ઓળખ આપી...રૂહીને લાગ્યું હવે તો હોસ્ટેલ પણ ભરાઈ જવા આવી ગઈ છે મોટાભાગના બધા આવી જવા લાગ્યા છે...આમ તો અહીંના વાતાવરણ પ્રમાણે રહેવાની અને ભણવાની પણ મજા આવે એવું લાગે છે.
સ્વરા રૂહીની સાથે બહાર જાય છે અને કહે છે યાર આજે તો મારા બે રૂમમેટ્સ પણ આવી ગયા છે. હવે તારે રૂમમાં જ સૂવું પડશે રાત્રે...અને હવે બીજા રૂમ ખાલી પણ નથી અને મેડમ ચેન્જ કરી આપે એવું પણ લાગતુંં નથી.
રૂહી : હું વિચારુ છું કે બીજી કોઈ હોસ્ટેલમાં રહેવા જતી રહુંં ?
સ્વરા : કેમ ? શું થયું અચાનક ?
સ્વરાને આટલા દિવસમા રૂહી સાથે માયા થઈ ગઈ હતી અને સારી એવી ફ્રેન્ડશીપ પણ થઈ ગઈ છે એની સાથે.
રૂહી : કંઈ નહી આ બધુ થઈ રહ્યું છે જો ને રૂમમાં હવે આવામાં હું કેમ ભણીશ ? રૂમ પણ હવે ચેન્જ થાય એમ નથી. મારા ઘરે પૈસા વધારે ખર્ચવા પડે તો પણ કંઈ વાંધો નથી...એટલે આજનો દિવસ જોઉ...નહી તો કાલે ઘરે વાત કરીને બીજી હોસ્ટેલ માટે તપાસ કરીશ.
સ્વરાને રૂહીના જવાની વાતથી દુઃખ જરૂર થયું પણ આ બધુ તે ખુદ અનુભવી ચૂકી હોવાથી તે પણ એવું નહોતી કહી શકતી કે તું ના જઈશ...એટલે તે થોડા ગમગીની ભર્યા અવાજે કહે છે, સારું તને જેમ ઠીક લાગે એમ.
અક્ષત રૂમ પર જઈને એકદમ કંઈ વિચારોમાં ગુમસુમ બેસીને કંઈ વિચારી રહ્યો છે.
એટલામાં દેવમ ત્યાં આવે છે. અને સાથે તેનો રૂમમેટ વિશાલ પણ...
અક્ષત ને આમ બેઠેલો જોઈને તેમને મજાક સૂઝે છે અને કહે છે, મેરા દોસ્ત એક હી મુલાકાત મે કિસી કા દિવાના હો ગયા !!
વાહ ! વાહ !
અક્ષત : તમે લોકો પણ શું આમ બકવાસ કરો છો ...કંઈ પણ બોલો છો...યાર એવું કંઈ નથી.
અક્ષત ના આવુ કહેતા દેવમ સમજી જાય છે કે અક્ષત ખરેખર કોઈ મુંઝવણમાં છે એટલે એ વધારે કંઈ કહ્યા વિના અને અક્ષત ને વધારે પુછ્યા વિના વિશાલને બહાર લઈ જાય છે.
અક્ષત ને રૂહી માટે અત્યારે એવી કોઈ લાગણી નથી પણ તે એને તેની સારી દોસ્ત જરૂર માને છે...કદાચ તેના દિલના કોઈ ખૂણામાં તેના માટે કોઈ સોફ્ટ કોર્નર હોય તો પણ અત્યારે તેને એવી કોઈ ફીલિંગ થતી નથી.
પણ તેને એક મનમાં ચિંતા થાય છે કે મે રૂહીને તેની હોસ્ટેલ ન બદલવા કહ્યું પણ તેનો જીવ જોખમમાં નહી મુકાય ને ? મે તેને કોઈ ખોટી સલાહ તો નથી આપી દીધી ને ? તેને એક અજાણ્યો ડર સતાવી રહ્યો છે અને રૂહીની ચિંતા થાય છે...
તે જમીને આવીને પહેલાં રૂહીને ફોન કરે છે....ચાર વખત આખી રિગ વાગે છે પણ કોઈ ફોન ઉપાડતું નથી....એટલે અક્ષત ચિંતામાં આવી જાય છે....રૂહીને કંઈ થયું નહી હોય ને ? કેમ ફોન ઉપાડતી નથી ? અડધો કલાકમાં તો લગભગ તે પચીસેક વાર ફોન ટ્રાય કરી ચુક્યો છે...તે વિચારે છે કે મને રૂહીની કેમ આટલી બધી ચિંતા થાય છે...તેની નજર સમક્ષ ફકત રૂહીનો સુંદર માસુમ ચહેરો તરવરી રહ્યો છે !
શું થયું હશે કે રૂહી ફોન નથી ઉપાડતી ? ફરી કોઈ આત્માનો અનુભવ કે શું ? રૂહી હોસ્ટેલ છોડી દેશે ? અક્ષત અને રૂહી વચ્ચે ફ્રેન્ડશીપથી આગળ કંઈ થશે કે દોસ્તી જ રહેશે ?
અક્ષત રૂહીને કોઈ મદદ કરી શકશે ?