Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Vishwadeep Barad

Crime Tragedy


3  

Vishwadeep Barad

Crime Tragedy


કળીનો કારાગ્રહ !

કળીનો કારાગ્રહ !

4 mins 7.5K 4 mins 7.5Kઓરેંજ લિબાસમાં જેક એન્ડરસન અને તેની પત્નિ લીસા કોર્ટમાં હાજર થયાં. મોં પર કોઈ જાતની ભૂલનો અહેસાસ નો’તો..જાણે કશું બન્યું નથી! કરેલા કારમાં કૃત્યને લક્ષમાં રાખતાં ન્યાયધીશે પતિ-પત્નિ બન્નેને જામીન પર છોડવાની સખ્ત મનાય ફરમાવી. જેલમા પણ એમની પર સખ્ત નજર રાખવાનો ઑડર આપ્યો.

૧૮ વર્ષ પહેલાં હું અને મારી બહેન પણી એમી અને બીજી સહેલીઓ બધા અમારા સબ-ડીવીઝનનાં પાર્કમાં બાસ્કેટ-બોલ રમી રહ્યા હતાં અને મને તરસ અને બાથરૂમ બન્ને લાગ્યા હતાં..સબડીવીઝનના બાથરૂમમાં જેવી ગઈ ત્યાં એક લેડી હતી એણે મને કહ્યું: “મારી કારમાંથી પિકનિકનો સામાન કાઢવો છે તું મને મદદ કરીશ? મેં હા પાડી. કાર પાસે ગઈ અંદર એક માણસ ડ્રાવીંગ-સાઈડ પર બેઠેલો હતો. મને યાદ છે કે પેલી લેડીએ મને ગન બતાવી કારમાં બેસી જવાનું કહ્યું..ગભરાઈ ગઈ..રડી પડી. લેડી બોલી..”એક પણ શબ્દ બોલીશ તો ગનથી તારું હેડ બ્લો કરી નાખીશ. કારમાં મારા બન્ને હાથ બાંધી દીધા, મોં પર ટેઈપ મારી દીધીને પાછલી સીટ પર ઉંધી સુંવાડી દીધી અને મારી બાજુમાં પેલી લેડી! રાતનો સમય થઈ ગયો હતો. કાર સીધી ગેરેજમાં લીધી. ગેરેજ બંધ કરી મને બહાર કાઢી.

એજ લેડી જે લીસા અને એજ ડ્રાવર જેક બન્ને એના ઘરમાં લઈ ગયાં. ઘર ઘણુંજ ગંદુ હતું, સોફા ફાટેલા..બેડ પર ચાદર નહી..રસોડું પણ ગંધ મારતું હતું. ક્યાં મારું ચાર બેડરૂમનું આલિશાન મકાન અને મારી પસંદગીથી સજાવેલો મારો પોતાનો બેડરૂમનો કલર પિન્ક, પડદા પિન્ક, બેડની ચાદર, પીલો, અને મારો પિન્કી ટેડી-બે’ર! હું ધ્રુસ્કે, ધ્રુસ્કે રડવા લાગી અને હાથ જોડી બોલી” મને મારા ઘેર લઈ જાવ..મને અહીં શામાટે લાવ્યા છો? મેં શું ભુલ કરી છે? મારી મમ્મી મારી રાહ જોતી, જોતી રડતી હશે.પણ બન્ને માણસો પર કશી અસર ના થઈ..તાડુકી બોલ્યા” ચુપ રહે..અમે જેમ કહીએ એમજ તારે કરવાનું છે..હવે આ તારું ઘર છે. બહાર અમારો ડોગ(કુતરો) જર્મન-શેફર્ડ છે તે બહું ખતરનાક છે..બહાર એકલી જઈશ તો તને કરડી ખાશે”. મને બલોની સેન્ડવીચ અને કોર્ન-ચીપ્સ ખાવામાં આપી. ભૂખ ના જોવે એઠો ભાત! ઉઘાડા પડેલું અને ગંધમારતી બલોની સેન્વીચ મારે ખાવી પડી.

એજ રાતે મારા પર જેકે સેક્સ્યુલ જુલ્મ ગુજાર્યો..ચીસો પાડી, રડી, લોહી-લોહાણ થઈ ગઈ કોણ સાંભળે! જેકની પત્નિ લીસા આ બધું જોઈને હસતી હતી! બન્ને માણસો નહોતા! રાક્ષસ હતા! આજુબાજું નજીકમાં મકાન પણ નહોતું! મારી મા એ કહેલું કે સંકટના સમયે ઈશ્વરને યાદ કરવાથી એ આપણને મદદ કરે! મેં પ્રાર્થના કરી “હે ઈશ્વર તું મને આમાંથી છોડાવ! મને મારી મા પાસે લઈ જા!” કોણ જાણે કેમ મારી પ્રાર્થના આકાશ સુધી પહોચી જ નહીં!

જેક-લીસાને કોઈ મિત્રો નહોતા, એમના ઘેર કોઈ પણ વ્યક્તિ આવતું નહોતું..પોતાના યાર્ડમાં મરઘીઓ, ઘરમાં ચાર બિલાડીઓ, દિવાલો પર ગંદા ગંદા નર-નારીઓના ફોટાઓ લટકાવેલા હતાં. એમનો ધર્મ કઈ વિચિત્ર હતો, યાર્ડમાંથી મરઘી મારી એનું લોહી એના ભગવાનને ચડાવે! અને પછી એ પ્રસાદ રૂપે ગરમ કરી પીએ. મને એટલી બધી ચીતરી ચડે કે ઉલટી થઈ જાય! શું કરું? આવા નર્કમાંથી છુટવા ઈશ્વરને દરરોજ પ્રાર્થના કરુ પણ મને લાગ્યું કે ઈશ્વર પણ ધ્યાનબેરો થઈ ગયો છે! મા કહેતી હતી કે ઈશ્વર છે.. તો એ અત્યારે ક્યાં છુપાઈ ગયો છે?

આ રાક્ષસો સાથે કાળકોટડીમાં જુલ્મ સહન કરતાં કરતાં આ રાક્ષસથી મારે બે બાળકો થઈ ગયાં, છોકરો ૮ વર્ષનો એનું નામ પાડ્યું જેશન અને છોકરી ૬ વર્ષની મોના,બન્ને દેખાવમાં મારા જેવા હતાં પણ આ રાક્ષસોને કોઈ જાતની લાગણી કે પ્રેમ-ભાવનો છાંટો સુધ્ધા નહોતો..એક વખત દારૂ પી મારા છોકરાને માર્યો..કોઈ પડોસીએ પોલીસમાં ફરિયાદ કરી, પોલીસ આવી પણ ખરી..જેકીની પત્નિ લીસાએ દોર હાથમાં લઈ લીધો ને કહ્યું ” સોરી, હવે ફરી આવું નહી થાય,”.. પોલીસ ચેતવણી આપી જતી રહી. હે ભગવાન! તે આ શું કર્યું? બચવાને આરે આવ્યા અને ફરી પાછા ડુબાડી દીધા! તારી પણ આ કેવી કમાલ છે? ઈશ્વર, મારી દયા ખાવાને બદલે આ રાક્ષસને મદદ કરે છે!

“મારું નહી તો મારા આ નિર્દોષ બાળકોનું તો તું સાંભળ! અઢાર વરસથી હું તો આ હત્યાચાર સહન કરી કરી શરીર અને મગજ બન્ને વર્ષોથી દુકાળથી સબડતી ધરતીના સુકાય ગયેલા ધાવણ જેવી થઈ ગયાં છે!” દરેક વસ્તું નો અંત હોય છે! એનો અહેસાસ એક વખત થયો. એક વહેલી સવારે ચાર-પાંચ પોલીસ કાર આવી ગઈ! ઘર તોડી જેક અને લીસાને હાથકડી પહેરાવી પકડી લીધા. મને અને બન્ને બાળકોને એમ્બ્યુલન્સમાં બેસાડી દીધા. અઢાર વરસ અઢાર યુગ જેવા લાગ્યાં. મારી મા ને ૧૮ વરસ બાદ પહેલી વખત ભેટી.આંસું, હેત અને વ્હાલની નદી અને આનંદ-ઉત્સાહની હેલીનું ગીત ગુંજી ઉઠ્યું! “દીકરી, તારા વગર મેં અઢાર વરસ કેવી રીતે કાઢ્યા”…” “મા મેં પણ.. તને યાદ કરતાં કરતાં આ હત્યાચારી કંસના કાળાવાસમાં…”

જેક અને લીસા બન્ને કોર્ટમાંથી લઈ પોલીસ તેમને પોલીસ-કાર તરફ લઈ જતી હતી. બહાર ઝરમર સ્નો પડી રહ્યો હતો. સડક પર ધીમે ધીમે સ્નો જામી રહ્યો હતો. ઠંડી હતી. મેં જેક અને લીસા તરફ એક નફરતભરી નજર કરી. બન્ને મારી તરફ જોઈ, હટહાસ્ય કરવા લાગ્યા. મને ખૂબજ ગુસ્સો આવ્યો થયું કે આત્યારે મારી પાસે ગન હોત તો બંને રાક્ષસોને એક જ ધડાકે ફૂંકી મારું! અરે શું થયું? કોઈની કારે રેડ-લાઈટ મીસ કરી, સ્કીડ થઈ જેક અને લીસા પર જ કાર ફરી વળી, એક આક્રંદ ચીસ! મોતના ગીધ્ધડ એની આસ-પાસ ફરી વળ્યા. એમનો અંત! મારી નવી જિંદગીની શરૂઆત!


Rate this content
Log in

More gujarati story from Vishwadeep Barad

Similar gujarati story from Crime