GIRISH GEDIYA

Inspirational Others

3  

GIRISH GEDIYA

Inspirational Others

કિંમતી યાદ એ ધુળેટી

કિંમતી યાદ એ ધુળેટી

4 mins
163


આમાં તો મારી બધી ધુળેટી ખાસજ હોય કારણ હું હંમેશા કઈ ખાસ કરવા આતુર હોવ છું.

પછી ભલે થાય નહિ પણ પ્રયાસ તો એવો જ કરું હું.

બે વર્ષ પહેલાની મારી છેલ્લી રમત રંગો સાથે જેમાં મિત્રો કોઈ જ નહિ, પરિવાર પણ કોઈ સામેલ નહિ છતાંય હું કહીશ ખાસ હતી.

કારણ હું જોબ પર હતો ચાલુ જોબ અને આમજ બીજા ઉત્સવો પણ જતા બધાં.

મેન ટોપિક પર આવું એ ખાસ છેલ્લી હોળી મારી જેમાં કઈ આમ હતું.

ટીનો :ગિરીશ ભાઈ આવો છો ને જોબ પર ?

ગિરીશ : રસ્તામાં છું બસ દસ મિનિટમાં

ટીનો :કેમ 10મિનિટ ? રોજ તો તમે 5મિનિટમાં આવો છો ભાઈ .

ગિરીશ :બકા આવું પછી જોઈએલેજે કેમ 5મિનિટ વધારે ઓકે બાય.

થોડીવાર માં ઓફિસ પોહંચી ગયો સાથે બે મોટા પડીકા જેમાં જલેબી, ફાફડા અને પેપ્સી, માઝા હતી.

આ જોઈ ટીનો બોલ્યો ભાઈ આ માટે વાર લાગી તમને ગીરીશભાઈ. પણ આ બધું કેમ લઈ આવ્યાં આજ તમારો જન્મદિવસ છે કે શું?

Girish :ના ટીના, ભોલુ એવું નથી પણ આજ ધુળેટી છે માટે હું જોબ ચાલુ હોવાથી રમી સકતો નથી માટે મને થયુ તમે પણ મારી જેમ નોકરી પર બંધાઈ ગયા છો તો આપડે સાથે મળીને આ ઉત્સવ આવી રીતે ઉજવણી કરીએ તો.

ભોલુ :ગીરીશભાઈ તમારો જવાબ નથી કઈ ને કઈ નવું વિચારી લો છો મજા કરવા માટે અને હસી કાઢ્યું.

ટીનો :ગીરીશભાઈ તમે ઘેર જાવો હું અહીં ઓફિસ સંભાળી લઈશ ઓકે.

ગિરીશ :ના આવું હોય નહિ મેન ઈન્ચાર્જ હું છું માટે મારી ફરજ પ્રથમ આવે બાકી તમે બધાં ના આવો તો ચાલે પણ મારે તો આવુજ પડે કોઈપણ ભોગે.

એટલામાં જેટ એરવેજ માંથી પંડિત આવ્યો, ગિરીશભાઈ રાધે... રાધે ....હેપી ધુળેટી, આવી જાવ મેદાનમાં હોળી રમવા કે હું આવું ઓફિસમાં ?

ગિરીશ :અરે ના પંડિતજી આપડે નથી રમતા તો એવું કરો એક તિલક કરી દો કપાળે અને પંડિત ક્હે

ગીરીશભાઈ આવું ના હોય આજ તો ફુલ મસ્તી ધમાલ કરવાની રાધે રાધે..

એક નમૂનો અમારો બાકી હતો જે હતો ઈમરાન એરફીલ્ડમાંથી એ આવ્યો અને શરૂઆત થાય ધમાલ સાથે

પંડિત મને હાથ બતાવી છુપાઈ ગયો અને ઈમરાન રીક્ષા માંથી બૂમો પાડતો આવ્યો.

ક્યાં ગીરીશભાઈ આજ કે દિન તો છૂટી રખ્ખો ભાભી ઓર બચ્ચો કે સાથ, આપકા ઈતના બડા તહેવાર હેં તો.

ગિરીશ :ના યાર ઈમરાન જોબ કર્તવ્ય પહેલે અગર મેં છૂટી રખું તો પગાર કટ જાયેંગી ઓર તકલીફ જયાદા હોગી.

એટલામાં પંડિત પાછળથી આવી ડોલ પાણીની ભરી ઈમરાન પર નાખી અને રાધે.. રાધે બોલતો ભાગ્યો ઉપર

આ બાજુ ઈમરાન બોલ્યો સાલા પંડિત જયાદા પી ગયા હેં પુરે કપડે ગીલે કર દીએ.

પંડિત ઉપર થી બુમ પડી ઈમરાન બસ ખુશ.. તું..

ઈમરાન પાણી બોટ્ટલમાં ડીઝલ લઈ ઉપર દોડ્યો હા આગળ પંડિત અને પાછળ ઈમરાન પણ...

બિચારો ઈમરાન પાછો ફસાયો.

ટીનો એક ડોલમાં કીચડ વાળું પાણી કરી જેવો ઈમરાન ઉપર આવ્યો બીજો સૉર્ટ એ કીચડ ભરેલી ડોલ સીધી ઈમરાન પર અને બોલતો ગયો ટીનો ભાભી આજ ખુશ હોં જાયેગી આપ કો દેખકર ઈમરાન ભાઈ 

બે ની જગ્યાએ ત્રણ એકબીજા પાછળ આમ 

ઈમરાન પાછો મારી પાસે આવ્યો ગીરીશભાઈ દેખો યહ

અબ છોડુંગા નહીં પંડિત ઓર ટીના કો.

એટલામાં હું બહાર ઊભો હતો ત્યાં પંડિત સાણો થઈ ઉપરથી પાણી ડોલ ભરી મારા પર નાખી અને પાછો બોલે રાધે રાધે.. બુરાના માનો હોલી હેં..

હું પણ હસી ગયો આ પાગલ છે કે એક પેક વધુ લગાવી હોળી મનથી મનાવી રહ્યો આજ

ઈમરાન મને જોઈ બોલ્યો ભાઈ તમે પણ આવી ગયા આના હાથમાં.

મેં એટલુંજ કીધું એ ખુશ બસ..

ઈમરાન ક્હે તો તમે કંઈજ નહિ કરો ?

ગિરીશ : ના

મને રસ નથી આમાં...

ઈમરાન : હું તો છોડીશ નહિ આજ તો એ બે ને.

ઈમરાન બીજી સીડીમાંથી પંડિત પાછળ ગયો હાથમા કાળો કલર લઈને

અહીં હું ચુપચાપ મારું કામ કરતો હતો એક ડોલમાં કચરો માટી ભરીને એમાં પાણી ઉમેરી ડોલ રેડી કરી પાછું એમાં થોડું ડીઝલ નાખીયુ જેની વાસ એનાં માટે કોઈ પરફયુમ જેવી.

આ તરફ ઈમરાન એક સાઈડ થી એની પાછળ અને બીજી બાજુ હું હતો બિચારા પંડિત ને ખબર હતી નહીં ગીરીશભાઈ આમ કરશે.

જેવો પંડિત નીચે સીડી ઉતર્યો એવી ડોલ એનાં પર નાખી પડ્યો સીધો નીચે ત્યાં ઈમરાન આવી બોલ્યો વાહ વાહ ગીરીશભાઈ છુપા રુસ્તમ નીકળ્યા તમે તો ઈમરાન એની બોટ્ટલ કલર જે એની ઈચ્છા હતી એવો પંડિત ને રંગી નાખ્યો.

તો ટીનો પાકો કલર લઈ આવ્યો ને પંડિત ને ક્હે આગલા વર્ષ સુધી આ કલર રહેશે .

બસ બધાં મજાક કરતા બેઠા.

પણ પંડિત તો કિડો જેવો બેસે નહિ એ એની ઓફિસમાં જઈ પાછી ડોલ ભરી આવ્યો અને ડોલ ભરી નાખવા આવતો હતો અમારા પર ને કીચડમાં બેલેન્સ ગયુ.

એજ ડોલ એનાં પર ઢોળાય.

સિક્યોરિટી ગાર્ડ સવજીભાઈ બોલ્યો અલ્યા પંડિત એકલો એકલો હોળી કેમ રમે છે. 

બિચારા પંડિત નો પડવાથી પગ છોલાઈ ગયો પછી બેઠો એકબાજુ એ.

બસ પછી શું ફાફડા, જલેબી અને સાથે દરેકના ટિફિન તો હોયજ,.

પણ મારો ટીનયો ખાવાનો શોખીન રાયપુર ના ભજીયા અને સાથે બધાં માટે લસ્સી લેતો આવ્યો.

બસ આ છેલ્લી હોળી આવી મસ્ત ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational