The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Ashvin Kalsariya

Drama

5.0  

Ashvin Kalsariya

Drama

કિંગ - પાવર ઓફ એમ્પાયર

કિંગ - પાવર ઓફ એમ્પાયર

8 mins
679


( આગળ ના ભાગ મા આપણે જોયું કે કોઈકે એમ.કે.ઇન્ડસ્ટ્રીઝ ના 70% જેટલા શેર ખરીદી લીધાં હતાં અને કોઈ ને આ વાતની ખબર ન હતી કે આ બધું કોણ કરી રહું હતું, જ્યારે બીજી તરફ શૌર્ય ને આ વાત ની થોઙીક ખબર હોય છે અને તે બધી વાત જાણવા માટે પ્રયાસ કરે છે અને તે મિસ્ટર મહેતા ને મળે છે અને તેને ધમકાવીને વાત જાણે છે અને આ બાજુ કાનજીભાઈ બીજા દિવસ ના ન્યૂઝપેપર ને લઈ ને પરેશાન હોય છે આ તરફ શૌર્ય પણ બીજા દિવસે ન્યૂઝપેપર મા શું આવશે એ વાત લઈને બેચેન હોય છે શું છે એવું ન્યૂઝપેપર મા એ આ ભાગ મા આપણે જાણીએ )


“આજ નું ન્યૂઝપેપર કયાં છે કેમ આજે આટલો સમય લાગી રહ્યો છે ? ” કાનજીભાઈ એ અધીરા થતાં કહ્યું।

“સર આ રહ્યું આજ નું ન્યૂઝપેપર ” એક નોકર એ ન્યૂઝપેપર આપતાં કહ્યું

કાનજીભાઈ  એ તરત જ ન્યૂઝપેપર લઈ ને સોફા પર બેઠાં અને વાંચવા લાગ્યા,  “આ શું ? મોહન... મોહન….જલ્દી અહીં આવ ”

કાનજીભાઈ ન્યૂઝપેપર ની હેડલાઈન વાચતાં જ તેનાં પુત્ર ને બૂમ પાડી

“શું થયું પપ્પા? ” મોહનભાઈ બહાર આવતાં કહ્યું

“આ જો આજ નાં ન્યૂઝપેપર ની હેડલાઈન  ? ” કાનજીભાઈ એ છાપું આગળ કરતાં કહ્યું

ન્યૂઝપેપર મા લખ્યું હતું “શેર બજારમાં કડાકો - એમ.કે.ઇન્ડસ્ટ્રીઝ ના શેર ના ભાવ સૌથી નીચલી સપાટીએ ” આટલું વાચતાં જ તેનાં ચહેરા પર સ્મિત ફરી વળ્યું, આવી પરિસ્થિતિમાં તો તેને દુઃખી થવાની જરૂર હતી પરંતુ આજે તે ખુશ હતાં, ત્યાં જ મોહનભાઈ નો ફોન રણકયો, તેમણે ફોન રિસીવ કયૉ,

‘“હલ્લો સર હું રાઠોડ ” સામે થી અવાજ આવ્યો

“હા રાઠોડ બોલ.... બોલ.... ”મોહનભાઈ એ ખુશ થતાં કહ્યું

“સર આજ નું ન્યૂઝપેપર વાંચ્યું ” રાઠોડ એ અધીરાઇથી કહ્યું

“હા ” મોહનભાઈ એ જવાબ આપ્યો

“સર આ તો ચમત્કાર થઈ ગયો આજ સુધી આપણાં શેર આટલા ગબડયા નથી પણ આજે..... ” તેણે વાત અધૂરી મૂકતાં કહ્યું

“જે પણ થયું એ સારું થયું હવે બધાં લોકો આપણાં શેર જલ્દી ને જલ્દી વેચવા તૈયાર થશે તું બસ તે બધાં ખરીદી લે અને મને ઓફીસ મા મળ ” મોહનભાઈ એ કહ્યું

“ઓકે સર ” સામેથી પ્રતિઉત્તર આવ્યો

પિતાજી આજે આપણે દુઃખી થવું જોઈએ તેના બદલે ખુશ છીએ,

“બેટા જે આપણ ને બરબાદ કરવા આવ્યો હતો આજે તે જ આટલું મોટું નુકશાન સહન નહીં કરી શકે ” કાનજીભાઈ એ કહ્યું

પ્રિતી ના મમ્મી સુનિતા બહેન આ બધું સાંભળી રહ્યા હતાં તે મીઠાઈ લઈ ને બહાર આવ્યા અને બધાં એ એકબીજા ને મીઠાઈ ખવડાવી

“અરે પ્રીતિ કયાં છે ? ” કાનજીભાઈ એ પૂછયું

“તમારી રાજકુમારી તો હજી સૂતી હશે ” મોહનભાઈ એ હસતાં હસતાં કહ્યું

“ઓ હેલ્લો, મારાં દાદુ ને કંઈ નહીં કહેવાનું ”પ્રીતિ  એ દાદર ઊતરતાં કહ્યુ

તે આવી ને તેનાં દાદા ને ભેટી પડી તેને બધી વાત ની જાણ થઈ એટલે તે બહુ ખુશ થઈ અને ઉછળી પડી, તે બધાં એ મંદિર જવાનું નકકી કરી અને ડાઈવર ને ગાડી કાઢવા કહ્યું

શૌર્ય ટેરેસ પર ઉભો ઉભો કૉફી ના ઘૂટડાં ભરી રહ્યો હતો, સર આ રહ્યું આજ નું ન્યૂઝપેપર અર્જુન એ કહ્યું , શૌર્ય એ ન્યૂઝપેપર પર નજર નાખી અને ખુશ થયો

“અર્જુન તમે બંને જાવ અને આજની જે ડીલ છે તે ફાઈનલ કરો મારે કૉલેજ જવાનું છે ” શૌર્ય એ જતાં જતાં કહ્યું

શૌર્ય બહાર થી ખૂબ શાંત દેખાતો પણ હકીકત માં તો તેને અંદરથી તુફાન ઊઠી ચૂકયો હતો, પણ તે પોતાની જાતને સંભાળી લેતો કારણ કે તે જે મંઝિલ પામવા નીકળ્યો હતો ત્યાં તેની લાગણીઓ તેનાં માટે અવરોધ બની શકે તેમ હતી

“હેલ્લો પ્રીતિ કયાં છે તું  ? ” શ્રેયા એ પ્રીતિ ને ફોન મા કહ્યું

“અરે યાર આવું જ છું, પાંચ જ મિનિટ ” પ્રીતિ એ તેની કાર ની સ્પીડ વધારતાં કહ્યું

“ઓકે ” શ્રેયા એ કહ્યું

“અરે સાંભળ પેલો આવ્યો કે નહીં ” પ્રીતિ એ હસતાં ચહેરે કહ્યું

“કોણ પેલો ” શ્રેયા તેનો ઈશારો સમજી ચૂકી હતી

“અરે યાર પેલો.... ” પ્રીતિ એ જોર થી કહ્યું

“ઓહ તારો બેન્ચ પાટૅનર ” શ્રેયા હસી પડી

“હા હવે ” પ્રીતિ પણ હસી પડી

“ના હજુ તો નહીં આવ્યો ” શ્રેયા એ કહ્યું

“ઓકે મે તને ત્યાં પહોંચી ને વાત કરું તું સીધી કેન્ટીન મા જ આવ ” પ્રીતિ એ ફોન કટ કરી નાખ્યો

પ્રીતિ કૉલેજ પહોંચી ને સીધી કેન્ટીન મા ગઈ, તેણે જે વિચાયું એમ જ થયું હતું, જયેશ સાથે તેમણે  ફ્રેન્ડશિપ કરી લીધી હતી આમ તો જયેશ સ્કૂલ ટાઈમ મા પણ સાથે હતો પણ તે સમયે તેની સાથે એટલી વાતો થતી ન હતી પણ હવે શૌર્ય સાથે રહેવા આ કરવું પડે એમ હતું જે શ્રેયાએ અક્ષય સાથે મળીને કરી નાખ્યું હતું

“હાઈ જયેશ ઘણાં સમય પછી મળ્યાં ” પ્રીતિ એ ટેબલ પાસે જઈને કહ્યું

“હાઈ, હા એ તો સ્કૂલ ટાઈમ મા છૂટાં પડયાં પછી આજે મળ્યા ” જયેશ એ જવાબ આપ્યો

“જયેશ કૉલેજ મા કોઇ નવો ફ્રેન્ડ બનાવ્યો કે નહીં ” અક્ષય એ પૂછયું

“હા એક છે ને ” જયેશ એ કહ્યું

“કોણ છે ” શ્રેયા એ કહ્યું

“શૌર્ય , કૉલેજ મા પહેલા દિવસે જ મળ્યો ટાઈમ નો બહુ પાકકો છે પણ કોને ખબર આજે હજુ સુધી નથી આવ્યો ” જયેશ એ કેન્ટીન ના દરવાજા તરફ જોતાં કહ્યુ

“અચ્છા પેલ્લો જે પ્રીતિ ની સાથે બેન્ચ પર બેસે છે ” શ્રેયા એ પ્રીતિ ને ટોન મારતાં કહ્યું

“હા એ જ” જયેશ ને મન મા એજ વિચાર આવતો હતો કે આ બધા તેની સાથે આટલાં ફ્રેન્ડલી કેમ બની ગયો, તેણે જોયું તો શૌર્ય કેન્ટીન મા આવી રહ્યો હતો અને તે બોલી ઊઠયો, “જો આવી ગયો”. બધાં એ તે તરફ જોયું શૌર્ય તેનાં ટેબલ પાસે આવી રહ્યો હતો

“આજે કેમ મોડો પડયો ” તે પહોંચ્યો ત્યાં જ જયેશ એ પૂછી નાખ્યું

“અરે મુંબઈ નું ટ્રાફિક ટાઈમ પર પહોંચવા કયાં દે છે ” શૌર્ય એ હસતાં કહ્યું

“એ તો છે તફલીક તો રહેવાની ભાઈ ” શ્રેયા એ કહ્યું

આ બધાં મારી સાથે સ્કુલ મા હતા અને આ જ કૉલેજ માં છે જયેશ એ વાત નો ખુલાસો કરતાં કહ્યું

“ભાઈ કહ્યો છે સંબંધ બનાવ્યો તો પછી નિભાવવો પણ પડશે ” શૌર્ય એ શ્રેયા સામે જોતાં કહ્યુ

“ચોકકસ જરૂર નિભાવી ” શ્રેયાએ હાથ મિલાવતાં કહ્યું

“હું અક્ષય શ્રેયા નો લાઈફપાટૅનર ” અક્ષય એ હાથ આગળ કરતાં કહ્યું

“ઓહોહો એટલે કે જીજાજી પહેલે થી જ મળી ગયાં છે મારે ગોતવા નહીં પડે ” તેણે હાથ મિલાવતાં કહ્યું

“બસ લે ” શ્રેયા એ શૌર્ય ને મારતાં કહ્યું

પ્રીતિ તો શૌર્ય ને જોવામાં જ હતી ત્યાં શું વાત ચાલી રહી છે તેની તો કંઈ ખબર જ ન હતી, શ્રેયા એ ટેબલ નીચેથી તેને પગ મારી ને વિચારોમાંથી બહાર કાઢી, તેણે પણ હાથ આગળ લંબાવ્યો અને કહ્યું, “હાઈ હું.... ” તે આટલું બોલી ત્યાં બેલ વાગ્યો અને શૌર્ય એ કહ્યું, “ચાલો કલાસમાં જઈએ નહીં તો ત્યાં પણ મોડું થશે ” આટલું બોલી ને તે ત્યાં થી નીકળી ગયો, આ બાજુ બધાં પ્રીતિ તરફ જોતાં હતાં કારણ કે પહેલી વાર કોઈક એ તેને આમ ઈગ્નોર કરી હતી, તે કંઈ બોલી નહીં પણ તેનાં ચહેરા પર ગુસ્સો દેખાઇ આવતો હતો તે ઉભી થઇ ને જતી રહી અને બાકી ત્રણેય પણ પાછળ પાછળ નીકળી ગયા.

બપોરના ત્રણ વાગ્યે મુંબઈ એરપોર્ટ પર એક ફલાઈટ લેન્ડ થઈ, તેમાંથી એક આધેડ વય નો વ્યક્તિ એરપોર્ટ પર આવ્યો, હાથમાં એક બેગ, કાન પાસે થોડાં વાળ સફેદ થઈ ગયા હતાં, બ્લેક સુટ અને શૂઝ પહેરીને તે એરપોર્ટની બહાર આવ્યો, હાથમાં એક ડાયમંડ રીંગ હતી જે ઝળહળી રહી હતી અને તેજ હાથ માં મોંઘીડાટ સિગારેટ પકડી હતી. બહાર આવતાં જ તેણે બેગ નીચે મૂકયું અને ફોન કાઢીને નંબર ડાયલ કયૉ, “હા, હું ઈન્ડિયા પહોંચી ગયો છું બહુ જલ્દી મુલાકાત થશે ” આટલું કહી તેણે ફોન કટ કયૉ, ત્યાં જ એક કાર આવી તેમાંથી ડાઈવરે ઉતરી ને તેનો સામાન ગાડી મા મૂકયો અને પેલો વ્યક્તિ ગાડીમાં બેસી ગયો અને ડાઈવરે ગાડી એરપોર્ટ બહાર દોડાવી મૂકી.

કારમાં એ.સી. ચાલુ હતું તેણે ડાઈવર ને તે બંધ કરવા કહ્યું અને બારી ખોલાવી

“સર બહાર ગરમી છે ” ડાઈવર એ એ.સી. બંધ કરતાં કહ્યું

“ઘણાં સમયથી વિદેશ મા રહું છું આ દેશી નાક ને ત્યાં ની વિદેશી હવા ફાવી નહીં ” તેણે બારી બહાર નજર નાખતાં કહ્યું

તે બહાર બધું નિહાળી રહ્યો હતો કેટલું બધું બદલાઈ ગયું છે તે એ જાણવા માંગતો હતો, સિગરેટ ને કસ મારતાં મારતાં તેણે ઘડિયાળ પર નજર નાંખી તો હજી ત્રણ વાગીને પચ્ચીસ મિનિટ થઈ હતી તે સીટ પર લંબાયો અને આંખો બંધ કરીને વિચારો માં ખોવાઈ ગયો

આ તરફ શૌર્ય એ પ્રીતિ ને ઈગ્નોર કરી હતી, પ્રીતિ આ વાત થી ખૂબ ગુસ્સે છે હવે તે શું કરે એ તો ખબર નહીં અને હવે આ નવો વ્યક્તિ કોણ છે જે મુંબઈ આવ્યો છે, શું એ કાનજીભાઈ ને લાભ કરાવા આવ્યો છે કે નુકશાન ? સવાલ તો બહુ છે પણ અત્યારે જવાબ બહુ ઓછાં અને હવે સ્ટોરીમાં રોમાન્સ પણ આવશે અને ટ્વિસ્ટ પણ તો વાંચતા રહો કિંગ - પાવર ઓફ એમ્પાયર



Rate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Drama