Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Ashvin Kalsariya

Drama Fantasy

3  

Ashvin Kalsariya

Drama Fantasy

કિંગ - પાવર ઓફ એમ્પાયર - 2

કિંગ - પાવર ઓફ એમ્પાયર - 2

7 mins
722


( આગળ ના ભાગ મા જોયું કે શૌર્ય કે કે પી યુનિવર્સીટીમા એડમિશન લે છે, ત્યાં નવા સ્ટુડન્ટ તેનાં સિનિયરનું રેગિંગ કરતાં હતા, તેને આ વાતનું આશ્ચર્ય થયું અને ગુસ્સો પણ આવ્યો પણ જયેશ એ તેને આગળ જતાં રોકી લીધો, કોણ હતી એ છોકરી જે આ કરી રહી હતી....)

જયેશ એ કહ્યું, “ તે છોકરી નું નામ છે ‘ પ્રીતિ ’, તે એમ.કે.પટેલ ની દિકરી હતી જે આ યુનિવર્સિટીના ટ્રસ્ટી હતા, કાનજીભાઈ પ્રિતિનાં દાદા હતાં, એટલા માટે તે બધાંને હેરાન કરી રહી હતી અને તેને રોકવાવાળું કોઈ ન હતું. પ્રીતિ એમ.કે.પટેલ ની એકલોતી દિકરી હતી અને એમ.કે.ઇન્ડસ્ટ્રીની વારસદાર હતી નાનપણથી જ તેની બધી માંગ પૂરી કરી દેવામાં આવતી એટલે તે જિદ્દી થઈ ગઈ હતી. જે પણ વસ્તુની ઈચ્છા થાય તે તેની સામે હોવી જ જોઈએ નહીં તો પછી સામે જે વસ્તુ હોય તેને તોડી નાખતી. એગ્રીકલ્ચર સાથે તેને કંઈ લેવાદેવા ન હતાં છતાં પણ તેણે અહીં એડમિશન લીધું હતું કારણ કે તેની કંપનીના મોટાભાગની પ્રોડકટ એગ્રીકલ્ચર પર આધાર રાખતી હતી એટલે તેણે અહીં આવવાનું નકકી કર્યુ. યુનિવર્સિટી તેનાં ઘરની જ હતી એટલે પોતાની મનમાની કરાવી લેતી.

પ્રીતિનું એક જ કામ હતું બસ લાઈફને એન્જોય કરવાની, સવારે નવ વાગ્યે પછી ઉઠવાનું, ઉઠતાંની સાથે જ એક ગરમા ગરમ કોફી તો જોઈએ જ જો આંખો ખૂલે ને કોફી સામે ન હોય એટલે નોકરોનું તો આવી બને. દસ વાગ્યે નાસ્તો કરીને જતું રહેવાનું, આખો દિવસ ધમાલ મસ્તી અને સાંજે બધાં સાથે બેસીને ડિનર લેવાનું અને રાતે મિત્રો સાથે પબ મા જવાનું. બસ આજ તેની દિનચર્યા હતી, પ્રીતિના બે બેસ્ટ ફ્રેન્ડ હતાં એક હતી શ્રેયા અને બીજું અક્ષય, તે બનેં એકબીજા ને લવ કરતાં હતા. પ્રીતિ હમેશાં આ બનેં સાથે જ હોય. ધમાલ મસ્તી બધાં સાથે કરે. પ્રીતિ જિદ્દી હતી પણ દિલની સાફ હતી, તેનાં મમ્મી-પપ્પાની એકલોતી હતી એટલે થોડી બગડી ગઇ હતી. આખાં ઘરમા તે કોઈની વાત માને કે ના માને પણ તેના દાદાની વાત તે જરૂર માનતી, દાદાની લાડલી હતી તે ઘણીવાર ઠપકો આપતાં એટલે થોડો સમય શાંત રહેતી ફરી પાછી મસ્તીમા લાગી જતી.

શૌર્ય એ જયેશની વાત સાંભળીને પ્રીતિ સામે જોયું અને તેનાં ચહેરા પર એક સ્માઈલ આવી, જયેશ એ સ્માઈલ પાછળ નું રહસ્ય સમજી ના શકયો. શૌર્ય ત્યાંથી ચાલ્યો ગયો અને જયેશ પણ તેની પાછળ પાછળ ગયો, શૌર્ય કૉલેજની કેન્ટીનમા જઈને ખૂણાના એક ટેબલ પર બેઠો અને એક કોફી લાવવા કહ્યું, જયેશ પણ તે ટેબલ પર બેઠો અને ચા મંગાવી, જયેશ એ કહ્યું, ‘તું આવી રીતે ત્યાંથી કેમ આવતો રહ્યો, મને થયું તું તેની સામે જશે ’ શૌર્ય હસ્યો અને કહ્યું, “જો ભાઈ હું હજી નવો છું ને આવી અમીર બાપની બગડેલી છોકરી સાથે લડવાનો મને કોઈ શોખ નથી ” જયેશ એ કહ્યું, “વાત તો તારી સાચી છે ” શૌર્ય એ પૂછયું, “તું પેલી વિશે આટલું બધું કેમ જાણે છે ” જયેશ એ કહ્યું, તે સ્કૂલના સમયથી જ તેને આેળખે છે તે પહેલેથી જ આવી છે. ત્યાં જ એક કાકા તેને કૉફી અને ચા આપી, શૌર્ય એ થેન્કયુ કહ્યું. જયેશ એ કાકા નો પરિચય કરાવતાં કહ્યું, “ આ છે સેટિંગ કાકા ” આ સાંભળીને શૌર્ય હસ્યો ને કાકા એ જયેશ ને એક ટપલી મારી એટલે જયેશ એ કહ્યું, “મનોહર કાકા, પણ આખી કૉલેજ તેને સેટિંગ કાકા કહે કારણ કે તે નાના-મોટા ઝઘડાઆેનું સમાધાન કરતાં અને ઘણીવાર લવ ટીપ્સ પણ આપતાં ” આ સાંભળીને કાકા એ કહ્યું, “તું તો એવી રીતે બોલે છે કે જાણે હું કોઈ ભાઈ હોવ જે નાના-મોટા સેટલમેન્ટ કરતો હોય ” જયેશ અને શૌર્ય હસ્યા ત્યાં જ કોઈક એ કાકાને બોલાવ્યા અને કાકા જતાં રહ્યાં.

શૌર્ય એ જયેશની તરફ હાથ લંબાવ્યો ને કહ્યું,“ફ્રેન્ડસ” જયેશ એ પણ હાથ મિલાવ્યો ને કહ્યું “ફ્રેન્ડસ”. શૌર્ય એ જયેશને તેના વિશે પૂછયું ત્યારે તેને જાણવા મળ્યું કે તે મુંબઈ ના ઈમ્પોર્ટ-એક્સપોર્ટ નાં પ્રખ્યાત એવાં કેતન અગ્રવાલનો દિકરો હતો, છતાં પણ તે સાવ સિમ્પલ હતો તે ખોટો દેખાવો કરતો ન હતો. જયેશ એ પણ શૌર્ય ને તેના વિશે પૂછયું ત્યારે તેણે ટૂંક મા કહી દીધું તે એક અનાથ છે અને તેની આગળ પાછળ કોઈ નથી અને તે અનાથાશ્રમમા જ મોટો થયો છે. પણ એ સમયે કયાં કોઈ ને ખબર હતી કે શૌર્યની આગળ પાછળ કોણ છે. શૌર્યની એક બહુ ખરાબ આદત હતી કે વ્યક્તિનો ચહેરો જોઈ ને તેના મનની વાત જાણી લેતો એટલે તેણે જયેશ ને પૂછયું, “મનોહર કાકા માત્ર બહારથી ખુશ છે પણ અંદરથી કોઈક અંશે તે તૂટી ચૂક્યા છે ” જયેશ એ કહ્યું, “તારી વાત સાચી છે બે વર્ષ પહેલાં જ તેનો એક નો એક દિકરો અને વહુ એક અકસ્માતમા મૃત્યુ પામ્યા, હવે માત્ર તેની એક સાત વષૅની પૌત્રી છે તે મોટા ભાગે અહીં જ હોય છે અમારી સાથે અને કાકાના કેન્ટિનના સ્ટાફ સાથે રમતી હોય છે ” શૌર્ય સમજી ગયો કે મનોહર કાકા આ કેન્ટિન માત્ર તેની પૌત્રી અને પોતાનું એકલતાપણું દૂર કરવા ચલાવી રહ્યાં છે.

ત્યાં જ બેલ વાગી અને તેનાં પહેલાં લેકચૅરનો ટાઈમ થઇ ગયો, તે બનેં કલાસમા ગયાં અને ચોથી બેન્ચ પર બેઠાં, થોડાં સમય પછી પ્રીતિ કલાસમા આવી તેની સાથે શ્રેયા અને અક્ષય પણ હતાં. તે બનેં સામેની બાજુ ત્રીજી બેન્ચ પર જઈ ને બેસી ગયા અને પ્રીતિ તેની પાછળની બેન્ચ પર ગઈ ત્યાં એક છોકરો બેઠો હતો. પ્રીતિએ તેને ધક્કો મારીને નીચે પાડી દીધો અને કહ્યું, “આજથી આ બેન્ચ રીઝર્વ છે તો બીજીવાર બેસવાનું તો દૂર આના તરફ જોવું પણ નહીં ” પેલો બિચારો ત્યાંથી નીકળી જ ગયો, શૌર્ય આ બધું જોઈ રહ્યો હતો તે પ્રીતિ પર ગુસ્સે હતો કે.... કંઈ સમજાયું નહીં. થોડીવાર મા પ્રિન્સીપાલ તેના સ્ટાફ સાથે આવ્યા તેણે બધાંનો પરિચય કરાવ્યો. એગ્રીકલ્ચર ફિલ્ડ ખેડૂતોની ભલાઈ માટે છે, નવા નવા સંશોધન કરીને ખેડૂતોને બમણું ઉત્પાદન સાથે સાથે આવકમા વધારો કરવો અને દેશના વિકાસમાં ફાળો આપવાનો હતો.ઘણાં બધા લોકો એગ્રીકલ્ચર ભણીને નાના-મોટા બિઝનેસ કરે છે. પણ આ પ્રાઈવેટ કૉલેજ હતી એટલે સ્વાભાવિક છે ભલાઈની વાતો નહીં થતી હોય પણ અહીં મોટાભાગના સ્ટુડન્ટ પૈસાવાળાના છોકરા-છોકરીઓ આવતાં અને થોડાંક મધ્યમ વર્ગના આવતાં તે ભણી ને સીધા એમ.કે.ઇન્ડસ્ટ્રીઝ મા નોકરી મેળવી લેતાં એટલે આ યુનિવર્સિટી ફેમસ હતી.

આજ પહેલો દિવસ હોવાથી બધા સ્ટુડન્ટ ને કેમ્પસમા બધી જગ્યાએ લઈ જવામાં આવ્યા. બધી લેબ, કલાસરૂમ, નાના-મોટા ફામૅ, લાઈબ્રેરી, તેને બધી નાનીમોટી વાતની જાણ કરવામાં આવી, ત્યાં સુધીમાં બપોર થઇ ગઇ હતી અને બધા ને તે દિવસે વહેલા જવા દીધાં.

જયેશ તો ગાડી લઈને આવ્યો હતો તેણે શૌર્ય ને કહ્યું કે તે તેને ઘર સુધી ડ્રોપ કરી દેશે પણ શૌર્ય એ ના પાડી, શૌર્ય એ હોસ્ટેલમા પણ રહેતો ન હતો એટલે જયેશ એ કહ્યું હું તને મૂકી જઈ, શૌર્ય એ ના પાડી અને જયશે વધારે કંઈ પૂછે તે પહેલાં તે રીક્ષામા બેસીને જતો રહ્યો. જયેશને શૌર્યનું આ વર્તન સમજાયું નહીં પણ વધારે વિચાર્યા વગર તેણે ગાડીને કીક મારી ને જતો રહ્યો.

શૌર્ય થોડે દૂર ગયો અને રીક્ષા રોકાવી, તે પૈસા આપીને ઉતરી ગયો. તે રોડ ક્રોસ કરી ને બીજી તરફ ગયો, ત્યાં એક કાળાં કલરની આેડી આવી તે તેમાં બેસી ગયો અને ગાડી ત્યાંથી નીકળી ગઈ.

તે દિવસે પ્રીતિ સીધી ઘરે ગઈ, ઘરમા જતાં જ તેણે બેગ સોફા પર ફેકી અને સોફા પર આડી પડી એક નોકર આવી ને તેની બેગ લઇને ગયો અને બીજા નોકર એ તેને પાણી આપ્યું, તે પાણી પી ને નોકર ને પૂછયું, “દાદુ કયાં છે? ”

 નોકર એ કહ્યું, “મોટા માલિક તેનાં રૂમ માં છે.”

પ્રીતિ તે તરફ ગઈ, ત્યાં એક વ્યક્તિ બુક વાંચી રહ્યા હતા તે પાછળ આવી ને જોર થી અવાજ કર્યા પણ સામેથી કોઈ પ્રતિક્રિયા ન આવી, તેણે કહ્યું,“બેટા આ વાળ કંઈ આમને આમ સફેદ નથી થયા અને તું તો મારી લાડલી છે ” એમ કહીને તે હસી પડ્યા.

 પ્રીતિ એ કહી, “દાદુ તમે પણ જબરા છો હો ” એમ કહીને તે તેનાં દાદાજી ને ભેટી પડી.

એ વ્યક્તિ હતાં પ્રીતિના દાદાજી કાનજીભાઈ પટેલ, પચાસ વર્ષ પહેલાં તેણે ગુજરાતમા એક નાનો બિઝનેસ શરૂ કર્યો હતો અને જોતાં જોતાં તે આજે દેશના સૌથી મોટા બિઝનેસમેન બની ગયા હતા તેણે બધો બિઝનેસ તેના દિકરાને સોંપી દીધો હતો અને તે તેને ચલાવવામાં સફળ થયો. કાનજીભાઈનું વ્યક્તિત્વ ઘણા લોકો માટે પ્રેરણાદાયી રહ્યું હતું, દસ વર્ષ પહેલાં જ તેઆે મુંબઈ આવ્યા હતાં, તે ઘરમાં હમેશા સફેદ શર્ટ અને પેન્ટમા રહેતાં, જ્યારે બહાર જવાનું થાય ત્યારે સફારી પહેરતા, ત્યારે તેનો લુક કંઈક અલગ જ લાગતો. તે પોતાની જાત ને ખૂબ ભાગ્યશાળી માનતા કારણ કે તેમનો દીકરો આજ્ઞાકારી હતો અને વહુનાં રૂપમા તેને દિકરી મળી હતી જે તેની બધી જરૂરતનું ધ્યાન રાખતી અને પ્રીતિને તો એ પોતાના પુણ્યનું ફળ માનતાં. આટલી મિલકત હોવા છતાં કયારેય પણ તે વાતનો ઘમંડ તેમને ન હતો, ઘણા અનાથાશ્રમ, ટ્રસ્ટ અને સામાજિક પ્રવૃત્તિઓ તે લોકોના કલ્યાણ માટે કરતાં હતાં.

એક વિશાળ સામ્રાજય કાનજીભાઈ એ ઉભું કર્યું હતું જેની આગળ આજે મોટા મોટા રાજકીય પક્ષો, વેપારીઓ, ઉધોગપતિઆે અને કેટલાક વિદેશી મૂડીરોકાણકારો ઝૂકતાં હતાં. આજ કારણસર કાનજીભાઈ ને બધાં એ કિંગ ઓફ બિઝનેસ એમ્પાયર કહી ને સંબોધ્યા હતાં અને કાનજીભાઈ ને આ વાતની ખુશી પણ હતી.

પણ કહેવાય છે કે નિયતી ના ગર્ભ મા શું છે એ કોઈ ને ખબર ન હોય, કાનજીભાઈ ને કયાં ખબર હતી કે તેના સામ્રાજ્ય ને ધ્વસ્ત કરવા કોઈ આવી રહ્યું છે, જે લોકો તેની સામે ઝૂકી રહ્યાં હતાં તે જ તેની સામે ઉભા રહશે અને રહસ્ય તો એ પણ છે કે શૌર્ય વાસ્તવમાં કોણ છે કોઈ તો રહસ્ય હતું જે તે છુપાવી રહ્યો છે. હવે એ રહસ્ય શું છે તે જાણવા વાંચતા રહ્યો “કિંગ - ધ પાવર ઓફ એમ્પાયર ”


Rate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Drama