Ashvin Kalsariya

Drama

3  

Ashvin Kalsariya

Drama

કિંગ - પાવર ઓફ એમ્પાયર - 19

કિંગ - પાવર ઓફ એમ્પાયર - 19

5 mins
302(આગળના ભાગમાં જોયું કે ઈન્સ્પેકટર પાવલે શૌર્ય ને ગિરફતાર કરે છે અને રવિ યાદવ ના કહેવા પ્રમાણે તે શૌર્ય ને કોઈ જૂઠાં કેસમાં ફસાવાનું પ્લાનિંગ કરે છે, બીજી તરફ પ્રીતિ શૌર્ય ની જમાનત માટે તેમનાં વકિલ મિસ્ટર દેસાઈ સાથે વાત કરે છે , પરંતુ મિસ્ટર દેસાઈ દિલ્હીમા હોય છે પણ તે પ્રીતિ ને આશ્વાસન આપે છે કે તે કાલ સવારે શૌર્યની જમાનત કરાવી આપશે , પ્રીતિ શૌર્ય માટે ચિંતિત થાય છે તો આ તરફ શૌર્ય શાંતિ થી બેઠો હોય છે આ શાંતિ આવનારા કયાં તોફાન નો સંકેત આપે છે આવો જાણીએ .)


એસ પી., ત્રિશા, અર્જુન અને વેદહી ગોવા ના બીચ પર બેઠાં હોય છે, ત્યાં અચાનકએસ પી. ના ફોન ની રિંગ વાગે છે અને એસ પી. ફોન ઉઠાવે છે,

“હલ્લો.... વ્હોટ, તને ખબર છે તું શું બોલે છે...... ઓકે તું બધી વ્યવસ્થા કર હું આવું છું ”એસ પી. એ ફોન પર વાત કરી ને ફોન કટ કરયો (ફોન પર શૌર્ય નો બોડીગાર્ડ હતો જેણે ત્યાં બનેલી બધી ઘટના

એસ પી. ને કહી)

“શું થયું ? ” ત્રિશા એ કહ્યું .

“સર જેલમાં છે ” એસ પી. એ કહ્યું .

“શું વાત કરે છે.... સર અને જેલમાં? ” અર્જુન એ કહ્યું .

“હા..... ” એસ પી એ ત્યાં બનેલી ઘટના કહી .

“ઓહ નો શૌર્ય આવી મુસીબત મા ” વેદહી એ કહ્યું .

“હવે આ બધી વાતો નો ટાઈમ નથી, જલ્દી થી બધાં હોટલ ચાલો અને પંદર મિનિટ પછી હોટલ ના રિસેપ્શન પર મળો, અત્યાર ની પહેલી ફલાઈટ થી જ મુંબઈ જવાનું છે ” એસ પી. એ કહ્યું

“ઓકે ભાઈ” અર્જુન એ કહ્યું .


તે ચારેય લોકો હોટલ પહોચ્યા અને એસ પી. ના કહ્યા પ્રમાણે હોટલ ના રિસેપ્શન પર પહોંચ્યા, અર્જુન એ બાકી ની બધી પ્રોસેસ પુરી કરી, ત્યાં S.P. કોઈક સાથે ફોન પર વાત કરી રહ્યો હતો , તેણે ફોન કટ કરયો અને પેલાં ત્રણેય પાસે પહોચ્યો.

“મારી વકિલ સાથે વાતચીત થઈ ગઈ છે આપણાં મુંબઈ પહોંચતા જ સર ની જમાનત કરવા જશું ” એસ પી. એ કહ્યું .

“ગ્રેટ બ્રો ” અર્જુન એ કહ્યું .

“ત્રિશા, વેદહી સોરી આપણે આમ અધવચ્ચે જવું પડે છે ” એસ પી. એ કહ્યું .

“કોઈ વાંધો નહીં એસ પી. આપણે આટલો ટાઈમ સાથે રહયા એ પણ શૌર્ય ના કારણે જ અને તમારાં બન્ને માટે અમારાં પહેલાં મહત્વનું કોઈ હોય તો એ શૌર્ય છે અને તમારે તમારી ફરજ બજાવી જ પડશે ” ત્રિશા એ કહ્યું .

વેદહી એ પણ ત્રિશા ની વાત સાથે સંમત થતા કહ્યું ,“તમારી લાઈફમાં પહેલું સ્થાન શૌર્ય નું જ હોવું જોઇએ અને પછી અમે ”

“મને તમારી બન્ને પાસે આજ આશા હતી ”એસ પી. એ કહ્યું .

“આપણે એકબીજા ની લાઈફ મા પણ શૌર્ય ના લીધે જ આવ્યા એટલે તેનાં માટે કંઈ પણ કરવાનું થાય અમે તૈયાર છીએ ” ત્રિશા એ કહ્યું .

“ઓકે આપણે જલ્દી થી એરપોર્ટ જઈએ અને જલ્દી થી મુંબઇ પહોંચી ને સરને બહાર લાવીએ ” અર્જુન એ કહ્યું .

તે ચારેય ત્યાંથી એરપોર્ટ માટે નીકળી જાય છે અને મુંબઈ જતી પહેલી ફલાઈટમાં જ બેસી જાય છે.


આ તરફ રાત ના નવ વાગવા આવ્યા હોય છે , પ્રીતિ ઘરમાં એકલી હોય છે તેનાં દાદાજી હજી સુધી આવ્યા ન હતા પ્રીતિ નું કોઈ પણ કામમાં મન લાગતું ન હતું તેની ભૂખ પણ મરી ગઈ હતી. તેને શૌર્ય ની ચિંતા થતી હતી, દેસાઈ અંકલ એ કહ્યું હતું સવારે તે તેની જમાનત કરાવી આપશે પણ આજની રાત કાઢવી બહુ મુશ્કેલ હતી, તેને સમજાતું ન હતું કે તે શૌર્ય માટે આટલી ચિંતિત કેમ થાય છે કયાંક શૌર્ય સાથે પ્રેમ? આવો વિચાર આવતાં જ તે મનમાં બોલી પડે છે, ના ના પ્રેમ અને એ અકડું સાથે જયારે હોય ત્યારે મને ઈગ્નોર કરતો રહે છે આતો હું દોસ્ત હોવા બદલ મદદ કરું છું, પણ હકીકત તો તેને પણ ખબર હતી કે તે શૌર્ય ને પસંદ કરવા લાગી હતી.


આ તરફ પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેકટર પાવલે અને શૌર્ય સિવાય કોઈ ન હતું, હવાલદાર પણ ઘરે જતાં રહ્યાં હતાં, હકીકતમાં ઈન્સ્પેકટર પાવલે એ જ તેને જવા કહ્યું હતું તેણે શોર્ય સામે જોયું તો શૌર્ય તો આરામ થી બેઠો હતો તેને તો કોઈ વાત ની ચિંતા ન હતી એટલે પાવલે અકળાયો અને બોલ્યો,

“બહુ દયા આવે છે તારાં પર કે આ ઉમંરે તારી જીંદગી ખરાબ થવાની છે કયાં તે સિંહ ના મોં મા હાથ નાખ્યો ” પાવલે એ કહ્યું .

“મારા પર દયા ન કર ઈન્સ્પેકટર, બસ તુ ભગવાન ને દુઆ કર કે તું સલામત રહે અને જેને તું સિંહ કહી રહ્યો છે તે રવિ યાદવ સિંહની ખોળમાં ગીધડ છે ” શૌર્ય એ આટલું કહીને એક સ્મિત આપ્યું

“દોરડું સળગી ગયું પણ વળ ન ગયું, દુઆ કર કે ઓછામાં ઓછી સજા થાય એવાં કેસમાં તારું નામ આવે ” પાવલે એ કહ્યું .

“સજા અને મને??? બહુ સારી મજાક કરે છે ઈન્સ્પેકટર ” શૌર્ય એ હસતાં હસતાં કહ્યું .

“લાગે છે ચસકી ગઈ છે તારી ” પાવલે એ દાંત દબાવતાં કહ્યું .

“ઈન્સ્પેકટર બસ આટલું યાદ રાખજે આજ રાત્રે બાર વાગશે તે પહેલાં હું અહીં થી બહાર આવી જાય ” શૌર્ય એ કહ્યું .

“બાર વાગ્યે તો શું બાર વર્ષ પછી પણ બહાર નહીં આવી શકે એવા કેસમાં ફસાવી કે આખી જીંદગી જેલમાં સડી, તારી આ અક્કડ ને તોડી ન નાખું તો હું પાવલે નહીં ” પાવલે એ કહ્યું .

“સપનાં જોવા સારી વાત છે પણ એવાં સપનાં ઓછાં જોવાય જે કયારેય પૂરાં જ ન થવાનાં હોય ” શૌર્ય એ કહ્યું .

“બહુ ઘમંડ છે ને તને આ છોકરી ની આત્મહત્યા ના કેસમાં જ તને ફસાવી અને એ પણ એવો કે બહાર જ નહીં આવી શકી ” પાવલે એ કહ્યું .

અચાનક જ પોલીસ સ્ટેશન ની બહાર કંઈક અવાજ આવ્યો, અવાજ પરથી એવું લાગ્યું કે ઘણી બધી ગાડીઓ એક સાથે જ પોલીસ સ્ટેશન ની બહાર આવીને ઉભી રહી છે, પાવલે આ અવાજ થી થોડો વિચારમાં પડી ગયો કે આ સમયે કોણ આવ્યું હશે કારણ કે તેનાં પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવવા વાળા બહુ ઓછા આવતા કારણ કે પોલીસ સ્ટેશન જ એવા વિસ્તારમાં હતું. આ સમયે તો ની ધડકન વધી ગઈ હતી પણ શૌર્ય ના ચહેરા નો હાવભાવ પહેલાં જેવા જ હતા એ તો આરામ થી બેઠો હતો.


કોણ આવ્યું હશે ? શું રવિ યાદવ શૌર્ય સાથે દુશ્મની નિભાવવા આવ્યો હશે ? , એસ પી અને અર્જુન આવ્યા હશે? , પાવલે એ બહુ રિશ્વત લઈ ને ઘણાં લોકો ની જીંદગી ખરાબ કરી હતી તો શું એમાં થી કોઈ આવ્યું હશે? કયાંક પ્રીતિ તેનાં દાદાજી સાથે આવી હશે ?


ક્રમશઃRate this content
Log in

Similar gujarati story from Drama