End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!
End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!

Ashvin Kalsariya

Drama


3  

Ashvin Kalsariya

Drama


કિંગ - પાવર ઓફ એમ્પાયર- 14

કિંગ - પાવર ઓફ એમ્પાયર- 14

6 mins 324 6 mins 324

(આગળ ના ભાગમાં જોયું કે શૌર્ય અને બાકી બધાં મૂવી જોવા ગયા અને પ્રીતિ ના કહેવા છતાં પણ શૌર્ય તેનાં ઘરે જવાનું ટાળી દે છે, બીજી તરફ કમિશનર આર.જે.મિશ્રા એ દિગ્વિજય સિંહ ને ઘરે બોલાવ્યો અને તેને લાલ ફાઈલ નું રહસ્ય બતાવવાની વાત કરી હતી, શું છે એવું એ લાલ ફાઈલ મા કે જેને તેણે કેબિન મા ન બતાવતાં ઘરે બોલાવ્યો હતો, આજે આ ભાગમાં એ લાલ ફાઈલ નું રહસ્ય ખુલશે, તો ચાલો જાણીએ )


નવ વાગવામાં પાંચ મિનિટ જેટલો જ સમય બાકી હતો, દિગ્વિજયસિંહ ની ગાડી એક ઘર આગળ આવી ને ઉભી રહી ,તેણે ગાડી ને પાર્કિંગ મા મૂકી ને તે ઘર તરફ આગળ વધ્યો, દરવાજા પાસે પહોંચી ને તેણે ડૉરબેલ વગાડી થોડીવાર પછી દરવાજો ખૂલ્યો, સામે કમિશનર આર.જે.મિશ્રા હતાં, તેમણે તેને અંદર આવવા કહ્યું અને દરવાજો બંધ કરયો, બન્ને લિવિંગ રૂમ મા ગયાં અને સોફા પર બેઠાં,

“ખૂબ સરસ ઘર છે સર ” દિગ્વિજયસિંહ બોલ્યાં .

“થેન્કયુ દિગ્વિજય ” આર.જે.મિશ્રા એ પાણી નો ગ્લાસ આપતા કહ્યું .

“થેન્કયુ સર ” દિગ્વિજય એ ગ્લાસ લઈ ને કહ્યું .

“બોલ તો શું લઇ, ચા,કૉફી,વિહ્સકી,વાઈન,વૉડકા….” આર.જે.મિશ્રા એ કહ્યું .

“ના સર આભાર તમારો આ પાણી મા જ બધું આવી ગયું, સર એક વાત પૂછવી હતી? ” દિગ્વિજય એ કહ્યું .

“હા બોલ ” આર.જે.મિશ્રા એ કહ્યું .

“સર તમારાં વાઈફ દેખાતાં નથી, બહાર ગયાં છે ” દિગ્વિજય એ પૂછયું .

“હા, 10 વષૅ પહેલા જ.... ” આર.જે.મિશ્રા એ નિસાસો નાખતાં કહ્યું .

“સોરી સર મને ખબર ન હતી ” દિગ્વિજય એ કહ્યું .

“કોઈ પ્રોબ્લેમ નહીં” આર.જે.મિશ્રા એ તેનાં ખભે હાથ મૂકતાં કહ્યું

કમિશનર આર.જે.મિશ્રા એ ફરી તે લાલ ફાઈલ લઈ ને આવ્યા અને દિગ્વિજય સિંહ ની સામે ટેબલ પર મૂકી,

“તારે જાણવું હતું ને આ ફાઈલ મા શું છે? ” આર.જે.મિશ્રા એ ફાઈલ ઉંચકતા કહ્યું .

“હા સર, એવું તો શું છે આ ફાઈલ મા કે તમે મને અહીં બોલાવ્યો ” દિગ્વિજય એ આતુરતા થી કહ્યું .

કમિશનર આર.જે.મિશ્રા એ તે ફાઈલ ખોલી અને તેનું એક પેજ પલટાવી ને દિગ્વિજય સિંહ સામે મૂકયું, એ પેજ એકદમ ખાલી હતું અને તેના પર પ્રશ્નાર્થ ચિહ્ન હતું અને નીચે વિરાટ લખ્યું હતું,

“સર આતો ખાલી છે ” દિગ્વિજય સિંહ એ કહ્યું .

“હા આ જ છે મિશન વિરાટ ” આર.જે.મિશ્રા એ કહ્યું .


તેણે વાત આગળ વધારતાં કહ્યું, આ પેજ ની જેમ આની આેળખાણ પણ હજી કોરી છે, “વિરાટ ” બેઈમાની ની દુનિયા નો બેતાજ બાદશાહ, તેણે ફાઈલ ના બીજા એક પેજ પર દોરેલ ચિહ્ન બતાવ્યું, એમાં એક શેતાન ની આંખ નું ચિહ્ન હતું, આ છે વિરાટ નું ચિહ્ન આજે લોકો આનાં નામથી જ નહીં પણ આ ચિહ્ન થી પણ ડરે છે.

વિરાટ કોણ છે કેવો દેખાય છે એ કોઈ નથી જાણતું, પણ આજે દેશમાં થતાં બધાં ગેરકાનૂની કામ નું પાવરહાઉસ વિરાટ છે, અહીં થી ક્રોસો દુર એક વિરાન ટાપુ પર છે વિરાટ નું સામ્રાજ્ય, ટાપુ નહીં પણ એક અભેદ કિલ્લો છે એ કે જેને કોઈ ભેદી નથી શકતું, અંદર આવવા જવા માટે એક જ રસ્તો છે ત્યાં નો વિશાળ દરવાજો, કહેવાય છે કે એક વાર તેની અંદર પ્રવેશ્યા તો મોત સિવાય કોઈ બહાર નહીં લાવી શકે , નરક થી પણ બેહાલ જગ્યા છે એ કિલ્લો અને તેની અંદર જ થાય છે ડ્રગ, હથિયાર, સોનું અને એવી કેટલીય વસ્તુઓનું ઉત્પાદન, ચાલીસ હજાર જેટલા માસુમ લોકો ને ગુલામ બનાવીને રાખ્યા છે અને તેની સેના છે એક હજાર નરભક્ષી દૈત્ય કે જેમાં લાગણી નો એક અંશ જ નથી.


આપણાં જ દેશમાંથી કેટલીક છોકરીઓ ને નોકરી ની લાલચ આપી ને અને કેટલીક ને ફસાવી ને તે કિલ્લામાં લઈ જવામાં આવે છે ત્યાં આ બધાં પોતાની હવસ ની ભૂખને સંતોષે છે અને કેટલીક ને વિદેશ મા વેશ્યાવૃત્તિ મા ધકેલી દેવામાં આવે છે, ક્રૂર મા ક્રૂર છે એ વિરાટ પણ આજ સુધી તેનો ચહેરો કોઈ એ જોયો જ નથી, આ દેશની અંદર તેનાં ચાર પ્યાદા છે જે આખી શંતરજ ની બાજી પર રમી રહ્યા છે.


દિલ્હીમાં સુલતાન, સાઉથમા અન્ના શેટી, પશ્ચિમ મા સિંકદર અને મુંબઈમા બાદશાહ આ ચાર લોકો ને લીધે આજે તે આ દેશની બહાર હોવા છતાં પણ પોતાના ગેરકાનૂની કામ સરળતાથી કરી રહ્યો છે, આ ચારેય મા જો કોઈ શકિતશાળી હોય તો એ છે બાદશાહ, તેણે અન્ના શેટી ને પોતાની સાથે લઈ ને હવે સુલતાન અને સિંકદર ને મારી પોતે બધું જ પોતાના હાથ નીચે કરવા માંગે છે, વિરાટ ના ટાપુ પર થી આવતો બધો માલ મુંબઈ પર ઉતરે છે અને ત્યાં થી જ બધાં સુધી પહોંચે છે, છોકરીઓ ની તસ્કરી પણ મુંબઈ થી જ થાય છે, કન્ટેનર મા તેમને ડ્રગ્સ આપી ને બેભાન કરવામાં આવે છે અને તેને ટાપુ સુધી પહોંચાડવા મા આવે છે, આજે પણ બાદશાહ નો દબદબો એટલો છે કે આ શહેર મા કોઈ પણ વ્યક્તિ તેની વિરુદ્ધ નથી જઈ શકતી.

“સર પણ મે આનું નામ તો સાંભળ્યું જ નથી ” દિગ્વિજય સિંહે કહ્યું .


“કારણ કે આ લોકો તેની વાત આવાં કોઈ પત્રકાર કે અન્ય સુધી પહોંચે એ પહેલાં જ તેને ખતમ કરી નાખે છે ” આર.જે.મિશ્રા એ કહ્યું

“સર આપણે સેન્ટ્રલ ગવર્નર સાથે વાત કરી ને એક સ્પેશિયલ ટીમ બનાવીને આ આેપરેશન ને પુરુ કરી શકીએ છીએ ” દિગ્વિજયસિંહે કહ્યું

“તને શું લાગે છે જે વ્યક્તિ આટલું મોટું સામ્રાજ્ય ઊભું કરી ને બેઠો એ આ દેશના નેતાઓ ને ખરીદી ન શકે, સેન્ટ્રલ મા બેઠેલા કેટલાય મિનિસ્ટર એનાં ગુલામ છે તો કેટલાંય ને તે ચુંટણી સમયે ફંડ અને પાવર પૂરી પાડે છે ” આર.જે.મિશ્રા એ કહ્યું .

“પણ સર.... ” દિગ્વિજય સિંહ બોલવા જતો ત્યાં જ તેને વચ્ચે અટકાવ્યો .

“દિગ્વિજય જો કોઈ ને એ પણ ખબર પડી ને કે આપણે અત્યારે વિરાટ વિરુદ્ધ કંઈ કરવાનું નક્કી કર્યું તો કાલ સવાર સુધીમાં તો આપણું ટ્રાન્સફર પણ થઈ જશે ” આર. જે. મિશ્રા એ કહ્યું

“ઓકે સર પણ મારે શું કરવાનું છે? ” દિગ્વિજય સિંહે પ્રશ્નાર્થ ભાવે પૂછયું .

“તારે બસ બાદશાહ ને રોકવાનો છે એક વાર આપણે તેને ખતમ કરી નાખ્યો તો એ દેશમાં કોઈ પણ જગ્યાએ માલ સપ્લાય નહીં કરી શકે અને વિરાટ પણ મજબૂર થઈ જશે ” આર.જે.મિશ્રા એ કહ્યું

“તમારી વાત સાચી છે સર પણ... ” દિગ્વિજય એ કહ્યું .

“દિગ્વિજય હું નિવૃત થાવ એ પહેલાં બસ મારે આ એક કામ પૂર્ણ કરવું છે અને મે તારો રેકોર્ડ જોયો છે એટલે તો મે તને આ કેસ સોપ્યો છે ” આર.જે.મિશ્રા એ કહ્યું

“ઓકે સર હું કાલ થી જ આ કામ પર લાગી જાય અને જયારે જરૂર પડશે હું તમને મળવા અવશ્ય આવી ” લાલ ફાઈલ હાથ મા લેતાં કહ્યું

“જરૂર મારા થી બનતી બધી મદદ હું કરી ” આર.જે.મિશ્રા એ કહ્યું .

થોડો સમય બેઠાં પછી દિગ્વિજય સિંહે વિદાય લીધી અને કમિશનર આર.જે.મિશ્રા તેને ગાડી સુધી મૂકવા આવ્યો, ત્યારબાદ પોતાના ઘરમાં આવી ને તેણે દરવાજો બંધ કરયો અને પોતાનો મોબાઈલ કાઢીને ને એક નંબર ડાયલ કરી ને કૉલ લગાવ્યો,

“હા તમારું કામ થઈ ગયું ” કમિશનરે હસતાં હસતાં કહ્યું .

“વાહ મિશ્રા ” સામે છેડે થી અવાજ આવ્યો .


“દિગ્વિજય બાદશાહ ને ખતમ કરી નાખશે અને તમારો રસ્તો સાફ બસ તમે એક એવો પ્લાન બનાવો કે તેને મારવાનો અવસર મળે ” કમિશનરે કહ્યું .

“એની ચિંતા તું ન કર બહુ જલ્દી એ અવસર આવશે અને તેને તારાં આ કામની કિંમત કાલ સવાર સુધીમાં મળી જશે ” સામે છેડે થી આટલું કહીને ફોન કટ થઈ ગયો .

કમિશનર આર.જે.મિશ્રા એ ફોન મુકયો અને તે એક રહસ્યમય સ્મિત સાથે હસવા લાગ્યો.

આખરે કોણ છે વિરાટ જેણે આ સ્ટોરીમાં આવું સ્થાન પ્રાપ્ત કર્યું અને શું એ શૌર્ય ના અતિત સાથે જોડાયેલા છે કે પછી આવનારા સમયમાં શૌર્ય માટે મુસીબત બનશે, અને કમિશનર આર.જે.મિશ્રા એ દિગ્વિજય સિંહ ને જે વાત કરી એ સત્ય હતી અને કોણ હતો એ ગુમનામ વ્યક્તિ કે જેની સાથે કમિશનર આર.જે.મિશ્રા એ વાત કરી હતી.


ક્રમશઃRate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Drama