Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Ashvin Kalsariya

Drama


3  

Ashvin Kalsariya

Drama


કિંગ - પાવર ઓફ એમ્પાયર - 12

કિંગ - પાવર ઓફ એમ્પાયર - 12

5 mins 588 5 mins 588

(આગળ ના ભાગમાં જોયું કે શૌર્ય એમ એલ એ રવિ યાદવ ના દીકરા રૉકી યાદવ વિશે જાણે છે અને બીજી તરફ એસ પી'. અને અર્જુન ગોવા મા એન્જોય કરી રહ્યા હોય છે, અહીં શૌર્ય એક છોકરી ને જુવે છે જેને જોઈ તેને થોડું અજીબ લાગે છે કોણ છે એ છોકરી, અને શું છે એ મુસીબત જે શૌર્ય તરફ આગળ વધી રહી હતી )

તે છોકરી કેન્ટીન માંથી બહાર ની તરફ નીકળી તેને જોઈ ને શૌર્ય પણ ઉભો થયો અને પ્રીતિ ને કહ્યું, “હું થોડી વાર મા આવું છું ” , પ્રીતિ કંઈ પૂછે એ પહેલાં જ ત્યાં થી નિકળી ગયો, પેલી છોકરી બહાર લોબી માં જઈ રહી હતી, શૌર્ય એ તેને રોકવા માટે કહ્યું, “એક મિનિટ.... ” અચાનક પાછળ થી અવાજ આવતો જોઈ ને તે ઉભી રહી અને તે તરફ જોયું.

“આ તમારો રૂમાલ તમે કેન્ટીન મા જ ભૂલી ગયા હતા ” શૌર્ય એ રૂમાલ આગળ કરતાં કહ્યું .

“થેન્કયુ ” તેણે રૂમાલ લેતાં કહ્યું .

“કંઈ પ્રોબ્લેમ ન હોય તો એક સવાલ પૂછી શકું છું ” શૌર્ય એ અચકાતા કહ્યું .

“હા ” તેણે હકારમાં માથું હલાવતાં કહ્યું .

“રૉકી ને જોઈ ને તારા દિલમાં આટલી લાગણી કેમ ” શૌર્ય એ કહ્યું .

આટલું સાંભળતા જ તેણે તરત ઊચું જોઈને શૌર્ય તરફ જોયું, “એવું કંઈ નથી ” તેણે કહ્યું .

“રડવું હોય તો રડી લે તારું દિલ હળવું થઈ જશે ” શૌર્ય એ કહ્યું .

“ના મારા દિલમાં એવું કંઈ નથી ” તેણે કહ્યું .

“આંખો મા આંસું નો દરિયો લઈ ને ફરે છે અને કહે છે દિલમાં કંઈ નથી, અને આમ પણ દુઃખ વહેંચવાથી આેછું થાય છે ” શૌર્ય કહ્યું .


આટલું સાંભળતા જ તેણે રોકી રાખેલા આંસું ના દરિયા ને વહાવી દિધો, “અરે એક કામ કર અહીં દાદર પાસે બેસ હું પાણી લઈ ને આવું છું ” શૌર્ય એ તેને બેસવાનું કહી જતો રહ્યો, થોડીવાર મા તે પાણી લઈ ને આવ્યો તેની પાસે બેસીને તેને પાણી આપ્યું અને તેણે પાણી પીધું અને કહ્યું, “થેન્કયુ, મારું નામ સુનિતા છે ”

“મારું નામ શૌર્ય છે ” શૌર્ય એ કહ્યું .

“હું રૉકી ને બહુ પ્રેમ કરું છું પણ..... ” સુનિતા એ કહ્યું .

‘અચ્છા હવે સમજયો.... ’ શૌર્ય એ કહ્યું .

“એણે મારી સાથે બહુ સમય વિતાવ્યો અને મારો સમભોગ કરી ને મને છોડી દીધી, મે એને બહુ સમજાવ્યો તો એણે મને કહ્યું કે તે માત્ર ટાઈમ પાસ કરી રહ્યો છે ” આટલું બોલી તે રડવા લાગી .

“જો જે થઈ ગયું એને તું બદલી નથી શકવાની પણ આમ લાગણીઓમાં વહી ને તું તારું અને તારાં પરિવારનું જ નુકસાન કરી રહી છે ” શૌર્ય એ કહ્યું .

“મારા ઘરે આ વાત ની ખબર નથી અને મારા મમ્મી પપ્પા ની હું એક જ છું.... ” સુનિતા એ કહ્યું .

“તારાં મમ્મી પપ્પા એ તને અહીં સુધી પહોંચાડવા બહુ મહેનત કરી અને તુ આમ લાગણી મા વહી ને તારું કરીયર ખરાબ ન કર” ,શૌર્ય એ કહ્યું .

“સાચી વાત છે પણ.... ” સુનિતા એ કહ્યું .

“જો સુનિતા પ્રેમ કાચ જેવો છે તે તૂટે તો બનેં તરફ દદૅ થાય છે પણ જો એક તરફ જ દદૅ થાય તો એ પ્રેમ ન હોય ” શૌર્ય એ કહ્યું .

“તારી વાત સાચી છે આવી ખોટી લાગણીમાં વહી ને હું કંઈક ખોટું પગલું ભરી લેત પણ હવે નહીં ” તેણે આંસું લુછતાં કહ્યું .

“હમમ, ઓકે હવે કયારેય આમ લાગણીઓથી હાર ન માનતી ” ,શૌર્ય એ ઉભા થતાં કહ્યું .

“ઓકે ” સુનિતા પણ ઉભી થઇ .

“ઓકે બાયય” શૌર્ય એ કહ્યું .

“પણ કેમ બાયય” સુનિતા એ કહ્યું .

“હું બસ તને તારી આ ખોટી લાગણી થી મુકત કરવા માંગતો હતો અને તે મે કરી દીધું ” આટલું કહી શૌર્ય ત્યાં થી જતો રહ્યો .

સુનિતા તેને જતો જોઈ રહી અને મનમાં વિચારવા લાગી, આ કંઈક અલગ છે, લોકો ના દિલ અને દિમાગ જીતાવામાં બાજીગર છે.


શૌર્ય સાધારણ ન હતો અને તેનાં કાયૅ આ વાતની સાબિતી પૂરતાં હતા, તે દુશ્મન બનાવતો ન હતો પણ તેનાં કામના લીધે તેનાં દુશ્મન બની જતાં હતાં, કહેવાય છે તમે જેને જોઈ શકો જો તે વાર કરે તો તમને તેને રોકી શકો પણ આજ સુધી જેને કોઈ જોઈ જ ન શકયું હોય તેને કેવી રીતે રોકી શકાય, આવો જ એક વ્યક્તિ શૌર્યની લાઈફમા આવવાનો હતો જે તેનાં અતીત સાથે પણ જોડાયેલો હતો અને તેનાં વતૅમાન ને પણ બરબાદ કરવા માંગતો હતો.


એક અંધારી જગ્યા હતી, જયાં બાજુ ની દિવાલો પર ઉપર ની બાજુ બે બારી હતી જેમાંથી આછો પ્રકાશ અંદર પથરાય રહ્યો હતો, ચાર લોકો માથું ઝુકાવી ને ઉભા હતાં અને તેની સામે એક સ્ટેજ જેટલી ઉંચી જગ્યા હતી અને તેનાં પર એક ખુરશી હતી જેમાં એક વ્યક્તિ બેઠેલો હતો, અંધારાના કારણે ખાલી ત્યાં કોઈ હાજર છે એ જ ભાસ થતો હતો અને તે વ્યક્તિની અવાજ જ સાંભળી શકાતી હતી. પણ તેનો ચહેરો કોઈ જોઈ શકતું ન હતું.

“એક નબંર ના કામચોર છો, બસ મફત નું ખાવા પહોંચી જાવ છો ” એ વ્યક્તિ એ ત્રાડ પાડતાં કહ્યું .

“બૉસ અમે બહુત મહેનત કરી પણ અમે હુસેન ના કાતિલ સુધી પહોંચી ન શક્યાં .. ” એક વ્યક્તિ એ કહ્યું .

“મારે એ વ્યક્તિ કોઈ પણ કિંમતે જોઈએ જેણે મારાં કરોડોનું નુકસાન કરી નાખ્યું અને જેના કારણે મારે અહીં આવવું પડ્યું .” એ વ્યક્તિ એ ગુસ્સામાં કહ્યું .

“બૉસ પોલીસ પણ તેને નથી પકડી શકી ” બીજા એક વ્યક્તિ એ કહ્યું

“એ માદર…. પોલીસ પકડે એ પહેલાં મારે એ જુવે જો એ ન મળ્યો તો તમારી અર્થી ઉઠાવા તમારા ઘરમાં કોઈ નહીં વધે ” તેણે ઉભા થઈ ને ગુસ્સામાં કહ્યું .

 

“ઓકે સર પણ.... ” બીજા એક વ્યક્તિ એ કહ્યું .

“પણ શું તમે ગમે તેમ કરો પણ એ મારે જીવતો જુવે, આ સામ્રાજ્ય મે કંઈ ઈંટો થી નહીં પણ લોકો ની લાશો થી બનાવ્યું છે અને જે આના પર પ્રહાર કરશે હું એની સાત પેઢી ને એવી મોત આપી કે કયારેય પણ મારી સામે કોઈ માથું ઉંચું ના કરી શકે ” તેણે કહ્યું .

“ઓકે સર તમારૂ કામ થઈ જશે ” આટલું કહીને તે ચારેય વ્યક્તિ ત્યાં થી જતાં રહ્યાં.

તે વ્યક્તિ જયાં બેઠો હતો તે ખુરશી ની પાછળ એક વિશાળ આંખનું ચિહ્ન હતું તેણે ત્યાં બાજુમાં રહેલા બટન દબાવતાં એ ચિહ્નમાંથી એક દરવાજો ખૂલ્યો અને તે વ્યક્તિ ત્યાં થી જતો રહ્યો, જે ચાર વ્યક્તિઓ ત્યાં ઉભા હતાં તેનાં હાથ મા પણ આંખનું ચિહ્ન હતું.


આખરે કોણ છે આ વ્યક્તિ, શું રહસ્ય છે આ ચિહ્નનું અને આ વ્યક્તિનું શૌર્ય ના અતિત સાથે કંઈ રીતે સંબંધ છે, શું એ શૌર્ય સુધી પહોંચી શકશે, શું શૌર્ય પોતાના આ દુશ્મન ને ઓળખી શકશે અને હજી એક મુસીબત તો બાકી છે જે શૌર્ય ને થોડાં સમયમાં જ સામનો કરવા મળશે ..


ક્રમશઃ

 


Rate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Drama