કિંગ- પાવર ઓફ એમ્પાયર - 11
કિંગ- પાવર ઓફ એમ્પાયર - 11


(આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય ના કહેવા પર એસ.પી. અને અર્જુન ગોવા જવા તૈયાર થાય છે અને બીજી બાજુ શૌર્ય પણ પ્રીતિ વિશે બધું જાણી રહ્યો હતો, પણ શું એ પ્રેમ હતો કે પછી કોઈ નફરત કારણ કે શૌર્ય એ જ કહ્યું હતું આ સ્ટોરીમાં નાયક પણ એ જ છે અને ખલનાયક પણ તો જોઈએ આગળ શું થાય છે.)
શૌર્ય ઉઠયો ત્યારે તેની નજર ટેબલ પર પડેલી ચિઠ્ઠી પર પડી તેણે તે લઈ ને વાંચી અને તેનાં ચહેરા પર સ્મિત આવ્યું તે ટેબલનાં ખાનામાં મૂકી ને ને તૈયાર થવા જતો રહ્યો, થોડીવારમાં બહાર આવીને નીચે હૉલમાં જઈ ને સોફા પર બેઠો ને ન્યૂઝ પેપર પર નજર નાખી ત્યાં પાછળથી એક અવાજ આવ્યો,
“માસ્ટર યૉર કૉફી ” પાછળ થી કોઈક બોલ્યું .
ઉપર થી નીચે બ્લેક કલરનું અને અંદર સફેદ કલરનું શટૅ, થોડો લંબગોળ ચહેરો એ હતો શૌર્ય ના ઘરનો કિચન માસ્ટર “કેડબરી”
“કેડબરી થેન્કયુ ” શૌર્ય એ કૉફી નો મગ લેતાં કહ્યું .
“માસ્ટર, અર્જુન આ ચાવી આપી ને ગયો છે ” તેણે ચાવી આપતાં કહ્યું .
શૌર્ય એ કૉફી પૂરી કરી અને ચાવી લઈ ને કહ્યું “ઓકે કેડબરી હું કૉલેજ જાવ છું ઓકે બાયયય” .
“ઓકે માસ્ટર ” કેડબરી એ માથું નમાવીને કહ્યું .
શૌર્ય બહાર નીકળ્યો ત્યાં ચાર બૉડીગાડૅ ત્યાં ઉભા હતાં, તેને જોઈ ને શૌર્ય બોલ્યો, “તમે અહીં???? ”
“યસ સર,S.P. સર એ કહ્યું હતું તે થોડાં સમય બહાર રહેશે એટલે અમે તમારી સાથે..... ” એક ગાડૅ બોલ્યો .
“ઓકે પણ મારે કોઈ જરૂર નથી ” શૌર્ય એ કહ્યું
“સોરી સર અમે તમારી વાત નહીં માની શકીએ S.P. સર નો ઓડૅર છે એટલે... ”
“હે ભગવાન ગોવા ગયો પણ મને એકલો તો ન જ મૂકયો ” શૌર્ય મનમાં બબડયો .
“સર ડૉન્ટ વરી અમે કાર તમારી બાઈક થી થોડાં દૂરનાં અંતર પર રાખીશું ” એક ગાડૅ બોલ્યો .
“ઓકે ” શૌર્ય એ ઉદાસ થતાં કહ્યું .
પ્રીતિ કૉલેજ પહોંચી અને તેની કાર ને પાર્ક કરી ને નીકળી ત્યાં પાછળથી કોઈકનો અવાજ આવ્યો તેણે તે તરફ જોયું તો….
“ગુડ મૉર્નિંગ ” શૌર્ય એ હાફતાં કહ્યું .
“હાય, ગુડ મૉર્નિંગ ” પ્રીતિ એ સ્મિત આપતાં કહ્યું, તે ખુશ થઈ ગઈ કારણ કે શૌર્ય એ સામે થી તેને બોલાવી
“અને કાલ માટે સૉરી ” શૌર્ય એ કહ્યું .
“કેમ સૉરી ” પ્રીતિ એ કહ્યું .
“અરે કાલે કલાસ માં જવાનું હોવાથી તને ઈગ્નોર કરી હતી એટલે મને થયું તને ખોટું લાગી ગયું હશે..... ” શૌર્યએ કહ્યું .
“ના મને શું કામ ખોટું લાગે મને તો ખબર પણ નહીં એ વાત ની ” પ્રીતિ મનમાં મુસ્કુરાતા બોલી
પણ હકીકત મા તો પ્રીતિ ની હાલત ખરાબ થઈ ગઈ હતી .
“અચ્છા જો મને ખોટું લાગ્યું હોત તો તું શું કરી? ” પ્રીતિ એ પૂછયું .
“ખોટું લાગ્યું તો ભલે લાગ્યું મને શું ”શૌર્ય એ હસતાં કહ્યું .
“તું છે ને બંધ થા ” પ્રીતિ એ નકલી ગુસ્સો બતાવતાં કહ્યું .
“અચ્છા શ્રેયા ને એ બધાં કયાં છે? ” શૌર્ય એ કહ્યું .
“કેન્ટીન મા રાહ જુવે છે એ લોકો ” પ્રીતિ એ કહ્યું .
“ચાલ તો જઈએ ” શૌર્ય એ કહ્યું .
તે બનેં કેન્ટીન તરફ જતાં થયાં, તે બનેં એકસાથે કેન્ટીન મા આવ્યા એ જોઈ ને શ્રેયા અને અક્ષય તો સરપ્રાઈઝ જ થઈ ગયા .
“તમે બનેં સાથે??? ” શ્રેયા એ કહ્યું .
“કેમ અમે સાથે ન આવી શકીએ ” પ્રીતિ એ ખુરશી પર બેસતાં કહ્યું .
“હા હવે આવી જ શકો ને ” અક્ષય એ શ્રેયા ને આંખ મારતાં કહ્યું .
“જયેશ નથી આવ્યો . ” શૌર્ય એ પૂછયું .
“તે એના મમ્
મી-પપ્પા સાથે ઓસ્ટ્રેલિયા ગયો છે કાલે રાત્રે તને કૉલ કર્યો પણ તે રિસીવ ન કરયો ” અક્ષય એ કહ્યું .
“ઓહ ફોન સાયલન્ટ પર હતો એટલે કંઈ વાંધો નહીં હું એને ફોન કરીને વાત કરી લઈ” શૌર્ય એ કહ્યું .
તે બધાં વાતો કરી રહ્યા હતા ત્યાં પાછળ થી કંઈક અવાજ આવ્યો, બધાં એ તે તરફ જોયું, પાછળ ની બાજુમાં ખૂણામાં ટેબલ પર એક વ્યક્તિ બેઠો હતો તેની આસપાસ કેટલાક બીજા છોકરાં બેઠાં હતાં અને તે વ્યક્તિ ની બાજુ મા એક છોકરી બેઠી હતી જેણે ખાલી કહેવા પૂરતાં ના જ કપડાં પહેર્યાં હતાં અને તે પેલાં વ્યક્તિ ને ખૂબ નજીક બેસી હતી અને પેલો વ્યક્તિ તેનાં પર પોતાની હવસ સંતોષવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
“આ છે એક નબંરનો હરામી.... ” અક્ષય એ કહ્યું .
“કોણ છે આ ” શૌર્ય એ અક્ષય સામે જોઈ ને કહ્યું .
“રાકેશ યાદવ ઉફૅ રૉકી યાદવ અહીં ના એમ એલ એ રવિ યાદવ નો દિકરો ” શ્રેયા એ કહ્યું .
“પપ્પા એ કહ્યું હતું કે આનાથી દૂર રહેજે બાપની પાવર ઉપર અહીં કૉલેજમાં આવી ગયો, બાપ નાં પાવર પર બધાં ગેરકાયદે કામ કરે છે ” શૌર્ય એ કહ્યું .
“જેમ બધાં કપડાં બદલે એમ આ છોકરીઓ ને બદલે છે અત્યારે જે બાજુમાં બેઠી એની સાથે હવસ પૂરી કરી ને જતી કરી દેશે ” શ્રેયા એ કહ્યું .
“દારૂ, ડ્રગ્સ અને મારામારી સિવાય બીજું કોઈ કામ જ નથી ” અક્ષય એ કહ્યું .
“આવાં લોકો થી દૂર રહેવામાં જ ફાયદો છે ” શૌર્ય એ કહ્યું .
બધાં ની નજર રૉકી ની હરકતો ઉપર હતી પણ શૌર્ય ની નજર રૉકી ની સાથે સાથે કેન્ટીન ના દરવાજા પાસે ખૂણામાં ઉભેલી છોકરી ઉપર પણ હતી, સાવ સાદા સરળ ડ્રેસ મા જેની નજર રૉકી ઉપર હતી અને આંખો મા નમી હતી, કોઈ નું ધ્યાન તેનાં ઉપર ન હતું પણ શૌર્ય નું ધ્યાન તેનાં ઉપર હતું. લોકો ખાલી જે પરિસ્થિતિ સામે હોય તેને જ જુવે છે પણ શૌર્ય એ પરિસ્થિતિ ની સાથે આજુબાજુ થતી નાની નાની વાત ને પણ સમજી જતો એટલે માટે તો એ કિંગ કહેવાતો હતો.
આ તરફ એસ.પી.. ગોવામાં પોતાની ગર્લફ્રેન્ડ ત્રિશા સાથે બીચ પર બેઠો હતો,
“ત્રિશા બહુ ટેન્શન થાય છે સર નું ” એસ.પી. એ ત્રિશા ના વાળમાં હાથ ફેરવતાં કહ્યું .
“હું સમજી શકું છું, પણ મને શૌર્ય પર વિશ્વાસ છે તે કોઈ પણ પરિસ્થિતિ નો સામનો કરી શકે છે ” ત્રિશા એ એસ.પી.. ની છાતી ઉપર માથું રાખતાં કહ્યું .
“એ તો છે જ પણ.... ” એસ. પી. એ કહ્યું .
“હવે જો તારે અહીં આ વાત જ કરવી હોય તો હું શૌર્ય ને કહી દઈ” ત્રિશા એ નખ મારતાં કહ્યું .
“હા હવે પણ આ અર્જુન કયાં છે? ” એસ.પી. એ આમતેમ નજર ફેરવતાં કહ્યું .
“એ તો વેદહી સાથે રૂમમાં.... ” ત્રિશા એ આંખ મારતાં કહ્યું .
“અચ્છા તેઓ આ આપણે કયારે કરીશું ” એસ. પી.. એ ચહેરો નજીક લાવતાં કહ્યું .
“અચ્છા ” આટલું કહીને તેણે S.P. ના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા અને હળવું ચુંબન કરી લીધું .
“એટલામાં શું થશે ” એસ. પી. એ કહ્યું .
“હા હવે હોટલ જઈએ ” ત્રિશા .
તે બનેં હોટલ તરફ જતાં રહ્યાં , અર્જુન પણ પોતાની ગર્લફ્રેન્ડ સાથે રૂમમાં કેટલાક આનંદમય પળ વિતાવી રહ્યો હતો, પણ કોણ જાણતું કે હજી એક અણધારી મુસીબત શૌર્ય ની રાહ જોઈ રહું હતું , જે શૌર્ય ની હકીકત ને બધાં સામે લાવી શકે એમ હતી અને હજી પહેલી છોકરી કોણ હતી એ પણ એક નવી પહેલી બની ગઈ હતી, શું છે છોકરીનું રહસ્ય, શું શૌર્ય તેનાં વિશે જાણકારી મેળવશે અને શું છે નવી મુસીબત જે શૌર્ય તરફ આગળ વધી રહી હતી.