Ragini Shukal

Romance Others

2  

Ragini Shukal

Romance Others

કીટટા તો નહિં જ

કીટટા તો નહિં જ

4 mins
7.9K


ફૂલના કયારામાં જાત જાતના ફૂલો હોય ને જાતજાતના નામ, યાદ ન રહેતા વિકાસ હસી પડતો.

"શું કરું યાદ નથી રહેતું ?"

"તને કઇ કહેવા નો શું ફાયદો ? તું ફૂલોના નામ યાદ નથી રાખી શકતી તો બીજી વાતો કયાં થી રહેશે ?"

નાની નાની વાતોમાં ઝગડી પડતાં ટોણા મારવાની એક પણ તક છોડતા નહિં. અને રિસાઇ ને વાત કરવાાાનું બંધ કરી દે. લોકો સાચું કહે છે કે લવ મેરેજ સફળ થાય જ નહિં. "તું તો મારી પાછળ પાગલ હતો, મારી સાથે નહિં રહે તો હું અધુરો રહી જઇશ. એ શું નાટક હતું ?" રીયા બૂમ પાડી ને કહેતી.

"સહારા વગરનું જીવન હતું. એમ તું જ કહેતી."

"એમ હું કહેતી કે તું કહેતો."

"મળવાની ના પાડતી અને પંદર મિનિટ મોડું થાય ને તો હેરાન પરેશાન થઇ જતી."

"હુ પાગલ હતો તો તુ સમજદાર બની ને જુદી કેમ ન થઇ ગઇ.

વિકાસે કીધું તે સાચું હતું માટે રીયા ચુપ થંંઇ જતી. દરરોજ મળવું ભેટ લાવવી, ફૂલ લાવવા, એ પ્યાર જ હતો ને. અાજે એક બીજા પર આરોપો મુકાયા. ઘણીવાર તો જમ્યા વગર જ સૂઇ જતા. કેટલી કચકચ થતી પછી નીદર કેમ આવે. રાતનો અંધકાર ને વિતેલી વાતો ફિલ્મની જેમ યાદ આવી જતી.

'વિકાસ કેટલો બદલાઇ ગયો, એને સ્વમાન છે તો શું મારે નથી ! એ પુરુષ છે એટલે મનફાવે બોલે અને મારે ચુપ રહેવાનું, શું એની દરેક વાતમાં મનમાની કરે."

ભૂતકાળ ને વતૅમાનની સરખામણીમાં અંઘકાર છવાઇ ગયો. ભૂતકાળની જીંદગીમાં રીસામણાને મનામણાં હતાં. મેણા- ઠપકા નહિં. સવાર પડતા રીયાને તકિયે વિકાસે એક ગુલાબનું ફૂલ મુકયું. આ રોજનો નિયમ હતો ને ફૂલ રીયા અંબોડામાં ખોસતી. સુંદર પણ લાગતું હતું. ને પ્યાર કરવાનું મન થઉ ગયું. અટકી ગયો નારાજ થઇ જશે તો...તૈયાર થઇ ને ઓફિસ જતો રહ્યો. કામ પતાવીને રીયા આડીજ પડતી હતી ને સેક્રટરીનો ફોન આવ્યો,

"સાહેબ નથી આવવાના ? શંકા થઇ ! અહીંથી તો નીકળી ગયા છે. મીસ રીતુને પુછોને બીજે કયાંક તો નથી જવાના ને !"

"એપણ નથી આવી."

મીસ રીતુ ખૂબ સુંદર છે .પતિ સાથે અણબનાવ બનતા છુટાછેડા સુધી વાત પોચી ગઇ છે કયાંક વિકાસનુ... સાંજે પાછા ફરતા ખૂશ હતો. રીનાનો ચહેરો જોઇને લાગ્યું હમણાં કાંઇક કહીશ તો નારાજ થશે. જવાળામુખી ફાટી જશે. રીના ચૂપચાપ બીજી રુમમાં જતી રહીને રડવા લાગી. એક બીજા માટે જાણવા ઇચ્છતાં છતાં કાંઇ પણ બોલ્યા. નહીં. દિવસેને દિવસે અંતર વધતું ગયું. વીસ-પચ્ચીસ દિવસ થઇ ગયા. કોણ પહેલ કરે દરેકને અંહમ નડતો હતો. રવિવારની સવાર પડતા બેલડોર વાગી કોણ હશે ? વિચાર આવ્યો. દરવાજો ખોલતાં

"મેડમ સર છે ને ?"

"હા" કહેતા મીસ રીતુ ને સુહાગ અંદર આવી ગયાં.

"અહી છું બાલકનીમાંથી અવાજ આવ્યો.

"ચા" બનાવજે એમ કહેતા રીયા ચા ને બિસ્કીટ લઇ ને આવીને રસોડામાં આવી ગઇ. પણ એના કાન તેમની વાતો કરવા તરફ જ વળેલા હતાં. થોડીવારમાં શટૅ પહેરતા વિકાસ આવ્યો ને કહ્યું હુ,

"આ લોકો સાથે બહાર જાવ છું."

થોડા દિવસ પછી મીસ રીતુએે રીયામેડમને બન્ને ખભેથી પકડીને કહ્યું. "તમે અહીં આવોને સરની બાજુમાં બેસો."

ને પસૅમાંથી એક કાડૅ કાઢીને ચરણોમાં મૂકયું, વિકાસને રીયાને ચરણ સ્પશૅ કયાૅ.

"આ શું કરો છો ?"

મીસ.રીતુ આંનદમાં બોલી, "સર અમારી પાંચમી એનીવસૅરી છે. તમારે આવવાનું છે. જો સર ના હોત તો અમે કયારના છૂટાં પડી ગયા હોત ને છુટાછેડા થઇ ગયા હોત. બે મહિના પહેલા સરે અમને સિનેમાગૃહ ની ટિકિટ આપીને ફિલ્મ જોવા મોકલ્યાં. તમે તો જવાના ન હતાં માટે અમને આપી, ને અમે ના કહી ન શકયા. એ અંધકારમાં અમારો પ્યાર ફરી જાગ્યો ને ફરિયાદો દૂર થઇ, નારાજગીએ અલવિદા લીધી. ને અમારા મમ્મી - પપ્પાની ગેરસમજ દૂર કરી. સાસુ સસરાની પણ માફી માંગી. વિશ્વાસ આપ્યો કે સારા જમાઇ થઇને બતાવી શું !"

રીયા આ વાત સાંભળીને ચોકી ગઇ ! કેટલા ખોટા વિચારોથી ઘેરાયેલી હતી. રીતુની આંખો પસ્તાવાના ભાવથી ઝૂકેલી હતી. વિકાસ મંદમંદ હસ્તો હતો. વિચારીને રીતુ એ વિકાસને સોરી કહ્યું,

"મને માફ કરી દે. ઘણા દિવસોથી શું શું વિચારતી હતી તારા માટે પ્લીસ માફ કરજે."

ને વિકાસે એક મીઠું સ્મિત આપી આલિંગનમા લઇ લીધી.

"ભૂલ તારી એકલીની નથીં મારી પણ છે માટે માફ કરજે. જો વાત તને. જણાવી હોત તો આવી સમસ્યા ના થઇ હોત. બીજાનું ઘર વસાવતા મારું જ ઘર ભાંગી પડત. પતિ-પત્ની વચ્ચે હમેશ વાતો સ્પષ્ટ થવી જોઇએ . જેથી મુશ્કેલીના આવે. કોઇ પણ ફરિયાદો હોય તો વાતચીત કરીને ઉકેલ લાવી શકાય. નહિં કે અબોલા લઇને તેનાથી વાત ખેચાતી જાય. વચન આપ કે ભવિષ્યયમાં એવું કયારેય નહીં થવા દે"

ને રીયાએ જવાબમાં માથું હલાવીને હા નો સંકેત કર્યો ! ને બન્ને પંખીડાં પ્યારથી રહેવા લાગયા. પણ કીટટા તો ન જ લેવી નિણૅય લીધો આજ તો પ્યાર છે ને...


Rate this content
Log in

Similar gujarati story from Romance