STORYMIRROR

Ragini Shukal

Inspirational

2  

Ragini Shukal

Inspirational

ચકા અને ચકી

ચકા અને ચકી

2 mins
90

બ્રહ્માએ રચેલી દુનિયામાં સૌ રહેતાં પ્રેમથી. આજનો દિવસ કેવો મજાનો "વિશ્વ ચકલી દિવસ"

 આજ નવેરા મોંઘેરા મહેમાનો ઘરનું આંગણું પાવન કરવાં ચકાસવા આવ્યાં. ચકલીઓ અંદર અંદર વાતો કરતી. આ મને ગમ્યું મજાનું ઘર.. હા... હા..

જાણે આંગણું ગમી ગયું ને જોર શોરથી ફુદકડી લેતી. જાણે એકબીજાની સાથે ઘરનું આંગણું ગમ્યું ને ચી.. ચીં .... ના કલરવથી મુજ આંગણે સંગીત કરી રહી હતી.

  બીજા દિવસે બે પારેવડાં રૂપે ચકલી, ચકલો સજોડે આવ્યાં. પ્રેમે ઘરનાં આંગણા પખાડયા. પછી તો જાણે નવ પરણેલા જોડાએ તો બનાવવાં માંડ્યું સરસ મજાનું કેવું ઘર ..? એક-એક તૃણ,દોરા, 

પાંદડા ભેગાં કરી બનાવ્યું નાનકડો માળો સરસ મજાનો‌ ને થોડાં દિવસમાં તો દીધાં તેમાં ઈંડા એક નહીં .. બે નહીં.. પુરા છ.. અધધધ.. એને સેવતાં. દિવસ પૂરાં થતાં એમાંથી ડોકયુ કાઢતાં નવજાત બચ્ચાઓને ઝીણો ઝીણો કલરવ થયો શરું. પ્રેમથી કૂદક કૂદક કૂદકા મારતાં માતા બનવાની ખૂશીમાં. માતા પારેવડાને આજે સખી સહિયરો મળવાં આવતીને વધાઈઓ દેતી. મુજ હૃદયે પણ આનંદ ને મેં આનંદ વ્યક્ત કરવા બનાવ્યો કંસાર. જે દરરોજની ટેવ થઈ ગઈ નિહાળવાની. સવારે કોફી પીતા એમની મસ્તી મસ્ત થવું આનંદમાં મરક મરક મુસ્કાવુ. ચકો અને ચકી આજનાં જમાનાનાં છે. દાળ ને ચોખા લાવી ખીચડી બનાવે પણ નવાં યુગનાં ચકી ચકો, તો મેગી લાવે ચકો, ને ચકી લાવે પાણી. ભેગાં મળીને બનાવે મેગીને ચટાકો લે કેવો સરસ મજાનો.

મુંજ આંગણે તો ઉત્સવ થયો મજાનો. આવોને ચકા અને ચકી બેન બાંધો રૂડો ઘરોદુને બોલાવોને સખી સહિયરને ડીજે પાર્ટી કરવાં. આવોને સાથે મિજબાની માણીએ ભેળાં. ચકીબેન આવો ને ચકાભાઈ આવો મારે આંગણે મને ખૂબ ગમશે. નોતરું આપું છું..!


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati story from Inspirational