Ragini Shukal

Others

3.2  

Ragini Shukal

Others

પડોશી માટે લાગણી

પડોશી માટે લાગણી

3 mins
7.4K


ઉનાળાની શરુઆત થતા આકરા તાપની અસર થવા લાગી. અગિયાર વાગતામાં જ સૂરજ જાણે આગ મોઢામાંથી ઓકવા લાગ્યો. ચામડીને દઝાડે એવી લૂનો પવન વાવા લાગ્યો છે. રસ્તાઓ જાણે સૂમ સામ થઇ ગયા. બપોરે ચાર વાગ્યા સુધી તો દુકાનો પણ બંધ રહે છે. ગામડાઓમાં તો લીંમડા ને વડલાના ઝાડ નીચે , ઓટલે વૃધ્ધો આડા પડતાં. એવા સમયે વાહનોની પણ ગતી ઓછી થઇ જતી. નજીકના ગામડે જવું હોય ત્યારે ચીનુ યાદ આવે.

સવારની ફેેરીીમાંંથી પાછો આવી ને જમવા જ બેઠો હતો ને ત્યાં જ એના નામની બૂમ પડી. બાજુમાં રહેતી વિધવા પડોશી લતાબેેને અવાજ આપ્યો. પણ ચીનું એવો કે કોઇ દિવસ કોઇને ના પાડતોજ નહિં. એટલે રચના અ મોઢું બગાડયું ને બડબડી.....

"આને અત્યારેજ આવવાનું થયું." રચના કાઇ બોલે તે પેલ્લાતો તે અંદર આવીગઇ. "ભાભી ભાભી, હાલોને માને કાંઇક થઇ ગયું છે. ભાઇએને ગમે તેમ કરી દવાખાને પહોંચાડોને." "અબઘડી આવું છું." રચનાબોલતી રહીને ચીનુ અડધું પડધું જમી લતાની માને દવાખાને પહોંચાડવા જતો. રહ્યો. લતા અને રચના વચ્ચે બોલાબાલી ક્યારેય થઇ નથી. પણ સારા સંબધો પણ ન હતાં. લતાનો ચાંદલો ભુસાઇ ગયો ત્યારથી અહીંજ છે. ને જોવી પણ ગમતી નથી. કયારે કોઇ પણ સમયે આવી જતી. 

ચીનુ દવાખાનેથી પાછો આવ્યો કે રચનાનું બોલવાનું ચાલુથઇ ગયું. "ભરબપોરે આરામ કરવાની જગ્યાએ બે રુપયા ઓછા લઇને પણ ગયા. શુ ગામમાં બીજી કોઇ છકડા જ નથી?"

"કોઇનું ભલુ કરવામાં કાંઇ બુરાઇ તો નથીં ને ?

"હા ... હા... તો ધર્મશાળા ખોલો ને ! "

રચનાની બકવાસ સાંભળવી ના પડે માટે ચીનુ ઘરમાંથી બહાર જતો રહ્યો. ચીનુ જાણતો હતો એની જીભ કડવી છે પણ અંદરથી તો નરમ રુ જેવી છે. દુધનાં ઉભરાની જેમ ગુસ્સો ઠંડો થઇ જાય છે. દસ વષૅ થઇ ગયા લગ્નને કોઇ દિ કોઇ વસ્તુ માગી નથી. તેમાય બે બાળકોની જવાબદારી પણ સંભાળવામાં પોતાની કાયા નીચોવી નાંખી છે.

મા-બાપ વગરની કાકીના મેણાં સાંભળીને મોટી થઇ છે. આ બધુ સહન કરીને ઘર સંભાળે. છે. કદાચ રચના અને છોકરા ઓ સૂઇ ગયા લાગે છે. ધીમેથી દાખલ થયો ડેલામાં. પણ ઘર નો દરવાજો બંધ હતો એટલે પેટમાં ફાળ પડી. લગ્નના આટલા વષૅ પછી તો પિયર ના ગઇ. હોય. ઘર છોડીને કયાંજતી ના રહી હોય. ત્યાંજ નાનકો બુમ પાડતો આવ્યો. પપ્પા.... પપ્પા... ને પાછળ પાછળ રચના ... લતાના ખભાનો ટેકો લઇ લંગડાતી લંગડાતી આવી.

"અરે... અરે...શું થયું ?"

લતાએ રચનાને ખાટલા પર બેસાડી થોડીવારમાં તો જમવાનું લઇ ને પણ આવી. તમારો પગ બરાબર ના થાય ત્યાં સુધી આરામ કરજો. જમવાનું ને ઘર નુ કામ હું કરી જઇશ. 

રચનાને પણ લતાની વાત માન્યા વગર છુટકો જ નથી. આઠ દિવસ સુધી લતાએ રચનાની ચાકરી કરી. પોતાની બીમાર મા સાથે, રચના અને છોકરાઓનું પણ ધ્યાન રાખતી હતી. રચના ભોઠી પડી ગઇ. બાજુમાં બેસાડી ને કહ્યું,

"આટલી ચાકરી તો મારી સગી બેન પણ ના કરે !

"અરે ! એમાં શું થઇ ગયું ? આતો પડોશી ધમૅ છે."

ને રચનાની આંખોમાથી આંસુની ધારા વહેવા લાગી. રચના સાજી થઇ ગઇ એટલે અવર જવર ઓછી થઇ ગઇ.

એક રાતે લતા ના ઘરમાં થી જોરજોરથી રડવાનો અવાજ આવતાં જ પોતાનો ધમૅ બજાવવા, રચના લતાને ધરે જોવા ગઇ શું થયું છે ? જતા જાણ થઇ લતાના મમ્મી અચાનક ચકકર ખાઇને પડી ગયા ને બેભાન થઇ ગયાં છે. આ જોવાયું નહીં એટલે ચીનુને બુમ પાડી જલ્દી છકડો કાઢો ને લતાબેનના મમ્મી ન કાંઇ થઇ ગયુ છે. દવાખાને લઇ જવા પડશે. ઝટ કરો ને ? ને ચીનુ એ છકડામાં સુવડાવી દવાખાને લઇ ગયો. લાગણીના તાતણે બંધાઇ ને લતા સાથે એના દુઃખમાં ભાગીદાર બની. પેલા ઝાડનુ ડાંળખુ એક તરફ વળી ગયું...

 


Rate this content
Log in