Ragini Shukal

Inspirational Drama Classics

4.6  

Ragini Shukal

Inspirational Drama Classics

સમજદાર વહુ

સમજદાર વહુ

2 mins
15.1K


કમળાબેન ગુસ્સામાં બોલ્યા, "પાણી તો ચાલ્યું જાય છે ને રોજ રોજ ભરેલું પાણીનો ઉપયોગ કરશો તો આખો દિવસ કેવી રીતે ચલાવશું?"

માધવને મીનાના રંગેચંગે લગ્ન લેવાયા. માધવને ખૂબ કામ હોવાથી તેઓ હનીમુન પર ના જઇ શકયા. આપણા મુંબઇમાં પણ કેટલું બધુ ફરવાનું છે. મીના કાંઇ મુંબઇમાં એટલું ફરી ન હતી. માટે માધવ સાથે સાંજ પડતાં ફરવા લઇ જતો. માધવના મમ્મી ને પપ્પા સાંજ પડતાં સાતના ટકોરે જમી લેતાં. મોડું થાય એમને ગમતું નહીં. મીના રસોઈનું કામ કરીને જાતીને આવીને જમતા દસ વાગી જતા. આમ આઠ દિવસ થવા આવ્યા. નિલમબેને કહ્યું કે બેટા આમ દરરોજ દસ વાગે છે. જમો ટી.વી. જોવો રાતે મોડું થાય. દસ વાગે તો સૂઇ જવું જોઇએ ને? ઊંઘ ઉડી જાય પછી આવતી નથી. સવારે વેલા ઉઠાતું નથી પછી બધું કામ મોડું મોડું થાય છે.

માધવે કહ્યું, "મમ્મી! એમાં અકળાઇ છે કેમ? તું કામ ન કરતી મીના બધું કરી લેશે."

"એ કયાંથી કરશે? થોડા દિવસમાં તો સર્વિસ કરતી થશે ને? મને તો ટેન્શન થાય છે. પંદર દિવસ. રજા પૂરી થવાના બાકી છે. ત્યાં સુધી ટેવાતી થઇશ."

આજે બન્ને દૂર ફરવા ગયા હતાં તેથી ઉઠતાં મોડું જ થવાનું ને. સવારે નિયમ, રુટિન પર માને વહેલા ઊઠી ગયા નીલમબેનને નિર્મલભાઇ!

નીલમબેન પાછા ગુસ્સામાં બોલ્યાં, "લ્યો પાણી તો ચાલ્યું ગયું. તમે રોજ ભરેલા પાણીનો ઉપયોગ કરશો તો આખો દાડો શું કરવાનું?"

માધવે શાંતિથી જવાબ આપ્યો, "મમ્મી તું ચિંતા ના કરને આપણે બીજું ડ્રમ વસાવી દેશું."

પંદર દિવસ પૂરા થવા આવ્યા ને મીના ઘરનું કામ કરી સમયસર ઓફિસ નીકળી જતી. આમ ને આમ એક મહિનો તો વીતી ગયો ને નીલમબેનથી બોલ્યા વગર રહેવાયું નહિ ને નાની મોટી બોલચાલ થવા લાગી. મીના સમજદાર હતી બોલે ઓછું ને સાભળે વધુ...

એક દિવસ નીલમબેન મંદિર જતાં પડી ગયાં. નિર્મલભાઇએ મીનાને ઓફિસથી બોલાવી લીધી. મીના એક કલાકમાં તો હોસ્પિટલમાં આવી ગઇ. માધવ દૂર કામ કરતો હોવાથી આવી ના શકયો જલ્દી. ત્યાં સુધીમાં તો રિપોર્ટ કરાવ્યા, ને પગમાં બે મહિનાનું ફેકચર આવ્યું. બન્ને ખૂબ દુઃખી થયા. આ ઉંમરે મમ્મીને આવી તકલીફ ચાલવામાં પણ. સાસુમાંને કાઇ તકલીફ પડે તેનું ધ્યાન મીના બરાબર રાખતી. ઓફિસમાં પણ એક મહિનાની રજા લીધી નવી નોકરી હતી છતાં. મમ્મીની આવી તબિયતને નોકરીએ કેવી રીતે જવાય? સારુ ના થાય ત્યાં સુધી તો રજાઓ લીધી ને નોકરી છોડવી પડે તો છોડી દેશે એમ વિચારી પણ લિધું.

સવારે ઊઠી બધું કામ કરી લેતી. ગરમ ગરમ જમાડતી બધાને તો પન મોઢું હસતું સદાય. નિલમબેનને તકલિફ ના પડે માટે પાસેજ સૂતી. નિલમબેનને કલ્પના પણ ન હતી કે વહુ આટલી સારી હશે. સંતોષ થયો. કોને ખબર હજુ કેટલા દિવસ આમ રહેશે. માટે નોકરીમાંથી રાજીનામું પણ આપી દિધું.

નીલમબેનને થયું એ ચલાશે નહિ તો...?

મીના કહેતી જો જો સાંરુ થઇ જશે. નિલમબેનના મોઢામાંથી દૂવા નકળતી... પોતાની વહુ માટે કોઇ પન જાતની ફરિયાદ ન હતી...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational