Vijay Shah

Inspirational Classics Romance

2.3  

Vijay Shah

Inspirational Classics Romance

કહ્યાગરા કંથની જેમ

કહ્યાગરા કંથની જેમ

6 mins
14.4K


અમારી વચ્ચે મનમેળ નથી. પરણ્યાની પહેલી રાતથી જ અમારો ઝઘડો શરૂ થઈ ગયેલ. પહેલાંઝઘડો થયો એ મીઠો ઝઘડો હતો. પરંતુ ધીમે ધીમે ઝઘડાની મીઠાશ ઓછી થતી ગઈ અને કડવાશ વધતી ગઈ. હું એની પાસેથી મારું ગૌરવ ઝંખું છું. હું એનું સર્વસ્વ છું એવી ભાવના એની દરેકેદરેક વર્તણૂકમાં મને જાવા મળે તેવી મારી ઈચ્છા છે – જ્યારે એ એનું સ્વતંત્ર અસ્તિત્વ ઝંખે. જાતે ભણીને નોકરીએ લાગી છે તેથી તે મારા મય રહેવાને બદલે એના મય જ રહે છે. જા તે નોકરી ન કરતી હોત તો.. જરૂર મારા મય થઈ શકી હોત. પરંતુ ન એ નોકરી છોડી શકવાની છે ન એ મારા મય થવાની છે… અને એ જ કારણે અમારી વચ્ચે તિરાડ પડેલી છે જે વધતી જ જાય છે. કોઈ પણ પક્ષ નમતું જાખેતો ઘટે ને…

હું લાગણી ભૂખ્યો અને એ સ્વમાન ભૂખી. લગ્ન જાણે એના માટે બંધન બની ગયું છે. મારી રીસને ઓળખવાનો સમય જ નથી. મારાં અસત્યોને ખૂબ સ્વાભાવિકતાથી સ્વીકારી લઈને મને વધુ ચીઢવે છે. અને કમનસીબી તો એ છે કે આખો દિવસ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરીને રાત્રે જ બે–ચાર કલાક ભેગા થવાનું હોય ત્યારે… ત્યારે જ હું ઝઘડો કરીને બેસી જાઉં છું.

એ કલબ–સંઘ–મંડળ જેવા કંઈ કેટલાય ઝંઝાવાતોનો ઠેકો લઈને બેઠી છે. જેને સાચવવાનો છે તેને નથી સાચવતી ને ‘ફલાણી ક્લબમાં નહીં જઉં તો એમને માઠું લાગશે અને આમને દુઃખ થશે’ની પોકળ વાતો મારા ગુસ્સાનાં બળતણમાં ઘી હોમે. એના સ્વતંત્ર વિકાસમાં સૌ સગાંવહાલાં અને મિત્રોમારી ઈર્ષા કરે–કેવી સરસ અને ઈન્ટેલીજન્ટ ઘર ગૃહિણી છે – અને હું મનમાં વિચારું કે મહાદેવના ગુણ તો પોઠીયો જ જાણે ને…

તે દિવસે રોજની જેમ ઘરે આવ્યો ત્યારે કાયમની માફક જ તાળું લટકતું હતું… તાળું ખોલીને ટેબલ પરની ચિઠ્ઠી વાંચવાની જરૂર જ ન લાગી. તેમાં પણ કાયમની જેમ જ લખેલ હશે... કે હુંફલાણી સભામાં જાઉં છું. ખાવાનું ઢાક્યું છે. જમી લે જો વગેરે… વગેરે… હું મનમાં ને મનમાં ગુસ્સે થઈ જઉં છું. સાલું લગ્ન કર્યા પછી પણ ઠંડું અને હાથે ખાવાનું હોય તો આ લગ્નની ધૂસરી શીદ નાખી? નોકરી પરથી થાકીને આવ્યાં હોઈએ અને એ મારે માટે રાહ જાતી ઊભી હોય... મને જાઈને એના હોઠ ખીલી ઊઠતા હોય… પાણી આપીને ટહુકો કરે… ગરમ પાણી મૂક્યું છે... જરાં નાહી લો… ચા ઠંડી પડશે… બસ, આખા દિવસનો થાક ગૂમ… પરંતુ એ દિવસ ક્યારે આવશે… આવશે કે કેમ તે વિશે હજી હું દ્વિધામાં છું.

તપેલી સ્ટવ પર મૂકવા જતાં સ્ટવની જાળ લાગી ગઈ – પાણી ઊકળતું હતું ત્યાં જ હરેન આવ્યો. ઘણા સમયે ઘરે આવ્યો. અને કહે, “અલ્યા ! જયુ પરણ્યો છતાં વાંઢાવિલાસ ચાલુ છે ?”

“બસ ! ભાભીને જોવા ને મળવા આવ્યો છું – ક્યા છે તમારા રાણી જનાબ.”

“છોડ યાર ! મશ્કરી ન કર. ચાલ ક્યાંક ચા પી આવીએ.”

“અરે યાર ! મારે તો એમના હાથની જ ચા પીવી હતી.”

“ફરીથી ક્યારેક ” કહી મેં ઊકળતા પાણીની જેમ મારો ઊકળતો ગુસ્સો સ્ટવની સ્વીચ ઉ પરકાઢ્યો. ઊકળતા પાણીની છાલક હાથ ઉપર પડતાં સીસકારો બોલાઈ ગયો અને સાથે એક ગાળ પણનીકળી ગઈ. એ ગોર મહારાજ પર જેમણે અમારી જિંદગીને લગ્નની બેડી પહેરાવી.

રામભરોસે હોટેલ પર જઈને બેઠા. ચાનો ઓર્ડર આપ્યો. હિરેનની વાતો ન ખૂટી. એ બોલતો જતો હતો અને હું હા–હં ના જેવા ટૂંકાક્ષરી પ્રત્યુત્તર આપતો જતો હતો. એના પીળા સડેલા દાંત જાઈમને ગોર મહારાજ યાદ આવ્યા. એ છે મારા મોટા સાલેરામ… શ્રીમતીજીનો કઝીન. ખબર નથી કેઆવા કઝીનો ચોકઠા બેસાડવામાં એક્ષપર્ટ ક્યાંથી થઈ જતા હોય છે – પીળા સડેલા દાંત, બીડીનીગંધાતી વાસ, અનેક સમયે વહી જતું તેમનું અટ્ટહાસ્ય ભલભલાને બેસાડવા પૂરતું છે. એમણે ગોઠવેલા ચોકઠાનો એક ખૂણો તો હું જ છું. બીજાની તો ક્યાં વાત કરવી ?

આખરે હીરેનની વાતો ખૂટી. ઘણા વર્ષે મળ્યા એટલે આટલું બેઠા. નહીંતર ચા પીને જ ચાલવા માંડનારો હું છું. આજે આટલું બેઠેલો જાઈને વેઈટરને પણ નવાઈ લાગી. હીરેન ભાભીને ન મળ્યાનો અફસોસ કરતો છૂટો પડ્યો. મેં કહ્યું, “જવા દે ને યાર ફોર્માલિટી ન કર.” પણ મનમાં તો હતું કે મળ્યા ન મળ્યામાં કાંઈ જ ફેર નથી પડવાનો. દોસ્ત, બેચલર રહીશ તો સુખી થઈશ. અને સુખી માણસોની બહુ લોકો ઈર્ષા કરે છે. સંભાળજે કોઈ દુઃખી ન કરી જાય મારી જેમ…પણ એ બધું બોલ્યો હોત તો એ ગૂંચવાત. એટલે ન બોલ્યો.

પાછા ફરતી વખતે સાલેરામ સામે મળી જાય છે. “જુઓ જયકુમાર ! આ વખતે મારી બેનને થોડાક દિવસ માટે મારા ઘરે મોકલો. એની ભાભીની તબિયત એક તો સારી રહેતી નથી તેથી તેને રાહત રહેશે. અને એને પણ થોડોક સમય પિયરમાં રહેવા મળશે.” મનમાં તો થઈ ગયું. લઈ જાઓનેકાયમ માટે જેથી મને નિરાંત. એ જ કઝીન બ્રધરે મારા શ્રીમતીજીને નાનપણથી સ્વાભિમાનીનું મહોરું પહેરાવેલું છે. કમબખ્ત એ મહોરાએ તો મારું દાંપત્યજીવન રોળી નાખ્યું છે. ઘરે આવું છું – પેલું એકાંતમને ખાવા ઘસે છે. મારી પાસે મારી પોતાની પત્નીની કલ્પના છે. લગ્નની વ્યાખ્યા છે. લગ્ન પછીના દાંપત્યજીવનના મોહક વિચારો છે. પરંતુ અત્યારે એ ‘છે.’ ક્રિયાપદ ભૂતકાળમાં ફેરવાઈને “હતા” થઈગયું છે. મારી અપેક્ષા સમજી શકે તેવી પત્ની મારે તો જોઈતી હતી. એકમેકમાં સર્વેસર્વો ખોવાઈ જઈનેએક નાનકડી દુનિયા ખડી કરવી હતી, પરંતુ અત્યારે તો ફક્ત સ્વાભિમાની પૂતળું મારા કરમે ભટકાઈ છે. જે પહેલી રાતથી પોતાના હક્કો વિશે પોતાની ફરજા કરતાં વધુ સજાગ છે અને આધિપત્ય માટેના દાવપેચ લગાવતી રહી છે. એના ઈશારા પર નચાવવા મને ઈચ્છતી રહી હતી અને આજે ઈચ્છે પણ છે.

એને પત્નીના હક્કો એટલે પતિની ફરજા એ સત્યનું જ્ઞાન લાધેલ હતું. પરંતુ પતિના હક્કો એટલે પત્નીની ફરજો વિશે અજ્ઞાન હતી – અને જ્યારે તે મારા હક્કો વિશે લાપરવાહ બને તો હું શું કામ તેના હક્કો વિશે ચિંતિંત રહું?

રાત કયારે પડી અને ક્યારે આંખ મીંચાઈ ગઈ તેની ખબર ન પડી. પણ જ્યારે ઝબકીને જાગી ગયો ત્યારે જાયું તો એ મારી બાજુમાં સૂતી છે. હું તેના શરીર ઉપર મારો કામાતુર હાથ નાખું છું. એકાદક્ષણ કશું જ થતું નથી. અચાનક જોરથી તે મારા હાથને ઝંઝોટી જાય છે. હું ફરીથી તેના શરીર ઉપર હાથ ફેરવું છું – એ જોરથી પડખું ફરી જાય છે. જાણે મારા ગાલ ઉપર કોઈએ તમતમતો તમાચો ન મારી દીધો હોય…

હું પશુ બની જાઉં છું. અમારી વચ્ચેની તિરાડ મોટી અને મોટી થતી જાય છે. મન થાય છે એમારી પત્ની છે. હું એનો પતિ છું. એ લાગણી મારા તન અને મનમાં તીવ્રતાથી ફરી વળે છે. જોરથી ઝાટકો મારીને હું તેને મારી તરફ ખેંચું છું અને ધડ દઈને એ મને લાફો મારે છે.

અમારી વચ્ચે પડેલ તિરાડ મોટી મોટી બનીને જોજનો ઊંડી ખીણ બની ગઈ. એના લાફાતી મારામાંનો સ્વાભિમાનનો નાગ છંછેડાઈ જાય છે.

છંછેડાયેલો નાગ ઝનૂની બનીને મારા મગજ પર ચઢી બેસે છે. તારી આ હિંમત.. મને તમાચો મારે છે… નાલાયક… હું સટાસટ… સટાસટ… ઉપરાછાપરી ચાર તમાચા એના ગાલ ઉપર રસીદ કરી દઉં છું. સ્વાભિમાનની પૂતળીનું અભિમાન વંકાયું – એની આંખમાં પણ ગુસ્સો છે. પણ મારું આ રૂપ જાઈ તે ડઘાઈ ગયેલી લાગી. એ બેઠી થવા જાય છે ત્યાં હું કામુક પશુ બનીને હુમલો કરુ છું. એ મારો વિકરાળ દેખાવ જોઈ બી જાય છે. ક્ષણો એમ જ મૌન તથા સંચારહીન પસાર થાય છે.

એના ધીમા ડુસકા અને હીબકાથી મૌનનું સામ્રાજ્ય ધીમે ધીમે તૂટે છે. હું પણ પશુમાંથી માનવ બનું છું. ડૂસકાનો વેગ ધીમેધીમે વધે છે અને મારો ગુસ્સો પણ ધીમે ધીમે ઓગળે છે. પ્રશ્ચાતાપનો ભારવધે તે સહ્ય બનાવવા હું પડખું ફરીને સૂઈ જઉં છું. એ સ્વાભિમાનની પૂતળીના ગર્વ તોડ્યાના મિથ્યાડંબરને ઓઢીને.

થોડાક સમય બાદ એ રડતાં રડતાં થંભી ગઈ. એનો હાથ મારા શરીર પર પડ્યો. ઝંઝોટવાની ઈચ્છા થઈ અને દાબી દીધી. એણે મને ફેરવ્યો અને હું તેની તરફ ફરી ગયો. કહ્યાગરા કંથની જેમ…


Rate this content
Log in

Similar gujarati story from Inspirational