ખુશી
ખુશી
બસ, સવાર થઈ હતી અને આજ ખુશીનો હેલો નહિ પરંતુ, રાડ સંભળાઈ ! ખુશી, એ “કૈલાશ ટાઉન”ની ખૂબ જ હોંશિયાર અને મળતાવળી છોકરી. એના નામ પ્રમાણે જ એ સૌ કોઈને ખુશી બાંટતી ફરતી હતી.એના ગુડ મોર્નિંગ કે જય શ્રી કૃષ્ણ વગર કોઈ ઘરમાં જાણે કે સવારજ નહોતી પડતી. કૈલાશ ટાઉનમાં સૌ કોઈ પોતાનાં સંતાનો હોવા છતાં કંઈ નાનામાં નાની વાત માટે
પણ,ખુશીને યાદ કરતાં તેનેજ કાર્ય સોંપતા હતાં. ને આજે એજ ખુશીનું આગમન તો જોવાં ના મળ્યું. પરંતુ, રાડ !એટલે શું થયું ? તે જોવાં ટાઉન ના લોકો ખુશીના ઘર પાસે દોડતાં આવ્યાં. ને જુએ છે તો ખુશીના ઘરમાં આગ લાગી હતી. ને ખુશી પોતે કિચનમાંજ હતી. બહાર નીકળવાનો કોઈ રસ્તો નજરે ન પડતાં ખુશીએ લોકોની મદદ માંગવા રાડો પાડી હતી. આ દ્રશ્ય જોઈને બધાના ચહેરા જડ બની ગયાં. પરંતુ, તુરંતજ ફાયરબ્રિગેડને ખુશી ને બચાવવામાં આવી. ડોકટની હર ઈલાજ પછી ખુશીને હોશ આવ્યું ને જ્યારે તે ખુદને જુએ છે તો પોતાની જાતને પણ ઓળખી શકતી નહોતી ! કેમકે, ભયંકરઆગ માં ખુશીનું અડધું અંગ દાઝી ગયું હતું.
પહેલેથી જ માતાને ગુમાવી ચુકેલ ખુશીના પિતાનું પણ નિધન આ ભયંકર આગમાં થયું હતું. આ વાતની જાણ ખુશીને યોગ્ય સ્થિતિમાં આવ્યાં બાદજ ટાઉનના લોકોએ કરી. જેનું એક નવું જીવન શરૂ થવાનું હતું જેનાં માટે એકથી એક સારા માંગા આવતા હતાં છતાં,ખુશી એ એક સાધારણ ઘરના ઉમંગને જ વર બનાવવાંનો સંકલ્પ લઇને સગાઈની રસમ પૂર્ણ કરી હતી. તે ઉમંગના વર્તાવ, હાવ-ભાવને વાત-ચીતમાં પણ ખુશીને ફર્ક દેખાતો હતો. ખુશીની સારવાર ને દવાઓ પર તે ધ્યાન જરૂર આપતો પણ કોઈને કોઇ બાબતને લઈ તે ખુશી પર ગુસ્સે થઈ જતો હતો અને તે બીમાર છે તેવો અનુભવ તેને કરાવતો રહેતો હતો. એક તો બાળમાનસ સમ ખુશી એ દ્રશ્યને વીતેલાં દિવસો કે પિતાના નિધનના દુઃખને પણ ખમીને વર્તમાનમાં આવી શકતી ના હતી. તે વખતે ઉમંગ તે માનસ પર વારંવાર તેને જાણે કે ભુતકાળમાં ધકેલતો હતો.
સ્વયં ખુશી ભલે એક દિકરી હતી પરંતુ, પિતા એ તેને પુત્રથી પણ વધુ તાલીમ આપી હતી. ખુશી પોતાનું આ રીતે અપમાન સહન કરી શકતી ન હતી. તે ખુદ સ્વમાની હતી. તેથી રુઆબ કરતાં ઉમંગને તેણે બંધનમાંથી મુક્ત કર્યો અને હવે, પોતાનાં જીવનને એક નવોજ વણાંક દઈને નવું જીવન શરૂ કરવાનો વિચાર કર્યો. કૈલાશ ટાઉનના બધાં લોકો ખુશીને મદદ કરવા તૈયાર હતાં. પરંતુ,ખુશી જાત મહેનત પરજ ભરોસો રાખનાર હતી. તેણે ખુદ બચેલા ઘરને વ્યવસ્થિત કરીને તેમાં એક પ્લે હાઉસ શરૂ કર્યું. ખુશીના સ્વભાવને જાણનાર લોકો પોતાના છોકરાંને તેનાજ પ્લે હાઉસમાં મુકવા આવતાં હતાં. આ રીતે ધીરે-ધીરે ખુશીનું પ્લે હાઉસ તેના શહેરમાં પણ નામ કરવાં લાગ્યું. પરંતુ જાણીએ છીએ તે રીતે “પ્રગતિ શીલ લોકોના પગે પડીને આશીર
્વાદ લેવાને બદલે તેના પગ પકડીને પછાડનાર ઘણાં હોય છે.”
આ જ રીતે શહેરના અન્ય પ્લે હાઉસ ગ્રુપ પહેલાં તો ખુશી સાથે સારી રીતે રહેવાં લાગ્યાં અને ધીરે-ધીરે ખુશીની સર્વ પદ્ધતિઓ અપનાવીને તેનુંજ પ્લે હાઉસ બંધ કરાવવાં ઉતારું થઈ ગયાં. ત્યારે ખુશીને પોતાનુંજ ઘર તથા પ્લે હાઉસ તે લોકોને સોંપી દેવાં પડ્યાં. હવે, તેના માટે રહેવાનો પણ કોઈ આશરો રહ્યો ન હતો. તેના દાઝેલા ચહેરાને કારણે કોઈ તેને નોકરી પણ આપવા તૈયાર ન હતું.આ સમયમાં કોઈ સામાન્ય માણસને તેમાં પણ સ્ત્રી હોય તો તે જરૂર આપઘાત કરવાનોજ રસ્તો અપનાવે પરંતુ, નહિ ખુશી એક સાહસી યુવતી હતી. આપઘાતનો વિચાર તેને સ્વપ્નમાં પણ આવે તેમ ના હતો.
હવે,ખુશી એ એક મંદિરનો આશ્રય લેવાનો વિચાર કર્યો. મહાદેવના એક મંદિર માં પુજારી તથા ટ્રસ્ટી સાથે વાત કરીને તેને રહેવા માટે નું સ્થાન મળ્યું.જે ભોગ ભગવાન ને ચઢાવવામાં આવતો તેમાંથીજ ખુશીનો ગુજારો થતો. પોતાની આદત મુજબ ખુશી મંદિરના બોર્ડ પર સુવિચાર લખવા લાગી. લોકો સાથે સત્સંગમાં ભાગ લેવા લાગી. સાયં કાલે તેની નજરે ચઢેલા ગરીબ તથા અભણ લોકોને જ્ઞાન આપવા લાગી.ખુશીનું કાર્ય જોઈ મંદિરના ટ્રસ્ટીએ તેને ઓફીસમાં કાર્યકર્તા તરીકે નું સ્થાન આપ્યું. આ રીતે ધીરે-ધીરે ખુશી એક સાધુનું જીવન જીવવા લાગી. કાર્યકર્તા તરીકે જોઈને ખુશીને જાણતાં લોકો મંદિરમાં દાન દક્ષિણા આપવા લાગ્યાં. ખુશીનું માન ટ્રસ્ટીઓની નજરમાં વધવા લાગ્યું ને થોડા સમય બાદ મંદિરનું ટ્રસ્ટ પણ ખુશી સોંપવા નો નિર્ણય થયો. હવે,તે મંદિરમાં દુઃખી, સહાય, નિરાધાર લોકોને જીવન ની જરૂરી વસ્તુઓ તથા અન્નદાન પણ કરવામાં આવે છે. ખરેખર, ખુશી પોતાના નામ પ્રમાણે જ હરકોઈને ખુશ કરનાર સાબિત થઈ. આ કાર્ય માટે તેને પોતાનું સમસ્ત જીવન અર્પિત કરી દીધું. તેનાં નિધન બાદ પણ તેનું સ્મારક બનાવીને તે સ્થાને આજ પણ આવાં દૈવી કર્યો સંપન્ન કરવામાં આવે છે. ખુશી એક સામાન્ય સ્થિતિમાંથી શ્રધેય બની એ તેની જીવન જીવવા ની એક કળા જ કહી શકાય.
આજનો માનવ ભલેને કેટલાય શિખર પર પહોંચી ગયો હોય પરંતુ, એક સ્ત્રીને માન આપવું તે ચુકી ગયો છે. જો પોતાનાં ઘરની પણ મા-બહેન-પત્નીને બોલાવશે તો ફક્ત સ્વાર્થના કાર્ય પૂર્ણ કરવા. તેથી તેનામાંથી માનવતા મરી પરવારી છે. આવા સમયે હર નારી એ ખુશી બનવું પડે છે. ખુદમાં રહેલી કલા, વિદ્યા, આવડતને કોઈને કોઈ રસ્તો આપવો પડે છે. આ રીતે રસ્તો આપતાં તે ઘણી વાર ભૂલી પણ પડી જાય છે. પણ,જો ખુશીની જેમ સ્વમાન સાંચવીને આગળ વધવાની હિંમત રાખે તો હર નારીમાં રહેલી સીતા, લક્ષ્મીબાઈ, મીરા જાગી શકે છે અને તે ખુદ તો ખરુંજ પણ સમાજને પણ એક નવો રસ્તો આપીને જાય છે.
આશા છે ‘ખુશી’ના વાંચનથી આપનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવશે.