ખુશ્બુઓનો કારોબાર
ખુશ્બુઓનો કારોબાર
કોઈક વ્યક્તિ ખુશ્બુઓનો કારોબાર કરે છે તો કોઈક વ્યક્તિ ખુશ્બુ વગરના ફૂલોથી પણ જીવન વ્યતિત કરે છે. જેમ જુદાં જુદાં ફૂલોમાં જુદી જુદી ખુશ્બુ હોય છે તેમ જ વ્યક્તિ પાસે જુદાં જુદાં વ્યક્તિઓ સાથે વિતાવેલ પળ કે ક્ષણ હોય છે. એ વ્યક્તિ આપણા જીવનમાં એક ફૂલ સમાન હોય છે, જે આપણા જીવનમાં જો ખુશ્બુદાર ફૂલ તો કોઈકના માટે એ ખુશ્બૂ વિનાનો ફૂલ હોય છે. ખુશ્બુ એટલે એ વ્યક્તિ સાથે વિતાવેલ પળ કે ક્ષણ કે એના સાથે કે એણે કરેલી વાતો કે વોટ્સેપ ચેટ. જ્યારે હૃદયરૂપી ફ્રીઝમાં આ વાતો કે ક્ષણ રાખીએ તો એ યાદોનું સ્વરૂપ ધારણ કરે છે. જેમ ખુશ્બુઓનો કારોબાર તો થઈ શકે છે પરંતુ કોઇએ આપેલી યાદોનું કારોબાર નથી કરી શકાતું, કારણ કે કોઈ વ્યક્તિ દ્વારા પથરાયેલ ખુશ્બુઓનો કારોબાર કરવું અઘરું છે.
આમ આપણા હૃદયમાં એ યાદોનું કોર્નર બની જાય છે. વ્યક્તિ પોતાની સાંજની ચાય કે કોફી કોઈ સાથે શેર નથી કરતું ત્યારે તે વ્યક્તિ એકલતા અનુભવે છે, પરંતુ એ એકલતામાં આપણે એ વ્યક્તિ દ્વારા પથરાયેલ ખુશ્બુઓથી બનેલા કોર્નરમાં જઈને આપણી કોફી કે ચાય આપણે એ જ વ્યક્તિ સાથે જ શેર કરતા હોઈએ છીએ.
કારણ કે એ વ્યક્તિ આપણા માટે એક ફૂલ હોય છે જેને આપણે મનગમતી વ્યક્તિ કહેતા હોઈએ છીએ. જેણે આપેલી વાતો કે એની સાથે વિતાવેલ પળ આપણા હૃદયનાં કોર્નરમાં સ્ટોર થઈ જાય છે અને એ સ્ટોર થયેલી વાત કે ક્ષણ એક યાદ બની જાય છે. આમ લોકો ખૂશ્બુઓનો કારોબાર કરી શકે છે પરંતુ કોઈએ આપેલી યાદોનું કારોબાર કરવું શક્ય નથી હોતું.
આપણે મનગમતા ફૂલોને આપણી ડાયરીમાં રાખીને સાચવતા હોઈએ છીએ તેમજ મનગમતી વ્યક્તિ સાથે વિતાવેલ પળ કે ક્ષણ કે એના સાથે થયેલી વાતો જે યાદોનું રૂપ ધારણ કરે છે છતાંય આપણે એ યાદોને હૃદયનાં કોર્નરમાં સ્ટોર કરી રાખીએ છીએ પરંતુ એનું કારોબાર નથી કરતા.

