મનની બારી
મનની બારી
જેમ ઘરમાં વસ્તુઓ મૂકવા રાખવા કોઈ ખૂણો નક્કી કરવામાં આવે છે, તેમ જ વ્યકિતના જીવનમાં કોઈ અન્ય વ્યક્તિ દ્વારા મળેલી લાગણી - લગાવ કે હુંફ માટે પણ કોઈ એક ખૂણો નક્કી કરવામાં આવ્યું હોય છે. એ ખૂણે ફ્કત એ જ વ્યક્તિ દ્વારા આપેલી હુંફ કે લાગણી જમાં કરવામાં આવે છે. આપણે ઘરની ચાર દીવાલોમાં એકલું કે એકલાપણું ના અનુભવીએ એના ખાતીર એક નાની અમથી બારી રાખવામાં આવે છે, તેમ વ્યક્તિના મનમાં પણ એક એવી બારી મૂકવામાં આવતી હોય છે જ્યાં ફ્કત લાગણી, લગાવ, હુંફ કે કોઈ વ્યકિત સાથે વિતાવેલ સમય એ આપેલી ક્ષણોને જમાં કરવામાં આવે છે.
જ્યારે વ્યક્તિને એકલાપણું સાલવા લાગે ત્યારે તે ઘરની ચાર દીવાલોમાં રહીને કંટાળી જાય છે ત્યારે તેના પાસે ફ્કત એક નાનકડી બારી બહારની દુનિયા જ આનંદ આપતી હોય છે. તેમ જ જ્યારે વ્યકિત જીવનનાં ખરાબ અનુભવોથી કંટાળીને એકલું અનુભવે છે ત્યારે તેની પાસે ફ્કત હ્રદયરૂપી બેંકની એક મનની બારી નામની એક બારી જ હોય છે જ્યાં એક અદ્ભુત દુનિયા અને અદ્ભુત સંગ્રહ હોય છે. એ અદ્ભુત દુનિયામાં કોઈ પણ સેવિંગ મની, કે કોઈ જાતનું ઇન્ટરેસ્ટ કે કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ હોતું નથી. પરંતુ હાં એ અદ્ભુત દુનિયામાં સેવિંગ મેમેરી, ઇન્વેસ્ટમેન્ટ ઓફ ઈમોશન હોય છે પણ કોઈ જાતનું ઇન્ટરેસ્ટ નથી હોતું.
આમ, જ્યારે કોઈ વ્યકિત પાસેથી મળેલી લાગણી, લગાવ, હુંફ કે આપેલ સમય એ વ્યકિતના ઉજ્જડ જમીન રૂપી જીવનમાં એક જાતનું પ્રસન્નતાનું બીજ રોપી જાય છે જેના સાથે ક્યારેક આપણે ચાય કે કોફી શેર કરવા માટે એક ખૂણે બેસી જઈએ છીએ. જેનામાં ફ્કત વ્યક્તિની લાગણી લગાવ હુંફ કે આપેલ સમય નું જમાં ખાતું હોય છે જે હમેશા મનની બારીએથી જ લાગણી અને હૂંફની આપ લે કરે છે.
