એક્સપાયરી ડેટ
એક્સપાયરી ડેટ
જેમ વ્યક્તિનું આયુષ્ય હોય છે તેમ તેના જીવન સાથે સંકળાયેલ સુખ કે દુઃખનું પણ આયુષ્ય હોય છે. કોઈ પણ વસ્તુની ઉપર એક્સપાયરી ડેટ હોય છે તેમ વ્યક્તિ પણ પોતાની એક્સપાયરી ડેટ સાથે જ જીવતો હોય છે, પરંતુ વસ્તુઓની જેમ વ્યક્તિ પર કોઈ જાતનું લેબલ નથી હોતું જેના પર એ વ્યક્તિની એક્સપાયરી ડેટ લખેલી હોય. આમ આપણે વ્યક્તિની એક્સપાયરી ડેટથી અજાણ હોઈએ છીએ.
સમય આપણને એક અવસર, ઈવેન્ટ આપે છે, જ્યારે વ્યક્તિ પોતાની પ્રિય કે મનગમતી વ્યક્તિ સાથે સમય પસાર કરી, જીવનને અલગ સ્વરૂપમાં ઢાળી ને અનંત યાદગાર ક્ષણો બનાવીએ, પણ કોઈક સમયે વ્યક્તિ પોતાના જીવનની વ્યસ્તતામાં એવો અટવાઈ જાય છે કે જે તે સમયે તેણે વિતાવેલ એ ક્ષણો એક સમય માટે એ અવસનું સ્વરૂપ ધારણ કરે છે અને દરિયાનાં મોજાથી ઓગળતી ધૂળની જેમ તે સમયે ઓગળી જાય છે. આમ, આવા સુખનું આયુષ્ય સાચા કે સારા વ્યક્તિની જેમ ટૂંકું હોય છે. સબંધો કે યાદોનું આયુષ્ય હમેશાં લાંબુ જ હોય છે. કોઈ પણ વ્યક્તિ સાથે વિતાવેલ ક્ષણો કે બાંધેલ સંબંધ અમર હોય છે પરંતુ એ વ્યક્તિનું આયુષ્ય કે એની ચોક્ક્સ એક્સપાયરી ડેટ હોય છે. અને જ્યારે એ વ્યક્તિની એક્સપાયરી ડેટ આવી જાય છે ત્યારે આપણી સાથે ફ્કત તેની સાથે બનાવેલ યાદોનું સરવાળો જ રહે છે એમાંથી એ મનગમતી વ્યક્તિની બાદબાકી થઈ જાય છે.
તેથી કહેવાય છે કે, જે તે સમયે તમને સમયે આપેલ એ વ્યક્તિની ઉજવણી કરીને યાદોનું સરવાળો તમારા જીવનની ગણિતમાં ઉમેરી લેવું કેમ કે વ્યક્તિની એક્સપાયરી ડેટ હોય છે પરંતુ યાદોની ક્યારે પણ એક્સપાયરી ડેટ નથી હોતી.
