MEHUL VADHAVANA

Romance Fantasy Thriller

4.7  

MEHUL VADHAVANA

Romance Fantasy Thriller

ખોવાયેલો કાંઠો - ૧

ખોવાયેલો કાંઠો - ૧

7 mins
276


આજે બે મહિના ઉપર થઈ ગયું મારી તબિયતમાં એવો સુધારો આવ્યો કે હું મારા પગે ચાલી શકું છું. જરા કેલેન્ડરમાં જોયું તો ખબર પડી ૧૯૯૦ માર્ચ ૧૩ રૂમમાં અંધારું છે રાતના દસેક વાગ્યા છે. બહારથી ઢોલ વાગવાનો અવાજ આવી રહ્યો હતો ખબર પડી રોજ ની જેમ આખી શેરી પારંપરિક નૃત્ય કરી રહ્યા હશે. અરે હા, મારી ઓરખાણ આપવાની તો ભૂલી ગ્યો.

હું કોણ છું મને ખુદને પણ ખબર નથી હા પણ આ શેરીના લોકોનાં પ્રેમે મને મિતેશ્વરનાંમ આપ્યું છે. મારી અજ્ઞાત જીવનની વાર્તા કઈંક આવી છે શેરીના લોકોનું કહેવું છે કે આજથી બે મહિના પહેલા 15 જાન્યુઆરી આ લોકો રાતના આવીજ રીતે પારંપરિક નૃત્ય કરી રહ્યા હતા અને એવાં સમય એ શેરીનાં શ્યામકાકા મને નજીકના જંગલમાંથી બેભાન અવસ્થામાં લાવેલા પણ દુર્ભાગ્ય શ્યામકાકા બધા ને પુરી વાર્તા કહે એની પહેલાજ એજ જગ્યાએ એમનું અવસાન થઈ ગયેલું. પણ હા મૃત્યુનાં સમય એ એમના હાથમાં એક ચિત્ર હતું જે મારી સાથે એમને મળી આવેલું...બસ આનાથી વધુ મને કઈંજ નથી ખબર અને હું આમજ છેલ્લા બે મહિનાથી અંદરોઅંદર ઘટાયેલું જીવન જીવી રહ્યો છું પ્રશ્નોમાં ઉલજાયેલો છું મારા પ્રશ્નો છે હું કોણ હતો ? મારુનાંમ શું હશે ? મારુ પરિવાર,મિત્રો રહેવાસ મને કઈંજ નથી યાદ.

બસ એટલી ખબર છે કે છેલ્લા બે મહિનાથી કોઈપણ લોહીના સંબંધ વગર આ ગામનાં લોકો મને ખુબ પ્રેમથી રાખે છે અને સેવા કરી રહ્યા છે.

ચલો જરા હું પણ આજ બહાર જાઉં અને પારંપરિક નૃત્ય ની મજા માણું. બહાર મને જોઈને બધા ખુશ થઈ ગયા.. વિભૂકાકા અને ત્રિભુવન નો તો હરખનો પાર નથી..

વિભૂકાકા શ્યામકાકાનાં પરમ મિત્ર છે અને શ્યામકાકાનાં અવસાન બાદ વિભૂકાકા એજ મને સહારો આપ્યો અને ત્રિભુવન વિભુકાકાનો મોટો છોકરો છે. ત્રિભુવન મગજ થી થોડો અસ્થિર છે પણ દિલથી એકદમ ભોળો અને સીધો,મારી બે મહિનાથી સેવા ત્રિભુવન અને રિશા જ કરે છે અરે હા રિશા કેમ દેખાતી નથી આજ , રિશા ત્રિભુવનનીનાંની બહેન છે. એટલેકે વિભુકાકા ની છોકરી.

સુંદર,સુશીલ અને સંસ્કારી એટલે રિશા.. આખા ગામ માં બધાંય રિશા ને ઓળખેજ કારણ કે રિશા આખી શેરીમાં સોંથી હોશિયાર છોકરી છે... આ ગામ માં કહેવાય છે કે રિશાનાં જન્મ થયા થીજ વિભુકાકાનાં જીવનમાં ઉજાસ આવી. નહીતો બિચારા ત્રિભુવનની મનોદશામાં દુઃખી હતા..પારંપરિક નૃત્યની જાન એટલે રિશા, પણ આજ નજાણે ક્યાં ખોવાઈ છે.

એટલામાં વિભુકાકા આવ્યા...

વિભુકાકા : બેટા આવને કોને શોધે છે તું ?

મિતેશ્વર  : હા કાકા, પણ રિશા ક્યાં ગઈ ?

વિભુકાકા : અરે પાછળ જો એ આવી...

પાછળ જોયું ને લાગે કુદરતની કારીગરી પણ કેવી ગજબ હોય છે.... એ હસતી હસતી આવતી હતી નજર એની નજર થી હટેજ નહીને.

રિશા : શુ થયું મિતેશ્વર ?

હું ખોવાયેલ હતો અને અચાનક સપનાઓમાંથી બહાર આવ્યો..

રિશા  : હવે તો સારું લાગે આજ તારા માટે હું જો કેટલું સુંદર નૃત્ય કરીશ...

આમ કહીને એતો ભાગી.. ગાંડી કેટલી ખુશ થઈ ગઈ મને ચાલતો જોઈને.....હું ત્રિભુવનને પાસે બેસી ગયો.

રિશા ની અદા બધાંય કરતા જુદી, એનું નૃત્ય જોવામાં ક્યારેજ તો હું ખુદ પર વિશ્વાસ નથી કરી શકતો કે એને જોવું એક સપનું તો નથીને ?

હું રિશા નું નૃત્ય જોઈ રહ્યો હતો,અચાનક મારી નજર પેલા જંગલ તરફ પડી બહુંજ અંધકાર હતો ત્યાં પણ ખબર નહીં એવું થતું કે કોઈ મને ત્યાં બોલાવી રહ્યું છે... હું ખુદ ને રોકવાની કોશિશ કરી રહ્યો હતો પણ પગને રોકીનાં શક્યો હું ઉભો થયો પેલા અંધકારમય જંગલ તરફ જવા. પાછળથી અવાજ આવ્યો.

ત્રિભુવન : ક્યાં જાવ તમે હું પણ આવીશ સાથે.

મિતેશ્વર :નાં ત્રિભુવન તું અહીંજ બેસ હું આવું હમણાં..

ત્રિભુવન : પણ પપ્પા એ મને તમારી સાથેજ રહેવાનું કીધેલું છે આવી હાલત માં હું તમને ત્યાં એકલા નહીં જવા દઉં..

મિતેશ્વર : અરે મારા બાપ હાલ હાલ તું પણ..

અમે બંને ત્યાં જવા નીકળ્યા , જંગલ માં અંદર ગયા ધીમે ધીમે અંધકાર વધી રહ્યો હતો હવે શેરી માં વાગતા ઢોલ નો અવાજ પણ નહતો આવતો લગભગ ખાસા દૂર આવી ગયા હતા અમે. રાત નાં 11 વાગી ગયા અમને કોઈ મળ્યું તો નહીં પણ અહીં ઠંડી ખૂબ હતી અરે પેલા દૂરનાં એક ઝાડવા પાછળ કોઈ પ્રાણી સંતાયેલું હોય એવું લાગી રહ્યું હતું અમે ત્યાં ગયા તો એક સફેદ કૂતરું અચાનક મને ગળે વર્ગી પડ્યું મારા મોઢે અને શરીરે જીભ ફેરવવા માંડ્યું જાણે સદીઓ પછી મને મળ્યું હોય એમ, ત્રિભુવન અને હું જોતાજ રહી ગયા, ત્રિભુવન થોડો ડરેલ હતો પણ મેં એને સમજાવ્યું

મિતેશ્વર : ડર નહીં લાગે છે આ એના માલિકથી છૂટું પડી ગયું હશે..

ત્રિભુવન : ચાલો આપણે ઘરે જઈએ બહુજ મોડું થઈ રહ્યું છે..

હું અને ત્રિભુવન પેલા કુતરા ને ત્યાં મૂકી નીકળવા ગયાં પણ એ બિચારું અમને મુકવા રાજી નહતું એ પાછળ પાછળ આવવા લાગ્યું મને પણ એને એકલા મુકવાનું મન નહતું

પણ હું કેમનો એને સાથે લઈ જવું પહેલેથીજ વિભુકાકા મારા લીધે પરેશાન છે બિચારા અને હવે જો આને લઈ જાઉં તો એની પણ એક જવાબદારી વધે.. હું ફટાફટ ચાલવા લાગ્યો સાથે ત્રિભુવન પણ ...

અચાનક એ બિચારું ભસવા લાગ્યું અમને રોકવા માટે એ અમારી પાછળ ભાગવા લાગ્યું .. એના ભસવાનાં અવાજમાં જંગલમાં અવાજો વધી ગયા અચાનક એની પાછળ કોઈ વાઘનો અવાજ આવ્યો હું અને ત્રિભુવન ભાગતા ભાગતા પાછળ જોયું તો કુતરાની પાછળ વાઘ આવી રહ્યો હતો અમે બધા ભાગ્યા કૂતરું પણ ડરી ગયું હતું અમે ત્રણેય ખૂબ ભાગ્યા ભાગતા ભાગતા અમે ગામમાં પહોંચી ગયા જોયું પાછળ તો પેલું કૂતરું પણ અમારી સાથેજ હતું પણ વાઘ ક્યાંય નહતો...

અચાનક રિશા આવી ..

રિશા : અરે તમે બંને ક્યાં ગયા હતા પપ્પા ને ખબર પડશે તમે જંગલ બાજુથી આવ્યા તો બંનેની આવી બનશે.. અને આ સાથે નવો મહેમાન કોણ છે આ...

અરે અચાનક પેલું કૂતરું મારી જેમ રિશા ને પણ ચોંટી પડ્યું રિશા ને તો જાણે જોઈતું મળી ગયું એને તો નવું મિત્ર મળી ગયું એતો એને અંદર લઈ ચાલી ગઈ...

હું અને ત્રિભુવન પણ ઘરમાં ગયા નૃત્ય સમાપ્ત થઈ ગયું હતું શાંતિ નો માહોલ હતો બધા પોત પોતાનાં ઘરમાં ચાલ્યા ગયા હતા બધા સુઈ ચુક્યા હતા...

હું પણ મારા રૂમમાં સુઈ રહ્યો હતો..

મને પાણી ની તરસ લાગી હું ઉઠી ગયો ઘડિયાળમાં જોયુ તો રાતનાં 3 વાગ્યા હતા હું પાણી પીવા ઉભો થયો મારી નજર ખુલી બારી તરફ ગઈ ખૂબ પવન આવી રહ્યો હતો હું બંધ કરવા ગ્યો..

બારી બંધ કરતા મારી નજર બહાર ગઈ તો જોયું ત્રિભુવન બેઠો હતો કાદાચ આજે સૂતો નથી.

હું પણ બહાર ગયો ત્રિભુવન પથ્થર પર બેઠો હતો..

મિતેશ્વર : કેમ ત્રિભુવન એકલો આટલી રાતે બેઠો ચાલ અંદર સુઈજા..

ત્રિભુવન : એક વાત કહું ?

મિતેશ્વર : હા બોલ

ત્રિભુવન : શ્યામકાકાનું મૃત્યુ નહીં થયું એને કોઈએ મારેલ છે

મિતેશ્વર : મતલબ ? (હું ચોકી ગયો)

ત્રિભુવન : મતલબ એ દિવસે જંગલમાં રાતે એકલા શ્યામકાકા નહતા હું પણ એમની પાછળ પાછળ ગયો હતો ..શ્યામકાકા ની રોજ ની આદત હતી પારંપરિક નૃત્યનાં સમય એ જંગલ બાજુ આંટો મારવા રોજ જતા હતા.. એ દિવસે શ્યામકાકા થોડા મોડા હતા મને યાદ છે જંગલની અંદર એક જૂનું બાંધેલ મકાન છે જે સદીઓથી આમજ બંધ છે પણ એ દિવસે એ મકાનમાંથી અવાજ આવી રહ્યો હતો કાકા ને પણ એજ અવાજ આવેલો એટલે કાકા મકાન બાજુ ગયા અને એના દરવાજા ને ખોલવાની કોશીશ કરી દરવાજો કાટનાં લીધે જામ થઈ ચુક્યો હતો.. હું સંતાઈને જોઈ રહ્યો હતો શ્યામ કાકા એ દરવાજો તોડ્યો અંદર ગયા અને થોડી વાર હું જોતો રહ્યો લગભગ દશેક મિનીટ બાદ શ્યામ કાકા તમને લઈને બહાર આવ્યા તમારી હાલત બીમાર અને બેભાન જેવી હતી માથે એક કથ્થાઈ ટોપી અને શરીર એ કાળો કોટ પહેરેલો હતો હાથમાં પેલું ચિત્ર હતું શ્યામકાકા તમને લઈને ગામ બાજુ જઈ રહ્યા હતા, ગામમાં આવતા એ થાકી ગયા હતા ગામમાં પારંપરિક નૃત્ય છોડી બધા લોકો શ્યામકાકા બાજુ દોડતા આવ્યા પણ શ્યામ કાકાની નજર પાછળ જંગલ બાજુ ગઈ હું પણ એમની પાછળ ગામમાં આવી ચુક્યો હતો અને જાણે મને કાઈ ખબર નહીં એમ ત્યાં લોકોનાં ટોળામાં ઊભો રહી ગયો હતો પણ શ્યામ કાકા એ પાછળ જોયું જંગલ બાજુ ત્યારે પેલો વાઘ ત્યાં ઊભો હતો અને એને જોતાજ શ્યામકાકા એ જીવ મૂકી દીધો વાઘ ત્યાંથી જતો રહ્યો બધા ને એવું લાગ્યું કાકાનું મૃત્યુ હૃદયના વધતા ધબકારા અને શ્વાસના હાફવાનાં લીધે આવ્યું.. બધા તમને લઈને જતા રહ્યા પણ હું ત્યાંજ ઉભેલો હતો મેં જોયું વાઘના ગયા પછી જંગલ બાજુ આજ કૂતરું બિચારું આંટા મારી રહ્યું હતું.

હોયના હોય વાઘ અને કુતરાનો કઈંક તો સંબંધ છે તમારાથી.. અને પેલું ઘર જ્યાં વર્ષોથી કોઈ ગયું નથી બંધ દરવાજો કદી ખુલ્યો નથી તો અંદર તમે ક્યાંથી આવ્યા ?

તમારી જિંદગીમાં કઈંક તો એવું ઘટ્યું હશે જેના લેવા દેવા છે આ બધી આપવીતીથી.

(ત્રિભુવન ભલે આખા ગામ ને અસ્થિર મગજનો લાગતો હોય પણ મને એ સમય સૌથી બુદ્ધિશાળી લાગી આવ્યો હું એની વાતો ને બસ સાંભળતો રહ્યો )

મને ત્રિભુવન એ બહુજ બધા પ્રશ્નોમાં નાંખી દીધો હું અને ત્રિભુવન બંને અંદર ઘરમાં ગયા ત્રિભુવન તો સૂઈ ગયો પણ મારી ઊંઘ હવે રહી નહતી.

હું આખી રાત આવાજ પ્રશ્નોમાં રહ્યો..

હું એ જંગલમાં આવેલા વર્ષોથી બંધ ઘરમાં ક્યાંથી આવ્યો ?

મારી યાદદાસ્ત કેમની ગઈ ?

પેલો વાઘ કોણ છે ?

આ કૂતરું કોણ છે ?

  ક્રમશ :


Rate this content
Log in

Similar gujarati story from Romance