ખોળો
ખોળો
આપણાં દેશનાં એક વીર જવાનના નિષ્પ્રાણ મૃતદેહને તિરંગામાં વીંટાળીને સન્માનપૂર્વક તેનાં ઘર સુધી અન્ય આર્મીનાં અધિકારીઓ દ્વારા પહોંચાડવામાં આવ્યો.
આ જોઈ પરિવારનાં દરેક સભ્ય પર જાણે મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હોય, અને દુઃખનું જાણે વાદળ એકાએક અચાનક ફાટી પડ્યું હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ એ વીર જવાનની માતાની આંખોમાંથી એકપણ આંસુ નહોતું ટપકયું, આ જોઈ આર્મીનાં ઉચ્ચ અધિકારીએ પૂછ્યું કે
"બહેન ! તમારી આંખોમાંથી શાં માટે એકપણ આંસુ નથી ટપકી રહ્યું...? એ પાછળનું કારણ શું છે....?"
"સાહેબ ! જ્યારે મારો પુત્ર છેલ્લે વેકેશનમાં ઘરે
આવ્યો હતો, ત્યારે તે મને કહેતો હતો કે, "મમ્મી ! મારી એક એવી ઈચ્છા છે કે હું જ્યારે છેલ્લો શ્વાસ લઉં ત્યારે મારું માથું મારી માતાનાં ખોળામાં હોય, પછી એ તમારો ખોળો પણ હોય શકે અથવા મારા ભરતમાતાનો ખોળો પણ હોઈ શકે.....અને અંતે મારા પુત્રએ છેલ્લો શ્વાસ તેનાં ભારતમાતાનાં ખોળામાં લીધો જે મારા માટે પણ ગર્વની બાબત છે, આમ મારા પુત્રની છેલ્લી ઈચ્છા પૂરી થઈ ગઈ એટલે મને કોઈ દુઃખ નથી. આપણાં ભારતમાતા માટે મારા આવા એક નહીં પણ સો પુત્રો પણ કુરબાન છે....!" - વીર જવાનની માતાએ જવાબ આપ્યો.
આ સાંભળી આર્મીનાં અધિકારીઓ સ્તબ્ધ બની ગયાં, અને વિચારવા લાગ્યાં કે ધન્ય છે આવી જનેતાઓને કે જેણે પોતાનાં બહાદુર દીકરાઓ ભારતમાતાનાં રક્ષણ માટે હસતાં - હસતાં અર્પી દીધાં....!