PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

કેળવણીના કર્ણધાર : નીલાબેન સોનાણી

કેળવણીના કર્ણધાર : નીલાબેન સોનાણી

4 mins
241


"લાવી છું રંગબેરંગી ફરફરિયા લેજો-લેજો ઘંટીને ઘોડા ભાઈ,

શિક્ષકનું યાત્રાધામ તેની શાળા છે. શાળાના વર્ગખંડમાં વહેતી સરિતાનું પવિત્ર જળ એટલે શિક્ષકનો સ્નેહ. એટલેકે શિક્ષકના અંતરમાં ઉભરાતી લાગણીનો ઘુઘવતો દરિયો. તેમાં જ્ઞાનપીપાસુ વિદ્યાર્થી ડૂબકી મારી પવિત્ર થઈ શકે છે. પોતાના યાત્રા ધામમાં જ્યારે શિક્ષક અને વિદ્યાર્થી શૈક્ષણિક પ્રવૄત્તિઓના રંગે રંગાય છે. ત્યારે તે એકમેકના હૃદય સુધી પહોંચી જાય છે. કર્મનિષ્ઠ શિક્ષકના હૄદયમાંથી વહેતું સ્નેહનું ઝરણું જીવનરૂપી બાગને સજાવે છે. જ્ઞાન ગંગોત્રીમાંથી વહેતો પ્રવાહ વિદ્યાર્થીને તરબતર કરી દે છે. આવા સમયે બે પુઠા વચ્ચેનો સિલેબસ ગૌણ બની જાય છે. બીજા શબ્દોમાં કહુતો તેનું કોઈ મુલ્ય રહેતું નથી. ૨૦૨૦ ની નવી શિક્ષણનીતિ આ વાતનું સમર્થન કરે છે. કેટલાંક શિક્ષકો બાળકોના ઘડતર પર ભાર મુકે છે. તો કેટલાંક નિયત સિલેબસને વળગી રહેતા હોય છે. પરંતુ વાસ્તવિક રીતે જોઈએ તો શિક્ષણ વિદ્યાર્થીનું જીવન-ઘડતર કરી શકે તેવું હોવું જોઈએ. નિયત સિલેબસ શિક્ષણની રુપરેખા હોય શકે છે. વિષયવસ્તુ શિક્ષકે તૈયાર કરવાની હોય છે. એટલું જ નહિ વિદ્યાર્થીની આવડત ચકાસવા,કરવામાં આવતું મૂલ્યાંકન તેની યાદશક્તિનું નહિ,પરંતુ તેની સમજશક્તિનું થવું જોઈએ. હું માનુ છું કે આપને વિદ્યાર્થીની પ્રતિભા ખિલી ઉઠે તેવા પ્રયોગો વિશે જાણવું ગમશે.

૨૪ જુન ૨૦૧૬ ને ગુરુવારના રોજ વર્ગખંડમાં ચાલતો સંવાદ જ્ઞાનનો દીપક બની ઝળહળી ઉઠે છે. ભાવનગરની ઘનશ્યામનગર પ્રાથમિક શાળાના ધોરણ ૪ ના વર્ગખંડમાં સામાન્યજ્ઞાનનો પીરિયડ ચાલતો હતો. વિદ્યાર્થીઓને કલા-કારીગીરી વિશે જાણકારી આપવામાં આવતી હતી. વર્ગખંડના શિક્ષિકા શ્રી નીલાબહેન સોનાણીએ બે વિદ્યાર્થીનીઓને પોતાની પાસે બોલાવી કહ્યું, ગઈકાલે આપણે જે ગીત શીખ્યા હતા. તે ગીત હવે તમારે ગાવાનું છે. તેમણે કહ્યું બાકીના વિદ્યાર્થીઓ ધ્યાન દઈને સાંભળશે. ગીત પુરું થયા પછી હું તમને થોડા પ્રશ્નો પુછીશ. જેના ઉત્તર સાચા પડશે તેને હું આવતીકાલે નવુ ગીત ગાવા બોલાવીશ. બંને દીકરીઓએ ગીત ઉપાડ્યું...

"લાવી છું રંગબેરંગી ફરફરિયા લેજો-લેજો ઘંટીને ઘોડા ભાઈ,

દસ પૈસામાં લેજો-લેજો.

માટીના ખાટલાને દોરા ગુંથેલા, ઘંટીને ઘોડામાં રંગો પુર્યા છે,

ઉષાના રંગ જેવા દરિયાના રંગ જેવા, ખાવાનું તો આપી જાજો રમકડા તો લેજો-લેજો.

ભરબપોરે હું તો વેચવાને આવી માટીના મોરલાને ગાડા હું લાવી,

ગામના ચોરે બેસું સૌને રમકડા વેચું, શેરીના છોકરા સૌ રમકડા તો લેજો-લેજો.

બેનીને ભાઈ તમે દાણા આપી જાવ,લેજો રમકડા નથી મોંઘા ભાઈ,

ગામેગામ ભમું છું હું રુડી છે મારું નામ, વેચીને થોડા દામ રમકડા તો લેજો-લેજો.

દોડી દોડી આવો, નાનાને મોટા, લેજોને બાળ તમે ડમડમ ડુગ-ડુગિયા,

મજાના ગીત ગાતી રમકડા વેચી જાતી, ભરી છે ટોપલી આ રમકડા તો લેજો-લેજો.”

ગીત પુરું થતાં જ શિક્ષિકા બાળકોને ગેલમાં આવી ખૂબ શાંતિથી પુછે છે, વ્હાલા બાળકો ફરફરિયાવાળી શું શું વેચવા નીકળી હતી ? બાળકો, ઉત્તર આપવા ઉતાવળા બની લાઈનમાં ઊભા રહી જાય છે. થોડા બાળકોના ઉત્તરો સાંભળી શિક્ષિકા નીલાબહેન વર્ગખંડના બાળકોને બીજો પ્રશ્ન પૂછે છે. ખાટલા શેના બનેલા હતા ? રમકડા વેચવા ગામમાં ફરફરિયાવાળી કયા સમયે આવી હતી ? થોડા બાળકોને સાંભળી તેમણે વધુ એક પ્રશ્ન પુછ્યો: રૂડી રમકડા વેચવા શા માટે નીકળી હતી ? તે ખાવાનુ કેમ માગતી હતી ? હવે બાળકો અટવાયા મૂંજાયા કારણકે ગીતમાં શિક્ષિકાએ પુછેલા પ્રશ્ન વિશે કોઈ ઉલ્લેખ થયેલો ન હતો. એક હોશિયાર બાળકે હિંમત કરી કહ્યું, બેન મને એક જવાબ આવડે છે તમે કહો તો બોલું. શિક્ષિકા હસીને તે બાળકને પોતાની પાસે બોલાવે છે. તેના માથા પર હાથ મુકી કહે છે: બોલ બેટા તને કયો જવાબ આવડે છે ? મંજૂરી મળતા બાળક બીજા પ્રશ્નનો ઉત્તર આપે છે. ફરફરિયાવાળીને ખૂબ ભૂખ લાગી હતી એટલે શેરીના બાળકોને ખાવાનું આપી જવા કહે છે. જવાબ સાંભળી શિક્ષિકાએ બાળકની પીઠ થપથપાવી શાબાશી આપી કહ્યું, બોલ બેટા તને કેમ ખબર પડી ? ગીતમાં રમકડાવાળીને ભૂખ લાગી છે એવું આવે છે ? બાળકે કહ્યું, બેન બપોરે તો આપણને પણ ભૂખ લાગે છે. તો જેને તડકામાં રમકડા વેચવા ગામેગામ ઘુમવું પડે એને તો ભૂખ લાગે જ ને! બાળકે કહ્યું, હે બેન તે રમકડા વેચવા કેમ નીકળી હશે ? તે તમને ખબર છે ? શિક્ષિકા બાળકના માથા પર હાથ ફેરવતા-ફેરવતા કહે છે, મેહુલ તારા પપ્પા કડિયા કામે શા માટે જાય છે ? બેન મને એ ખબર નથી, સવારે હું ઉઠું તે પહેલા મારા પપ્પા નીકળી જાય છે અને અંધારું થાય ત્યારે આવે છે. શિક્ષિકા બાળકના માથા પર હાથ ફેરવતા-ફેરવતા કહે છે: “બેટા તારા મમ્મી તને ભાવે તેવું જમવાનું બનાવી આપે છે ને ? તેના માટે અનાજ, શાકભાજી, મસાલા વગેરેની જરૂર પડે છે. આ બધું ખરીદવા પૈસા કમાવા પડે છે. ફરફરિયાવાળી પણ પૈસા કમાવા ધોમધખતા તાપમાં રમકડા વેચવા માટે નીકળી પડી હતી. તે બાળકોને બોલાવા ગાતી હતી. લાવી છું રંગબેરંગી, ફરફરિયા લેજો-લેજો !” વાચકોને પ્રથમ નજરે શિક્ષિકાનો સંવાદ ભલે સામાન્ય લાગતો હોય. પરંતુ બાળકના અંતરને સ્પર્શતો સંવાદ કેળવણીના નવા દ્વાર ખોલી આપે તેવી જાદુઈ શક્તિ ધરાવે છે. બાળકની યાદશક્તિ વિકસાવવા શિક્ષક એકમના થોડા ઘણા પ્રશ્નો પુછે તે સમજાય તેવી વાત છે. પરંતુ શિક્ષક એક પંતુજીની જેમ બાળકની યાદશક્તિ ચકાસી ગૌરવ અનુભવે તે પાલવે તેમ નથી. એકમની વિષય વસ્તુ આધારીત વિદ્યાર્થીની યાદ શક્તિનું મૂલ્યાંકન કરતો શિક્ષક લાકડા કાપી કમાતા કઠિયારા જેવો ધંધાદારી વ્યક્તિ છે. કોઈપણ વર્ગખંડમાં ભણવા-ભણાવવાનું કાર્ય કરતો શિક્ષક દેશના ભાવિનો સાચો ઘડવૈયો છે. વર્ગખંડમાં કોઈપણ શિક્ષકે વિદ્યાર્થીની તર્ક શક્તિનો વિકાસ થાય તેવું વાતાવરણ ઊભુ કરવું જોઈએ. દરેક શિક્ષકે ચોક્કસ અભ્યાસક્રમને આધાર બનાવી વિદ્યાર્થીમાં છુપાયેલી શક્તિઓને ખોળી કાઢવા જ્ઞાનનો દિપ ઝળહળતો રાખવો જોઈએ. તેમાં વખતોવખત દિવેલ પુરતા રહેવું જોઈએ.

“શબ્દના નગરમાં હાટ માંડી વેપાર ખેડી લેજે,

કાશ તારે પણ નાણું કમાઈ મુક્તિના ધામે ઝૂકવું પડશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational