STORYMIRROR

Jagruti Kaila

Tragedy Crime

3  

Jagruti Kaila

Tragedy Crime

કેડી

કેડી

2 mins
214

સુંદર નૈસર્ગિક વાતાવરણમાં આવેલું નાનકડું ગામ. શહેરથી ઘણું દૂર વસેલ આ ગામ આધુનિકતાથી પણ કોસો દૂર. લોકો પણ નિર્દોષ પારેવા જેવા.

આ ગામમાં છેલ્લા બે ત્રણ વર્ષથી એક પ્રૌઢ સંત આવેલા. જાજરમાન વ્યક્તિત્વ, દિવ્ય મુખ ક્રાંતિ અને વાણી જાણે સંમોહન વિદ્યાથી સભર. 

આ સંત વિશ્વેશરનાથ એટલે જાણે ગામ લોકોના ભગવાન. સંત બાબા કંઈ કહે એ ગામ લોકો માટે પથ્થરની લકીર.

એક દિવસ સવાર સવારમાં આખા ગામમાં શોકાતુર સમાચાર પ્રસરી ગયા. સંત બાબાની દાતરડાની ધારે નિર્મમ હત્યા.

લોકો એ હત્યા કરનાર નાસ્તિક માણસને ગાળો આપવા લાગ્યા. કળિયુગની આવી જ અસર હોય..સારા માણસના સો દુશ્મન..પાપીએ પોતાનું પાપ ઢાંકવા જ આવા દેવ જેવા માણસની હત્યા કરી છે... આવી મોં એટલી વાતો થતી.

સરપંચે બે હોશિયાર માણસની મદદથી સંતની ઝૂંપડીના પાછળના દરવાજા પાસે લોહીના ધબ્બા જોઈ તપાસ શરુ કરી. એ ઝૂંપડીની પાછળના દરવાજેથી એક કેડી અવાવરા રસ્તે જતી હતી. એ રસ્તે ભૂત અને ચુડેલ રહે છે એવી માન્યતાને કારણે એ તરફ કોઈ જતુ નહીં.

સરપંચ માટે આ કેડી પર લોહીના ધબ્બા જોઈ જાવું અનિવાર્ય થયું. એ કેડી ઘણા રહસ્યના દરવાજા ખોલશે એ ક્યા કોઈને ખબર હતી ! એ રસ્તે જતાં એક લોહીથી ખરડાયેલ દાતરડું અને એથી થોડેક દૂર એક ચાદર પડેલી હતી.

ચાદરને આધારે તપાસ કરી તો ગામ લોકોના આશ્ચર્યમાં વધારો થયો. ગામનું સૌથી શાંત, ધાર્મિક અને ઠરેલ ગામનુજ ખોરડું શંકાના ઘેરામાં આવ્યું.

ગામ લોકોએ પૂછપરછ માટે ડેલી ખટખટાવતા રામજીભાઈ એ ડેલી ખોલી અને ગામલોકો એક સામટા પ્રશ્નોની ઝડી વરસાવી. એ સાંભળતાં જ એમની પત્ની શારદાબહેન બહાર આવ્યા. 

શારદાબહેન એકદમથી જ ગુસ્સામાં લાલ ચોળ થયા અને બોલવા લાગ્યા, "હા, મે જ માર્યો છે એ રાક્ષસને, મને કોઈ અફસોસ નથી, મે તો સારુ કામ કર્યુ છે."

ગામ લોકો ઉશ્કેરાઈ ગયા, સરપંચે માંડ શાંત કર્યા. સરપંચે કારણ પૂછતાં શખરદાબેને કહ્યું, "એ નરાધમે મારી આબરુ ઉપર હાથ નાખ્યો હતો. એ તો હું ધમકી અને આબરુના ડરથી સહન કરી ગઈ પણ કાલ મારી પંદર વર્ષની છોરી પર નજર બગાડી. થોડી વાર રોકાઈને તમને મારા પર ભરોસો ન હોય તો એની ઝૂંપડી તપાસો, આપણા ગામની બેનુ, દીકરીયુ ના ફોટા, વિડીયો, ઘણું છે પણ આ બધી શિકાર થયેલ બહેનોમાં કોઈક આબરુ તો કોઈક સંતના કાળા જાદૂના ડરથી ચૂપ હતી."

ટોળામાં આવેલ ઘણી બહેનોએ આંખ નીચી કરી નાખી. તપાસ કરતાં ઘણાં કાળા કામ નજરે આવ્યા. ગામની સલામતી સચવાઈ એમ સમજી સરપંચે વાત અહીં જ પૂર્ણ કરી. 

હવે, ગામની કોઈ કેડી પર કોઈ જ અંધશ્રદ્ધાનાં ડેરા રહ્યાં નહીં.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy