STORYMIRROR

PRAVIN MAKWANA

Horror Fantasy

3  

PRAVIN MAKWANA

Horror Fantasy

કબ્રસ્તાનને ફેન્સિંગ

કબ્રસ્તાનને ફેન્સિંગ

1 min
252

નવસારીના એક પારસી સમાજસેવક ગયા કબ્રસ્તાનમાં મુજાવર પાસે. ‘મારે તમોને એક રિક્વેસ્ટ કરવી ચ.’

‘મુરબ્બી, હુકમ કરો.’

‘કબ્રસ્તાનને ફેન્સિંગ કરો. આપરા ગામના છોકરાઓ રોજ લેટ નાઈટ સુધી કબ્રસ્તાનમાં બેસી ખીખી-ખાખા કરેચ ને પત્તાં રમેચ.’

‘શેઠ સાહેબ, કબ્રસ્તાનને વાડ કરવાનું એટલા માટે મને પસંદ નથી કે જે બહાર છે તે અંદર આવવા માગતો નથી ને જે અંદર છે તે બહાર જઈ શકતો નથી.’

‘આંય તમારો ઔરંગઝેબના જમાનાનો જોક મેં ઘની વાર વાંચ્યોચ. આપરા છોકરાઓ બા’રના અંદર આવેચ ને અંદરથી પાછા બા’ર આવેચ તેનો રસ્તો કરવાનો છે.’

કબ્રસ્તાનને વાડ કરવાનું તમારા હાથમાં નથી. પેલા પત્તાં રમતા છોકરાઓના બીહેવિયરને સમજ્યા કે !  


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Horror