કૈક્ટસ અને ગુલાબ
કૈક્ટસ અને ગુલાબ
આંધી ઊડી રહી હતી. જોરથી ફૂંકાતા હવાના સુસવાટાએ ગુલાબના ફૂલને જમીન પર પટકી દીધું. કૈક્ટસના (કાંટાથી ભરેલો છોડ) છોડે કટાક્ષમાં પ્રહાર કર્યો,
“તારું જીવન પણ કાંઈ જીવન છે ? હવાના એક સુસવાટાએ તને જમીનદોસ્ત કરી મૂક્યું. મને જો, હું કેવો અક્કડ ઊભો છું.”
ગુલાબના ફુલે સહેજ હસીને કહ્યું, “હવાના સુસવાટાએ મને જમીનદોસ્ત કર્યું એ તમે જોયું, પણ તમે એ જોઈ ન શક્યા કે એ જ હવાના સુસવાટાએ મારી સુંગંધને ચારેકોર પ્રસરાવી મૂકી છે. મિત્ર, જીવનની સાર્થકતા તો બીજા માટે જીવવામાં જ છે.”