STORYMIRROR

Chhaya Shah

Romance Fantasy Others

3  

Chhaya Shah

Romance Fantasy Others

કાશ ! એ સમય થંભી ગયો હોત તો..૧

કાશ ! એ સમય થંભી ગયો હોત તો..૧

1 min
356

કાશ ! એ સમય થંભી ગયો હોત તો......!

 લડડુ અને સમોસુ,

 અજીબ લાગે છે ને આ નામ,પણ તે બંને આજ કહેતા, સરકાર, હુકમ એમ જ એમની વાતની શરૂઆત થતી.

લડડુ ૧૪ વર્ષ મોટી સમોસા કરતા, જીવન મશીનની જેમ જ જીવતી, પણ સમોસાએ આવી એમાં ઑઈલ ભર્યું. ને પોતાના પ્રેમના રંગમાં રંગી. 

લૉકડાઉન ૨૦૨૦ લોકોને ફળ્યું નહીં, ખૂબ જ મોટી મહામારી, ઘણા બધા લોકો, ઘણી બધી રીતે પાયમાલ થયા, પણ...... લડડુ અને સમોસાને આ ફળ્યું.

નવી ઓળખાણ, ફ્રી સમય,એ સમયે થતી અઢળક વાતો, ક્યારે એકબીજા પર વિશ્વાસ મૂકતા ગયા ને જિંદગીના સુખદુઃખ કહેતા ગયા. કહેવામાં શું ? લડડુ પોતાની જિંદગીની બધી મુસીબતો કહેતી, સમોસુ સારો શ્રોતા, સાંભળીને એને સોલ્યુશન પણ આપતો.

અચાનક, લડડુને કોવિડ થયો, મહિનો એ ઝઝૂમતી રહી, ઠીક ના થઈ ત્યાં સુધી સમોસુ હરરોજ ખ્યાલ રાખતો, વાત કરતો, સાજા થવાની પ્રેરણા આપતો, અંતે લડડુ ઠીક થઈ ગઈ. પણ પછી શું થયું ?  સમોસાની વાત ઓછી થઈ ગઈ, કદાચ કામ વધી ગયું કેમ કે લૉકડાઉન ખુલ્લી ગયું'તું.

ધીરે ધીરે સમોસા એ વાત જ કરવાની બંધ કરી, લડડુ એ પ્રોમીસ કર્યું હતું ખુદને કે ક્યારેય તે નહીં પૂછે કેમ ?

હા,લડડુ ફોન કરે તો વાત કરે ખરો. પણ સમય છે એ થોડી થંભવાનો..

આજ પણ લડડુ વિચારે છે કે ....

કાશ ! એ સમય થંભી ગયો હોત તો......!

ક્રમશ....

ભાગ   ......૨. 



Rate this content
Log in

Similar gujarati story from Romance