કાશ! એ સમય થંભી ગયો હોત તો-૩
કાશ! એ સમય થંભી ગયો હોત તો-૩
લડડુ અને સમોસુ,
લડડુને વિશ્વાસ હતો. એ મેસેજ અથવા કોલ જરૂર કરશે. લડડુ વિચારતી હતી, કેટલો સમય વહી ગયો, એક પણ મેસેજ નહીં, એકપણ કોલ નહીં. શું મને ભૂલી ગયો ? ના મને ના ભૂલી શકે ? વિશ્વાસ હતો. અચાનક એક દિવસ મેસેજ રિંગટોન વાગયો.
"કેમ છે તું ?" મેસેજ ખોલીને જોયું તો સમોસાનો મેસેજ હતો. અચાનક મેસેજ જોઈ બહુ જ ખુશ થઈ ગઈ.
લડડુ એ મેસેજ કર્યો, "તમે ?"
"હા, હું" જવાબ આવ્યો.
એક સાથે સમોસાએ પ્રશ્નોની ઝડી તૈયાર કરી દીધી.
"કેમ છે તું ? ક્યાં છે તું ? વાત થશે ? વાત કરવી છે મારે, ટાઈમ છે તારી પાસે ?"
"આટલા બધા સવા ? હું ઠીક છું, સારી છું, હા વાત થશે. તું કેમ છે પહેલા એ કે ?
"કોલ કરું".
"હા,કર."
આજે ત્રણ મહિના પછી એની સાથે વાત કરવાના વિચારથી ખૂબ ખુશ હતી. બંને ફોન પર વાત કરતા હતા.
સમોસુ કહે છે, "લડડુ, વિશ્વાસ રાખજે, મેં તને દગો નથી આપ્યો. આ ત્રણ મહિનાની અંદર એક પણ ક્ષણ એવી નથી ગઈ કે તને યાદ ના કરી હોય. સમય ખરાબ હતો. મારી તબિયત ખરાબ હતી, મમ્મીની તબિયત ખરાબ હતી, ટાઈમ જ નહતો કે તને મેસેજ કે ફોન કરું. પ્લીઝ મને માફ કરી દેજે. તને ખબર છે કે હું તને કેટલો પ્રેમ કરતો હતો પણ ક્યારેક કહી ન હતો શકતો. આજે પણ હું તને કહી નથી શકતો કે હું તને કેટલો પ્રેમ કરું છું. આપણે બંને બહુ જ દૂર રહીએ છીએ. બન્ને સમજીએ છે. આપણે બંને મળી નથી શકતાં. આપણા બન્નેના માથા પર બહુ બધી જવાબદારી છે. તને પહેલા પણ કહ્યું હતું, આપણે લાગણી વ્યક્ત કરી શકીએ છે. પરિવારની જવાબદારી પહેલા."
લડડુ: "મે કંઈ એવું વિચાર્યું જ નથી, મને વિશ્વાસ હતો મારા પ્રેમ પર. મને હતું જ કે તું કંઇક મુસીબતમાં હશે એટલે જ તે કોલ કે મેસેજ ના કર્યોં. હું તને ખૂબ જ યાદ કરતી હતી. જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ થાય, તરત જ વિચારું કે આ ક્ષણે, તું મને શું જવાબ આપે. તું આ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે આપે મને. તને ખબર છે એક પણ મિનિટ એક એક ક્ષણ એવી નથી જ્યારે તને યાદ ન ક્યોં હોય. તું તો મારા રગરગમાં સમાયેલો છે. હા, મને ખબર જ છે, આપણે આ વાતનું ડીસકસન પહેલા પણ કર્યું હતું, મને એનાથી ફરક નથી પડતો. હું તને પહેલા પણ પ્રેમ કરતી હતી, કરું છું અને કરતી રહીશ.
"આટલો બધો પ્યાર કરે છે, જોયા જાણ્યા વગર."
"હા, કોણે કહ્યું જોયા-જાણ્યા વગર હું તને પળ પળ મહેસુસ કરું છું મારી પાસે."
"હું પાછો જલ્દીથી મેસેજ અથવા કોલ કરીશ."
"સમોસા, એક વાત કહું, મારે તને જોવો છે. પોસીબલ થાય તો વિડિયો કોલ કરીશ ?"
"જરૂર કરીશ, મેસેજ કરીને તને કહું છું, ચાલ પછી વાત કરું. "એમ કહી ફોન મૂક્યો.
થોડાક સમય પર સમોસુ મેસેજ કરતો હવે. વઘારે નહી, પણ કેમ છે, કેમ નહી. લડડુ ખૂબ જ ખુશ હતી. એનામાં વિશ્વાસ વઘી ગયો.
અને ખરેખર એક દિવસ સમોસા વિડિયો કોલ કર્યો, પહેલી જ વખત બંને એકબીજાને જોતા હતા, આટલા સમયથી મેસેજ પર કોલ પર વાત કરતા હતા. ક્યારેય એ બંને એકબીજાની જોયા ન હતા, આજે લડડુ સમોસાને જોઈને ભાવુક થઈ ગઈ. ખુશ ખુશ થઈ ગઈ. બંનેને શરમ આવતી હતી.
સમોસુ: "જોયું, હું એટલે જ વિડિયો કોલ નહતો કરતો. પણ ખરેખર, લડ્ડુ મેં જેટલું વિચાર્યું હતું, તેના કરતા પણ તું વધારે સુંદર છે, વધારે સ્વીટ છે, આથી વિશેષ તારી પ્રસંશા નહી કરી શકું. બસ એટલું જ કહીશ કે હું તને બહુ પ્રેમ કરું છું, મારા દિલથી, આત્માથી તને ખુબ જ ચાહુ છું. આપણે આ ભવમાં તો નથી મળી શકતા પણ આવતા ભવમાં જરૂર મળશું."
લડડુ: "હા, હું પણ તને એટલો જ પ્રેમ કરું છું. મેં મારા મનમાં જેવી તારી છબી બનાવી હતી, તું એનાથી પણ વધારે સરસ છે, તારું દિલ ખુબ જ સરસ છે. તારા વિચારો એકદમ શુદ્ધ છે. આપણે આવતા ભવમાં જરૂર
મળશું. પણ હા ક્યારેક ક્યારેક આ જીવનમાં વચ્ચે વચ્ચે કોલ અને મેસેજ કરજે. જ્યારે સમય મળે ત્યારે આપણે વાત કરશું, ભલે આપણે દૂર રહ્યાં, પણ આપણા મન મળી ગયા છે. હું આજીવન તને પ્રેમ કરતી રહીશ."
હા, પણ આ બધાની વચ્ચે તે પોતાની જવાબદારી નથી ભૂલતી. ફરક એટલો છે કે પહેલા મશીનની જેમ જીવતી હતી,હવે હસી ખુશી જીવે છે. પહેલા તે પાગલની. હવે તે સમોસાને પોતાની પાસે મહેસુસ કરે છે. એટલે હવે સમોસુ દૂર નથી લાગતો. હર ઘડી હરપળ એ ખૂબ જ ખુશ હોય છે અને હજી પણ ક્યારેક તે વિચારે છે.
કાશ ! આ સમય અહિં જ થંભી જાય તો !

