Chhaya Shah

Children Stories Inspirational Others

4.5  

Chhaya Shah

Children Stories Inspirational Others

ફૂલ

ફૂલ

1 min
369


કાલે કબ્રસ્તાનમાં એક સમાધિ પાસે બેસીને એક બાળક રડતું હતું, સ્કૂલ ડ્રેસ પહેર્યો હતો. બાજુમાં દફતર પડ્યું હતું. ચોધાર આંસુએ રડતા રડતા, ડૂસકાં ભરતાં ભરતાં બોલ્યો," પપ્પા, ટીચરે એ કહ્યું છે કે, કાલે તું સ્કૂલે ફીસ લઈ આવજે અથવા તો તારા પપ્પાને લઈ આવજે."

બાજુમાં જ એક સમાધિ પર એક માણસ હજાર રૂપિયાની ફૂલોની ચાદર પોતાના પપ્પાની સમાધિ પર ચઢાવા ફોન પર મંગાવતો હતો.

સાંભળતા જ બોલ્યો, ઓર્ડર 'કેન્સલ' કરી દો.... હવે ફૂલ અહીં જ મળી ગયું છે મને....

ઊઠીને તે બાળકની નજીક ગયો અને પૈસા આપતા બોલ્યો,"આ પૈસા તારા પપ્પાએ મોકલ્યા છે. કાલે તું ફી ભરી દેજે." 


Rate this content
Log in