કાશ ! એ સમય થંભી ગયો હોત તો -
કાશ ! એ સમય થંભી ગયો હોત તો -
લડડુ, વિચારતી હતી......
આજે ઘણા દિવસોથી, એક પણ મેસેજ નથી, મહિનો થવા આવ્યો. સમોસાનો એક પણ મેસેજ નથી, ફોન નથી. લડડુ પરેશાન હતી. રડ્યા કરતી હતી. એટલે એણે એક મેસેજ ટાઈપ કર્યો અને સમોસા ને મોકલવાનો વિચાર કર્યો.
અને લડડુએ મેસેજ લખ્યો.......
બહુ બધા દિવસોથી મારા મનમાં વ્યથા ચાલે છે, ફોન પર નથી કહીં શકતી એટલે....
તું શા માટે મારી જિંદગી માં આવ્યો, શા માટે તારા પ્રેમ ના રંગમાં મને રંગી ?
તે વાત કરવા નું બંઘ કર્યું, ખબર નહિ કેમ ?
તારા મનમાં શું છે મને નથી ખબર ? પણ
તું ખૂબ જ રડાવે છે મને.
તડપાવે છે મને.
તું કહે છે કે તું ફોન કર, હું વાત કરીશ,પણ તું જ વિચાર
મારો ફોન ના આવ્યો તો તે એકપણ કર્યો ? શું આ પ્યાર છે ? માનું છું કે બંને પોતાની લાઈફમાં બીઝી છે, પણ આખા દિવસમાં ૫ મિનિટ ના નિકળે ? દિવસ તો જવા દે મહિનામાં ? એક પણ ફોન તે કર્યો ?
તું મારી લાગણીઓ સાથે રમ્યો ?
હું પહેલા જેવી હતી તે ઠીક હતી, પણ આ તારો પ્રેમ ખૂબ તકલીફ આપે છે.
તું જયારથી મારી લાઈફમાં આવ્યો ત્યારથી તને પ્રેમ કરું છું ને કરતી રહીશ.
એક જ જવાબ આપજે, શું તને સાથે વિતાવેલી વાત, પળ યાદ નથી આવતી ?
સાચું કહેજે, કે જે સમય સાથે વિતાવેલો તે પ્રેમ હતો કે ટાઇમપાસ.
હા, તારા મગજમાં શું છે ? એ કહેવાય તો કહેજે.
આમ તો તું કહીશ નહિ એ ખબર છે મને.
પણ જવાબ આપીશ તો ગમશે.
તારા જવાબની રાહ જોઈશ.....
આમ મેસેજ સમોસા ને મોકલી દીધો.
લડડુ ને થયું...........
આમ આમ તો લખી નાખ્યું .પણ છતાં મનમાં એક જ વિચાર આવતો હતો. શું લખ્યું એ બરોબર છે ?
આમ લખી શકું છું ? શું વિચારશે ?
પણ જવા દે. એકવાર મારા મનની વ્યથા તો લખી દીધી. એને ના બોલવું હોય તો ના બોલે. પણ એકવાર તો કહી દઉં કે મારા મનમાં શું ચાલે છે ?.....
થોડાક દિવસો એમ જ પસાર થઈ ગયા. આજે સમોસાનો બર્થ ડે હતો. જેના માટે એને ઘણા સપના સજાવ્યા હતાં. લડડુ એ મેસેજ કર્યો. પણ સાંજ સુધી સમોસાએ જોયું પણ નહિ, એનો જવાબ પણ ના આપ્યો.
જે વ્યક્તિ મારી પોસ્ટને મારા મેસેજ ને લાઈક કરતું તે જ આજે ગણકારતું નથી. આમ નેગેટિવ વિચારો લડડુને આવ્યા કરતા હતા. પણ પછી વિચાર આવ્યો કે સમોસો હંમેશા પોઝીટીવ વિચાર માટે પ્રાધાન્ય આપતો હતો. એ હંમેશા પોઝીટીવ જ વિચારવાનું જ કહેતો હતો.
આમ તે વિચારતી હતી, ત્યાં મેસેજ રિંગ વાગી.'થેન્ક્યુ'
બસ આટલો મેસેજ, છતાં પણ ખુશ હતી, કારણ કે તે સમોસાને પોતાના જાનથી પણ વધારે પ્રેમ કરતી હતી.
શું એ જ વ્યક્તિ છે જે એને પ્રેમ કરતો હતો ? પણ આ તો ઓનલાઇન પ્રેમ.......
છતાં લડડુ, એને જ પ્રેમ કરતી હતી, કારણ લડડુને નેગેટિવમાંથી પોઝીટીવ બનાવી હતી. છતા લડડુને અંદરથી ખબર હતી કંઈક તો કારણસર એ મેસેજ નથી કરી શકતો.
ક્રમશ....
ભાગ ૩

