જોર્જ મુનેઝઃ કર્મ અને મર્મ
જોર્જ મુનેઝઃ કર્મ અને મર્મ
આ એક સામાન્ય સ્કૂલના બસ ડ્રાઈવરની વાત છે. તેણે એક દિવસ બેકારીમાં રહેતા લોકો સાથે વાતચીત કરતાં તેમની દારુણ મુશ્કેલીઓનો ખ્યાલ આવ્યો અને લોકોને સહાયરૂપ થવાનો પોતે નિશ્ચય કર્યો. શરૂઆતમાં રોજરોજ લંચબોક્સ પેક કરવાનું કાર્ય કર્યું અને જરૂરિયાતમંદોને પહોંચાડવાનું કાર્ય કર્યું. તે કહેતો 'ઈશ્વર જ તેમને મદદ કરી રહ્યો છે અને દિનદુઃખીયોને મદદ કરવી એ માટે એ ખાદ્ય પદાર્થો લોકો વેડફી દેતાં તે ભેગું કરી લંચબોક્સ દ્વારા જરૂરિયાતમંદ લોકોને પેટ ભરવા કામ લાગે એ વાત આ નાગરિકને સમજાઈ ગઈ. પોતે ધીમે ધીમે બાર કલાક કામ કર્યા પછીનો સમય વરસાદ હોય કે ધૂપ હોય, ઈશ્વર જ મને મદદ કરે છે ઈશ્વરની ખુશી હશે ત્યાં સુધી આ કાર્ય કરશે એવો નિશ્ચય કર્યો. તેણે એક એવા ટ્રસ્ટ બીન નફાના ધોરણે "એન એંજલ ઈન ક્વિન્સ" એવું નામ આપીને શરૂ કર્યું. મુનોઝ કહે છે, 'કોઈપણ વ્યક્તિ જે ભૂખ્યો હશે તેને હું મદદ કરીશ.' આમ શાળાનાં આ બસ ડ્રાઇવર એવા મુનોઝે પરમ કૃપાળુ પરમેશ્વર અને પોતાની માતા માટે પ્રેરણાસ્ત્રોત બનીને આ કાર્ય કર્યું. માનવજાત માટે કંઈક કરી છૂટવાની ભાવના કે સહાનુભૂતિ હોવી જોઈએ, એ એના જીવનનો સંદેશ છે. એવા આ માનવીના જીવનને નમસ્કાર.
