Mansi Shethji Sonik

Drama

4  

Mansi Shethji Sonik

Drama

જોગીની

જોગીની

10 mins
14.4K


હું મીરા,
નાનપણથી જ મારા કાનાના પ્રેમમાં ગળાડૂબ. મીરાની જેમજ કૃષ્ણ પ્રેમમાં વિલીન મારું રોમરોમ મેં અર્પણ કર્યું કૃષ્ણ સેવામાં.

બસ ચાર કે પાચ વર્ષની હોઈશ અને કોઈકે મને કૃષ્ણની મુરત આપી હતી, જન્મદિવસની ભેટ રૂપે. બસ તે દિવસ અને આજની ઘડી મારી સવાર કૃષ્ણની સેવા અને કૃષ્ણના સહવાસમાં સાંજ, એટલાંજ પ્રેમથી. આજે હું ત્રેવીસ વર્ષની છું છતાં મારો કૃષ્ણ પ્રેમ અકબંધ છે. પણ આજે હું એક દેવદાસી છું બીજા શબ્દોમાં કહું તો જોગીની, હા હું જોગીની છું!

મારા અનહદ કૃષ્ણપ્રેમને આ સમાજ સમજી ન શક્યો, ક્યાં તો સમજ્યો પણ જીરવી ન શક્યો.

મને આજે પણ યાદ છે, મારો પહેલો મેળાપ મારા કાના સાથે એ મૂર્તિ એનું સોમ્ય રૂપ અને મેં એને ક્યારે પણ મારાથી અવળી ન મૂકી, નિશાળનાં દફતરમાં, રાત્રે મારા ઓશિકામાં અને એને મારા અંતઃકરણમાં બદ્ધે જ મારો કાનો, મારો ધણી, મારો ભરથાર કૃષ્ણ!

કોઈકે મજાકમાં કહ્યું આ તો એનો પીયુ છે, મીરાનો પતી એનો કૃષ્ણ... બસ એજ મનમાં ઘર કરી ગયું અને દિલમાં પણ. એ પ્રેમ જાણે મારી નસોમાં રક્ત બનીને ફરવા લાગ્યો. બાળપણથી જ એના નામનું સિંદૂર મારા સેથામાં ભરવા લાગી અને જીવન મેં એમના જ ચરણોમાં અર્પણ કર્યું. નિશાળ અને ઘરકામ પતાવી, કૃષ્ણ સેવામાં મેં દિવસો વ્યતીત કરવા માંડ્યા. અવાજ મારો સારો અને કૃષ્ણ પદ ગાઈ ને હું મંદિરમાં સેવા કરતી.

હું લોકોમાં "બાવરી મીરા"ના નામે ઓળખાતી થઈ. ગામમાં દરેક ઓચ્છવ હોઈ કે કોઈને ત્યાં પૂજા, લોકો મને પદ ગાવા નિમંત્રણ આપતાં અને હું મારા પ્રેમમાં લીન થઈ ત્યાં કૃષ્ણ આરાધના કરતી, નાચતી, ગાતી અને સહુને મારા કૃષ્ણપ્રેમ થી અવગત કરાવતી.

મારી બાને મારી ઘણી ચિંતા થતી પણ મારા બાપુ એને શાંત કરતા અને કેહતા, "ઉંમર સાથે બધું ઠીક થશે મીરાની બા તું ફિકર ના કરીશ."

ધીરે ધીરે હું મોટી થતી ગઈ અને એનીસાથે વધ્યો મારો પ્રેમ, હું હવે બાર વર્ષની થઈ મારી ઉંમરની ગામની બધી દીકરીઓના સગપણ થવા માંડ્યા અને મારે માટે પણ માંગા આવવા ચાલુ થયા પણ હું તો વરી ચૂકી હતી મારા પતિને કાન્હાને.

ગામના સરપંચના દીકરા સાથે મારી સગાઈ થઈ, મારું મન ખૂબજ વિચલિત હતું શું કરું? મારા કન્હાનું શું? મારા સગપણનું શું? કોને કહું? કન્હાને બહુ વિનતી કરી, "હે કાન્હા! મારા ભરથાર, મને સાથે લઈજા, મને બોલાવી લે." મને લાગ્યું મારી સગાઈ થઈ એટલે એ મારાથી નારાજ છે અને અબોલા લીધા છે એણે...

બાળકનું મન પણ કેવું સુંદર હોય છે કેવું નિર્મળ પણ દુનિયા એટલી જ મલીન. બસ, લગ્નના દિવસો નજીક આવી રહ્યા હતાં અને એની સાથે સાથે મારા મનમાં વ્યાકુળતા વધવા લાગી. વિધિઓ પતવા માંડી, મારે પતી હોવા છતાં કોઈ બીજાના નામની મહેંદી લગાવી પડી, મેં રડી રડીને મારી કમબખ્તી બયાન કરી પણ મારું કોઈએ ન સાંભળ્યું. મારા ધણીએ પણ નહિ. કૃષ્ણ તો બસ મને જોતા રહ્યા અને હું રડતી રહી.  લગ્નને બસ એક જ રાત બાકી હતી, મને કઈ સૂઝ નહોતું પડતું, મેં ઘર છોડવાનું નક્કી કર્યું.

થોડાં પૈસા, કપડાં અને મારા કાન્હાને લઈ હું ઘરના દરવાજામાંથી નીકળી. પાછળ જોયું તો મા-બાપુ અને મારું બાળપણ રડતું દેખાયું પણ હું વીવશ હતી મારાથી મારો પ્રેમ કોઈ કારણસર છૂટતો નહતો. મેં મારા સંબંધો મારા પરિવારની લાજ અને મારા મા-બાપના અરમાનો નેવે મૂક્યાં અને નીકળી પડી મારી પ્રીતને સાર્થક કરવા.

રાત કાળી હતી જાણે મને સંકેત આપતી હોય અને કૂતરાઓનું રડવાનું અપશુકન સાથે એને વધારે બિહામણું બનાવતું હતું પણ મારી ઉમર અને મારી નાદાનીનો ઉફામ મારી સમજ પર ચઢી રહ્યો હતો.

હું ભાગી ને મોટા રસ્તા તરફ જવા લાગી અને એક ઝાડની નીચે કોઈ વાહન ની રાહ જોતી સુઈ ગઈ. લગભગ મળસ્કું થવા આવ્યું, ભારી વાહનના અવાજથી મારી આંખ ખુલી, સામે જોયું તો એક બસ ચિત્કાર ભરેલી. હું ભાગી અને સીડી ચઢી, બસની છત પર બેઠી, દબાઈને લપાઈને પોતાનું મોઢું છૂપાવતી મારા કાન્હાને મારા ખોળામાં મૂકી ઠંડી હવાથી બચતી હું બેલગામ પહોંચી, કલ્લાકોની મુસાફરી અને ઠંડી હવાને કારણે મારું શરીર તપતું હતું, મને ભૂખ લાગી હતી ત્યાંજ એક કેળાવાળા પાસેથી કેળા માંગ્યા અને એને મારી પાસે પૈસા માંગ્યા મેં વિચાર્યું, અરે ! મારા ગામમાં તો કેળાના પૈસા નથી ચૂકવવાના હોતા? આ હું ક્યાં આવી ગઈ?

દરેક વસ્તુ ની કીમત હોઈ છે એ મને આજે સમજમાં આવ્યું. દિવસો વિતતા ગયા હવે મેં મારા કાન્હાને વિનંતીઓ કરી, આજીજીઓ કરી કેટકેટલું હું રડી.

મારામાં બાપુ મને રોજ જ યાદ આવતા હતાં પણ કાનુડા પરનો મારો વિશ્વાસ અડગ હતો. "એ આવશે મારો નાથ મને તેડવા એ આવશે જ." મેં મારી જાતને રોજ આશ્વાસન આપ્યું.

મેં હવે રોજિંદું રળવા માટે મંદિરની બહાર કૃષ્ણપદ ગાવાનું શરુ કર્યું। મારી દશા અને મારા અવાજથી આકર્ષાઈને ઘણા લોકો મને મદદ કરતાં થયા અને હું હજુ કૃષ્ણની જ મીરાં એમની ભક્તિમાં તરબોળ હતી ક્યારેક માના ભોજન અને બાપુના સાદની યાદ આવતી તો થોડું રડી લેતી હવે આ મંદિર જ મારું સાસરું અને શ્યામ મારા ભરથાર...

રોજ સવારે જલ્દી ઊઠી હું સ્નાન કરી આરતી સમયે કૃષ્ણપદ ગાતી તેમ જ મંદિરમાં ભોગ અને શયન સુધી હું મંદિરની "યેલમ્માં" એટલે રેણુકા મારા કાનુડાની પત્ની  અને મારા કાનુડાને રીજ્ઝાવવા ગાતી.

કેવું મારું આયખું કે મારા ભરથારને મનાવવા હું એમની પત્નીની દાસી બની. પણ મારો પતિપ્રેમ માનવીય પ્રેમ કરતા ઘણો ઊંચો હતો મારા માટે હું અને મારા કાન્હા બાકીની પત્નીઓ વિષે વિચારવાનો મને સમય ક્યાં?

એક ઉનાળાની ગરમ બપોરમાં ભોગ સમયે હું મારા ગીતમાં તલ્લીન હતી અને મેં નૃત્ય કરવાનું શરૂ કર્યું. બળબળતી ગરમીને કારણે હોઈ શકે મને ચક્કર આવ્યા અને હું જમીન પર ફસડાઈ પડી આંખો ખોલી તો મારું માથું એક વૃદ્ધાનાં ખોળામાં હતું. સુંદર સાડીમાં સજ્જ એ વૃદ્ધા ખૂબજ જાજરમાન લગતા હતાં મેં એમને પૂછ્યું, "તમે કોણ છો અમ્મા?"

એ બોલ્યાં, "હું મંજુ ! તને રોજ અહીં પદ ગાતા સાંભળવા આવું છું, તારા અવાજમાં કેટલો પ્રેમ છે?"

મેં કહ્યું, "એ બદ્ધો પ્રેમ મારા કાન્હા માટે છે અને એટલે જ હું યેલમ્માંને રીઝવવા માંગું છું કે એ મારા કાન્હાને મારી પાસે મોકલી આપે."  

આ સાંભળી એ જોરથી હસ્યા અને મારી તરફ પ્રેમથી જોયું, "બેટા !તારી કૃષ્ણ ભક્તી કેટલી સરળ અને સહજ છે કદાચ દરેક મનુષ્ય આવાજ સરળ હોય."

ત્યારે આ વાતનો અર્થ મને સમજાયો નહોતો પણ આજે એનો મતલબ બરાબર સમજાય છે. એ મને એમની સાથે એમના ઘરે લઈ ગયા એમના જેવી ઘણી વૃદ્ધાઓ ત્યાં સાથે રહેતી.

રોજ સવારે વેહલા ઊઠી સ્નાન કરી કૃષ્ણ ભજન ગાતી અને પ્રભુની સેવા કરતી હું એમને મંજુ અમ્મા કેહતી અને એ મને રોજ રાતના કૃષ્ણની લીલાઓની વાત કરતાં. એક દિવસ એમણે મને દેવદાસીની વાર્તા કરી હું ખૂબ અજ ધ્યાન પૂર્વક એમની વાતો સંભાળતી હતી.

એમણે કહ્યું લગ્ન કર્યા વગર પતી માનવું એ એક પાપ છે અને દેવદાસી હંમેશાં સુહાગણ રહે છે. આ વાત મારા મનમાં ઘર કરી ગઈ મેં દેવદાસી થવા માટેની વિધી પૂછી, એમણે વાત ફેરવી દીધી અને ઊઠી ને ચાલી ગયાં. મેં મંજુ અમ્માને જેટલીવાર કહ્યું, એટલી વાર એ ત્યાંથી ઊઠી જતાં મને ખૂબજ કુતૂહલ થયું. એમના વર્તનથી પણ હવે તો મારે કાન્હા સાથે લગન કરી અખંડ સૌભાગ્યવતી બનવું હતું એટલે મેં બીજી વૃદ્ધાઓને દેવદાસી બનવાની વિધી પૂછી. એમણે મને સવિસ્તૃત માહિતી આપી.

એમનામાંથી એકેતો મને ત્યાં લઈ જવાની બાહેંધરી પણ આપી. જોકે એ વૃદ્ધા મને શરૂઆતથી જ પસંદ નહોતી પણ મારી મદદ કરવા તૈયાર થતા મેં મારું મંતવ્ય બદલ્યું.

એક નિર્ધારિત રાતે હું અને એ વૃદ્ધા, મંજુ અમ્માના સૂતાં બાદ ત્યાંથી નીકળ્યાં. મેં મંજુ અમ્માના ચરણ સ્પર્શ કર્યા અને એમને મનોમન ધન્યવાદ કર્યા.

થોડું જ ચાલીને આગળ ગયાં તો ત્યાં એક ચમકીલી નગરી હતી. ખૂબજ ચમકદાર અને અત્તરથી મહેકતી, રાતના પણ ત્યાં મેળા જેવી ભીડ મને તો ખૂબજ અજાયબ નગરી જેવી લાગી.

અમે એક ઘરમાં ગયા અને ત્યાં પેલી વૃદ્ધાએ મને બહારના ઓરડામાં બેસવા કહ્યું. એ અંદર ગઈ અને એક ભવ્ય જાજરમાન અને સુંદર સ્ત્રી સાથે બહાર આવી.  મેં ઊભા થઈ એમને નમસ્કાર કર્યા અને એ બસ મને જોતી રહી. મનમાંને મનમાં એ મલકાતી હતી મને એ બિલકુલ પસંદ ના પડી પણ લગન કરવા હતા એટલે ના છૂટકે મારે એમને સ્મિત આપવું પડ્યું.

એ સ્ત્રીએ વૃદ્ધાને એક પોટલી આપી અને વૃદ્ધા મને ત્યાં છોડીને જતી રહી. પેલી સ્ત્રી મારી પાસે આવી "હું લક્ષ્મી છું! અને હું તારી દેવદાસી બનવામાં મદદ કરીશ પણ ત્યાં સુધી તારે ગીત, સંગીત, નૃત્ય અને બીજી ઘણી તાલીમ લેવી પડશે. ચાલશે?"

મેં હોશે હોશે 'હા' પાડી અને બીજી મારી જ વયની છોકરીઓ સાથે રેહવા લાગી.

બીજે દિવસે સવારે ચાર વાગ્યામાં મને ઉઠાડવામાં આવી ઠંડા પાણીથી સ્નાન કર્યા પછી અમે દેવની આરાધના કરી. ગુરુજીની પધરામણી થઈ. મેં વિચાર્યું બસ હવે મારે ફક્ત બે જ મહિના રાહ જોવાની હતી અને હું મારા કાન્હાને વરીશ, સહુની હાજરીમાં અને બધા દેવોની સાક્ષીમાં.

બે મહિના સુધી અમે રોજ તાલીમ લેતા રહ્યા સંગીત અને વાદ્ય વગાડવાની નૃત્યની તથા શારીરિક કામુકતા ના પાઠ પણ અમે શીખ્યા.

આખા શહેરમાં રથ યાત્રાની તૈયારી ચાલતી હતી અને અમારા ઘરે લગ્નની. મારા જેવી બાર છોકરીઓ એમના કાન્હાને વરવાની હતી. એક દિવસ અમને એક ઓરડામાં બંધ કરવામાં આવી, મીઠાઈઓનો થાળ અમારી સામે મૂકવામાં આવ્યો અને બસ ધરાઈને મીઠાઈ ખાવાનો મોકો મળ્યો અમે બધા મીઠાઈ ખાઈને ધરાઈ ગયા બસ હવે ઉબકા આવવા માંડ્યા.

એક પછી એક  છોકરી ઓને પીઠી ચોળવામાં આવી અને સહુને લીમડાના પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું. હરએકને નવી સાડી આપી અમે ખૂબજ સુંદર તૈયાર થઈને બહાર નીકળ્યાં. એક તાંબાનો કળશ અમારા માથા પર મુકવામાં આવ્યો અને અમે સરઘસમાં આગળ ચાલતા હતાં. મારા હાથ અને પગ હવે બહુ દુખવા માંડ્યા પણ કોઈએ પણ એની પરવા ન કરી.

ત્રણ દિવસ પછી સરઘસ "જોઘુલા ભાવી" પહોંચ્યું. વેહલી સવારે, સૌન્દાતી મંદિર ની તળેટીમાં આ ઘાટ હતો ત્યાં મને લીમડાંના પાનથી બનેલા વસ્ત્રો પેહ્ર્વવામાં આવ્યા અને એ જ કળશ લઈ અમારે મંદિર સુધી ઉપર જવાનું હતું. આટલા દિવસના થાક બાદ મારું શરીર કામ નહોતું આપતું, પણ મારા કાન્હાને વરવા મેં સૌથી પેહલા મંદિર પહોચવાનું નક્કી કર્યું અને હું પહોંચી ગઈ મારા મનમાં હતું કે, હું પેહલાં પહોંચીશ તો મારા કાન્હાની સૌથી પ્રિય પત્ની બનીશ, આ બાળસહજ મનને કોણ સમજાવે કે મારું ભાવી મને ક્યાં લઈ જશે. હવે મંદિરની સામે ચોરીમાં અમને બેસાડવામાં આવ્યાં.

પુરોહિત મોટા અવાજે મંત્રોઉંચ્ચાર કરતા હતા. થોડી વિધિઓ બાદ અમને સફેદ અને લાલ મોતીઓથી બનેલું મંગળસૂત્ર પેહ્રાવવામાં આવ્યું અને અમારા પર હલ્દી અને કુમકુમની વર્ષા કરવામાં આવી. હું ખૂબજ ખુશ હતી હવે હું મારા કાન્હાની ધર્મપત્ની હતી!

હું વારે વારે મારા ગાળાના મંગલસૂત્રને જોઈ હરખાઈ રહી હતી. હવે પુરોહિત અમને અમારી ફરજો કેહવાના હતા. ફરજચૂક એટલે પતિને નારાજ કરવા અને એ મારે કોઈ પણ કારણોસર કરવું નહોતું. એટલે મેં ધ્યાનપૂર્વક પુરોહિતને સાંભળ્યા એ બોલ્યા,
૧. તમે હવે દેવના ધર્મપત્ની છો એટલે તમે હવે સંસારિક લગ્ન કરી શકશો નહિ.
૨. મંગળવાર અને શુક્રવાર તમે જોગ લેશો એટલે ઘરે ઘરે જોગ એટલે ભિક્ષાનો વાડકો લઈને ભિક્ષા માંગવા જશો, તમારે ઓછામાં ઓછા પાંચ શહેરના ધનવાન લોકોના ઘરે જવું જ પડશે.
૩. તમે તમારું દુખ કોઈને પણ કહી શકશો નહિ અને તમે મંદિર કે પ્રભુની ઈચ્છા વિરૂધ થઈ શકશો નહિ.
૪. તમારે અજાણ્યા લોકોને અસરો આપવો પડશે... વગેરે.

અજાણ્યાઓને આશરો આપવો? એટલે મારા મનમાં શંકા ઉદ્ભવી પણ પૂજામાં ખલેલ ન પડે એટલે હું ચૂપ રહી. આજે પેહલું પટ્ટમ (પટ્ટમ એટલે મારા ગળામાં મારા પતિની નામની માળા પેહ્રવાય) પત્યું હું ફક્ત ૧૨ વર્ષની જ હતી મારે બીજા પટ્ટમ માટે મારા માસિકની રાહ જોવાની હતી.

જોત જોતામાં એક વર્ષ નીકળી ગયું અને હું મારા પેહલા માસિકધર્મમાં હતી. હું ખૂબજ ખુશ હતી કે હવે મારા પ્રભુ મિલનની વેળ નજીક આવી હતી. મેં મનોમન મારું સર્વસ્વ પ્રભુને અર્પણ કરવાની તૈયારી કરી. મને મળવા રોજ નવા નવા લોકો આવતા હું ખૂબ જ આનંદિત રેહતી અને સહુને મેં આશીર્વાદ આપતી કે હંમેશાં સહુ ખુશ રહે. એક સાંજના નગરશેઠ મારા દર્શન માટે આવ્યા, એમને સહુથી સરસ ઓરડામાં બેસાડવામાં આવ્યા. સહુથી સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યા અને સુગંધિત અગરબત્તીઓ પ્રજ્વલિત કરવામાં આવી.

હું સુંદર તૈયાર થઈ એમની સમક્ષ આવી. એમની આંખોમાં વિચિત્ર ભાવ જોવા મળ્યો મને આવી નજરનો બિલકુલ ખ્યાલ જ ન હતો. એમણે આશીર્વાદ લેવા મારા પગ પકડ્યા મને ખૂબજ અગવડ અનુભવાય અને હું ત્યાંથી ચાલી નીકળી. એ સ્પર્શ મારા તનમાંથી જતો નહોતો અને એ આંખો મારો પીછો છોડતી નહોતી. પ્રભુની આરાધના અને રોજનીશીમાં હું વ્યસ્ત થઈ.

એક રાતના મને ખૂબજ સુંદર સજાવવામાં આવી બસ જાણે દુલ્હન, મને કેહવામાં આવ્યું કે આજે મારી પટ્ટમની રાત્રી છે. આજે મારી મારા કૃષ્ણ સાથે મિલનની રાત્રી છે. હું મનોમન શરમાતી હતી અને એક અલગ જ યૌવન મારામાં છલકતું હતું. સુંદર સાડી, આભૂષણો, ગજરા અને ઈત્તરથી હું મધમધતી હતી. મને ખૂબજ સજાવેલા એક ઓરડામાં લઈ જવામાં આવી અને હું ત્યાં પલંગ પર પોતાની રાત્રી વિષે વિચારતી બેઠી હતી.

થોડીવારમાં બહારથી એક પુરુષનો અવાજ આવ્યો અને મેં મારા આભૂષણો અને વસ્ત્રો ઠીક કર્યા. હું લજ્જાથી પાણી પાણી થઈ હતી. અને બસ મનમાં મારા કાન્હાની રાહ જોઈ રહી હતી. મારી આટલા વર્ષોની તપસ્યા સફળ થવાની હતી. મારું રોમ રોમ પુલકિત હતું અને મારાથી હવે આ ક્ષણો સહેવાતી નહોતી. દરવાજો ઉઘડ્યો અને મારા પતિના દૈવત્યથી અંજાઈ ન જોઉં એટલે મેં મારી આંખો બંધ કરી. હું બસ એમના સ્પર્શની રાહ જોતી હતી... મારી બાજુમાં કોઈ બેઠું અને મારા ગાલ પર એમને હાથ મૂક્યો...

મને એ સ્પર્શ જાણીતો લાગ્યો અને એની સાથે મારા હ્રદયમાં કંપારી છૂટી! મારા ભરથારના સ્પર્શથી ડર કેવો?

મેં તરત આંખો ખોલી... "અરે, નગરશેઠ તમે?"

એ મારી નજીક આવી વાસના સભર અવાજે બોલ્યા, "જોગીની !"


Rate this content
Log in

Similar gujarati story from Drama