Mansi Shethji Sonik

Inspirational

4.2  

Mansi Shethji Sonik

Inspirational

કૂળજ્યોતિ

કૂળજ્યોતિ

4 mins
13.9K


કુળજ્યોતિ ઓ માડી રે... લાખો એની ઝુંપડીની બ્હાર આંટા મારતો હતો. કાળીબા ખૂણામાં આગ પેટાવી, મંત્રો કરી ધુમાડો કરતા હતાં. અમાસની કાળી રાતે મેલીવિદ્યા તો થતી જ હોય છે,પણ કાળીબા માટે આ જીવન મરણનો પ્રશ્ન હતો. ઝૂંપડીમાંથી કોઈનો કરગરવાનો અને ચીસોનો અવાજ, વાતાવરણને ખુબજ ભયાનક બનાવી રહ્યો હતો. "ઓ માડી રે; મેં મરી ઝવાની ઓ બા..." અને એક મીઠું રુદન, કાનને આ ભયાનક રાતમાં પણ કર્ણપ્રિય લાગે એવું હતું. લાખો ઝૂંપડી તરફ ભાગ્યો અને દાયણ તરફ જોયું, દાયણે ડરતાં એક સુંદર ચંદ્રની ચાંદની જેવી છોકરી લાખાના હાથમાં મૂકી, તરત જ બાળકી પાછી આપી લાખો સુમી તરત્ફ વાળ્યો. પ્રસુતિની પીડાથી પીડાતી સુમી હાથ જોડી લાખાની માફી માંગતી હતી અને ક્રોધમાં આગબબુલા લાખાએ સનન કરીને સુમીને એક તમાચો ચોઢી દીધો. સુમીના હોઠમાંથી લોહી નીકળવા લાગ્યું. પ્રસુતિની યોની પીડા કરતાં, આ તમાચાની પીડા સુમી માટે અસહ્ય હતી. "પાસી પોરી જણી.." ગુસ્સામાં લાખાએ સુમીને કહ્યું! "મારા કૂળનું સત્યાનાસ કરવા બેઠી સે તું સુમલી, કાળીબા ઓ કાળીબા... હાલો હવે આ બલાનું નિકંદન કાઢીયે, કામ પતાવો. આ ભગવાન હો કેટલા ખૂન કરાવહે મારી પાહે? સુમલી હામ્ભદ આ સાતે સાત ખૂનની ઝવાબદાર તુઝ સે.. ના તે પોરી જણી ઓતે કે ની મેં એને મારી ઓતે." સુમી બેશુદ્ધિમાં હતી છતાં આ વાત કાને પડતાંએ સજાગ થઈ ગઈ, ઉભી થવાની કોશિશ કરવા લાગી પણ દાયણે એને જબરદસ્તી સુવાડી રાખી,"મને મારી પોરી તો ઝોવા દે અલ્યા લાખા, રાક્ષસ ના બન; જીવ ની લે લાખા! હામ્ભદ મારી વાત મેં તારે પગે પડું સુ, આને જીવવા દે, બાપ સે તું એમનો; ઓ કાળીબા તમે તો મા સો, તમે તો એને બચાવો કોઈ તો મારી પોરીને બચાવો."

કરગરતી, હાથ જોડતી સુમી નિરાધાર ત્યાં પડી રહી. અચાનક દરવાજો ખુલ્યો અને લાખો પવનવેગે અંદર આવ્યો," લાઈ ઝોમ પેલી આફત લાઈ" ઝટ દઈ તેણે દાયણ પાસેથી બાળકીને ઝૂંટવી લીધી. સુમી એને આજીજીઓ કરવા લાગી." લાખા એકવાર ઝોવા દે મને, એને દૂધ પાઈ લેવા દે ભૂખી સે એ. ઝોને કેટલું રડે સે મારી પોરી. લાખા ઓ લાખા એક વાર, બસ એક વાર પસી કંઈ ના બોલું!" લાખામાં ભગવાન ઉતર્યા અને એણે બાળકીને સુમીના હાથમાં મૂકી," લે ઝોઈલે તારી પોરી." સૂમીએ પોતાની બાળકીને પેહલીવાર જોઈ, મોટી મોટી બદામ જેવી આંખો, સુંદર પાતળા હોંઠ, નાક તીખું અને રંગ ઉજળો એકદમ ચંદ્રના પ્રકાશ જેવો. સુમીને એની મા હોવાનું અભિમાન થયું એણે તરત જ બાળકીને છાતીથી લગાવી બકીઓ કરી અને ધવડાવવા બેઠી. "કેટલી વાર સે સુમી ?" બહાર ઉભા લાખાએ એને બૂમ પાડી, કોઈ જવાબ ના આવ્યો. લાખો બીડી પીતો બેઠો, બીડી પતી એટલે લાખાએ પાછી બૂમ પાડી,"એ સુમલી હું કરે સે પોતે ઝ મારવાની કે હું? ઉભી રે; હાથે કરીએ, આખર બાપ સુ એનો." બોલતો બોલતો એ ઝૂંપડીમાં પેઠો. "સુમલી ઓ સુમલી ક્યાં મરી ગઈ સો? કાળીબા તમે સુમલી ને જોઈ સે? સુમલી મારવાની થી સે તું ક્યાં ભાગે સે મારાથી? સુપાઇને કોઈ ફાયદો નથી સુમી.." લાખો એને બદ્ધે શોધવા લાગ્યો.

પરસાળમાં, વાડામાં, જાજરૂ બધું જ ખાલી હતું. લાખો રસોડામાં ગયો અને અચાનક બારણાની પાછળથી સુમી ત્રાટકી એક હાથમાં બાળકીને પકડી હતી અને બીજા હાથમાં દાતરડું હતું. નીચે લોહીની ધારાઓ એના પગ પાર લતાઓની જેમ સરી રહી હતી, એની આંખ લાલચોળ હતી. દાત ભીંસેલા અને માથે ખૂન સવાર હતું. અમાસની કાળી રાત્રે ચંડી બની એ પોતાની પુત્રીની રક્ષા કરવાં. મેદાને ઉતરી. "સાલા, હરામી લાખા પોઈરાની લાઈમાં તે મારી જણેલી છ પોરીને મારી નાખી. એકને જીવતે જીવત દાટી, બેને તે કુવામાં ફેંકી, ત્રીજીને કૂતરાને આપી ચોથી ચૂંથાયેલા હાલમાં ગામના ખેતરમાંથી મળી કોણ જાણે કોણે એને પીંખી નાખી, પાંચમીને તો તે વેસી મારી ઓહે ગાંજાની લતમાં. એકેનાય મેં મોઢા પણ નથી ઝોયા અને તે એમને મારાથી દૂર કરી મેલી. એક માનું કાળજું પથ્થર કર્યું મેં તારા કૂળ હારું પણ હવે નઈ, હવે મેં મારી પોરીને મરવા નઈ દેવં! આગળ વધ્યો સે તો તારું માથું ધડથી અલગ મળસે; આઘો હટ, સાલા રાક્ષસ મને જવા દે આ પોરીને મેં મોટી કરીસ અને મેં જ એનો બાપ નીસ, તું તારે પોઈરા જણ બીજી બાયડી લાવીને પણ કૂળનું નામ તો મારી જ પોરી રોશન કરસે, આજે મારા સબ્દો કોરી લે મગજમાં."

લાખો એને પકડવા આગળ વધ્યો, સૂમીએ દાતરડાથી ઘા કર્યો લોહીની ધારાઓ વહી, લાખાના માથે ઊંડો ખાડો પડ્યો." કાળીબા... આ સુમી ઘેલી થઈ સે કોઈ પકડો એને." સુમી એની બાળકીને કાંખમાં દાબી પાછલાં દરવાજેથી ભાગી અમાસની કાળીડિબાંગ રાતમાં કસે સમાઈ ગઈ. જાણે રાત, દીકરીને બચાવવા કદાચ એને ભરખી ગયી. લાખો માથે હાથ મૂકી રાડો પડતો રહી ગયો અને કાળીબા છાતી ફૂટતા કુટાતા સુમીને ગાળો ભાંડતા રહી ગયા. સમય વીતતો ગયો લાખાએ બે બાયડીયું કરી અને બીજીએ એને દસ વર્ષ પછી એક દીકરો દીધો. લાખાનો દીકરો મોટો થતો ગયો અને લાડકોડથી ઉછરેલો ભુરીયો; અલ્લડ, દારૂડિયો, જુગારી અને ચરસી બની ગયો. કેટલી વાર એને લાખો રસ્તેથી, પાદરેથી, નાળામાંથી ઉંચકીને લાવતો. ભુરીયો લાખાને અને એની માને ગાળું ભાંડતો, મારતો જીવન નસ્તર કરી નાખ્યું હતું. એક દિવસ ભૂરિયાને લોહીની ઉલ્ટી થઈ, લાખો દોડ્યો ગામના સરકારી દવાખાને. ભૂરિયાને ખભે ઉંચકી એ દરેક વૉર્ડમાં અહીંથી તહીં ભાગ્યો. "કોઈ મારા પોઇરાને બચાવો, કોઈ મદદે આવો કોઈ તો બચાવો મારા ભૂરિયાને. એણે ભૂરિયાના બેભાન શરીરને હોસ્પિટલની ભોઈ પર મૂક્યું અને આક્રંદ કરતાં બધા ડૉક્ટરના પગ પકડ્યાં આજીજીઓ કરી પણ બધા ડૉક્ટર સ્ટ્રાઇક પર હતાં. કોઈ પણ ભૂરિયાનો કેસ લેવા માટે તૈયાર જ નહતું. "હે ભગવાન હવે તુઝ બચાવ મારા કૂળને." પાછળથી કોઈએ ખભે હાથ મુક્યો અને હળવેકથી કહ્યું "રડો નહિ ભાઈ... મારું નામ ડૉક્ટર ચાંદની સુમી પટેલ છે, અને હું તમારા કૂળને તારીશ..."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational