Mansi Shethji Sonik

Drama Inspirational

3  

Mansi Shethji Sonik

Drama Inspirational

દેવદૂત

દેવદૂત

9 mins
14.6K


એક વાગ્યાની લાસ્ટ લોકલ હતી. સૂમસામ ચર્ચગેટ સ્ટેશન પર માનીતી ડરીને ચાલી રહી છે. આજે કોણ જાણે આટલું મોડું કેમ થયું? બાકી માનીતી પોતાનું કામ આટોપી જલ્દી ઘરે પહોંચી જતી. દિવસમાં ઉત્સવ જેવું લાગતું ચર્ચગેટ અત્યારે માતમ મનાવવા બેઠું હતું. એમાં કૂતરાઓનો રડવાનો અવાજ અને એકદમ સન્નાટો, ખુબ જ ભયાનક હતું. માનીતી મનોમન પોતાની જાતને કોસતી હતી. જતી રહેતે પ્રીતિને ત્યાં એક દિવસ માનીતી! ના પણ તમે તો બહુ બહાદૂર છો. માનીતી  લેડીઝ ફર્સ્ટ ક્લાસમાં ચઢી, એકલી એકલી વાતો કરતી જાણે પોતાને જ કમ્પની આપતી હોય એમ ભગવાનનું નામ લઈ બસ એકજ વિચાર કર્યો. હે ભગવાન કોઈક તો હોય મારી સાથે!

જાણે ભગવાને એનું સાંભળ્યું કોઈક તો ચઢ્યું એના ડબ્બામાં ભગવાનનો પાડ માની જેવી આંખો ખોલી અને તરત બંધ કરી અરે બાપ રે માર્યા ઠાર હે પ્રભુ આ ક્યાં ઊલ માંથી ચૂલ માં..છક્કા? તમે છક્કાને મોકલ્યો મારી રક્ષા કરવા?

માનીતીએ એને ના જોયું હોઈ એમ પુસ્તકમાં મોઢું દબાવીને બેઠી. ખૂબજ ભયભીત. બધું જ શાંત હતું.

'હેય યુ! ધીસ ઇસ અ લેડીઝ કોચ ગેટ ડોઉંન મિસ્ટરર...' અચાનક મર્દાના અવાજ સાંભળી ને હું ચોંકી ગયી મારી ચોપડી મારા હાથ માંથી નીચે પડી અને અમારી આંખ મળી.
પોતાના લાંબા વાળ ઠીક કરતા એ વ્યંઢળ બોલ્યો,'ડોન્ટ વરી મેમ. યુ અર સેફ વિથ મી.'

છક્કો અને અંગ્રેજી તે પણ સડસડાટ માનીતી દંગ થઈ જોયી રહી।  એના હોઠ ધન્યવાદ કહેવા માટે પણ ન ખુલ્યા બસ એક સ્મિત આપ્યું તે પણ ત્વરિત ટ્રેન ચાલુ થઈ.. માનીતી  ડર ના મારે જાગતી હતી.. સ્ટેશન પસાર થતા ગયાં. લોકો ચઢ્યા ઉતર્યા અને ગયા પણ એ  બંને સાથે છેક મલાડ સુધી. માનીતી  ઓટોમાં બેઠી ત્યાં સુધી એની  સાથે એક પણ શબ્દ બોલ્યા અને અપેક્ષા વગર. માનીતીની  આંખોએ એને ધન્યવાદ આપ્યા અને એની આંખોએ સ્વીકાર્યા.

હવે થોડા થોડા દિવસે મુલાકાત થવા લાગી.  પહેલાં કદાચ માનીતીએ એને જોયો ના હશે બસ એક સ્મિત અને વિદાય.

એક બપોરે માનીતી કામથી વહેલી નીકળી, કોઈ માઠા સમાચાર એની આંખો માંથી નીતરતાં હતાં. એ ગમગીન થઇ ને ચર્ચગેટથી ટ્રેનમાં બેઠી દાદર આવ્યું પણ એને જાણ ના થઈ ડબ્બો ખાલી થયો અને એ જ ચિરપરિચિત અવાજ બોલ્યો. અમે છક્કાઓને તો રડવાનો પણ મોકો નથી મળતો. માનીતીએ માથું ઉચક્યું અને સામે એ જ... કિન્નર. મેં આંખો લૂછી અને સ્મિત આપવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો,'ના ના રડી લો, રડવાનો પણ એક લહાવો છે બદ્ધાને નથી મળતો  મિસ?' 'માનીતી.. 'માનીતી એ જવાબ આપ્યો.

'ઓહ મિસ માનીતી! અમને છક્કા ઓ ને રડવાનો ઉદાસ થવાનો કે શોકાતૂર બેસવાનો કોઈ હક જ નથી. સર્કસના જોકેર જેવા  દેવના નોકર એટલે અમે ફક્ત લોકોને હસાવવા માટે બન્યા છે. માનીતી ચુપ ચાપ સાંભળતી હતી એને એમાં કોઈ જ ગતાગમ નહોતી એ તો ફક્ત એના જ વિચારમાં ગૂમ હતી, સ્ટે કામ મેમ.. સમય નીકળી જશે એ બોલતાની સાથે એ અંધેરી સ્ટેશન પર ઉતરી ગયો  અને ભીડ જાણે એના જ ઉતારવાની રાહ જોતી હોઈ એમ ધસમસી ડબ્બો ચિત્કાર. માનીતીના મગજમાં વિચાર આવ્યો, ભગવાને મારી પ્રાથના કંઇક વધારે જ સીરિયસલી લીધી લાગે છે. મારા હર એક મુસીબતના  સમયે એમનો દૂત જેવો પેલો વ્યંઢળ પહોંચી જ જાય છે.

'કોણ છે? શું  નામ છે એનું? શા માટે વારે ઘડી એ મળે છે? કંઇક જોગનુજુગ છે?' માનીતીનું વ્યાકૂળ મન ઓર વ્યાકુળ બન્યું.

દિવસો પસાર થતા ગયા અને બંનેની મુલાકાત વધવા માંડી એક દિવસ બપોરનો સમય હતો ટ્રેન લગભગ ખાલી  અને બંને સાથે હતા માનીતીએ હિંમત કરીને પૂછ્યું,'અરે લીસન! તમારું નામ શું છે?'
'મારું? અર યુ જોકિંગ?.... અમારી સાથે કોઈ વાત નથી કરતું મેડમ પ્લીઝ મજાક ના કરો.'
માનીતી છોભીલી પડી પણ હિંમતથી બોલી,'હા બોલોને પ્લીઝ..' 'મીનાક્ષી... હું મીનાક્ષીના નામે ઓળખું છું.'

માનીતીએ કહ્યું મીનાક્ષી તમારા વિષે કાંઇક તો બોલો... મેં પેહલા ક્યારેય કિન્નર સાથે વાત નથી કરી. અમને એમનાથી ડરાવીને રાખવામાં આવે છે.. તમે તો એવા નથી!'

'માનીતી મેમ હું નાની હતી ત્યારે જ મારું ખસીકરણ કરવામાં આવ્યું હતું... બસ ત્યારથી જ હું મનીષમાંથી મીનાક્ષી બની. સહુથી સોમ્ય અને ડાહ્યી.. મારી સાથેના કેટલાક  કિન્નરો નૃત્ય અને સંગીત ની તાલીમ લેતા પણ મને ભણવામાં રસ હતો એટલે મેં  એમ કોમની ઉપાધી હાસિલ કરી અને હવે હું અમારા કબીલાનું  અકાઉંટીંગ સંભાળું છું.. મારા ગુરુની હું પ્રિય ચેલી છું એમના પછી હું અમારા કબીલાની ગુરુ બનીશ..'

માનીતી બધું સાંભળતી હતી, મીનાક્ષીને હજુ બોલવું હતું.. હું ઉત્તર પ્રદેશમાં મારા પરિવાર સાથે રેહતી હતી પણ ખુબજ ગરીબીને કારણે મારામા બાપે મને ફક્ત પાંચહજાર રૂપિયા માટે કિન્નરોને વેચી દીધી.. ત્યારે હું ફક્ત દસ વર્ષની હતી. એમણે  જીવતે જીવત મારા ઉપાંગો કાપ્યા મને નપુંસક કરી. મને બહુ દુખતું અને લોહીની ધારાઓ ફૂટતી મારે ચાલીસ દિવસ સુધી એક જ ઓરડામાં બંધ રેહવું પડ્યું..  મને મારા મા બાપુની બહુ યાદ આવતી હું એકલી રડતી અને આક્રંદ કરતી પણ મારું સંભાળવા વાળું કોઈ ના હતું. હવે તબીબી તકનીકને કારણે કિન્નરોનો જન્મ નથી થતો, બસ હવે કિન્નરો બને છે અમારા જેવા. મોટી થયી તો મારા ઘરે ગામ ગયી પણ ત્યાં મારા મા બાપુ એ મને ઓળખી જ નહિ, એમનો દીકરો છક્કો બની ગયો છે એ વાત એમણે સમાજ સામે નકારી કાઢી અને મને પૈસા આપી ત્યાંથી રવાના કરી. હીજડાઓના આશીર્વાદ ફળે છે એટલે એ દિવસે હું મારા ઘરના આંગણામાં નાચી.. બધું છોડીને નાચી.. બધું મૂકીને નાચી.. પોતાને ભૂલીને નાચી. એ દિવસે મારો સાચો જનમ થયો. મારામાંના એક કિન્નરનો. માનીતી  મેમ, અમારા અંગો કાપવાની સાથે અમારે અમારું  હ્રદય પણ કાપવું પડે છે.. હિજડાઓને હ્રદય હોતું જ નથી એવું નાનપણથી જ શીખવવામાં આવે છે. કિન્નર ક્યાં તો હાસ્યનું અને નહિ તો વાસના નું પાત્ર બને છે. અમને પણ હ્રદય હોઈ છે.. અમને પણ પ્રેમ થાય છે... અમને પણ સમાજમાં સાથે ઉભા રહેવાનો હક છે કે નહિ?'

માનીતીની આંખમાં આંસુ આવી ગયા.. એને જોઈ મીનાક્ષી ઉભી થઈને ટ્રેનના દરવાજા પાસે ઉભી રહી ગયી.. સ્ટેશન આવ્યું અને જાણે એ કશાથી ભાગતી હોય એમ ત્યાં ઉતરી ગયી. માનીતી શૂન્ય બનીને વિચારતી રહી. મીનાક્ષીને જાણે માનીતીની આદત પડી ગયી હોઈ એમ રોજ એની સાથે પ્રવાસ કરતી, વાતો કરતી નીતનવા કિસ્સાઓ સંભળાવતી, માનીતીને ખુશ જોઈ એને એક અજીબ ખુશી મળતી. મીનાક્ષી એને ખુશ રાખવાના પ્રયત્નો કરતી અને એની આવાની રાહ જોતી પ્લેટફોર્મ પર કલ્લાકો ઉભી રેહતી. એને સાચવતી. માનીતી મોડી પડતી તો ય મીનાક્ષી એક સુંદર સ્મિત સાથે એને આવકારતી,'ગૂડ મોર્નિંગ માનીતી! ક્યાં હતી તું? કેટલી વાર થી રાહ જોઉં છું.'

મીનાક્ષીને આજ સુધી આટલો આદર કોઈએ પણ નહિ કર્યો હતો, કોઈએ પણ એની આટલી કાળજી નહિ લીધી હતી. એને પ્રેમ હતો માનીતી સાથે થોડો જૂદો.. પ્રેમની વ્યાખ્યા હર એક માટે અલગ હોઈ છે એમ મીનાક્ષીનો પ્રેમ એની મૈત્રીમાં હતો. માનીતીને બધા હસતા અને ચીઢવતા 'તેરી નયી દોસ્ત કિધર હે માનીતી?" માનીતી ખુબ જ ક્ષોભ અનુભવતી. એણે ધીરે ધીરે સમય ટ્રેન અને કોઈક વાર તો સ્ટેશન બદલીને જોયા..પણ પેલો ચેહરો એનો પીછો છોડતો ના હતો.

માનીતીએ ક્ષોભ છોડ્યો મનોમન નક્કી કર્યું કિન્નરો ને પણ સારી જીંદગીનો હક છે અને એણે મીનાક્ષીને ખુબ જ સહજતાથી પોતાની રોજીંદી જિંદગીનો એક ભાગ બનાવી.. રોજ સાથે પ્રવાસ કરતી.. સમય પસાર  થતો ગયો અને બંનેની મૈત્રી વધતી ગયી. મીનાક્ષીનું  જીવન રસપ્રદ બનતું ગયું એને હર એક દિવસ ફૂલ ગુલાબી લાગવા માંડ્યો. મીનાક્ષીને હવે માનીતી વગર ચાલતું નહિ. માનીતીને કામ સર  એક મહિના માટે દિલ્હી જવાનું થયું. એને મીનાક્ષીને જણાવ્યું મીનાક્ષી કંઈ બોલી નહિ અને જેવું  સ્ટેશન આવ્યું એ ઉતરી ગયી.

એના પછીના કેટલાય દિવસ એ માનતીને મળી નહિ. માનીતી સમજી ના શકી. એને મીનાક્ષી પર ખુબ જ ગુસ્સો આવતો હતો. મીનાક્ષી આમ મને મૂકી ને કેમ જઈ શકે? મેં મારા મિત્રોને છોડ્યા ફક્ત મીનાક્ષી માટે અને એ અચાનક મને કંઈ પણ કહ્યા વગર આમ ક્યાં જઈ શકે? માનીતી  કાલે એક મહિના માટે દિલ્હી જવાની હતી એ મલાડ સ્ટેશન પર મીનાક્ષીની રાહ જોતી ઉભી રહી. સાંજ પડી ગયી હતી, પેકિંગ બાકી હતું. વહેલિ સવારની ફ્લાઈટ હતી પણ એનું મન મીનાક્ષીને મળવા માટે વ્યાકુળ હતું. માનીતી ઘણો સમય  ઉભી રહી, હવે આવશે.. આ ટ્રેનમાં પાક્કું હશે.. બધી ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કોચમાં વલખા માર્યા.. પણ મીનાક્ષી દેખાઈ નહિ!

માનીતી હારીને ઘરે પહોંચી, એનું મન મીનાક્ષીની કુશળતા માટે પ્રાર્થના કરતુ નિંદ્રા ને આધીન થયું. માનીતી દિલ્હીમાં ખુબ વ્યસ્ત થઈ ગયી પણ એ મીનાક્ષીનો દગો ભૂલી ના શકી એકલતામાં એ પોતાને કોસતી. લોકો સાચું જ કહે છે કિન્નરોનો ભરોસો ના થાય. માનીતીનો પ્રોજેક્ટ ત્રણ મહિના લંબાઈ ગયો અને બસ આવી પહોંચી માનીતી મુંબઈ.

અઠવાડિયાની રજા લીધા બાદ એને કામ પર જવાનું ચાલુ કર્યું પણ સ્ટેશન પર પહોંચતાની સાથે એને યાદ આવી મીનાક્ષી. જાણ્યે અજાણ્યે એ મીનાક્ષીને શોધતી રહી પણ ના મળી.

દિવસો વિતતા ગયા પણ  મીનાક્ષી અને માનીતીની મિત્રતા હ્રદયમાં અકબંધ હતી. એક દિવસ માનીતીને ઓફીસમાં ઘણું મોડું થયું અને એ ફરી ચર્ચગેટ સ્ટેશન પર એકલી ઉભી હતી. થોડા લોકો હતા અને અચાનક એક હાથ માનીતી તરફ આગળ વધ્યો. માનીતીને અણસાર આવ્યો એ પાછળ ફરી અને આ શું? એક પ્રભાવશાળી યુવક એને બોલાવી રહ્યો હતો. માનીતી બસ જોતી જ રહી ગયી જાણે સામે સાક્ષાત કામદેવ ઉભા હોય! માનીતી થોડી ભોંઠી પડી વિખરાઈ ગયેલી પોતાની જાતને એણે ભેગી કરી. યુવક એને એનો નીચે પડેલો રૂમાલ પાછો આપતો હતો, માનીતીએ રૂમાલ લીધો અને એમનો અભાર માન્યો.      

બહુ રાત હતી એટલે માનીતીને એકલા બેસવામાં ડર લાગતો હતો છતાં એ ફર્સ્ટ ક્લાસના લેડીઝ કોચમાં બેઠી અને બેસતાની સાથે એને મીનાક્ષી પાછી યાદ આવી.
એક સ્મિત રેલાઈ પડ્યું અને એ પોતાના પર હસી. એટલામાં એક આવજે એની તન્દ્રા તોડી. 'મેમ, રાતના એકલા મુસાફરી ના કરશો અહીં જેન્ટ્સ કોચમાં આવો તમને રાહત થશે.'

માનીતીએ મનોમન  નક્કી કર્યું કે આ લેભાગુ માણસ એને ફસાવી રહ્યો છે એણે વાત ના સંભાળવાનો ડોળ કર્યો.. એ આંખ બંધ કરીને બેઠી. પેલો યુવક એને જોતો જેન્ટ્સ કોચમાં જાળીની બીજી બાજુ એ હતો. મારું નામ મનીષ છે અને હું મુંબઈમાં નવો છું એટલે અહિયાંની રીતથી વાકિફ નથી પણ અમારા યુપીમાં તો સ્ત્રીઓ હમેશા પુરુષોની વાત માનતી હોય છે. મારી હૅડ અકાઉંટંટની  જોબ છે અને હું મારા બોસનો માનીતો છું. મને વાંચન  બહુ ગમે છે અને તમને?'

માનીતી  આંખો ખોલી અને એને જોતી જ રહી.. મનમાં વિચાર્યું આ કોણ ગળે પડે છે? યુવક બોલતો રહ્યો. 'બસ અત્યારે જ હું વિદેશ થી આવ્યો છું ત્રણ મહિના પછી એકદમ નવો નક્કોર થઈ ને. એટલે થોડો અભ્યાસ કરીને આઈ મીન. મને અત્યારે જ નવી જોબ મળી છે એટલે બસ થોડું મોડું થાય છે, તમે કેમ લેટ થયા?'

માનીતીએ જવાબ આપવો જરૂરી ના  સમજ્યો.. પણ એ યુવક એકદમ બેશરમ હતો. પણ માનીતીને એની વાતો ગમતી હતી. સમય પસાર કરવા નહિ તો કંપની આપવા એ યુવક બોલતો રહ્યો અને માનીતી મંત્રમુગ્ધ થઈ સંભાળતી રહી મલાડ આવી ગયું અને માનીતી ઉતરી ગયી. 'ટેક કેર માનીતી!' માનીતીને આશ્ચર્ય થયું. એણે પાછળ ફરીને જોયું. 'મેં તો એમની સાથે વાત પણ નથી કરી કે ના મેં એમને નામ કહ્યું તો પછી એમને મારું નામ કેમ ખબર પડ્યું?' માનીતી સામેથી પસાર થતી ટ્રેન, ટ્રેનમાંથી નીકળેલો એક હાથ અને પેલા યુવકનું તોફાની સ્મિત જોતી ઉભી રહી ગયી. આખી રાત પડખાં બદલતા પસાર થઈ.. માનીતી ખૂટતી કડીઓ જોડતી હતી. પહેલા મળ્યા છે? ક્યાં મને તો યાદ નથી! કોઈ મિત્રની પાર્ટીમાં? કે ઓફીસમાં? ના મને આ ચેહરો યાદ જ નથી હું એમને પેહલા મળી જ નથી!

'મનીષ? યુપીથી! એનું મગજ ચકરડા મારતું હતું.
જે હોય એ મારે શું? પણ છે એ સ્માર્ટ.. દિલ ફસડાઈ પડે એવો.. છોભીલો હાય..

માનીતીના દિલમાંથી એક આહ નીકળી ગયી અને આંખ બંધ કરી પેલા યુવકની વાતો મમળાવતી સુઈ ગયી. સવાર પડતાં જ પેલા યુવકને મળવાની ઈચ્છા સાથે ઘરેથી નીકળી રોજ કરતાં થોડી વધારે તૈયાર થઈ કદાચને મનીષ મળી જાય તો! થોડી શરમાતી અને થોડી હસતી એ ચાલી નીકળી. આજે કોઈક નવી પ્રકારની ઉમંગે એને ઘેરી લીધી હતી. એને પોતાના પર હસવું પણ આવતું હતું પણ માનીતી ખુશ હતી. ખુબ જ ખુશ. જાણે વર્ષોના તાપ પછી એને વરદાન મળ્યું હોય.

સ્ટેશન પર જ્યાં મીનાક્ષી મળતી બસ એ જ જગ્યા પર મનીષ ઉભો હતો એક સુંદર સ્મિત સાથે એણે માનીતીને આવકાર આપ્યો.

'ગૂડ મોર્નિંગ, માનીતી.. ક્યાં હતી તું? કેટલી વારથી રાહ જોઉં છું!  સોરી માફ કરજે પણ રોજની જેમ હું આજે લેડીઝ કોચમાં નહિ આવી શકું!'
 


Rate this content
Log in

Similar gujarati story from Drama