STORYMIRROR

હર્ષદ અશોડીયા

Comedy Inspirational Children

4  

હર્ષદ અશોડીયા

Comedy Inspirational Children

જ્ઞાનનું હીરા તુલ્ય મુલ્ય

જ્ઞાનનું હીરા તુલ્ય મુલ્ય

3 mins
7

જ્ઞાનનું હીરા તુલ્ય મુલ્ય

ગધેડાના ગળામાં બંધાયેલું લાખોનું હીરું અને લોભી રત્નકારની આંખો – એક એવી વાર્તા જે તમને પૂછશે, “તમે તમારા જ્ઞાનનું સાચું મૂલ્ય જાણો છો?” વાંચશો તો હૃદય ધ્રૂજી ઊઠશે અને આત્મા જાગી ઊઠશે!


એક વખતની વાત છે. ગુજરાતના ઘણા વર્ષો પહેલાં, અમદાવાદથી અમરેલી જતા જંગલી રસ્તે એક રત્નકાર વિજયસેન પોતાના ઘોડા પર સવાર થઈને જઈ રહ્યો હતો. તેની આંખોમાં વેપારની તીક્ષ્ણતા અને હૃદયમાં લોભની છાયા હતી. અચાનક તેની નજર એક કુંભાર પર પડી, જે પોતાના ગધેડાને લઈને આવી રહ્યો હતો. ગધેડાના ગળામાં એક મોટો, અદ્ભુત હીરો બાંધેલો હતો, જે સૂર્યના કિરણોમાં કાંચ જેવો ચમકી રહ્યો હતો. વિજય્સેન દુરથી પણ આ હીરો જ છે એમ ઓળખી ગયો.

परवञ्चनकुशलोऽपि बहुज्ञो मानवो यदि।
वञ्चनायैव बुद्धिं स्वां प्रयुङ्क्ते मोहवशात्॥
कालक्रमेण स एव वञ्चितो भवति ध्रुवम्।
यद् बीजं वपति लोके तत् फलं प्रतिपद्यते॥

ભલે માણસ બહુ જ્ઞાની અને બુદ્ધિશાળી હોય, પરંતુ જો તે પોતાની બુદ્ધિનો ઉપયોગ બીજાઓને છેતરવામાં જ કરે, તો તે મોહના વશમાં છે. સમય જતાં તે પોતે જ નિશ્ચિતપણે છેતરાય છે. કારણ કે આ દુનિયામાં જેવું બીજ વાવીએ છીએ, તેવું જ ફળ મેળવીએ છીએ.

વિજયસેને જાણે કાઈ ખબર ન હોય તેમ કુંભારને પૂછ્યું, “ભાઈ, આ પથ્થરનું શું મૂલ્ય છે?”

કુંભાર કાનજીભાઈ એ સરળતાથી કહ્યું, “આઠ આના મળી જાય તો ઘણું છે, સાહેબ.”

કહે છે ને લોભે લખ્ખણ જાય. લોભ માં ને કુંભાર ને સસ્તામાં કાપવા તેણે કહ્યું, “ચાર આનામાં આપી દે. પથ્થર જ છે, તું શું કરવાનો?”

પરંતુ મોહનલાલ અડગ રહ્યો. તેને વેપારીની આંખમાં હીરાની મહત્વતા દેખાઈ. તેને કહ્યું, “છ આનાથી ઓછામાં નહીં.”

વિજયસેને વિચાર્યું કે થોડી વારમાં તે પાછો આવશે અને સસ્તામાં મળી જશે. આખર જશે ક્યાં? મે કીધી એટલી પણ કોઈ કીમત નહિ દે. કારણ કોઈને ખબરજ નથી પડવાની કે ગધેડા ના ગાળામાં આટલી કીમતી ચીજ હોય? તે આગળ વધી ગયો.

પરંતુ મોહનલાલ પાછો ન ફર્યો. જ્યારે વિજયસેન તેની પાછળ આવ્યો ત્યારે જોયું હીરો ગધેડાના ગાળામાં હતો નહિ. અનુમાન કર્યું કે વેચાઈ ગયો. તેણે પૂછ્યું, “કેટલામાં વેચ્યો?”

કાનજીભાઈ હસીને કહ્યું, “પૂરો એક રૂપિયો મળ્યો, હુજૂર. આઠ આનામાં કે છ આનામાં વેચ્યો હોત તો મોટું નુકસાન થાત.”

વિજયસેન દુખી દુખી થઇ ગયો. તેણે રાડ પાડી, “મૂર્ખ! તું તો પૂરો ગધેડો છે! લાખોનો હીરો એક રૂપિયામાં વેચી દીધો!”

કાનજીભાઈ શાંતિથી જવાબ આપ્યો, “હુજૂર, હું જો ગધેડો ન હોત તો લાખોના હીરાને ગધેડાના ગળામાં જ કેમ બાંધત? પણ તમારા વિશે શું કહું? તમને ખબર હતી કે આ લાખોનો હીરો છે, તો પણ પથ્થરની કિંમતે લેવા તૈયાર ન થયા!”

लोभमूलानि पापानि संकटानि तथैव च।
लोभात्प्रवर्तते वैरं अतिलोभात्विनश्यति॥ — ગરુડ પુરાણ

લોભ એ તમામ પાપો અને સંકટોનું મૂળ છે. લોભમાંથી જ વૈર, દુશ્મનાવટ અને ઝઘડાઓ ઉત્પન્ન થાય છે. અને જ્યારે લોભ અતિશય વધી જાય છે, ત્યારે તે મનુષ્યના સંપૂર્ણ વિનાશનું કારણ બને છે.


જેને જ્ઞાનનું સાચું મૂલ્ય ખબર છે, તેનું જીવન જો બદલાતું ન હોય તો તે વિજયસેન જેવો છે.

 “જે માણસ જ્ઞાની હોવા છતાં પણ જ્ઞાન ને પોતાના વ્યવહારમાં તેનો ઉપયોગ ન કરે, તે મૂર્ખ છે.”

“જે વસ્તુનું મૂલ્ય નથી જાણતો, તે તેને ગુમાવી બેસે છે.” પંચતંત્ર

જ્ઞાનનું હીરું ચમકે હૃદયમાં,

પણ લોભની આંખે ના જુએ તેને.

ગધેડા ગળે બંધાયેલું મોતી,

સાચા જાણકારે જ કરે છે તેને પ્રેમ.

 

વિજયસેન ને પસ્તાવા નો કોઈ પાર ન રહ્યો. એક તો પોતાને જ્ઞાન હોવા છતા તે લોભ માં રહ્યો. કુંભારને વેતર્વાની પળોજણ ના મનોરથ બનાવતો રહ્યો. આવેલો અવસર પોતાની ખોટી દાનત માં ગુમાવી દીધો. માણસ સ્વત્વ અને સત્વ પર વિકાશ કરે છે.

परवञ्चनबुद्धिर्हि स्वविनाशस्य कारणम्।
यः परान् वञ्चयत्येव स वञ्च्यते न संशयः॥

બીજાને છેતરવાની બુદ્ધિ પોતાના વિનાશનું કારણ બને છે. જે હંમેશાં બીજાઓને છેતરે છે, તે એક દિવસ પોતે પણ છેતરાય છે — તેમાં કોઈ સંશય નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Comedy