STORYMIRROR

BINAL PATEL

Inspirational

3  

BINAL PATEL

Inspirational

જીવનસાથી - હમસફર

જીવનસાથી - હમસફર

4 mins
929


'ગુજરાતી સમાજ કેનેડા પ્રસ્તુત એક ભવ્ય કાર્યક્રમ જે વેલેન્ટાઈન્સ ડેને દિવસે ફક્ત સોમજીભાઈ પટેલ અને પટેલ સમાજના મોભાદાર વ્યક્તિઓની ઉપસ્થિતિમાં યોજાયેલ છે અને આપ સહુ મિત્રોને હું હિમાંશુ પટેલ આવકારું છું. આપણી વચ્ચે આજે ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ લેખક, કવિઓ અને કવિયત્રીઓ ઉપસ્થિત છે. 'ગુજરાતી સમાજ કેનેડા'માં ઉત્સાહ પૂર્વક ભાગ લેતું યુવા પેઢી જે આજે ખાંસી સંખ્યામાં ઉપસ્થિત છે એટલે આપણે વધારે સમયના લેતા કાર્યક્રમની શરૂઆત કરીશું.', હિમાંશુભાઈ એ માઈક પરથી સંબોધન કરતા કહ્યું.


કેનેડામાં ગુજરાતી સમય અને એની વચ્ચે થતા ઘણા કાર્યક્રમની નોંધ આપણા ગુજરાતમાં અને દેશભરમાં રહેતા ગુજરાતીઓ દ્વારા થાય છે. એવો જ એક કાર્યક્રમ હમણાં ૧૪મી ફેબ્રુઆરીના રોજ ઉજવાયો. આમ તો આ પશ્ચિમી દેશનું વળગણ છે અને એ જ દેશના લોકો દ્વારા ઉજવાય છે પરંતુ હવે આ ૧૪થી ફેબ્રુઆરી દુનિયાના દરેક ખૂણામાં ખૂબ ઉત્સાહથી ઉજવાય છે. એવો જ એક રંગારંગ કાર્યક્રમ કેનેડામાં પણ થયો અને એમાં પ્રસિદ્ધ લેખકો અને કવિઓ દ્વારા ખૂબ મઝાની વાત કરવામાં આવી એટલે જ્ઞાન સાથે ગમ્મત વાત સાચી ઠરી.


હિમાંશુભાઈએ સુકાની સંભાળી. કાર્યક્રમ આગળ ધપાવ્યો. માનનીય લેખકો અને કવિઓ દ્વારા દીપ પ્રાગટ્ય થયું અને કપલ ડાન્સ સાથે કાર્યક્રમ ખૂબ રંગમાં જામ્યો. યુવાનોમાં વધારે જોશ ભરે એવા જ એક યુવા પેઢીના પ્રસિદ્ધ લેખક અને કવિયત્રીને હિમાંશુભાઈએ આવકાર્ય અને સ્ટેજ પર આવી ૧૪થ ફેબ્રુઆરી_વેલેન્ટાઈન્સ ડે પર પોતાના વિચારો પ્રસરાવવા કહ્યું એટલે કુંદન પટેલ અને બેલા પટેલ સ્ટેજ પર આવી માઈક અને સ્ટેજ બંનેની સુકાની સંભાળી. બંને ખૂબ યુવા પેઢીના પ્રસિદ્ધ થયેલા લેખક અને એ પણ ગુજરાતી સમાજ કેનેડાના સભ્ય એટલે મોટા ભાગે બધા જ એમને ઓળખે અને તાળીઓના ગડગડાટથી આખું ઓડિટોરિયમ ગુંજી ઉઠ્યું.


"મારા સાહિત્ય સર્જનને સોનેરી સેજ પર સજાવનાર મારા વ્હલા વાચકમિત્રો, (તાળીઓના ગડગડાટ)

હા, વ્હલા તો તમે જ લાગો ને સાહેબ, કારણ કે તમે નહિ તો અમારા જેવા લેખકો અને આ બેલાબેન જેવા મહાન કવિયત્રીઓ બસ ઝાડ નીચે બેસીને પેન જ ઘસ્યા કરીએ. શું કહેવું ? એક લેખક કે કવિ માટે એમના શ્રોતાગણ અને વાચકો જ પ્રભુપ્રસાદ કહેવાય. એટલે બધાને આવકારું છું અને વધારે સમય ના લેતા આગળ વાત કરીશ. આજે ૧૪મી ફેબ્રુઆરી_વેલેન્ટાઈન્સ ડે એટલે આપણે સહુ ભેગા થયા અને અમારા જેવા યુવા લેખકોને માઈક મળી ગયું આ વિષય પર પ્રકાશ પાડવાનું. વાતને વધારે ના ખેંચતા હું એક જ વાત પર ભાર આપીશ. 'જીવનસાથી_પ્રેમી-પ્રેમિકા_ હમસફર' કેટલું અદભુત નામ છે આ.. જીવનસાથી જેની સાથે જીવનના દરેક ડગલાં ચાલવાના છે, દરેક સફર ખેડવાના છે અને દરેક ઉતાર-ચડાવ પાર કરવાના છે એ જીવનસાથી."


"પ્રેમી કે પ્રેમિકા જેને તમે અનહદ પ્રેમ કરો છો, તમારા જીવનમાં પ્રેમની પરિભાષા શિખવાડનાર વ્યક્તિ. હમસફર એ કે જે જીવનના અંત સુધી દરેક સફરમાં તમારા સાથે રહશે. એટલા સરસ શબ્દની પરિભાષા આજના જમાનામાં બદલાઈ ગઈ છે. પ

્રેમને વાસનાનું રૂપ આપી જિંદગીમાં તકલીફો વહોરતા થઇ ગયા છીએ. ૧૪મી ફેબ્રુઆરીએ જ બધું યાદ આવે છે. બસ પછી તો જીવનના દરેક દિવસ કોઈ ઉત્સવની જેમ એક જીવનસાથી સાથે આપણે જીવતા જ નથી. પ્રેમ ખાલી એક દિવસનો થોડી હોય છે દોસ્ત ! ચોરીમાં ફેરા ફરવાનો રિવાજ આપણા ગુજરાતી સમજમાં છે ત્યારે એ ૭ ફેરા ફરતા જે મંત્રો બોલાય છે અને એનું મહત્વ શું છે એ આપણે જાણવું અને જાણીને એને નિભાવવું જ રહ્યું. એક ચોખ્ખી વાત છે સાહેબ, આ કળિયુગ છે, ૨૧મી સદી છે અને સ્વાર્થની દુનિયા છે, બધા સપનાના સોદાગર છે અને આ જ હકીકત છે. ( તાળીઓના ગડગડાટ) આ પરિસ્થિતિમાં જો ધૈર્ય, સહનશીલતા, સમજદારી, આત્મવિશ્વાસ, સંપૂર્ણ સ્વીકાર અને લાગણીઓને સાથે રાખીને ચાલીશું તો જ આ ટેક્નોલોજીના જમાનાને ટેકલ કરી શકીશું. હવે, આજના જમાનામાં માં-બાપની આવી વાતો કોઈ નહિ સાંભળે પરંતુ જો મારા અને બેલાબેન જેવા ૧૦ યુવા વર્ગના લેખકો દ્વારા જો આવી જ વાતો ફરીને ફરી કરવામાં આવશે તો આજે નહિ તો કાલે એનો થોડોક તો અંદાજ આવનાર પેઢીને આવશે અને એ પેઢી કદાચ 'જીવનસાથી'ની સાચી પરિભાષા સમજી શકશે. એટલે પ્રેમ કરો દિલ ખોલીને કરો પરંતુ એ પ્રેમને અનંત કાળ સુધી નિભાવો અને જે છે એ જ સ્વીકાર કરો.', બેલાબેનને માઈક સોંપતા. (તાળીઓના ગડગડાટ) 


'કુંદનભાઈએ કહ્યું એ ખૂબ સાચી વાત છે. વધારે સમય ના લેતા એટલું જ કહીશ કે,

'સ્વાર્થમાં સરી કોહિનૂરને ઠુકરાવે એ માણસ કેવો ?

સમય સાથે બદલાય એ પ્રેમ કેવો ?

ઋતુ સાથે બદલાય એ વિશ્વાસ કેવો ?

અરે દોસ્ત ! 

પ્રેમ તો પથ્થરને પણ પીગાળે એવો,

અહમ, ઈર્ષા-દ્વેષને પળમાં ઓગળાવે એવો,

આંખોમાં આંખ મળે ને સોનેરી સપના જગાવે એવો,

હાથના સ્પર્શથી જ જાણે ભીંજવી નાખે એવો,

ધન-દોલત, સિદ્ધિ-પ્રસિદ્ધિ બધાથી પરે હોય એવો,

અંતર્મનની વાતને વગર બોલે સમજે એવો,

અને,

કળિયુગમાં પણ 'સીતા'નું સત દેખાડે ને એવો સાહેબ !

  

પ્રેમ તો અને કહેવાય.. (તાળીઓના ગજબ ગડગડાટ)

અંતે એટલું જ કહીશ કે બસ યુવા પેઢી સંસ્કારોને શોભાવશે તો જિંદગી રોજ વેલેન્ટાઈન્સ ડે જેવી જ લાગશે અને પરદેશમાં રહીને પરાયા જેવી લાગણી કદી નહિ થાય.', માઈક હિમાંશુને આપી સ્થાન ગ્રહણ કહ્યું.


'વાહ !મોજ ભાઈ મોજ... આવી મોજ પરદેશમાં ક્યાંથી ? શું કેહવું ? અને એ પણ ગુજરાતી ભાષામાં ? ગુજરાતી યુવાપેઢીના કવિઓ, લેખકો દ્વારા.. વાહ ! ગુજરાતી સાહિત્ય સાથે ગુજરાતી સંસ્કારોનું પણ ગજબ બંધાણ. આજના આ કાર્યક્રમને સફળ બનાવવા આપ સહુ કૅનૅડીઅન ગુજારીઓનો હું આભાર વ્યક્ત કરું છું સાથે આજના કાર્યક્રમમાં 'જીવનસાથી'ની સચોટ પરિભાષા અને પ્રેમ આપનાર યુવા લેખક અને કવિયટીઓનો હું આભાર પ્રગટ કરું છું. તો મિત્રો, મળતા રહીશું. જય હિન્દ, વંદે માતરમ.. જય જય ગરવી ગુજરાત.. અને 'જીવનસાથી_હમસફર' આપ સહુ કપલને ૧૪મી ફેબરૂરીની ખૂબ બધાઈ... (ઓડિટોરિયમનો પડદો પડ્યો સભા વિખેરાઈ)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational