જીવનની જીવાદોરી, જંગલને જાળવો
જીવનની જીવાદોરી, જંગલને જાળવો
દરરોજ છાપામાં વાંચીને અનીલાબેન બોલબોલ કરે, "આ ગરમી તો દિવસોદિવસ વધતી જ જાય છે. આ વરસે તો
એરકન્ડીશનર નખાવી જ લ્યો. હવે ગરમી સહન નથી થતી."
અનીલભાઈએ ફરી એક વાર સમજાવવાની કોશિશ કરી,"તેં ક્યારેય એ વિચાર્યું છે ! આપણે અંદર ઠંડી હવા ખાતાં હોઈએ ત્યારે બહારનું વાતાવરણને કેટલું ગરમ થાય છે !
આપણે માનવજાત છીએ.પૈસા ખર્ચીને સુખસગવડો વધારતાં રહીએ છીએ.
પોતાનાં સ્વાર્થ માટે આપણે નદીનાળાનાં વહેણ રોક્યાં. દરિયો પુરીને એનાં ઉપર મકાનો બાંધ્યો. જંગલો કાપ્યાં, કુદરત ઉપર જાતજાતનાં અત્યાચારો કર્યાં.
આપણું ઋતુચક્ર, ઠંડી, ગરમી, વરસાદ બઘું જ જંગલોને આધારિત છે. જંગલો કાપીને આપણે આપણાં જ પગ ઉપર કુહાડો માર્યો છે.
આજે દરિયો આગળ વધી રહ્યો છે અને કિનારાંનાં શહેરો એમાં ગરક થઈ રહ્યાં છે. ચોમાસામાં નદીનાં પાણીમાં શહેરો જળબંબાકાર થઈ રહ્યાં છે. જંગલો કપાતાં જતાં
એમાં વસતાં પ્રાણીઓ પરેશાન થઈ રહ્યાં છે અને શહેરોમાં આવી ચડે છે."
આટલું સાંભળ્યાં પછી અનીલાબેન પણ વિચારતાં થયાં,"વાત તો સાચી છે. ચાલો જાગ્યાં ત્યાંથી સવાર..."
અનીલાબેને સોસાયટીની બહેનોને સાથે લઈને રવિવારે વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવી દીધો. દરેકને વૃક્ષોને ઉછેરવાની જવાબદારી પણ સોંપી દીધી.
