PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

જીતનું સરનામું

જીતનું સરનામું

1 min
185


૧૯૫૨માં હિલેરીએ માઉન્ટ ચઢવાની કોશિશ કરેલી પણ તેઓ ફાવ્યા નહીં. થોડાંક અઠવાડિયા બાદ ઇંગ્લેન્ડના એક સમૂહે તેમને વક્તવ્ય માટે બોલાવ્યા. તાળીઓના ગડગડાટ વચ્ચે હિલેરી મંચ સુધી પહોંચ્યા. શ્રોતાગણ એમના પ્રયાસને મહાન ગણાવતા હતા. પરંતુ એડમન્ડ હિલેરી પોતાને નિષ્ફળ માનતા હતા.

લાઉડ સ્પીકરને દૂર હટાવી એ મંચની ધાર સુધી આવ્યાં. પોતાની મૂઠ્ઠી ભીડી એમણે એવરેસ્ટ પર્વતરાજના ચિત્ર ભણી ઉગામી. મોટા અવાજે તેઓ એવરેસ્ટને પડકારતા બોલ્યા : 'માઉન્ટ એવરેસ્ટ, ભલે તેં પહેલા પ્રયાસમાં મને હરાવ્યો, પરંતુ બીજા પ્રયાસે તું જોઈ લે જે. કારણ કે તારે તો જેટલા ઊંચા વધવાનું હતું તે તું વધી ચૂક્યો છું જ્યારે હું તો હજી આગળ વધી રહ્યો છું.'

આ છે જીતનું સરનામું, પરાજયને પડકારવાનું આત્મબળ, હારનું સરનામું કાયરતામાં રહેલું છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational