PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

જીજાબાઈને આવ્યા બાળ

જીજાબાઈને આવ્યા બાળ

4 mins
169


ઘણા ઓછા લોકોને જાણ હશે કે માતા જીજીબાઈ અને પિતા શાહજીના પુત્ર શિવાજીનો જન્મ ૧૯, ફેબ્રુઆરી ૧૬૩૦નાં રોજ રાત્રે થયેલો. પરંતુ એ સત્પુરુષનો જન્મ કેવી સ્થિતિમાં થયેલો અને તેની માતાએ કેવા પાઠો ભણાવેલાં એનું વર્ણન કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીએ હાલરડામાં વર્ણવ્યું છે.

એવું બને છે કે બાદશાહની સેના એક રજવાડાં ઉપર હુમલો કરે છે, વિશાળ સેના હોવાથી એ નાનું રજવાડું તેની સેના સામે લડવા સક્ષમ નથી હોતું. તેથી બંને જણા ત્યાંથી નીકળી જવાનું વિચારે છે, આદેશ મુજબ દરવાજા ખોલાય છે અને બંને જણા પોતપોતાનાં ઘોડા લઈને બહાર નીકળી જાય છે. દરવાજા ફરી બંધ થઈ જાય છે.

બહાર નીકળે છે ત્યાં તો લાખોની સેના મીટ માંડીને બેઠી હોય છે. આગળ બંને ઘોડેસવાર અને પાછળ સેના. સેનાનો બસ એક જ ઉદ્દેશ હતો કે બંને યુગલને મારી નાખવામાં આવે. અને જો ના મારે તો બાદશાહ સેનાપતિને મારી નાંખે એમ હતા. સૌના હથિયારનું નિશાન બસ આ બે ઘોડેસવાર જ હતા.

પાઘડધામ પાઘડધામ કરતા ઘોડા દોડતા હતા, એવામાં એક સાંકડું નાળુ આવ્યું. એ નાળામાં એક તરફી જ રસ્તો હતો. કાંટાળી ઊંચી બે માથોડા જેવડી વાડ, એવામાં સામેથી બોરડીના કાંટા ભરેલું ગાડું આવતું હતું, તેથી ઘોડો આગળ દોડાવવો શક્ય નહોતો, પાછળ બાદશાહની સેના ખૂબ જ નજીક આવી ગઈ હતી. ત્યારે આગળનો અસવાર બોલ્યો જેટલાને મારી શકીએ એટલાને મારીએ અને છેલ્લે નહીં પહોંચી વળ્યે તો મરી જાશું પણ અહીં ઉભા રહી જઈએ. 

ત્યારે પાછળનો અસવાર કહે છે મારવું પણ નથી અને મરવું પણ નથી, ઉભું પણ નથી રહેવું. મારવાના, મરવાના, ઉભા રહેવાના, પાછા પડવાના અને નીકળી જવાના યોગ્ય ટાણા હોય. ત્યારે પાછળનો અસવાર કહે છે કે તમારો ઘોડો થોડો એકબાજુ રાખો તો હું મારો ઘોડો કૂદાવી દઉં. 

આગળનો ઘોડેસવાર એક બાજુ રહ્યો અને પાછળના અસવારે ઘોડાને થપાટ મારી અને ઘોડો કાંટા ભરેલું ગાડું કૂદી ગયો. અને પાછળનો અસવાર પણ થોડો પાછો જઈ થપાટ મારી ઘોડો કૂદાવી ગયો. જાણો છો પહેલો ઘોડો કોણે કૂદાવ્યો સાહેબ ! એ પહેલો ઘોડો આ ભારત દેશની આર્યનારીએ કૂદાવ્યો. એમ એક રાતમાં અઢીસો કિલોમીટરનું અંતર કાપ્યું. પાછળ સેના અવિરત ચાલી આવે છે.

આટલું અંતર કાપ્યા પછી પહેલો ઘોડો કૂદાવનાર સ્ત્રી પોતાના પતિને કહે છે કે મારાથી હવે વધુ ઘોડા ઉપર નહીં બેસાય, તમે ચાલ્યા જાઓ. ત્યારે એ બીજો ઘોડેસવાર પૂછે છે કારણ શું ? ત્યારે એ દેશની નારી કહે છે કે મને પ્રસૂતિની પીડા ઉપડવાની તૈયારી છે. તમને માતાજીનાં સોગંધ તમે નીકળી જાઓ. ત્યારે એ પુરુષ, એ ઘોડેસવાર માતાજીનાં સોગંધથી બંધાઈને આગળ નીકળી જાય છે અને એ દેશની નારી થોડી આગળ જતાં ત્યાં એક ડુંગરા પાસે પોતાનો ઘોડો થોભાવે છે. પાછળ સેનાપતિ અને બાદશાહની સેના તેને આંબી જાય છે.

એક હાથમાં ભાલો અને બીજો હાથ પેટ ઉપર રાખીને એ દેશની સ્ત્રીને ઘોડેથી ઉતરતા જુવે છે ત્યારે એ સેનાપતિ બોલી ઉઠે છે, યા અલ્લાહ હું આ શું જોઈ રહ્યો છું ? આ દેશની નારીની આ તાકાત ? હાથમાંથી તમામ શસ્ત્રો જમીન ઉપર પડી જાય છે અને સેનાને આદેશ આપે છે કે દેશની આ સિંહણને કોઈ હાથ ના લગાવતાં, એ વિફરશે તો કેટલાંયે હોમાઈ જશે. અને એ સેનાપતિ ત્યારે આ ભારત દેશની નારીને સલામ કરીને એટલું બોલેલો કે પુરા દિવસો જતા હોય, બાળક જન્મવાની તૈયારી હોય અને તો'યે અઢીસો કિલોમીટરનું અંતર કાપી શકે એ માત્ર હિન્દુસ્તાનની નારી જ કરી શકે એવી તાકાત કોઈ અન્ય નારી પાસે ના હોય.

એ નારી જેમ જેમ આગળ ડગલાં ભરે એમ એમ એ લાખોની ફોજ તેને સેનાપતિના હુકમથી આગળ જવાનો માર્ગ કરી આપે છે. ભાલાને ટેકે એ ડુંગરો ચડે છે. અને શિવલહેરીનાં કિલ્લા તરફ પ્રયાણ કરે છે. એ દ્રશ્ય જોઈને બાદશાહનો સેનાપતિ એ સ્ત્રીને સલામ કરે છે અને કહે છે બેન હું બાદશાહનો સેનાપતિ છું તારે જરૂર હોય તો હું સો સૂયાણી બોલાવી દઉં પણ તને કંઈ થઈ જશે તો મારી જાતને માફ નહીં કરી શકું. 

ત્યારે એ સ્ત્રી એટલું જ કહે છે કે નથી જરૂર સૂયાણીની, હું સક્ષમ છું, બસ તમે યુદ્ધ માટે તૈયાર રહેજો. ત્યારે સેનાપતિ વિચારે છે કે આ સ્ત્રી આવી હાલતમાં છે તો યુદ્ધ કરશે કોણ? અને એ સ્ત્રી દાદર ચડીને સોળ સ્થંભ અને ત્રણ ઘુમ્મટનાં શિવનાં મંદિરમાં પ્રવેશીને મંદિરના દ્વાર બંધ કરે છે. પરિણામને જોવા ચારેય બાજુ સેના પથરાયેલી છે.

થોડી વાર થઈ ત્યાં બાળકના રડવાનો અવાજ સંભળાયો હું...આ... હું...આ... હું...આ... સેનાપતિ ખુશ થઈ ગયો અને પૂછ્યું બેન દીકરો કે દીકરી ત્યારે એ લોહીથી લથપથ સ્ત્રી જવાબ આપે છે તમારું મોત, તમારો કાળ શિવાજી જન્મ્યો છે. સેનાપતિ કહે છે કે મારે એકવાર એનું મોઢું જોવું છે, જેની મા આટલી શૂરવીર હોય એનો દીકરો કેવો હશે ત્યારે એ વિરાંગના કહે છે કે અઢાર વરહની વાટુ જુવો જ્યારે એ ખંજર લઈને તમારી છાતીમાં ભોંકે ત્યારે એનું મોઢું જોઈ લેજો. અત્યારે મારાં શિવાનું મોઢું જોવાનો તમારો વખત નથી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational