STORYMIRROR

PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

ઝવેરભાઈ પટેલ : લોકવન ઘંઉના એગ્રીકલ્ચર રિસર્ચર

ઝવેરભાઈ પટેલ : લોકવન ઘંઉના એગ્રીકલ્ચર રિસર્ચર

2 mins
160

ખેડૂતો માટે તેમજ સમાજ માટે કામ કરનારા એવા ઝવેરભાઈ પટેલની વાત.... લોકવન ઘઉં ના ..સંશોધક...ઝવેરભાઈ પટેલ જયારે સારા માર્કે મેટ્રિક પાસ થયા ત્યારે મહારાજા બહાદુરસિંહજીએ બોલાવ્યા અને પરિણામ જાણી પાલીતાણા રાજવીએ સામેથી કહ્યું કે તમારે જેટલું આગળ ભણવું હોય તેનો ખર્ચ રાજ્ય આપશે. આ પછી ઝવેરભાઈએ ભાવનગર,પુના,અને બેંગ્લોર અભ્યાસ કરી એમએસ.સી.ની પદવી મેળવી ત્યારે ફરી રાજવી બહાદુરસિંહજી એ ઝવેરભાઈને બોલાવી સૂચવ્યું, તમારે વિદેશ ભણવા જવું છે તો જાવ,આ સમયે સહુ ઈંગ્લેન્ડ જ ભણવા જતા હતા પણ આ સ્વમાની ઝવેરભાઈને તો ઈંગ્લેન્ડ આપણને ગુલામ રાખનાર દેશ લાગતો હતો તો કહે હું ઈંગ્લેન્ડ તો કદી ભણવા ન જાવ પણ જર્મની જાવ એમ કહી પછી આગળ જતા જર્મની ભણવા ગયા હતા.જર્મનીમાં ભણ્યા પછી તેઓ અમેરિકામાં ઈ.સ.૧૯૩૩માં કૃષિ વિજ્ઞાનમાં પીએચ.ડી.થયા.

આ ઝવેરભાઈના અભ્યાસ પાછળ રૂપિયા ૧૫૦૦૦ જેટલો ખર્ચ કર્યો. ઝવેરભાઈએ અમેરિકામાં ભણતર પૂરું કર્યું અને ભારત આવ્યા ત્યારે તેમને બીજા રાજ્યોમાં ખૂબ જ ઊંચા પગારે નોકરી મળતી હતી પણ આ ખાનદાન અને સંબંધરખા માનવે રાજ્યના ઋણને ઉતારવા એમણે એ નોકરી સ્વીકારવાને બદલે સીધા જ પાલીતાણા આવ્યા અને પાલીતાણા રાજ્યની નોકરી ઈ.સ.૧૯૩૩માં સ્વીકારી ત્યારે મહારાજા બહાદુરસિંહજી બોલી ઉઠ્યા હતા કે આજ રાજના પૈસા ઊગી નીકળ્યા છે. રાજવીએ પોતાનો નવો પેલેસ બાંધતા જૂનો પેલેસ નજરબાગ ઝવેરભાઈને રહેવા આપ્યો. તે રાજ્યની નોકરી પણ કરતા જાય પણ સાથે સાથે તેમનો મૂળ માંહ્યલો ખેડૂતનો હોવાથી રાતદિવસ બસ ખેતીને જ સમૃદ્ધ બનાવવાના વિચારો આવ્યા કે અનાજનું કેમ વધુ ઉત્પાદન મેળવી શકાય, પાકમાં કેમ રોગ ઓછા આવે અને રોગો જ નાબુદ કરી શકાય, ઓછા પાણીએ વધુ પાક કેમ લઈ શકાય. આઝાદી બાદ ઝવેરભાઈને પ્રધાનપદ, કલેકટર કે આચાર્ય જેવા હોદાની ઓફર આવેલી પણ તે ન સ્વીકારી અને તેઓ ખેતી બાબતના નિષ્ણાંત હોવાને લીધે તે એગ્રીકલ્ચર રિસર્ચ ઓફિસર બન્યા અને સરકારી નોકરી કરવા લાગ્યા હતા અને ઈ.સ ૧૯૫૯માં એ નિવૃત થયા અને પોતે જ ઘરને જ પ્રયોગશાળા બનાવી અને રાતદિવસના અનેક પ્રયોગો ને મથામણને અંતે વધુ ઉત્પાદન આપતા ઘઉંની જાત વિકસાવી બધાએ કહ્યું કે આ ઘઉંનું નામ ઝવેર -૧ રાખો, તો આ પરગજુ અને લોક કલ્યાણકારી માનવે કહ્યું કે મેં આ કાર્ય કોઈ માન કે પ્રતિષ્ઠા માટે કર્યું નથી પણ લોક કલ્યાણ માટે જ કર્યું છે તો તેનું નામ લોક-૧(લોકવન-૧) જ રાખવું છે. જેમણે આ ઉપરાંત જુવારનું એસ-૨૮ તરીકે ઓળખાતું બિયારણ પણ શોધ્યું હતું,જે લોક- ૧(લોકવન-૧) ઘઉંના ઉત્પાદનથી ખેડૂત અને દેશને કરોડો રૂપિયાનો ફાયદો થાય છે. એટલું જ નહિ આ મહામાનવે આ શોધની પેટન્ટ લેવાનો પણ ઈન્કાર કર્યો કે આ કામ પૈસા કમાવા માટે નહિ પણ ખેડૂતોને વધુ પૈસા મળે એ માટે કર્યું છે. આ પરગજુ અને માનવતા પ્રેમી ને રખાવટ ન ભૂલનાર ઝવેરભાઈના પાંચ દીકરા અને ચાર દીકરીઓ અમેરિકામાં ખૂબ જ સુખી અને સાધન સંપન છે અને હજુ પાલીતાણાના મહારાજા બહાદુરસિંહજીને યાદ કરતા થાકતા નથી કે એમની કદરના હિસાબે અમે આ ક્ક્ષાએ પહોંચ્યા છીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational